મહોબતની રીત, પ્યારની જીત

(6)
  • 13.3k
  • 0
  • 6.6k

"ઉફ યાર, મેં તને કેટલી વાર કીધું છે કે તું બસ આમ પાગલ ની જેમ ના રહીશ! કેમ તું ખુદનું ધ્યાન નહિ રાખતી?!" મેં એને લડી જ લીધું. મેડમે કામ જ કઈક કેવું કર્યું હતું તો. હા, મેડમ બાજુવાળા સાથે લાકડા કાપવા ગયા હતા. ના પાડી હતી તો પણ. હું એના હાથે વાગેલ લોહી નીકળેલ ભાગ પર ટ્યુબ લગાવી રહ્યો હતો. હું જેવો જ ઑફિસેથી આવ્યો કે મેં એને જોઈ. ખાસ્સુ લોહી નીકળી ગયું હતું અને મને તો જાણે કે એના કરતા પણ વધારે દુઃખ થઈ રહ્યું હતું. ખાસ વ્યક્તિને જો થોડું પણ દર્દ થાય તો ખરેખર સહેવાતું નહિ, અને આ પાગલુ તો મારી જાન હતી. "બસ પણ કર અલા, એ મરી થોડી જવાની છે!" મારી બહેને મને તાણો માર્યો. અમારી બંનેની ખાસ બોન્ડિંગ હતી. હું ગમે એવો થાકેલો કેમ ના હોવ એને જોતો તો દિલ બહુ જ ખુશ થઈ જતું. એણે પણ મારી સાથે ખૂબ ગમતું હતું. પણ જે દિલમાં દબાયેલું હતું એ તો હજી પણ નહોતું કહેવાય શકાયું. અથવા તો કહેવું જ જોઈએ કે કહેવાની જરૂર જ નહોતી પડી!

Full Novel

1

મહોબતની રીત, પ્યારની જીત - 1

"ઉફ યાર, મેં તને કેટલી વાર કીધું છે કે તું બસ આમ પાગલ ની જેમ ના રહીશ! કેમ તું ધ્યાન નહિ રાખતી?!" મેં એને લડી જ લીધું. મેડમે કામ જ કઈક કેવું કર્યું હતું તો. હા, મેડમ બાજુવાળા સાથે લાકડા કાપવા ગયા હતા. ના પાડી હતી તો પણ. હું એના હાથે વાગેલ લોહી નીકળેલ ભાગ પર ટ્યુબ લગાવી રહ્યો હતો. હું જેવો જ ઑફિસેથી આવ્યો કે મેં એને જોઈ. ખાસ્સુ લોહી નીકળી ગયું હતું અને મને તો જાણે કે એના કરતા પણ વધારે દુઃખ થઈ રહ્યું હતું. ખાસ વ્યક્તિને જો થોડું પણ દર્દ થાય તો ખરેખર સહેવાતું નહિ, અને ...વધુ વાંચો

2

મહોબતની રીત, પ્યારની જીત - 2

ઓહો, એને મને એક ઈશારો કર્યો હતો અને અંદર રૂમમાં ચાલી ગઈ હતી. કહ્યાં વગર જ મારા માટે પણ લઈ ને આવી ગઈ. એણે ખબર જ હતી કે આ સમયે મારે કોફી ની જ જરૂર હોય છે. ઓફિસથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ફથી થાકેલ આવેલ વ્યક્તિ ને જોઈએ પણ શું?! ચાના રશિક હોય તો ચા અને મારાં જેવા કોફી લવરને જો કોફી મળી જાય તો દિલ ખુશ થઈ જાય છે. હું કોફી નો મગ લઈ ને બાલ્કની માં દોડ્યો. બહારનો નજારો જોતાં જોતાં શિપ ભરવા લાગ્યો. જિંદગી પણ કમાલનાં ખેલ ખેલે છે. ક્યારેક તો આપણને એવું ...વધુ વાંચો

3

મહોબતની રીત, પ્યારની જીત - 3

ખાઈ લે ને! મેં એક સ્પુનમાં ખાવા લઇ એને ધર્યું. યાર કઈ જ નહિ ગમતું! દિલ કરે કે મરી જવું છે! પારૂલ એકધારી મને જોઈ રહી હતી. જાણે કે હમણાં જ ખાઈ જશે. હા, હા, ખબર છે! મેં જબરદસ્તીથી એનાં મોંમાં ખાવા ઠુસ્યું. એણે પણ ખાવુ જ પડ્યું. સોરી, પારુ! પણ એને ઓફિસ જવું જરૂરી હતું, કાલે એ નહિ જાય! નેહાએ મારા વતી વાત વાળી લીધી. એ પણ એની ફ્રેન્ડને આ હાલતમાં નહોતી જોવા માગતી. હું પણ તો નહોતો જોવા માગતો ને. જોવું ના પડે એટલે જ તો હું ઘરે નહિ રહેવા માગતો. હા, અમુક વસ્તુ પર આપનું બસ ...વધુ વાંચો

4

મહોબતની રીત, પ્યારની જીત - 4

જો તો હું કેવી લાગુ છું! પ્રિયાએ મારા ચહેરાને રીતસર એની તરફ કરતાં જ કહેલું. હું પારુલને જ રહ્યો હતો. એની આંખો જાણે કે મને ધમકી આપી રહી હતી. બસ ને યાર હવે તું મારો નહિ, એવું જાણે કે એ આંખોથી જ કહી રહી હતી. પારૂલ ને પૂછ! મેં વાત વાળી અને બાલ્કનીમાં ચાલ્યો આવ્યો. હું પણ આ બધાથી થોડીવાર બ્રેક ચાહતો હતો. પારૂલ પણ મારી પાછળ બાલ્કનીમાં આવી ગઈ. કંઈ કહ્યું ના, પણ એની ચૂપ્પી બધું જ કહી રહી હતી. મારા કાન એની ડાટ સાંભળવા અધીરા બન્યા. પણ એ કઈ જ ના બોલી. અમુકવાર કહી દીધેલું એટલું ...વધુ વાંચો

5

મહોબતની રીત, પ્યારની જીત - 5

કારણ હોય ના તો પણ આપને કારણ બનાવવું પડે છે! મેં કહ્યું. મને સાચે લાગે છે કે મારું દુનિયામાં કોઈ જ નહિ. બસ જે બાકી છું, એ પણ હવે થોડુ થોડુ મરી રહી છું.. એને બહુ જ રડતાં કહેલું તો મેં એને ગળે લગાવી લીધી હતી. એ પછી જ્યારે પણ એની લાગણીનો ઉભરો આવતો કે એને વધારે લો ફીલ થતું તો એ મારી પાસે હગ માગતી અને હું આપતો. મને હગ કરીને જ જાણે કે એ સૂઈ પણ ગઈ. થોડો પણ જો આરામ મળે તો એને માટે સારો જ હતો. મેં એને ઊંચકીને બેડ પર સુવાડી દીધી. બ્લેન્કેટ ઓઢાવ્યું ...વધુ વાંચો

6

મહોબતની રીત, પ્યારની જીત - 6

નેહા.. પ્રિયા આવી એવી જ નેહાને વળગી પડી. પ્રિયા પણ નેહાની ફ્રેન્ડ જ હતી. ખબર નહિ પણ કેમ મારા પર બહુ જ હક કરતી હતી. આવે તો મારા માટે કંઇકને કંઇક ખાવા લઈ આવતી અને એ મને ખવડાવે એ પહેલાં જ હું એ વસ્તુ લઈને પારૂલ પાસે એઠું કરાવું, હા, એ જ્યાં સુધી થોડો ટુકડો ખાઈ ના લે, હું મોંમાં નહોતો નાંખતો. પ્રિયા તો અમને જ જોયાં કરતી. જેને જે કહેવું હોય કહે, પ્યાર છે તો છે યાર.. મને પારૂલ બહુ જ ગમતી હતી યાર, હમણાં એને મેન્ટલ સ્ટ્રેસ એટલો હતો તો હાલ તો એને કહેવું પણ નહિ. અમુકવાર ...વધુ વાંચો

7

મહોબતની રીત, પ્યારની જીત - 7 (અંતિમ ભાગ - કલાઇમેક્સ)

"પ્યાર હતો તો કેમ કહ્યું ના?!" મેં એને લાડથી પૂછ્યું. "બીજીવાર દિલ તૂટતું તો હું ખુદને કેવી રીતે સાચવતી?!" સવાલ કર્યો. "મારી આંખોમાં દેખ્યું ના કે હું પણ તને કેટલો બધો પ્યાર કરું છું!" મેં ફરી સવાલ કર્યો. "હા, પણ તમારા બહુ જ ઉપકાર છે મારા પર, તમારા માટે તો જેટલું પણ કરું ઓછું છે.." પારૂલ બોલી. "ના, તારા બહુ જ ઉપકાર છે મારા પર.. મારા માટે તો પ્યારનો મતલબ જ પારૂલ છે.." મેં કહ્યું અને એને માથે એક હળવી કિસ કરી દીધી. મારા મનમાં તો એમ કે એ બહુ બધી વાતો કરશે, પણ મેડમ તો સૂઈ ગયા. આટલી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો