કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા દિવસ અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને હોંશે હોંશે કરતા. જે કોઈ મિત્રએ કાકા કાલેલકર સાહેબ લેખિત “હિમાલયનો પ્રવાસ” પુસ્તક વાંચ્યું હોય તો એમાં પગપાળા યાત્રાનો સંપૂર્ણ ચિતાર આપ્યો છે. એમાં આવતી મુશ્કેલી અને આવતા નિજાનંદની પણ ઘણી વાતો સામેલ કરી છે. જો કે હું આવી કોઈ પગપાળા યાત્રા વિષે લખવાનો નથી આ વખતે હું એવી યાત્રા વિષે લખીશ કે જે અત્યારના સમયમાં અમલમાં છે. જેથી કરીને કોઈકને યાત્રા અને એમાં આપેલ માહિતી ઉપયોગી સાબિત થઇ શકે.

1

હિમાચલનો પ્રવાસ - 1

હિમાચલનો પ્રવાસ - 1 (પૂર્વતૈયારી)કોઈ પણ યાત્રા કે પ્રવાસનું આયોજન થાય તેમાં પૂર્વતૈયારી ખુબજ મહત્વનું અંગ છે. કારણકે ઘણા અને હજારો કિલોમીટરની યાત્રા કરવી સહેલી નથી હોતી અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની પૂર્વતૈયારી અને માહિતી એકત્ર કર્યા વગર કરવામાં આવે તો મુશ્કેલીઓ નો પાર નથી રહેતો અને એનાથી ઊલટું એવરેસ્ટ અવરોહણ પણ સંપૂર્ણ પૂર્વતૈયારી અને માહિતી લઈને કરવામાં આવે તો શક્ય બની જાય છે. અત્યારના સમયમાં વાહનવ્યવહાર, સારા રોડ રસ્તા, રેલ્વે અને હવાઈ સેવાને કારણે આવી લાંબી યાત્રા કરવી ઘણી સરળ અને સુખરૂપ થઇ ગઈ છે. પહેલાના સમયમાં જે યાત્રાઓ થતી એ પગપાળા જ થતી, છતાં લોકો એને ...વધુ વાંચો

2

હિમાચલનો પ્રવાસ - 2

હિમાચલનો પ્રવાસ - 2 (પુર્વ તૈયારી)#હિમાચલનો_પ્રવાસઅગાઉની પોસ્ટમાં જે વાત થઇ તે જેતે વિસ્તારમાં પ્રવાસ આયોજનની માટેની જનરલ વાતો થઇ હું ફક્ત મારી હિમાચલ યાત્રાને લઈને વધુ વિગતો આપીશ. હિમાચલ પ્રદેશમાં ફરવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન અને હવાઈમથક ચંડીગઢ છે જેથી અમારી પ્રવાસની તારીખ નક્કી થઇ તુરંત અમે ત્યાં સુધીની અમારી રેલ્વેની ટીકીટ બુક કરી લીધી. આ એટલા માટે જરૂરી છે કે છેલ્લી ઘડીએ રેલ્વેની ટીકીટ સરળતાથી મળતી નથી. હવે અમારે આગળનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એટલેકે હિમાચલ સરકારની બસમાં જવાનું વિચારતા હતા અને જેતે વિસ્તારના લોકલ ફરવા માટે બાઈક કે ટેક્સી ભાડે કરવાનું વિચારેલ, એ મુજબ અને સંપૂર્ણ ખર્ચની ગણતરી ...વધુ વાંચો

3

હિમાચલનો પ્રવાસ - 3

હિમાચલનો પ્રવાસ - 3 (પ્રયાણ - રેલવે સ્ટેશનની વાતો)તારીખ - 8 ડિસેમ્બર, 2022#હિમાચલનો_પ્રવાસ વેરાવળ જવા માટેની બસમાં બેસી ગયો, યાત્રાની તાલાવેલી હતી એ યાત્રા હવે ખરેખર શરૂ થઈ ગઈ હતી. યાત્રાના પ્રારંભ બાબતે હું ખુબજ ખુશનસીબ છું કારણકે ઘરે થી યાત્રા શરૂ કરું એટલે રસ્તામાં સૌપ્રથમ દૂરથી સોમનાથ દાદાના દર્શન અને આર્શીવાદ સાંપડે, આગળ જતાં ભાલકાતીર્થ પાસેથી પસાર થતા જ દ્વારિકનાથ શ્રી કૃષ્ણ ભગવાનના પણ દર્શન થાય આમ યાત્રાની શરૂઆત સાથેજ મન પાવન થઈ જાય. સમયસર હું રેલવે સ્ટેશન પહોંચી ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે અમદાવાદ જવા માટે વેરાવળ - અમદાવાદ, સોમનાથ એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર - 1 ઉપર ઉભી ઉભી ...વધુ વાંચો

4

હિમાચલનો પ્રવાસ - 4

હિમાચલનો પ્રવાસ - 4 (પ્રયાણ - સફર છુક છુક ગાડીની)તારીખ : 09.12.2022ગાતંકમાં જોયું કે સવારે વહેલા આવી સાબરમતી BG મિત્ર નિર્મલ સાથે જૂની યાદોને વાગોળી.જુના એપિસોડ માટે #હિમાચલનોપ્રવાસ લખીને શોધવું.મિત્ર આંનદ 9:00 વાગ્યા આસપાસ પહોંચી ગયો. ત્યારબાદ અમે વેઇટિંગ રૂમની સામે આવેલ પગથિયાં ચડીને પુલ થી પ્લેટફોર્મ - 2 તરફ પ્રયાણ કર્યું. કારણકે અમારી સફરની સાથી ટ્રેન : 19411 - દોલતપુર ચોક એક્સપ્રેસ ત્યાં અમારી રાહ જોઈ રહી હતી. જેવા પ્રતિક્ષાખંડની બહાર નીકળ્યા કે મિત્ર નિર્મલની ટ્રોલી બેગનું ટાયર નીકળી ગયું. સફરની શરૂઆતમાં જ નાનકડું વિઘ્ન આવી ગયું, હવે બાબાજીને (નિર્મલનું હુલામડું નામ બાબાજી છે, નિર્મલ બાબા) આ બેગ ...વધુ વાંચો

5

હિમાચલનો પ્રવાસ - 5

હિમાચલનો પ્રવાસ - 5 (પહાડોમાં પ્રવેશ)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે અમદવાદથી અમારી સફર છુક છુક શરુ કરી...સવારના ૬:૦૦ વાગી ચુક્યા છે. ટ્રેન અંબાલા કેંટ સ્ટેશન પર પહોચી ચુકી છે. આ સ્ટેશન હરિયાણાનું જાણીતું અને મોટું સ્ટેશન છે. સ્ટેશન પર ટ્રેન પહોંચતા જાહેરાત અને અન્ય છોરબકોર થી નીંદર ઉડી ગઈ છે. અમારી ટ્રેન લગભગ ૨૫ મિનીટ જેટલી વહેલી છે જેથી અમારે અહી રાહ જોવાની રહે છે. અંબાલા જાણીતું અને મોટું સ્ટેશન છે. ઘણા ખરા યાત્રીઓ અહી ઉતરી રહ્યા છે. છેવટે અમે ઉત્તર ભારતમાં પહોચી ગયા છીએ. સાથે સાથે ઠંડીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ ...વધુ વાંચો

6

હિમાચલનો પ્રવાસ - 6

હિમાચલનો પ્રવાસ - 6 (સફર પહાડોની)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે અમે સમયસર ચંદીગઢ પહોંચી ગયા અને પર્વતોની વચ્ચે સફરની શરૂઆત કરી.અલક મલકની વાતો કરતા કરતા અને હિમાલયના પહાડોની સુંદરતા માણતા માણતા અમારી સફર ૧૨ વાગ્યા આજુ બાજુ બિલાસપુર પહોચી ચુકી છે. અહી બિલાસપુર શહેર માંથી પસાર થતા હળવો હળવો ટ્રાફિક જોવા મળ્યો. હિમાચલનું એવું સુંદર શહેર છે કે જ્યાં શહેરની સાથે સાથે પહાડોની પ્રકૃતિ પણ છે. બિલાસપુર થી ૨૦ કિલોમીટર આગળ જતા બરમાના પાસે ACC સિમેન્ટની એક વિશાળ ફેક્ટરી આવે છે. આટલા ઊંચા પર્વતોની વચ્ચે જવલ્લે જોવા મળે એવડી મોટી ઔધોગિક વસાહત છે. ૨૦૨૦ માં જયારે ...વધુ વાંચો

7

હિમાચલનો પ્રવાસ - 7

હિમાચલનો પ્રવાસ - 7 (પહાડોની રોમાંચક યાત્રા)તારીખ : 10, ડિસેમ્બર 2022અગાઉના એપિસોડમાં જોયું કે મંડી-મનાલી હાઇવે બ્લોક હોવાથી કંડી કટોલા વાળા સિંગલ પટ્ટી અને દુર્ગમ રસ્તા પર સફરની શરૂઆત કરી. આ રસ્તાને મંડી બજોરા માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.મંડીથી ઉપરની તરફ આ રસ્તા ઉપર અમે ચડાણ શરૂ કર્યું. ધીમે ધીમે અમે એક ડુંગરની ફરતે ફરતે ઘુમરા લેતા લેતા ઉપર ચડી રહ્યા છીએ. શરૂઆતનો રસ્તો એક દમ નવો બન્યો હોય એવો દેખાઈ રહ્યો છે. ઉપરાંત આ રસ્તો થોડો પહોળો પણ છે જેથી સરળતા થી બે વાહન આમને સમને આવી શકે છે. જોઈએ તો શરૂઆત સારી રહી છે હવે અંત ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો