નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી લેતી. તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ કરી દેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે તેના જવાબો ના હોવાથી પાછાં તેની અંદર જ સમાઈ જતાં! તેનો ઈન્ટરવ્યુ સવારે ૧૦ વાગ્યે હતો. એણે મમ્મીપપ્પા અને ભગવાનનો આશીર્વાદ લઈ સમય કરતાં થોડાં વહેલાં જ કાયનેટીકને કીક મારી. કોલેજમાં તો તે બેફિકર રહેતી. પણ આજે તે થોડી નર્વસ હતી. ખબર નહીં, બીજાં કેટલાં લોકો હશે ઈન્ટરવ્યુમાં!? જ્યારે તે પહોંચી, બીજાં બેત્રણ જણાં અલરેડી આવી ત્યાં રીસેપ્સનરૂમમાં બેસી ગયાં હતાં. બેઠાં પછી થોડીવારે સ્વસ્થ થઈ એણે આજુબાજુ જોવાં માંડ્યું. ઓફીસ એકદમ મોટી અને મોર્ડન ટેક્નોલોજીવાળી દેખાતી હતી. ફર્નિચર અને ડેકોરેશન કોન્ટેમ્પરરી! તેની બાજુમાં જ એક સુંદર યુવતી બેઠી હતી. તે પણ ઈન્ટરવ્યુ માટે આવી હશે, તે અનુમાન કરવું અઘરું નહોતું! બંનેએ નજર મળતાં એકબીજાને સ્માઈલ આપી.

Full Novel

1

ખૂની ખેલ - 1

પ્રકરણ ૧નાનપણથી જ પરિધિ હસમુખી અને બોલકી હતી. કોઈને પણ મળે થોડી જ ક્ષણોમાં એ સામેની વ્યક્તિનું દિલ જીતી તેના હાસ્યમાં અને તેની નજરમાં એક જાતનું સંમોહન હતું. તેનામાં એક અદભુત વાક્છટા હતી, જે સામેની વ્યક્તિને મીનીટોમાં કન્વીન્સ કરી દેતી! જેને મળતી તેને બધાંને પોતાનાં બનાવી દેતી! આજે તેની પહેલી જોબનો ઈન્ટરવવ્યુ હતો. તે એકદમ એક્સાઈટેડ હતી. ‘જોબ મળશે? નહીં મળે?’ અને મળી જાય તો પછી? તેનું પરફોર્મન્સ કેવું હશે? તેના બોસને તેનું જોબનું પરફોરમન્સ ગમશે? એને જોબ પર ફાવશે? બોસ સારાં હશે કે મીન? બીજાં બધાં એમ્પ્લોઈઝ કેવાં હશે? મનમાં જાતજાતનાં પ્રશ્નો ઉદભવતાં અને તે સમયે તેની પાસે ...વધુ વાંચો

2

ખૂની ખેલ - 2

પ્રકરણ ૨ રીચલ કેબીનની બહાર નીકળી ગયેલી એટલે તેને થયું કે હવે તે પણ જતી રહેશે તો ખરાબ લાગશે. તે અંદર આવી. તેને વાત કરતાં કરતાં જીએમનાં ગળાં પાસે સહેજ લીપસ્ટીકનાં ડાઘ જેવું દેખાયું. તેણે જોયું ના જોયું કર્યું અને કામ પતાવી નીકળી ગઈ. તે એટલું તો તરત જ સમજી ગઈ કે ચોક્કસ એ રીચલની લીપસ્ટીકનાં ડાઘ હતાં. ઘરે જતાં જતાં આખા રસ્તે કાયનેટીકની સ્પીડ સાથે તેનાં વિચારો પણ ચાલતાં રહ્યાં. એ બંને વચ્ચે શું સંબંધ હશે? જીએમ તો પરણેલાં છે. તેમને છોકરાં પણ છે. તો? તે શું આવાં કેરેક્ટરનાં હશે? રીચલની ઉંમર પણ એમ તો ત્રીસેક વર્ષની લાગે ...વધુ વાંચો

3

ખૂની ખેલ - 3

પ્રકરણ ૩ તે આઘાતથી એક ઝાટકા સાથે ઉછળી પડી! તેના જોરના ઝાટકાથી તેના ગળા પાસેની પકડ છૂટી ગઈ અને તથા રીચલને જોરથી ઉછળીને નીચે પડ્યાં. તે એકદમ દિગ્મૂઢ બની ગઈ. શું થઈ રહ્યું છે, કે પછી શું બોલવું, તેને કાંઈ જ સમજાયું નહીં. તેના ગળા પર પડી ગયેલાં દાંતનાં જખમમાંથી લોહી દડદડતું તેનાં કપડાં પર પડવા લાગ્યું. તે બીકનાં માર્યાં બેભાન બની ગઈ. તેણે આંખો ખોલી ત્યારે સવાર પડી ગઈ હતી. તેને રાતની ઘટનાનો બિલકુલ જ અણસાર પણ નહોતો રહ્યો. કશું જ યાદ નહોતું. બસ, શરીર બહુ દુખતું હતું. પણ આજે તો મીટીંગ હતી. તે પીડા સાથે ઊભી થઈ ...વધુ વાંચો

4

ખૂની ખેલ - 4

પ્રકરણ ૪ જેમજેમ દિવસો વીતતાં ગયાં તેમતેમ ઘરનાં દરેકે તેનો બદલાવ નોંધ્યો. મમ્મી ચિંતા કરવાં માંડી અને રોજ નવી હેલ્થી રહેવાની રેસીપી બનાવી તેને જબરદસ્તી ખવડાવવાં માંડી. નાનો ભાઈ માંયકાંગલી કહી ચિઢવવાં માંડ્યો. પપ્પાએ તેને પાસે બેસાડી તેનાં મનને જાણવાનો પ્રયત્ન કરવાં માંડ્યો. તો ઓફીસમાં તેની પાછળ તેની ચર્ચાઓ થવાં માંડી. આજકાલનાં આવેલાં અચલે પણ ‘તમારી હેલ્થનું ધ્યાન રાખો! હું આવ્યો ત્યારે તો તમે સરસ હતાં આજકાલ કેમ આવાં સાવ બિમાર દેખાવ છો?’ કહી તેનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરેલો. તેને આ બધું દેખાતું તો હતું બસ, તેને શું થઈ રહ્યું છે તે સમજાતું નહોતું. જોકે, રિધીમાએ તો તેને સ્પષ્ટ ...વધુ વાંચો

5

ખૂની ખેલ - 5

પ્રકરણ ૫ રીચલે જે જીવલેણ ખેલ ચાલુ કર્યો હતો તેનો તોડ શોધવો બહુ જરૂરી હતો. તે એમાં બરાબર ફસાઈ હતી અને ઉપરથી તે જીએમને વશ થઈ બીજાનું લોહી પીવા વિવશ થઈ જતી હતી…અત્યાર સુધી તે બધાંએ માત્ર ટીવીનાં શોમાં અથવાં મુવીમાં જ ભૂતપિશાચ, વેમ્પાયર, ડ્રેક્યુલા, ડાકણો, વિગેરે અશુદ્ધ આત્માઓની વાતો જોઈ હતી અથવા વાર્તાઓમાં વાંચી હતી, જે કદી સાચી હોય તેવું તેમણે માન્યું નહોતું. આજકાલ એવી વાતો કોણ સાચી માને છે? પણ હવે તેમની સાથે વાસ્તવમાં બની રહ્યું હતું ત્યારે માન્યા સિવાય ચાલે તેમ નહોતું. તો હવે આ સકંજામાંથી કેવીરીતે નીકળવું? સવાલનાં જવાબ વિચારવાંમાં જ રાત જતી રહી. બધાં ...વધુ વાંચો

6

ખૂની ખેલ - 6

પ્રકરણ ૬તેણે ક્યારેય એવી કલ્પના નહોતી કરી કે તે આવાં કોઈ ચક્રવ્યૂહમાં ફસાઈ જશે. તે હંમેશ પ્રેમનાં અફેર્સ, જુદાંજુદાં કે જે તેને તેનાં સારું ભણીગણીને સરખી પ્રોફેશનલ કેરીયર બનાવવાંનાં પથ પરથી ભટકાવી દે તેમ હોય તે બધી જ વસ્તુઓથી દૂર રહી હતી. આસપાસ ફેલાઈ રહેલી બદીઓથી દૂર રહી હતી. તો પછી આનામાં કેવીરીતે ફસાઈ? પોતે તો ફસાઈ તો ફસાઈ તેને બચાવવાં જતાં અચલ જેવો સારો સહકર્મચારી જેલમાં ધકેલાયો અને તેમાં પપ્પા અને તેની બેસ્ટ ફ્રેન્ડે જીવ ખોયો! એને જે શંકા હતી તે સાચી પડી. મોડેથી જીએમે આવી જામીન ભરી બંનેને છોડાવ્યાં. પણ તેને કશે પણ જવું નહોતું! તેને તો ...વધુ વાંચો

7

ખૂની ખેલ - 7

પ્રકરણ ૭તે સ્ત્રી અત્યાર સુધી બહુ સફળ રહી હતી. તે આત્મા અને માણસોનો સંપર્ક કરાવી માણસોના પ્રશ્નોનાં ઉત્તર આપતી જે તે આત્માની મુક્તિમાં મદદ કરતી. પણ, આ આત્માની વાત નહોતી. આમાં તો વેમ્પાયર સંકળાયેલાં હતાં. વેમ્પાયર એ એક આખું અલગ જ અસ્તિત્વ હતું, એક અલગ જ એવું વિશ્વ હતું કે જેનો તોડ તેની પાસે નહોતાો. તેને લાગ્યું કે જાણે તેની એકની એક આશાનો દોરો તૂટી ગયો. અને એ આભમાંથી જમીન પર પછડાઈ પડી છે! હતાશાથી તેની આંખમાંથી આંસુ સરવાં લાગ્યાં. ઊભાં થઈને ઘેર પાછાં જવાની હિંમત તેનાંમાં બચી નહોતી. તે ઘૂંટણમાં માથું સંતાડી ધ્રુસકે ધ્રુસકે રડવાં લાગી. અચલ તેની ...વધુ વાંચો

8

ખૂની ખેલ - 8

પ્રકરણ ૮એ જોતાં જ એકક્ષણનાં ય વિલંબ વિનાં અચલે કારનો ડોર ખોલ્યો અને બહાર તરફ છલાંગ મારી દોડ્યો. પણ યે વધુ ત્વરાથી તેણે અચલનો હાથ પકડી લીધો. ખેંચાતાણ થઈ જતાં અચલ હાથ તો છોડાવી શક્યો પણ તેનાં શર્ટની સ્લીવ પરિધિનાં હાથમાં આવી ગઈ. તેણે એ જોરથી ખેંચવાનો પ્રયાસ કર્યોં પણ હવે અચલ વધુ ત્વરાથી ભાગ્યો. અને ખાલી શર્ટની સ્લીવનો ફાટેલો ટુકડો તેનાં હાથમાં રહી ગયો! તે ધૂંધવાઈ ઊઠી. તેની અંદરની પિશાચીવૃતિએ એક તીણી ચીચીયારી નાંખી. અચલ ત્યાં સુધીમાં તો મકાનનાં વરંડાને પસાર કરતો ખુલ્લાં બારણાંમાંથી ઘરમાં પેસી ગયો. હાંફતાંહાંફતાં તેને રૂમની વચોવચ મોટા સીંગલચેર સોફામાં એક પચીસેક વર્ષનો પડછંદ ...વધુ વાંચો

9

ખૂની ખેલ - 9

પ્રકરણ ૯જે સુંદરતા, સાદગી અને આત્મવિશ્વાસ સાથે થોડાં મહિનાંઓ પહેલાં આ જોબમાં જોડાઈ હતી તેનાથી ડબલ હતાશ, સર્વસ્વ ખોઈ ઊંડી ઊતરી ગયેલ આંખોની આસપાસ દેખાતાં કાળાં કૂંડાળાવાળી, શરીરે સુકાઈ ગયેલી તે એકધ્યાનથી યોગી ઈશ્વરચંદની વાતો સાંભળી રહી હતી. તેનું ધ્યાન ભંગ ના થાય તેની કાળજી રાખતાં દબાતાં પગલે યોગી ઊઠીને તેની પાસે આવ્યાં. પોતાની પાસેથી રુદ્રાક્ષનો એક મણકો કાઢી લાલ દોરામાં પરોવી તેને અને અચલને પહેરાવી દીધો. તેમણે ઓમ લખેલી બે નાની લાકડીઓ બંનેને આપી, જેની આગળની અણી બહુ તીક્ષ્ણ હતી અને ઈશ્વરની નાની સરખી મૂર્તિ પણ ઘરમાં રાખવાં આપી. તેમનાં પ્રમાણે દરેક વેમ્પાયર પાસે જુદી જુદી શક્તિ હોય ...વધુ વાંચો

10

ખૂની ખેલ - 10

પ્રકરણ ૧૦બપોર થતાંમાં તો બધાં મહેમાનો જતાં રહ્યાં હતાં. પાડોશીઓ જરૂરી કામકાજ પૂછી પોતપોતાને ઘેર ચાલ્યાં ગયાં હતાં. આ તે જન્મી તે પહેલાંથી તેઓ રહેતાં હતાં. આથી આખી સોસાયટી તેમને સારી રીતે ઓળખતી. છેલ્લાં થોડા દિવસોથી એટલાં માણસો ઘરમાં હતાં ને એટલી અવરજવર હતી તેથી ઘરનાં બારણાં ખૂલેલાં જ રાખવાં પડતાં હતાં. તે દિવસે તો બધાં જતાં રહ્યાં એટલે કાકી ઘરનાં બારણાં બંધ કરી તેમની સાથે આવીને બેઠાં. મમ્મી કાકી સાથે બહુ ક્લોઝ હતાં. બંને દેરાણી જેઠાણી નહીં બેસ્ટ ફ્રેંડ્સ હતાં, એમ કહીએ તો ચાલે. આટલાં દિવસથી આટલાં બધાંની હાજરીને લીધે એકાંતમાં વાત કરવાનો મોકો મળતો નહોતો. ‘જોબ અને ...વધુ વાંચો

11

ખૂની ખેલ - 11

પ્રકરણ ૧૧બેત્રણ બાજુથી થયેલ એટેકથી જીએમ જાણે ગભરાયાં હોય તેમ લાગ્યું. અચલે તે મોકાનો ફાયદો ઉઠાવતાં યોગી ઈશ્વરચંદે આપેલી કોતરેલી નાની આગળથી તીક્ષ્ણ એવી નાની લાકડી જીએમનાં હ્રદયમાં ખોસી દીધી. ત્યાંથી કાળાં જેવું લોહી વહેવાં માંડ્યું. જીએમનું શરીર અગ્નિ નીકાળતું ત્રાડો પાડતું નીચે પડ્યું. યોગી ઈશ્વરચંદ સિવાય બધાંનાં જીવ પડીકે બંધાઈ ગયાં અને બધાં બારણાં તરફ દોડયાં. પણ યોગીએ તે બધાંને સાંત્વનાં આપતાં રૂમમાં પાછાં બોલાવ્યાં. જીએમને જેમનાં તેમ પડી રહેવાં દઈ યોગી જીએમની વાઈફ પાસે ગયાં. જ્યાં જ્યાં જીએમનાં દાંત વાગ્યાં હતાં કે નખ વિગેરેથી ઘા પડ્યાં હતાં ત્યાં ત્યાં બધે પવિત્ર રાખ અને પવિત્ર પાણી લગાવ્યાં. અને ...વધુ વાંચો

12

ખૂની ખેલ - 12

પ્રકરણ ૧૨રીચલ સીધી જીએમ પર ત્રાટકી. પણ આંખનાં પલકારામાં તો યોગી ઈશ્વરચંદે સ્વસ્થતા પાછી મેળવી લીધેલી અને તેમણે રીચલ પણ વધુ ત્વરાથી પોતાની પાસેની ૐ કોતરેલી અને મંત્રોથી સિધ્ધ કરેલી પવિત્ર લાકડી જીએમનાં શરીર પર મૂકી દીધી. બરાબર લાકડી મૂક્યાંની ક્ષણે જ રીચલે જીએમનાં શરીર બેસી જીએમને ઝંઝોડ્યાં. આમ તો આ બંને ક્રિયા પ્રતિક્રિયા એટલી બધી ઝડપથી બની ગઈ હતી કે કોઈને શું પહેલાં બન્યું અને શું પછી તે દેખાયું કે સમજાયું નહોતું. જીએમનાં શરીર પરની લાકડીનો સ્પર્શ થતાં જ રીચલ ત્રાડ નાંખી ઊઠી. અને ત્યાંથી દૂર ઉછળીને પડી. હવે તેનાં ક્રોધનો પાર રહ્યો નહોતો. તેણે ઊભાં થઈને દોડીને ...વધુ વાંચો

13

ખૂની ખેલ - 13

યોગી ઈશ્વરચંદનાં કહેવાં પ્રમાણે રીચલ એક ભયાનક છેલ્લી કક્ષાની પિશાચ હતી. તેને પાછી માણસ બનાવવી શક્ય નહોતી. અને તેનાં છૂટવું પણ અશક્ય નહોતું પણ સહેલુંયે નહોતું. જીએમે સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે. તે ગમે ત્યારે પણ જો રીચલનાં સંપર્કમાં આવશે તો તે પાછાં પિશાચીવૃત્તિનાં અસર હેઠળ આવી જશે. જો તેમને ભૂલમાં પણ રીચલનો સંપર્ક થાય તો તેમણે પેલી ઈશ્વરની અને ૐની મૂર્તિ પોતાનાં હાથમાં રાખવી. જ્યાં સુધી રીચલનો નાશ ના થઈ જાય ત્યાં સુધી પેલી રાખ હંમેશ પોતાનાં શરીરે ચોપડી રાખવી અને તેમનાં ઘરની અંદરનાં મંદિરનાં એરીયામાં જ બેસી રહેવું. પોતાની ચોતરફ પવિત્ર પાણી છાંડ્યાં કરવું. નહીતર તેમને ...વધુ વાંચો

14

ખૂની ખેલ - 14 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૪આ બંને વસ્તુઓ જોતાં જ રીચલ ઉછળીને જમીન પર પડી. એટલી ક્ષણોમાં તો તે ચારેય ઝાડીઓ પાછળથી નીકળી આવી પહોંચ્યાં. યોગી ઈશ્વરચંદે એક હાથમાં વનસ્પતિ રાખી ભસ્મ રીચલ પર ફેંકી. તેના ક્રોધનો પાર ના રહ્યો. તેની તીણી ચીચીયારીઓથી આસપાસની ઝાડીઓને ધ્રૂજવવાં માંડી. ને મોંઢામાંથી આગ ઓકવાં માંડી. આ જોઈ તે, જીએમ અને જીએમનાં વાઈફ પાછાં હટી ગયાં. જીએમનાં વાઈફે જીએમનો હાથ જોરથી પકડી લીધો. અચલ યોગી ઈશ્વરચંદની બાજુમાં અડીખમ ઊભો રહ્યો. યોગી ઈશ્વરચંદનાં મતે તેમણે હવે રીચલનો અંત જ લાવવો પડે તેમ હતો. રીચલનાં શરીરમાં કોઈજાતનું મનુષ્યત્વ બાકી રહ્યું નહોતું. જે કોઈ સ્ત્રીને મારીને તેનું શરીર તે વાપરતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો