સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જામનગરી જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, સપ્રમાણ કદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી સૂટમાં સોહામણો લાગતો વ્યોમ હાજર રહેલી દરેક વ્યક્તિઓ વચ્ચે પણ ઉડીને આંખે વળગે એવું વ્યક્તિત્વ ધરાવતો હતો.
સપ્ત-કોણ...? - 1
ભાગ -૧સપ્તપદીના સાતે વચનોથી કટીબદ્ધ થઈ વ્યોમ અને ઈશ્વા અગ્નિદેવની સાક્ષીએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિથી જોડાયા હતા. લાલ રંગના જરી બંધેજ અને બનારસી ગોલ્ડન બોર્ડરથી સજેલા ચણિયાચોળીમાં ઈશ્વા આસમાનથી ઉતરી આવેલી અપ્સરા જેવી સુંદર દેખાતી હતી. ગોરો વાન, સપ્રમાણ કદકાઠી, ગોળ ચહેરો, અણિયાળી આંખો, તીખું નાક, ખભાથી નીચે ઝુલતા વાંકડિયા કાળા વાળ, સૌમ્ય અને સાદગીનો શણગાર અને લજ્જભર્યું સ્મિત એને ઓર સુંદર બનાવતું હતું.. તો સામા પક્ષે વ્યોમ પણ કોઈ રાજકુમારથી જરાય ઉતરતો નહોતો.. ગૌર વર્ણ, છ ફૂટ જેટલી હાઈટ, જીમમાં કસરત કરીને કસાયેલું શરીર, સુદ્દ્ઢ બાંધો, લહેરાતી ઝુલ્ફો, બેફિકર ચહેરો, પાણીદાર આંખો, ઓલીવ ગ્રીન અને ઓફ વ્હાઇટ જોધપુરી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 2
ભાગ - ૨"એ આવી રહ્યો છે. .. એ...એ... પાછો આવી રહ્યો છે. .." કહેતા રઘુકાકા લોનમાં ગોઠવેલી બેન્ચ પર પડ્યા અને ખભે રહેલા ગમછા વડે કપાળે વળેલો પરસેવો લુછવા લાગ્યા પણ એ પરસેવાના ઉતરેલા રેલા એમની છાતી વીંધીને હૃદય સોંસરવા ઉતરી અંદર ને અંદર વલોવાઈ રહ્યા હતા અને એની જ અકળામણ અને અજંપો એમના ચહેરા પર છવાયેલા ભયમાં ડોકાઈ રહ્યો હતો. . @@@@સાઈઠ પાર કરી ચૂકેલા રઘુકાકા આ હવેલીનો એક વણકહ્યો હિસ્સો હતા. માત્ર અગિયાર વરસની અણસમજુ ઉંમરે માં બાપને ગુમાવ્યા બાદ કાકાની આંગળી પકડી વેરાવળથી જામનગર આવી આ હવેલીની ચાકરીમાં લાગી ગયા હતા. એ ઘડી ને આજનો દીવસ, ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 3
ભાગ - ૩"હેલો.... હેલો.... ધ્યાનથી સાંભળો. બંને ગાડીઓ અહીંથી માનગઢ જવા નીકળી ગઈ છે પણ એ ત્યાં સુધી ન એ જોવાનું કામ હવે તમારું....." હવેલીમાંથી કરાયેલા ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી સંતુના પગ દરવાજે જ ખોડાઈ ગઈ..સંતુએ પાછા વળી એ દરવાજાની તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ ઓરડામાં પ્રકાશ ખુબ ઝાંખો હતો અને બારીએ પડદા લાગેલા હોવાથી સ્પષ્ટ દેખાતું નહોતું. એણે અવાજ ઓળખવાનો પણ પ્રયત્ન કરી જોયો પણ એ પારખી ન શકી એટલે જીવાને વાત કરવા માટે એ ફરી બહાર લોનમાં ગઈ જ્યાં જીવો છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો પણ જીવો ત્યાંય એને ન દેખાયો એટલે એ હવેલીમાં પાછી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 4
ભાગ - ૪આવનારા સમયથી અજાણ સૌ આંખોમાં સપનાઓ આંજીને સુઈ ગયા. કલ્યાણીદેવીએ જો એકવાર પણ પાછું વળીને જોયું હોત એ સ્તબ્ધ થઈ ગયા હોત. મોહન આરામ કરવાને બદલે એમનો પીછો કરતી અહીં સુધી આવીને દૂર ઉભેલી બ્લેક સકોર્પિયોમાં બેસી રહ્યો હતો...કલ્યાણીદેવી રૂમમાં આવ્યા ત્યારે પાર્થિવ અને કૃતિ બંને બાળકો હજી આઈપેડમાં ગેમ રમવામાં મશગુલ હતા. "હવે આ રમકડું બાજુએ મુકો બાળકો.. તમે રમો છો કે આ રમકડું તમને રમાડે છે કોને ખબર... આ આજકાલના છોકરાઓ... અહીંયા આવો બેય.. મારી પાસે.." કલ્યાણીદેવીએ વ્હાલથી બેયને પાસે બોલાવ્યાં. બેય બાળકોના માથામાં હાથ ફેરવતા ફેરવતા કલ્યાણીદેવી આંખો બંધ કરી ઊંડા વિચારોમાં ડૂબી ગયા. ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 5
ભાગ - ૫વ્યોમ અને ઈશ્વા જે તરફ કદમ ઉપાડી રહ્યા હતાં એની વિરુદ્વ દિશામાં ઉગેલી ઝાડીઓ પાછળથી બે આંખો તગતગીને જોઈ રહી હતી....મંદિરની આસપાસ જે વસ્તી હતી એ ત્યાંના વર્ષોથી રહેતા આવેલા આદિવાસીઓના ઘરો હતાં. અણઘડ, અભણ, અણસમજુ આદિવાસીઓ લાગણીભૂખ્યા હતાં. કલ્યાણીદેવીએ એમના વિકાસ અર્થે ઘણો પ્રયાસ કર્યો હતો અને થોડેઘણે અંશે સફળ પણ થયા હતા. હજી આધુનિકતાના વાયરા અહીં સુધી પહોંચ્યા નહોતા. પોતાની મસ્તીમાં રહેવું, થોડીઘણી ખેતી અને માતાજીની સેવા ચાકરીમાં જ પોતાનું જીવન વ્યતીત કરતો આ આદિવાસી સમાજ હજી ઘણો પછાત હતો. વ્યોમ અને ઈશ્વા ઓટલે બેઠેલ વડીલોના આશીર્વાદ લઈ ગાડીમાં ગોઠવાયા. કૌશલ અને દિલીપ પણ બધા ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 6
ભાગ - ૬ માનગઢ રોકાવાની વાત સાંભળતાં જ વ્યોમ અને ઈશ્વાને તો જાણે ભાવતું તું ને વૈદે કહ્યું જેવો ઘડાયો. બંનેએ એકમેકની આંખોમાં આંખ પરોવી વાત કરી લીધી પણ કિસ્મતને કંઈક જુદું જ મંજુર હતું. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. .." અણધારી આફતના ઓછાયા હળવે પગલે આવીને દસ્તક દઈ રહ્યા હતા.... ડિનર પૂરું કરી બધા હોટેલની લોનમાં ગોઠવેલી ચેર પર બેસી આઈસ્ક્રીમ કેન્ડીની મજા માણતા વાતે વળગ્યા. પાર્થિવ અને કૃતિ અહીંથી ત્યાં દોડી ધમાચકડી મચાવી રહ્યા હતા. "મોહન, તું કેમ ત્યાં એકલો ઉભો છે. અહીંયા આવ, અમારી સાથે બેસ." મોહનને બોલાવી કૌશલે એના હાથમાં આઈસકેન્ડી પકડાવી. "મોહનભાઇ... ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 7
ભાગ - ૭"બીજુ. .. મારી બીજુ, મને ખાત્રી હતી કે તું જરૂર પાછી આવીસ. જો હું તને લેવા આયો હાલ્ય મારી જોડે. ." વશીકરણ કર્યું હોય એમ ઈશ્વા એ વ્યક્તિની પાછળ દોરવાઈ.લોબીમાંથી પસાર થઈ એ વ્યક્તિ ઈશ્વાને જમણી બાજુના છેવાડે આવેલા દરવાજા પાસે લઈ જઈને ઉભી રાખીને પોતાના બીજા હાથમાં રહેલી ચાવી વડે દરવાજો ખોલ્યો."ની........રૂ. ......" ચીસ પાડીને ઈશ્વા બેભાન થઈને ઢળી પડી. @@@@"આમ અડધી રાતે શું થાય છે તમને?" ઉર્વીશને અચાનક ઉઠી ગયેલો જોઈ નીલાક્ષીએ બેડરૂમની લાઈટ ઓન કરી. "શું થયું....?" ઉર્વીશને ઢંઢોળી એણે જગમાંથી પાણી ભરી ગ્લાસ ધર્યો.એકીશ્વાસે પાણી ગટગટાવી ડો. ઉર્વીશ ઓશિકાને અઢેલીને આંખ મીંચી બેસી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 8
ભાગ -૮ "ઈશ્વા નથી મળી રહી.. ન તો એ રૂમમાં છે અને ન અહીંયા નીચે." "શું......? ઈશ્વા ગાયબ છે..?" હોટેલના કોરિડોરની ભીંત પકડી લીધી. "ઈ......શુ....." મમ્મી મારી ઈશુ બરાબર તો હશે ને? એ મને કીધા વગર ક્યાંય જતી નથી તો આજે અચાનક એ ક્યાં જતી રહી?" વ્યોમનો અવાજ તરડાઈ ગયો. "ચિંતા નહીં કર દીકરા, આપણી ઈશ્વા જ્યાં હશે ત્યાં હેમખેમ જ હશે. જલ્દી જ મળી જશે. હું આકાશ પાતાળ એક કરી દઈશ, જરૂર પડ્યે પોલીસ કમિશનરને પણ બોલાવી લઈશું. સૌ સારાવાનાં થઈ જશે બેટા." "પણ... મમ્મી, મારી ઈશુને કાઈ થઈ ગયું તો...?" "માતાજી પર શ્રધ્ધા રાખ બેટા, આપણે એમની ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 9
ભાગ - ૯ ઈશ્વા અત્યારે પહોંચી ગઈ હતી પંદરમી સદીના ઉત્તરાર્ધમાં. ..શું હતું એનું રહસ્ય? શું સંબંધ હતો ઈશ્વાનો સદીના લોકો સાથે...? કોઈ લાંબી નીંદરમાંથી ઉઠી હોય એમ ઈશ્વાએ બેય હાથ પહોળા કરી આળસ મરડી નદી તરફ વધી. નદીકિનારે પહોંચી 'ની......રુ........ , ની....... રુ.......' ની બૂમો પાડવા લાગી. એનો અવાજના પ્રત્યાઘાત રૂપે નદીના સામા કિનારેથી પણ 'બી......જુ....., બી......જુ.....'ના પડઘા પડ્યા પણ સામે કિનારે કોઈ દેખાયું નહીં. 'આમ ચ્યમ બને, જિવારે હું નીરુને સાદ પાડું ને ઈ નો આવે ઈમ બને જ નહીં. આજે તો ગામવારાય કોઈ નથ આઇવા.' વિચાર કરતી ઈશ્વા કિનારે ઉગેલા એક ઝાડ નીચે બેસી ગઈ એની ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 10
ભાગ - ૧૦ નીરુ અને સુજન સિવાય હજી એક વ્યક્તિ વેજલપરમાં હાજર હતી જે નીરુ અને સુજનને કાળની ખાઈમાં અધ્ધર પગે અને અધ્ધર તાલે ઉભી હતી. કાળની ક્રૂરતાની કરવત કેવી કરવટ લેવા જઈ રહી હતી એનાથી અજાણ નીરુ અને સુજન પોતાના સુખી સંસારના સપના જોઈ રહ્યા હતા. આભની અટારીએ ચમકતાં તારલા અને નીરુ-સુજન સિવાય આખું વેજલપર ખાલી અને સુમસામ હતું. બીજુ અન્ય ગ્રામજનો સાથે વેજલપરની સીમ વટાવી પુનિયાલા ગામ તરફ આગળ વધી રહી હતી. આકાશમાં ટમટમતા તારાના આછા અજવાળે રસ્તો ખુંદતા એકબીજાની ઓથે ચાલ્યા જતા પડછાયા કાળમિંઢ અંધારામાં ભૂતિયા ભાસતા હતા. નીરુ અને સુજન નદી પરનો દોરડાનો પુલ કાપી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 11
ભાગ - ૧૧ બીજુના નિષ્પ્રાણ શરીરની બાજુમાં બેસી નીરુ અને સુજન પોક મુકી રડવા માંડ્યા... પણ એમને ખબર નહોતી બીજુની હત્યા કરવામાં આવી છે. સત્યથી બેખબર બેય ભાઈ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. બેય અસમંજસમાં હતા કે હવે શું કરવું? ક્ષણભરમાં બીજુ વગર બેય જીવતી લાશ બની ગયા હતા. "હોવે કોના હારુ જીવવું?" નીરુ છાતી કૂટી રહ્યો હતો. "ઈ ભાઈ કયો ગયા? બીજુને આઈ લઈ આવ્યા'તા ઈ નથ દેખાતા." સુજન ઉભો થઈ આંખે હથેળીનું છાજિયું કરી આજુબાજુ જોવા લાગ્યો. "કુણ હતા શે ખબર?" ધીમે ધીમે તપતી જતી રેત પર ગમછો પાથરી બેય ભાઈઓએ બીજુના અચેતન દેહને ગમછા પર ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 12
ભાગ - ૧૨આ તરફ વ્યોમ અને કલ્યાણીદેવીને આયનામાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું. આયનાની પેલે પાર ઈશ્વા હોઈ શકે તો દરેક માટે કલ્પના બહારની વાત હતી. "વ્યોમ.... વ્યો....મ....., મમ્મીજી...... " ઈશ્વાએ શક્ય એટલા મોટા અવાજે બુમ પાડી પણ વ્યોમ અને કલ્યાણીદેવી દરવાજાની બહાર નીકળી ગયા. "બા સાહેબ, તમે માં દીકરો કોઈ અવઢવમાં છો એવું લાગે છે. જો તમે મને કહેશો તો શક્ય છે કે એમાંથી કોઈ માર્ગ નીકળી આવે. વકીલ, પોલીસ અને ડોકટરથી બને ત્યાં સુધી કઈ જ ન છુપાવવું એવો મારો મત છે. ક્યારેક સમસ્યામાં જ સમાધાન મળી આવે. કોયડામાં જ ઉકેલ હોય અને આપણે હવામાં હવાતિયાં મારતા ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 13
ભાગ - ૧૩"માલુ. ..., આમી શ્રીધોર. .. હું શ્રીધર છું...તને લેવા આવ્યો છું. . તુમિ કિ અમાર સાતે આસ્બે? મારી સાથે આવીશ?" કહેતા જ એક વ્યક્તિએ ઈશ્વાનો હાથ પકડ્યો અને ઈશ્વા ચુપચાપ એ વ્યક્તિની સાથે કદમ મિલાવી ચાલવા લાગી..સમયની ઉંધી વહેતી ધારા સાથે ઈશ્વા પહોંચી ગઈ સોળમી સદીના માં કાલીના પ્રદેશ તરીકે ઓળખાતા કલકત્તામાં વહેતી હુગલી નદીના ડાબા કાંઠે વસેલા નાનકડા રજવાડા ચિન્સુરામાં. ચિન્સુરા એક એવું નાનકડું રજવાડું જે પરદેશથી ભારતમાં ધંધાર્થે આવેલા ડચ લોકોની થોડીઘણી વસ્તી હતી. એક તરફ નદી અને બીજી તરફ જંગલ, ભેજવાળી જમીન, રક્ષણની દ્રષ્ટિએ સલામત સ્થળ, સમુદ્રની નજીક હોવાથી બીજા યુરોપીય દેશો સાથે વાણિજ્ય ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 14
ભાગ - ૧૪કોણ હતી આ માલિની અને દેબાશિષને જાણ થશે ત્યારે શ્રીધર અને માલિની પર શું વીતશે?? એ તો સમય જ કહી શકશે.... શ્રીધર એક ઉત્તમ ચિત્રકાર હતો. કુદરતે પાથરેલા રંગીન સૌંદર્યમાંથી અવનવા રંગો ભેગા કરી સુંદર ચિત્રો ચીતરતો. એણે દોરેલા ચિત્રો જાણે હમણાં જ બોલી ઉઠશે એટલા જીવંત લાગતાં, દેબાશિષબાબુને એની ચિત્રકારી સામે અણગમો હતો પણ યામિનીના પુત્રમોહ સામે આંખ આડા કાન કરી શ્રીધરને એમણે અલાયદો ઓરડો ફાળવી દીધો હતો, શ્રીધરનો મોટાભાગનો સમય ત્યાં જ પસાર થતો. પિતાની જમીનદારીમાં એને લેશમાત્ર રસ નહોતો, પોતાની ઈચ્છા ન હોવા છતાંય એ ક્યારેક એમની સાથે ખેતરે કે બજારમાં જતો. દુર્વાસા જેવો ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 15
ભાગ - ૧૫વહેલી સવારે આવતા સિતારના સુરોની સાથે મધુર કંઠે ગવાતા ગીતે શ્રીધરના હૃદયના તાર પણ રણઝણાવી મુક્યા હતા, પથારીમાંથી ઉભો થઈ એ અગાશીએ આવી પાળ ઝાલી ઉભો રહ્યો અને અવાજની દિશામાં તાકવા લાગ્યો પણ કોઈ એની નજરે ના ચડ્યું એટલે એ હજી પગથિયું ઉતરવા જઈ જ રહ્યો હતો ત્યાં સામેના મકાનનું બારણું ખુલ્યું અને સ્વર્ગથી કોઈ અપ્સરા ધરતી પર ઉતરી આવી હોય એવી નાજુક, નમણી યુવતી બહાર આવી જેને શ્રીધર દિગમૂઢ થઈ જોઈ રહ્યો પણ એ ઘર આંગણે ખીલેલા ગુલમહોરના વૃક્ષને અઢેલી ઉભી રહી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એના કંપતા ડુસકાનો અવાજ સાંભળી શ્રીધર એને ધારીધારીને નીરખી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 16
ભાગ - ૧૬ હવે ચોંકવાનો વારો કલ્યાણીદેવી અને રાણાસાહેબ બંનેનો હતો..... "આ કેવી રીતે શક્ય બને? એક જ સરખી બે વસ્તુઓનું એક જ સમયે બે અલગ સ્થળે હોવું. પહેલાં એ અરીસો અને હવે આ ઝૂમકું. .!" કલ્યાણીદેવીના મનમાં ઘોળાતો પ્રશ્ન હોઠે આવ્યો. "હું પણ એ જ વિચારી રહ્યો છું, તમે જણાવ્યું એમ અરીસા તો બે જ હતા તો આ ત્રીજો ક્યાંથી આવ્યો અને હવે આ ઝૂમકું. ... સાલું કાંઈ સમજાતું નથી." રાણાસાહેબ પણ માથું ખંજવાળવા લાગ્યા. "હું પરણીને આવી ત્યારે મારા સાસુએ મને આ ઝૂમકાની જોડી ભેટ આપેલ અને એમણે મારી પાસે વચન લીધું કે જો મારે બે દીકરા ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 17
ભાગ -૧૭"મમ્મી....ઇઇઇઇ...." "પા....ર્થિવ...." કહેતા જ ઊર્મિ અને અર્પિતાએ એના રૂમ તરફ દોટ મુકી...."શું થયું બેટા.... આમ બેડ પર ઉછળે શા માટે?" અર્પિતાએ રૂમમાં ધસતા જ પાર્થિવને બેડ પર કુદકા મારતા જોયો."પાર્થિવ.... શું છે આ, અહીંયા એક મિનિટમાં અમને કેટલું ટેંશન થઈ ગયું એનું તને કાઈ ભાનબાન છે કે નહીં, આવી મસ્તી કરવાની?" ઉર્મિએ એનો કાન પકડી હળવેથી આમળ્યો."અ. ....રે..... મમ્મી, હું મસ્તી નથી કરી રહ્યો, આઈ એમ સિરિયસ, જુઓ.... ત્યાં. .. કોક્રોચ. ...છે. ..." કહી ફરીથી બેડ પર ઉછળવા લાગ્યો."કો.....કો....કોક્રોચ. .... મમ્મી....ઇઇઇઇઇઇ....." અર્પિતા પણ બેડ પર ચડી ગઈ."શું ગાંડા કાઢો છો બેય.... ક્યાં છે કોક્રોચ, બતાડ મને, અર્પિતા... આજે ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 18
ભાગ - ૧૮શ્રીધર હજી એની પાછળ ચાલતો થયો ત્યાં સામેથી આવતા ઘોડાની હણહણાટી સંભળાઈ. જેમ જેમ ઘોડાના ડાબલાનો અવાજ થતો અને નજીક આવતો સંભળાતો ગયો તેમતેમ શ્રીધર અને માલિનીના હૃદયના ધબકારા તેજ થતા ગયા....કેડીની એક કોર ઉભા બેય દૂરથી દેખાઈ રહેલા ઘોડેસવારને આશ્ચર્યથી જોઈ રહ્યા. જેમ જેમ સવાર નજીક આવતો ગયો તેમ તેમ શ્રીધર અને માલિનીની આંખો અને મોઢું પહોળા થઈ ગયા. ઘોડા પર સવાર વ્યક્તિ એક ડચ વ્યાપારી હતો, એના સફેદ શર્ટની ફ્રિલ કાળા કોટની બહાર ડોકાઈ રહી હતી, ઘૂંટણ સુધીના કાળા બુટ જે અત્યારે માટીથી ખરડાયેલા હતા, માથે કાળી હેટ, ગળામાં સોનાની સાંકળથી બાંધેલી ઘડિયાળ કોટના ઉપલા ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 19
ભાગ - ૧૯ઊર્મિ અને અર્પિતા શોપિંગ કરી સાંજે પાછી ફરી ત્યારે બેય થાકી ગઈ હતી, બાળકો તો હમેશ મુજબ મસ્તીમાં હતા. બેય જણીઓ ફ્રેશ થવા પોતાના રૂમમાં ગઈ..દરવાજો ખોલતાં જ ખુલ્લો વોર્ડરોબ અને વેરવિખેર રૂમ જોઈ ઊર્મિ અવાચક પૂતળું બની ઉભી રહી..."અર્પિતા.....અ... ર્પિતા.... જલ્દી આવ," અર્પિતા એના રૂમમાં પહોંચે એ પહેલાં તો ઉર્મિનો અવાજ એના કાને અથડાયો અને શોપિંગ બેગ્સ ત્યાં જ ફગાવી એ વળતા પગલે દોડી."ભાભી, શું થયું? કેમ આટલી બુમાબુમ મચાવી?" "અર્પિતા... આ જો, અમારા રૂમની શું હાલત કરી છે.."અર્પિતાએ દરવાજે ઉભાઉભા જ અંદર નજર ફેરવી, વેરણછેરણ રૂમ જોઈને એ પણ ડઘાઈ ગઈ."સં...તુ, રઘુકાકા..., જીવાભાઈ..., ક્યાં છો ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 20
ભાગ - ૨૦'હવે શું? આગળ શું થયું હશે અને કોણ હશે આ ઘટના પાછળ?' એમ વિચારતા ત્રણેય એકબીજાના મોં લાગ્યા.ઇન્સ્પેક્ટર ઉમેશે જીવાને ફરીથી બોલાવ્યો, "જો જીવા, હજી પણ સમય છે, તે સીસીટીવી કેમેરાની સાથે કોઈ ચેડા તો નથી કર્યા ને? હજી એક તક આપું છું, સાચેસાચું બકી જા નહિતર જેલની હવા ખાવા તૈયાર રહેજે.""સાયેબ, અતાર હુધી મે જે કાય કીધું એ હાચું જ સે, હું આ ઓરડા હુધી આયો'તો પણ બારણું ન ઉઘડ્યું એટલે પાસો જતો રયો. સંતુના હમ, હું હાચું બોલુ સુ.""શું કરવા આવ્યો હતો તું? ચોરી કરવા?""ના ના સાયેબ, આ હવેલીનું ને આ પરિવારનું લુણ ખાધું સે, ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 21
ભાગ - ૨૧"ઓહ માય ગોડ...." વ્યક્તિના ચહેરા પર નજર પડતાં જ એન્ડ્ર્યુનું મોં ખુલ્લું રહી ગયું, "યે ટો વોહી હાય જો કલ હમે જંગલ કે રાસ્તે મિલા થા.." માણેકરામ તો ખુદ એક અવાચક પૂતળું બનીને એ યુવતીના નિશ્ચેતન દેહને અપલક નજરે અને પહોળા મોએ જોઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી પણ રહ્યો હતો કે 'હજી કાલે તો બાબુજીને મેં આ છોકરી વિશે જણાવ્યું અને એક રાતમાં તો એનું પત્તુ સાફ થઈ ગયું. એકા રાતેઈ... આ હાદસો બની ગયો. આત્મહત્યા કિ પરિકલ્પિતા હત્યા? એખાના આસાચે... હમણાં આવું છું.." એમ કહેતા જ માણેકરામે ગામ તરફ દોટ મુકી, ધોતિયાનો છેડો ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 22
ભાગ - ૨૨આગળ હજી આ ઘટનાના મુખવાસ રૂપે મમળાવવા માટે મસાલો મળવાનો હોય એમ લોકો ઘડીક શ્રીધર સામે તો બાબુજી તરફ જોવા લાગ્યા.....આજુબાજુ કોણ છે એ જોયા વિના પોતાના પ્રેમ વિરહની પીડાની પરાકાષ્ઠાની પ્રતિતી કરાવતો હોય એમ શ્રીધર માલિનીના નિષ્પ્રાણ દેહને વળગીને પોતાના હૃદયને વલોવતો, આંખેથી અશ્રુપ્રપાત વહાવી રહ્યો. "શ્રીધર,... શ્રી...ધ....ર......." બાબુજીએ એને બાવડેથી ઝાલીને હચમચાવી દીધો, "આમિ બાલિ ચેરે દાઓ.. છોડ એને અને બસારા દિકે.. ઘરે ચાલ... આમિ એખાને કોનો... કોઈ તમાશો નથી જોઈતો મને અહીંયા, ચાલ ઘરે...."જેમજેમ બાબુજીની શ્રીધર પર પકડ વધતી ગઈ એમએમ શ્રીધરના હૈયામાં રોષની જવાળા ભભુકતી ગઈ અને એનો આક્રોશ એની આંખો વાટે વ્યક્ત ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 23
ભાગ - ૨૩"તો સાંભળો....." રઘુકાકાએ વાતની શરૂઆત કરી એ સાથે જ આઠ આંખો એમને જોઈ રહી અને આઠ કાન વાત સાંભળવા અધીર બન્યા..... @@@@"હું ક્યાં છું?" અફાટ રણની રેતીના ઢૂવા પર ઉગેલા કાંટાળા થોરમાં ભેરવાયેલી ઓઢણીનો છેડો બહાર કાઢવા મથતી ઈશ્વાના ચહેરા પર કંટાળો અને થાકમિશ્રિત ભાવ ડોકાઈ રહ્યા હતા. બે દિવસની અપુરતી ઊંઘ અને બે સદીના સફરની મજલથી હાંફી ગઈ હતી. "સુખલી.... સુખલીઈઈઈઈઈ....." અવાજ સાંભળતાં જ ઈશ્વાએ પાછળ જોયું તો રાજકુમાર જેવો પહેરવેશ ધરાવતો કોઈ મૂછાળો નવયુવક સાંઢણી પર સવાર થઈ એની તરફ આવી રહ્યો હતો."બીજુ, માલિની અને હવે સુખલી......?" મનમાં ઉભરાતા પ્રશ્નોને મનમાં જ ડામી દઈ ઈશ્વા ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 24
ભાગ - ૨૪ચા પુરી કર્યા પછી રઘુકાકાએ અધૂરી મુકેલી વાર્તાની શરૂઆત કરી અને ફરી સૌ એમની વાત સાંભળવા શાંત સ્થિર થઈ ગયા. બધા અધૂરી, અનોખી વાત સાંભળવામાં એટલા તલ્લીન થઈ ગયા કે કોઈનું ધ્યાન જ ન કે એમનાથી થોડે દૂર જ એક વૃક્ષની પાછળ સંતાયેલો ઓછાયો પણ રઘુકાકાની વાત સાંભળી રહ્યો હતો..... @@@@રાણી કલ્યાણીદેવી અને કમિશનર રાણા હોટેલ સિલ્વર પેલેસના વેઇટિંગ લાઉંજમાં બેઠા હતા. રાણાસાહેબની ચકોર આંખો બધે ફરી રહી હતી. છોટુભાઈ હોટેલનો હિસાબકિતાબ કરવામાં વ્યસ્ત હતા. "છોટુભાઈ... છોટુભાઈ....." રાણાસાહેબનો અવાજ સાંભળી એમણે હિસાબી ચોપડામાંથી માથું ઉંચુ કરી એમની સામે જોયું અને આંખોના ઈશારે જ 'શું કામ છે?' એવો ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 25
ભાગ -૨૫જતાં જતાંય ઉજમે પાછળ વળીને સુખલી સામે નજર કરી, એની આંખો ફરી મળવાનું વચન આપતી ગઈ અને સાથેસાથે આંખમાં સોનેરી સપનાનું આભાસી બીજ રોપતી ગઈ જે મૃગજળની જેમ એના હાથમાં ક્યારેય આવવાનું નહોતું, પણ એનાથી અજાણ ઉજમ અને સુખલી ફરી મળવાની આશમાં છુટા પડ્યા... @@@@"આ તો કોઈ ઇન્ટરેસ્ટીંગ ફિલ્મી સ્ટોરી જેવી છે રઘુકાકા, પછી...??? આગળ શું થયું?" અંતરની અધીરાઈ અર્પિતાના હોઠે આવી ગઈ. પોતાના કરડા ચહેરા પર બે દિવસની વધેલી આછી દાઢી નીચેથી દેખાઈ રહેલા ઘાવ પર હાથ ફેરવી રઘુકાકાએ ગળું ખોંખાર્યું. @@@@હજી પહેલીવાર મળ્યાને બોતેર કલાક પણ નહોતા વિત્યાં અને ઉજમની નીંદર વેરણ થઈ ગઈ હતી. ખુલ્લી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 26
ભાગ - ૨૬આ યુદ્ધ પછી ઉજમ અને સુખલીના જીવનમાં અણધાર્યો વળાંક આવવાનો હતો જે આવનારા સમય સિવાય કોઈ નહોતું સુમેરગઢ પર અણધારી આફતના વાદળા ઘેરાયા હતા. અચાનક થયેલા શત્રુના હુમલાથી માનસિંહ ચિંતામાં પડી ગયા હતા. સુમેરગઢ ચારેબાજુથી ઘેરાઈ ચૂક્યું હતું. વળતો જવાબ આપવા માટે ફક્ત બળ જ જરૂરી નહોતું, કળથી કામ લેવું પડે એમ હતું. માનસિંહે તુરત જ દરબારીઓને હાજર થવા ફરમાન છોડ્યું હતું એટલે ખુબ જ ગણતરીના સમયમાં બધા હાજર થઈ ગયા હતા અને જરૂરી ચર્ચાઓ સાથે યુદ્ધવ્યુહ રચવાની શરૂઆત પણ થઈ ગઈ હતી."કરણસિંહ... તૈયાર થઈ જાઓ, આપણે જીવસટોસટની બાજી લગાવીને પણ સુમેરગઢને કોઈપણ ભોગે બચાવવાનું છે. આ ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 27
ભાગ - ૨૭એક દિવસ.... સુખલીએ સુમેરગઢના રાજમહેલમાં પ્રવેશ કર્યો અને જઈને રાજા ઉજમસિંહ સામે પોતાના અસ્તિત્વ અને વ્યક્તિત્વની યાદ કરાવતી ઉભી રહી....."ન્યાય કરો રાણા'સા.... ન્યાય... હું થારે દરવાજે આવી છું, મને ન્યાય જોઈએ છે." આંખમાં ઉમટેલા આંસુઓનો મહાસાગર રેલાવતી સુખલી બેય હાથ જોડી દરબારમાં આજીજી કરતી ઉભી રહી."બેન, કોણ છો તમે? કોણે તમારી સાથે અન્યાય કર્યો છે? કોઈએ તમને છેતરી છે, વિશ્વાસઘાત કર્યો છે?" એક રાજાની માફક તટસ્થતાથી ઉજમે સુખલીને સામા પ્રશ્નો કર્યા."તમે કર્યો છે મારી જોડે વિશ્વાસઘાત, તમે છેતરી છે મને, તમે અન્યાય કર્યો છે રાણા'સા, યાદ કરો.... સુ...ખલી.. યાદ છે તમને?" ક્રોધ અને વેદના વચ્ચે હડદોલા ખાતી ...વધુ વાંચો
સપ્ત-કોણ...? - 28
ભાગ - ૨૮જામનગરમાં રાઠોડ પરિવાર મીઠી નીંદરની મજા લઈ રહ્યું હતું ત્યારે માનગઢની હોટેલ સિલ્વર પેલેસમાં, પોતાના રૂમમાં રાણી વ્યગ્ર ચિત્તે આમથી તેમ આંટા મારી રહ્યા હતા જાણે એમની આંખો કોઈના આગમનની પ્રતિક્ષા કરી રહી હતી, કોઈ વ્યક્તિ કે પછી કોઈ સંકટની સાંકળ એમની તરફ વધી રહી હતી એ તો આવનારો સમય જ સૂચવશે.... 'ઈશ્વાના હજી સુધી કોઈ સગડ નથી મળ્યા, આ દાઈમાં પણ ક્યાં અટવાઈ ગયા છે કે હજી સુધી ન એમનો ફોન આવ્યો છે કે ન એ પોતે અહીં હાજર થયા છે.' કલ્યાણીદેવીએ ઘડિયાળમાં જોયું તો રાતના પોણા ત્રણ થવા આવ્યા હતા, 'હવે સુઈ જવું જોઈએ, સવારે ...વધુ વાંચો