નવલકથા રહસ્યમય છે, એ તો આપ નામ પરથી જ સમજી ગયા હશો. “હું મર્યા પછી પણ ખૂન કરીશ.' જી, ના... આ મારો નહીં પણ પ્રસ્તુત નવલકથાનાં મુખ્ય પાત્ર અજિત સકસેનાનો દાવો છે. દુનિયામાં આવું ક્યાંય બને ખરું ? મર્યા પછી કોઈ ખૂન કરી શકે ખરો...? મિત્રો, કાળા માથાનો માનવી પોતાની બુદ્ધિમત્તાના જોરે, ધારે તો શું ન કરી શકે....? દુનિયામાં બધું જ શક્ય છે. પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ પણ કંઈક એવી જ છે. સાત-સાત ખૂનો કર્યા પછી પુરાવાઓ સાથે પકડાયેલ અજિત સક્સેના પોતે ફાંસીએ લટક્યા પછી પણ એક ખૂન કરશે એવો દાવો કરે છે. પોતાનાં આ દાવામાં તે સફળ થયો કે કેમ ? એ તો કથા વાંચશો ત્યારે જ આપને ખબર પડશે. અને હા... આ કોઈ ભૂતકથા કે પ્રેતલીલાની કથા નથી તેની ખાસ નોંધ લેશો

Full Novel

1

સાજીશ - 1

સનસનાટીભરી રહસ્યકથા કનુ ભગદેવ ૧. નાગપાલની મૂંઝવણ... ! દિલીપની પ્રશ્નાર્થ નજર સામે બેઠેલા નાગપાલના ચિંતાતુર ચ્હેરા સામે મંડાયેલી હતી, એણે આટલો ચિંતાતુર ક્યારેય નહોતો જોયો. નાગપાલ રહી રહીને પોતાના હાથમાં જકડાયેલી પાઇપમાંથી કસ ખેંચતો હતો, ઑફિસમાં 'પ્રિન્સ હેનરી’ તમાકુની કડવી-મીઠી મહેક પ્રસરેલી હતી. અત્યારે એની સામે ટેબલ પર એક ખુલ્લી ફાઈલ પડી હતી જેમાં વિશાળગઢમાંથી પ્રગટ થતાં સવાર-સાંજનાં જુદાં જુદાં અખબારોનાં કટિંગો મોજૂદ હતાં. ‘શું વાત છે, અંકલ... ?' છેવટે દિલીપે ચુપકીદીનો ભંગ કરતાં પૂછ્યું : 'આજે તમે કંઈક વધારે પડતા ચિંતામાં લાગો છો... !' ‘હા... !’ નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાના ગોટા ઉડાડતાં બોલ્યો : ‘ચિંતા જેવી ...વધુ વાંચો

2

સાજીશ - 2

૨. અજિત મરચંટનું ખૂન... ! વિલાસરાય હૉસ્પિટલના ઑપરેશન થિયેટરમાં અત્યારે દિલીપ, રજની અને ધીરજ સ્ટ્રેચર પર સૂતેલા અજિત મરચંટ મોજૂદ હતાં. અજિતને સાધારણ ઈજા થઈ હતી, પરંતુ એક તો સુકલકડી દેહ અને ઉપરથી પુષ્કળ માત્રામાં લોહી વહી જવાને કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એના જખમોનું ડ્રેસિંગ થઈ ગયું હતું. દિલીપે જોયું તો અત્યારે અજિત ખૂબ જ ભયભીત લાગતો હતો. એની આંખોમાં ડોકિયાં કરતો ભય સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 'સાહેબ...!' સૂતાં સૂતાં જ એણે દિલીપ સામે હાથ જોડીને કરગરતા અવાજે પૂછ્યું : ‘મારો શું વાંક છે... ? મેં શું કર્યું છે... ? 'આપ હાથ ધોઈને શા માટે ...વધુ વાંચો

3

સાજીશ - 3

૩. બહુરૂપી ખૂની... ! સી.આઈ.ડી.ના તમામ એજન્ટો ટોઇલેટ પાસે એકઠા થઈ ગયા હતા. દિલીપના ચહેરા પર નિરાશા ફરી વળી જ્યારે આંખોમાંથી આક્રોશ નીતરતો હતો. ‘નાલાયક... !’ ગુલામ, બેગમ, બાદશાહ જોઈને એ ધૂંધવાતા અવાજે બોલી ઊઠ્યો, ‘બહુરૂપી ખૂની... ! હરામખોર વધુ એક ખૂન કરવામાં સફળ થઈ ગયો... !' ‘દિલીપ... !’ રજનીએ આગળ વધીને એની પાસે પહોંચતાં કહ્યું, ‘આ ખૂનમાં ‘બહુરૂપી ખૂની'ની બુદ્ધિમત્તા ઓછી ને અજિતની બેવકૂફી વધુ કારણભૂત છે... ! જો એ રૂમમાંથી ન નાસી છૂટ્યો હોત તો અત્યારે તેની આ હાલત ન હોત !’ 'હં...' દિલીપના ગળામાંથી હુંકાર નીકળ્યો. ‘દિલીપ... !' સહસા ધીરજ કશુંક વિચારીને બોલ્યો, મૃતદેહમાંથી જે રીતે ...વધુ વાંચો

4

સાજીશ - 4

૪. ખૂનીની ચેલેન્જ... ! ‘બહુરૂપી ખૂની’ અર્થાત્ અજય સકસેના અત્યારે સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરના ‘ઇન્ટરોગેશન રૂમ'માં એક ખુરશી પર બેઠો હતો. માથા પર હાઈ વૉલ્ટેજનો બલ્બ લટકતો હતો જેનું તીવ્ર અજવાળું એના સમગ્ર દેહ પર રેલાતું હતું. ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ એકદમ ભારે અને રહસ્યમય હતું. દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના ત્રણ-ચાર એજન્ટો અજયને ઘેરીને ઊભાં હતાં. દિલીપ સિગારેટના કસ ખેંચતો ધ્યાનથી અજયના ચહેરા સામે તાકી રહ્યો હતો. પછી તે અજયની સામે પડેલી એક ખાલી ખુરશી પર બેસી ગયો. હવે દિલીપ તથા અજયની વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ અંતર હતું ‘અજય... !’ દિલીપ સિગારેટનો કસ ખેંચ્યા બાદ અજયની આંખોમાં પોતાની વેધક ...વધુ વાંચો

5

સાજીશ - 5

૫. જેલર અને કેદી ! દિલીપ જેલર પ્રતાપસિંહ સામે બેઠો હતો, પોતાને અજય સાથે જે કંઈ વાતચીત થઈ એ દિલીપે પ્રતાપસિંહને જણાવી દીધું હતું. દિલીપની વાત સાંભળીને પ્રતાપસિંહના અચરજનો પાર નહોતો રહ્યો. ‘ઓહ... તો જે આઠમું ખૂન કરતાં તમે અજયને પકડ્યો હતો, એ ખૂન વાસ્તવમાં પોતે નથી કર્યું એમ તે કહે છે, ખરું ને ?' પ્રતાપસિંહે આશ્ચર્યસભર અવાજે પૂછ્યું. 'તે...' ‘કમાલ કહેવાય... ! જો અજિત મરચંટનું ખૂન અજયે નથી કર્યું તો પછી કોણે કર્યું છે...? ‘આ સવાલનો જવાબ તો અજય પાસે પણ નથી. એના કહેવા મુજબ અજિત મરચંટનો ખૂની આજે પણ શહેરમાં ખુલ્લેઆમ ફરે છે અને મારે હવે તેને ...વધુ વાંચો

6

સાજીશ - 6

૬. દિલીપની તપાસ... ! દિલીપની કાર ધોબીઘાટ સ્થિત જે ચાલમાં અજિત મરચંટ રહેતો હતો ત્યાં પહોંચીને ઊભી રહી એ સાંજના પાંચ વાગ્યા હતા. ચાર માળની એ ચાલમાં અત્યારે પણ રાબેતા મુજબ શોરબકોર અને દેકારો થતો હતો. અત્યારે દિલીપની સાથે રજની, માલા અને ધીરજ પણ હતાં. ચારેય અજિત મરચંટના રૂમ પાસે પહોંચ્યાં. રૂમના દરવાજા પર હજુ પણ પૂર્વવત્ રીતે તાળું લટકતું હતું. તેમણે આજુબાજુમાંથી બે સાક્ષીઓને બોલાવીને તેમની હાજરીમાં તાળું તોડી નાખ્યું અને પછી દરવાજો ધકેલીને રૂમમાં પ્રવેશ્યાં. તેમણે જોયું તો આખો રૂમ અસ્તવ્યસ્ત હતો, કોઈ વસ્તુ પોતાના ઠેકાણે નહોતી પડી. અડધાં કપડાં કબાટમાં પડ્યાં હતાં તો અડધાં બહાર હતાં. ...વધુ વાંચો

7

સાજીશ - 7

૭. શંકાનું વર્તુળ... ! આ કેસ એક પછી એક રંગ બદલતો હતો અને વળાંક પર વળાંક લેતો હતો, એમાં કોઈ સ્થાન નહોતું. માલાએ અપરાધશાસ્ત્રના અભ્યાસના તારણ પરથી જે અનુમાન કર્યું હતું કે – અજિત મરચંટ ચોક્કસ જ કોઈક મોટા માણસોના સંપર્કમાં છે, એ બિલકુલ સાચું પડ્યું હતું. બલ્કે અજિતના, ગણતરી કરતાં પણ વધુ મોટા માણસોની સાથેના સંબંધો બહાર આવતા હતા. ખાસ કરીને સોમચંદ ગુપ્તાના નામે સૌને વધુ ચમકાવી મૂક્યાં હતાં. સોમચંદ વિશાળગઢનો અગ્રગણ્ય નાગરિક હતો. પ્રેસ મિડિયાની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ ઊંચી લાગવગ ધરાવતો હતો. ચારેય ‘ધર્મજગત’. અખબારની ઓફિસે પહોંચ્યાં ત્યારે ત્યાં રોજિંદી ધમાલ ચાલુ હતી. સવારનું અખબાર ...વધુ વાંચો

8

સાજીશ - 8

૮. ગુલામ, બેગમ, બાદશાહ...! રોક્સી ક્લબના બારરૂમનું વાતાવરણ કેસીનો કરતાં પણ વધુ રંગીન હતું. ત્યાં નાનાં નાનાં ખૂબસૂરત બાર-કાઉન્ટર ખુરશીઓ પડી હતી. બાર-કાઉન્ટરના રૅકમાં એક એકથી ચડિયાતી કીમતી વિદેશી શરાબની બોટલો ગોઠવેલી હતી. બારરૂમમાં પણ શાસ્ત્રીય સંગીતની સ્વર લહેરીઓ ગુંજતી હતી અને સમગ્ર હૉલમાં લીલો પ્રકાશ છવાયેલો હતો. કેસીનોની માફક અહીં પણ સુંદર યુવતીઓ ગ્રાહકોને શરાબ પહોંચાડતી હતી. ચહેરા તથા પોશાક પરથી બધી યુવતીઓ મુક્ત વિચારસરણી તથા રંગીન મિજાજની લાગતી હતી. રજની અને ધીરજ બારરૂમમાં દાખલ થયાં ત્યારે જ તેમને સોમચંદનાં દર્શન થઈ ગયાં. સોમચંદ એક બાર-કાઉન્ટર સામે બેસીને ધીમે ધીમે પોતાના હાથમાં જકડાયેલા પેગમાંથી સ્કોચના ઘૂંટડા ભરતો હતો, ...વધુ વાંચો

9

સાજીશ - 9

૯. તલાશીનું અભિયાન... ! દિલીપ, રજની, માલા અને ધીરજ ફરીથી એક વાર સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં આવેલ દિલીપની ચેમ્બરમાં બેઠાં હતાં. મહેનત કરવા છતાંય ચારમાંથી કોઈને પણ કંઈ નહોતું સૂઝતું. તેમના હાથમાં પુરાવાઓ આવી આવીને નીકળી જતા હતા. કેસની ફરીથી તપાસ કરવા માટે તેમને સાચી દિશા નથી મળી એવું પણ તેઓ કહી શકે તેમ નહોતાં. તેઓ પૂરી રફતારથી પોતાની મંઝિલ તરફ આગળ વધતાં હતાં. તેમનો દરેક પ્રહાર સાચી જગ્યાએ જ થતો હતો. દરેક તીર નિશાન પર ચોંટતું હતું. એક એક અનુમાનો અને શંકાઓ સાચાં પડતાં હતાં. પરંતુ તેમ છતાંય હજુ સુધી એમના હાથમાં કશુંય નહોતું આવ્યું. તેઓ કોઈ પરિણામ પર નહોતાં ...વધુ વાંચો

10

સાજીશ - 10

૧૦. ફોરેન્સિક એક્સ્પર્ટનો રિપોર્ટ... ! સોમચંદ આજે સવારથી જ ટેન્શનમાં હતો. રાત્રે તેને સરખી રીતે ઊંઘ પણ નહોતી આવી. નિત્યક્રમ મુજબ એ મોર્નિંગવૉક માટે પણ નહોતો ગયો. કાલે દિલીપે જે રીતે સોમચંદને પકડીને તેને રોક્સી ક્લબના ફોટાઓ બતાવ્યા હતા એ જોઈને મનોમન તે હચમચી ઊઠ્યો હતો. પોતાની જાતને તે પીંજરામાં પુરાયેલા ઉંદર જેવી અનુભવતો હતો. જો દિલીપ પાસે રોક્સી ક્લબવાળા ફોટાઓ ન હોત તો સોમચંદ ચોક્કસ જ પ્રેસ તથા અન્ય પ્રચાર મિડિયાના માધ્યમથી સી.આઈ.ડી. ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ બખેડો ઊભો કરત એમાં પણ શંકાને કોઈ સ્થાન નહોતું. પરંતુ એની ફોટારૂપી ચોટલી દિલીપની પકડમાં હતી અને દિલીપ ગમે ત્યારે આ ચોટલી ખેંચીને ...વધુ વાંચો

11

સાજીશ - 11

૧૧. ફાંસી... ફાંસી... ફાંસી...! સવારે સોમચંદની ઊંઘ ઊડી ત્યારે તે એકદમ સ્વસ્થ લાગતો અત્યારે એ પોતાના સુંદરનગરવાળા બંગલામાં નહીં સરદાર હતો. જયસિંહ રોડ પર આવેલ બંગલામાં હતો. જુલી સાથે રાત્રે ત્રણ કલાક મોજમસ્તીમાં વિતાવ્યા બાદ એ ખૂબ જ તાજગી અનુભવતો હતો. અત્યારે તે વૉશબેસીન સામે ઊભો ઊભો બ્રશ કરતો હતો. અચાનક બંગલાની ડોરબેલ જોરથી રણકી ઊઠી. ‘અત્યારના પહોરમાં વળી કોણ ગુડાયું...?' એ બબડ્યો. ‘કામવાળી હશે... !' સોમચંદની પત્નીએ કહ્યું, ‘વિષ્ણુ, જરા દરવાજો ઉઘાડજે... !' વિષ્ણુ એના નોકરનું નામ હતું. એણે આગળ વધીને દરવાજો ઉઘાડ્યો. વળતી જ પળે વંટોળિયાની જેમ દિલીપ, માલા અને ધીરજ અંદર ધસી આવ્યાં. ધીરજે પ્રવેશ્યા પછી ...વધુ વાંચો

12

સાજીશ - 12 - છેલ્લો ભાગ

૧૨. સાજીશનો સૂત્રધાર... ! નાગપાલ ખુશખુશાલ ચહેરે પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ‘પુત્તર... !’ એણે પોતાની સામે બેઠેલા દિલીપ સામે પ્રસન્ન અવાજે કહ્યું, ‘તેં ખરેખર એક અદ્ભુત સફળતા મેળવી છે... ! આ જો... આજનાં તમામ અખબારો તારાં જ વખાણથી ભરેલાં છે. તારે કારણે આજે ફરીથી એક વાર સમગ્ર ડિપાર્ટમેન્ટની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા છે.' કહીને એણે દિલીપની સામે ટેબલ પર જુદાં જુદાં અખબારો ગોઠવી દીધાં. બધાં અખબારોનાં પહેલાં જ પાનાં પર દિલીપના ફોટા સહિત એણે ઉકેલેલા કેસની વિગતો છપાઈ હતી. ‘થેંક યૂ અંકલ... !' દિલીપ અખબારો પર ઊડતી નજર ફેંકતાં બોલ્યો. ‘એટલું જ નહીં... !’ નાગપાલે પૂર્વવત્ અવાજે કહ્યું, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો