બસ તું કહીશ એ કરીશ

(65)
  • 41.1k
  • 10
  • 19.1k

- આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની હાસ્ય વ્યંગ્ય વાર્તા છે. વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે. એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ એમના ફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું. વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા. તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ. ------------- "આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી નાખ્યો કોરોનાએ." પ્રભાવ ધીમેથી બબડ્યો. રસોડામાંથી પ્રભાવિકાએ કાન સરવા કરીને કંઈક સાંભળ્યું. એ બબડી,'આ એકલા એકલા શું બબડ્યા કરે છે એ ખબર જ નથી પડતી.જ્યારથી કોરોના થયો હતો ત્યારથી આવું જ કર્યા કરે છે.મારા લાલુને ઘણીવખત કહું છું કે તારા પપ્પાને કોઈ સારા ડોક્ટર ને બતાવ.પણ એને સમય જ નથી.' રસોડામાંથી પ્રભાવિકાએ મોટી બૂમ પાડી. " એકલા એકલા શું બબડો છો? મારી બુરાઈ કરો છો!"

Full Novel

1

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૧) - આ ધારાવાહિક લખવાનો હેતુ હાસ્યરસ માણવા માટેનો છે.સામાજિક જીવનમાં બનતી ઘટમાળ પરની વ્યંગ્ય વાર્તા છે. વાર્તાના મુખ્ય બે પાત્રો"પ્રભા" અને'પ્રભા' છે. એટલે કે પતિ અને પત્ની છે. વાસ્તવમાં "પ્રભા" નું નામ એમના ફોઈએ 'પ્રભાવ' રાખ્યું હતું.પણ જેમ આપણે ટુંકાક્ષરીથી બોલાવીએ છીએ એ રીતે 'પ્રભાવ' નું નામ"પ્રભા" પડી ગયું હતું. વાર્તાનું બીજું પાત્ર સ્રી પાત્ર'પ્રભા' છે. વાસ્તવમાં એમના ફોઈએ પણ નામ 'પ્રભાવિકા' પાડ્યું હતું. સમય જતાં તેમને'પ્રભા' ના નામે બોલાવતા હતા. તો ચાલો પતિ અને પત્નીના જીવનમાં બનતી ખાટીમીઠી વાતોને માણીએ. ------------- "આ જિંદગી પણ કેવી કેવી થઈ રહી છે? દુઃખી દુઃખી કરી ...વધુ વાંચો

2

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૨)

'બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૨) પહેલા ભાગમાં જોયું કે પતિ પ્રભાવ અને પત્ની પ્રભાવિકાના રોજિંદા જીવનમાં બનતી વાતો હોય છે.પ્રભાવિકા પુત્ર લાલુ માટે કન્યા શોધવા માટે પ્રભાવને કહે છે. એટલામાં લેન્ડલાઇન પર ફોન આવે છે. પ્રભાવ ફોન પર વાતો કરવા જાય છે ત્યાં ફોન કટ થાય છે... હવે આગળ... રસોડામાંથી પ્રભાવિકાનો અવાજ આવ્યો. " કોનો ફોન હતો?" પ્રભાવ:-"બરાબર ખબર પડી નથી.પણ કોઈ રેખા નામ બોલી.ભાવિક નામના છોકરાનું કામ હતું.મને લાગે છે કે રોન્ગ નંબર છે.વધુ પુંછું એ પહેલાં કપાઈ ગયો. તું કોઈ રેખાને ઓળખે છે? એ ઈ...શિતા..ઈ..શિતા..બોલતી હતી." પ્રભાવિકા રસોડામાંથી બેઠકરૂમમાં પ્રભાવ પાસે આવી. પ્રભાવિકા:-"અરર.. તમે પણ ખરા ...વધુ વાંચો

3

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૩)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૩) પતિ પત્નીની ખટમીઠી વાતો વખતે એક ફોન આવે છે. જે કોઈ રેખાનો હોય પ્રભાવ અને પ્રભાવિકા પૌંઆનો નાસ્તો કરે છે.. હવે આગળ.. પ્રભાવિકા:-" પછી તમે જીવનનું રહસ્ય શોધ્યું?" પ્રભાવ:-" પહેલા મને કહે તું કોઈ રેખા કે ઈશિતાને ઓળખે છે?" પ્રભાવિકા હસી પડી. " ભાવિકના પેન્ટના ખીસ્સામાંથી ફોટો નીકળ્યો હતો એ કદાચ ઈશિતા હોઈ શકે.જો એ ફોટો ધોવાઈ ના ગયો હોત તો મને ઈશિતાનો ચહેરો જોવા મળતો.છોકરાની પસંદગી ખબર પડતી." પ્રભાવ:-"એટલે બંન્ને ને સાથે જોયા છે એમ ને!" પ્રભાવિકા:-" મેં એમ ક્યાં કહ્યું! હા..પણ મને યાદ છે એક દિવસ.." પ્રભાવ:-" શું એક દિવસ? જલ્દી ...વધુ વાંચો

4

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૪)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૪) પ્રભાવ અને પ્રભાવિકા રેખાના ફોનની રાહ જોતા વાતચીત કરતા હોય છે ત્યારે બીએસએનએલના ફોન આવે છે કે રીપેરીંગ કામ ચાલતું હોવાથી ફોન બરાબર ચાલુ થતાં વાર લાગશે.. હવે આગળ.. પ્રભા પોતાનું આત્મસન્માન ખોવાના ડરથી રેખાને ફોન કરતી નહોતી. પણ પ્રભાવની વાત માનીને રેખાને ફોન કરવા પ્રયત્ન કરે છે. પણ પ્રભા ફોન કરવા પ્રયત્નો કરે છે પણ સામેથી કોઈ ફોન ઉપાડતુ નથી. પ્રભા:-" આ રેખા પણ ખરી છે. હવે એ ફોન ઉપાડતી નથી. શું ખબર શું કરતી હશે? બપોરના સમયે તો કલાક કલાક વાતો કરવા તૈયાર થઈ જાય છે. હશે કદાચ કામમાં હોય કે ...વધુ વાંચો

5

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૫)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૫) પ્રભાના ઘરની લેન્ડલાઇન ફોન વારંવાર બગડી જતો હોય છે. પ્રભાવ અને પ્રભાવિકા રેખાના રાહ જોતા હોય છે. અચાનક લેન્ડલાઇન ફોન ચાલુ થઈ જાય છે.રેખાના બદલે રાખીનો ફોન આવે છે.જેની સાથે પ્રભા જુની ઓળખાણ હોય એ રીતે વાતચીત કરે છે.પાછો ફોન ડેડ થઈ જાય છે... હવે આગળ... પ્રભા:-" હાશ, આખરે ફોન ચાલુ થયો પણ પાછો બંધ પણ થઈ ગયો.ભાઈસાબ આવા ફોનથી કંટાળી જવાય." પ્રભાવ:-" પણ કોનો ફોન હતો? રેખાનો નહોતો? તું તો રાખી નામ બોલતી હતી.મને ફટાફટ કહી દે એટલે હું થોડીવાર બહાર આંટો મારી ને આવું.મેરા દિલ બૈચેન હૈ, ઘર મેં ના ચૈન ...વધુ વાંચો

6

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૬)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૬) પ્રભા પર એની સખી રેખાનો ફોન આવે છે. સાંજે રેખા પ્રભાના ઘરે આવવાની છે. પ્રભાવ બહાર આંટો મારીને આવે છે.પણ સો રૂપિયા ખર્ચ કરીને આવે છે.પ્રભા એ માટે પુછે છે.. હવે આગળ.. પ્રભાવ:- "મારો મિત્ર પન્નુ પેજર મળી ગયો હતો.એ મારો જુનો મિત્ર છે." પ્રભા:-" હા પણ તમે નાસ્તો કરીને ગયા હતા તો રૂપિયા મિત્રો પાછળ વાપરવા માટે લેતા ગયા હતા! હવે પાંચસોની નોટ મારા પાકિટમાં મુકો. પણ તમે સો રૂપિયા શેમાં વાપર્યા?" પ્રભાવ:- "પણ પહેલા મને કહે કે સાંજે કોણ આવવાનું છે? કોને શુકનના આપવાના છે? મને પુછ્યા વગર ભાવિકનું નક્કી કરવાનું ...વધુ વાંચો

7

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૭)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૭)પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાની સખી રેખા સાંજે આવવાની હોય છે.પ્રભાની કોલેજ સમયની સખી રાખી એની દિકરી અસિતા સાથે પણ આવવાની હોય છે. પ્રભા પ્રભાવને પોતાના કોલેજ સમયની વાતો કહે છે...હવે આગળ..પ્રભા:-તમને મારી કદર જ નથી."પ્રભાવ:-" હવે એ વાત છોડ. પછી રાખીનું પ્રકરણ ક્યાં સુધી ચાલ્યું? રાખી મહેશ સાથે પરણી હતી? રાખી સાથે એનો વર પણ આવવાનો છે? તારી પાસે બંનેના ફોટાઓ છે?"પ્રભા:-" તમને બહુ ઉતાવળ છે બધું જાણવાની.તમે તો ઘરમાં બેઠાં બેઠાં બૈરાં જેવા થતા જાવ છો.તમારે તો હમણાં જમવું નથી.પણ મને ભૂખ લાગી હોવા છતાં પણ ...વધુ વાંચો

8

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૮)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૮) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે. હવે પ્રભાવ ભાવિકને ફોન કરવા ગયો ત્યાં પ્રભાવના મોબાઈલ પર કોલ આવ્યો. પ્રભાવે ફોન ઉપાડ્યો. " હેલ્લો કોણ?" સામેથી એક મહિલાનો મધુર અવાજ સંભળાયો. "હેલ્લો, પ્રભાવજી બોલો છો?" પ્રભાવ:-" હેલ્લો, હા બોલો. હું પ્રભાવ. આપ કોણ બોલો છો? શું કામ છે?" મહિલા અવાજ:-" ધીરે ધીરે.. કહું છું.આપને આપના સુપુત્ર માટે યોગ્ય પાત્ર મળી ગયું છે?" પ્રભાવ:-" પહેલા તમે કહો કે આપ કોણ બોલો છો? " મહિલા અવાજ:-" હું દયા." આટલું બોલે છે ત્યાં પ્રભાવ ખુશ થઈ ને બોલ્યો:-" ઓહોહો દયા ભાભી! ...વધુ વાંચો

9

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૯)

"બસ તું કહીશ એ કરીશ" (ભાગ-૯) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે. સાંજે રાખી એની પુત્રી અસિતા સાથે પ્રભાના ઘરે આવવાની હોય છે અને એક સરપ્રાઈઝ આપવાની હોય છે. ભાવિક પણ ઓફિસથી ઘરે આવશે ત્યારે સરપ્રાઈઝ આપવાનો હોય છે.. હવે આગળ... જીંદગી છે એક સાગર કરીએ આપણે મનોમંથન દરિયો પણ હિલોળે ચડે ખુશીનો માહોલ બને મનોમંથન કરતા કેટકેટલા રત્નો મળે ઝેર મળે અમૃત મળે છેતરનારા માણસ મળે સારા બનીએ આપણે તો આખરે તો સુખી સંસાર બને ‌... પ્રભાવ:-"ઓહો, એટલે રાખીનો ફોન હતો! શું કહેતી હતી? ક્યારે આવવાની છે? સાથે અસિતાને લાવશે? હે ભગવાન..અસિતાને ...વધુ વાંચો

10

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૦)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૦)પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાના પુત્ર ભાવિકને જોવા સખી રેખા અને એની ભાણી ઈશિતા ઘરમાં આવે છે..હવે આગળ..રેખા બોલી:-" કોઈ સર્વન્ટ રાખ્યો છે! ઘરમાં તારા હસબંડ નથી?"પ્રભાવ આ જોઈને જલ્દી પોતાના રૂમમાં શર્ટ પહેરવા ગયો.પ્રભા બોલી:-" આ મારા હસબંડ છે. કપડાં ચેન્જ કરવા ગયા ત્યારે શર્ટ લેતા જવાનું ભૂલી ગયા લાગે છે. તમે બંને સોફા પર બેસો. હમણાં મારા હસબંડ આવશે.ક્યારના તમારા બંનેની રાહ જોતા હતા.પણ રેખા તારો હસબંડ આવ્યો નથી? પુરુષ પુરુષ વાતો કરે તો સારું લાગે."આ સાંભળીને રેખા હસીને ઈશિતા સામે જોયું.પ્રભા:-"તમે આરામથી સોફા પર બેસો. ...વધુ વાંચો

11

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૧)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૧) (ભાગ-૧૧) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.પ્રભાના પુત્ર જોવા માટે રેખા અને એની ભાણી ઈશિતા આવે છે.તેઓ પ્રભાનો ઈન્ટરવ્યુ લે છે.જે પરથી પ્રભા આનાથી છુટકારો કેવીરીતે મળે એ વિચારતી હોય છે એ વખતે ઘરનો બેલ વાગે છે.. હવે આગળ... પ્રભાવ ઘરનો દરવાજો ખોલે છે. જોયું તો એક સુંદર મહિલા સાથે સુંદર યુવતી હતી. મહિલા:-"પ્રભાનું ઘર છે?" પ્રભાવ:-" હા,આપ કોણ?" મહિલા:-" હું પ્રભાની સહેલી રાખી." રાખીનો અવાજ સાભળતા પ્રભા ઉભી થઈ ને દરવાજે ગઈ. પ્રભા હસીને બોલી:-" આવ આવ રાખી વેલકમ. કેટલા વર્ષો પછી જોઉં છું.હજુ પણ હેમા જેવી ...વધુ વાંચો

12

બસ તું કહીશ એ કરીશ (ભાગ -૧૨)

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૨) (ભાગ-૧૨) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.રાખી અને પ્રભાના ઘરે આવે છે પછી રેખા અને ઈશિતા ઘરમાંથી વિદાય લે છે. હવે આગળ.. ......દરવાજે બેલ વાગ્યો. પ્રભા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા જોયું તો આશ્ચર્ય થયું. જોયું તો સામે એનો કોલેજનો મિત્ર અમીત ઉભો હતો. પ્રભા:-"ઓહ્..... સરપ્રાઈઝ? હું માની શકતી જ નથી! તું તું અમીત જ છે ને!" પ્રભાની ખુશી મુખ પર દેખાતી હતી. પ્રભાવ:-" મહેમાનને ઘરમાં તો બોલાવ." રાખી હસી. બોલી:-" છે ને સરપ્રાઈઝ! આ અમીત જ છે.અસિતાના ફાધર અને મારા મિસ્ટર." પ્રભા:-"ઓહ્..નો.. માનવામાં આવતું જ નથી! અમીત ...વધુ વાંચો

13

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧૩) અંતિમ ભાગ

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૩ અંતિમ) (ભાગ-૧૩-અંતિમ ભાગ) પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય અમીત અને એમની પુત્રી અસિતા ભાવિકને જોવા પ્રભાના ઘરે આવ્યા હોય છે.ભાવિકની રાહ જોતા હોય છે... હવે આગળ... બસ એજ વખતે ઘરના દરવાજેથી ડોર બેલ વાગી. પ્રભાવ ઉભો થયો અને દરવાજો ખોલ્યો. જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. કોઈ સુંદર મોર્ડન આધેડ મહિલા હતી.જેણે જીન્સ પેન્ટ અને ટોપ પહેરેલું હતું. પ્રભાવ એ મહિલાને જોતો રહ્યો. એ આધેડ મહિલા હસી. બોલી:-"ઓ રાજા, આમ ટગર ટગર શું જુવે છે?" આમ બોલીને પ્રભાવના ખભે ધબ્બો માર્યો. ફરીથી એ હસી. બોલી:-" અરે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો