માણસના હોવા માત્રનો અર્થ જ કદાચ પ્રેમ છે. આપણને કોઈ પ્રેમ કરે છે અથવા આપણે કોઈને પ્રેમ કરીએ છીએ એનાથી વધુ ઉત્તમ સંવેદના બીજી કોઈ હોઈ ના શકે... સંબંધો એ જીવનની મૂડી છે. સંબંધો પામવા-ટકાવવા અને તેનો આનંદ અનુભવવો એ અવર્ણનીય અનુભૂતિ છે. માણસના જીવનમાં હંમેશા એક ખોળો એવો હોવો જોઈએ જેમાં તે માથું મૂકીને હાશકારો અનુભવી શકે અને એક ખભો એવો હોવો જોઈએ જેના સહારે તે ગમેતેવી મુશ્કેલી પણ પાર પાડી શકે. માનવીના જીવનમાં આવા સંબંધો મળે છે અને તેની ઊજવણી થાય છે ત્યારે આનંદના અજવાળા રેલાયા હોય છે. બસ આજે સંદીપ-સ્નેહાની વાત પણ કંઇક એવી જ હતી. જેમને પરમાત્માએ એક સાથે જીંદગી વિતાવવાના કોલ સાથે જન્મ આપેલ હશે. જેના પરિણામ સ્વરુપ બંને જીવન દરમિયાન અનેક અંતરાયો આવ્યા અને અંત તો તેમના માટે સાનુકૂળ હતો તેમ જ કે બંનેની જીવન જીંદગી રૂપી પાટા પર ચાલી રહેલ હતું.

Full Novel

1

અણમોલ પ્રેમ - 1

//અણમોલ પ્રેમ-૧// માણસના હોવા માત્રનો અર્થ જ કદાચ પ્રેમ છે. આપણને કોઈ પ્રેમ કરે છે અથવા આપણે કોઈને પ્રેમ છીએ એનાથી વધુ ઉત્તમ સંવેદના બીજી કોઈ હોઈ ના શકે... સંબંધો એ જીવનની મૂડી છે. સંબંધો પામવા-ટકાવવા અને તેનો આનંદ અનુભવવો એ અવર્ણનીય અનુભૂતિ છે. માણસના જીવનમાં હંમેશા એક ખોળો એવો હોવો જોઈએ જેમાં તે માથું મૂકીને હાશકારો અનુભવી શકે અને એક ખભો એવો હોવો જોઈએ જેના સહારે તે ગમેતેવી મુશ્કેલી પણ પાર પાડી શકે. માનવીના જીવનમાં આવા સંબંધો મળે છે અને તેની ઊજવણી થાય છે ત્યારે આનંદના અજવાળા રેલાયા હોય છે. બસ આજે સંદીપ-સ્નેહાની વાત પણ કંઇક ...વધુ વાંચો

2

અણમોલ પ્રેમ - 2

//અણમોલ પ્રેમ-2// ત્યાર બાદ સંદીપે નવી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું. સંદીપની કંપની પણ નવી હતી એટલે શરૂઆતના સમયમાં બહુ કામ કરવાનું આવતું ન હતું. એટલે દિવસનો મોટાભાગનો સમય બંને હાલનું યુવાધન જે પ્રકારે સોશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે તેમ તે બંને ચેટ કરતા રહેતા. લગભગ એક અઠવાડિયા સુધી આમ ચાલ્યું હશે. સ્નેહાના ઘરના લોકો થોડા સ્ટ્રીક્ટ હોવાને કારણે અમે ફોન પર વાતો કરી શકતા ન હતા. પરંતુ સતત ચેટિંગ કરીને અમે એકબીજામાં એટલા બધા ઉંડા ઉતરી ગયેલા કે, ગણતરીના દિવસોમાં અમે બંને એકબીજાની પ્રાથમિકતા બની ગયેલા. બંનેનો અનમોલ પ્રેમ દિવસેને દિવસે ગાઢ થતો જતો હતો. બીજી તરફ ...વધુ વાંચો

3

અણમોલ પ્રેમ - 3

//અણમોલ પ્રેમ-3// સંદીપે એને પૂછ્યું કે, 'તું એ કઈ રીતે નક્કી કરી શકી કે હું તને પ્રેમ કરું છું?' એણે કહ્યું કે, 'આપણી બે કલાકની મુલાકાતમાં તું મારા તનને સહેજ પણઅડક્યો સુદ્ધાં નહીં. તે એ દર્શાવે છે કે તું મને માત્ર જ પ્રેમ કરે છે. તારી જગ્યાએ બીજો હોત તો મને એના બાપની માલિકીની સમજીને કોઈને કોઈ રીતે અડપલું કર્યા વગર રહેલ જ ન હોત.' બંને વચ્ચે વિશ્વાસનો અતૂટ સેતુ બંધાઈ ગયો હતો. એવામાં એક દિવસ એને શું ચાનક ચઢી કે, એણે એની કાકાની દીકરીને અમારા સંબંધ વિશેની વાતો કરી. વળી એ જ દિવસે એણે એની મમ્મીને પણ ઈશારતમાં ...વધુ વાંચો

4

અણમોલ પ્રેમ - 4

//અણમોલ પ્રેમ-4// 'તું મને રડાવ નહીં.' એણે કહ્યું. 'હું શું કામ રડાવું? તારે ડહાપણ કરવાની જરૂર ન હતી. તેં કામ ભાંગરો વાટ્યો ઘરે? હવે તારેને મારે બંનેએ રડવાનો વારો આવ્યો.' 'આઈ લવ યુ' એણે લખ્યું. 'આઈ લવ યુ ટુ... થ્રી... ફોર... ફાઈવ...' મેં એને હળવી કરવા લખ્યું. 'તારા લગ્નમાં મને બોલાવજે. મારા લગ્ન પહેલા થશે તો હું તને બોલાવીશ.' એણે લખ્યું. 'તું બહુ રડારોળ નહીં કરતી.' 'મારા માટે એ પોસિબલ નથી. તને ગુમાવીને કોઈ શાંત રહી શકે ખરું?' 'જોસ્નેહા તું મને આટલો ચાહતી હોય તો તારા 'પિતાને‘ સમજાવ.' સંદીપ 'હું એમને જાણું છું. એ માણસ ક્યારેય નહીં માને. હું ...વધુ વાંચો

5

અણમોલ પ્રેમ - 5

//અણમોલ પ્રેમ-૫// કહેવામાં આવે તો મિત્રતા અંતે તો શું છે ? ઠંડીભરી ઠૂંઠવાતી રાતની એકલતામાંનું તાપણું છે. મિત્રતાનું કદી ન હોઈ શકે. ભાવની વાત છે, આપણી મરજી નહીં પણ હિતને ચાહે, સુખ અને દુઃખના કિનારા વચ્ચે અથડાતી રહેતી જિંદગીમાં ‘હાલ’ પામવાનો મુકામ એટલે ‘મિત્રતા’. જ્યાં અનાવૃત થઈ શકાય, મન મૂકી રડી શકાય, સ્મિત જ નહીં ખુલ્લું હાસ્ય વહેતું કરી શકાય, કૃત્રિમતાની સરહદથી પરની આ દુનિયા છે. વૈભવ નિર્ધનતાને ભેટવા ઉન્માદી બની, કૃષ્ણ બની – સુદામાને મળવા, ભેટવા વ્યાકુળ બની ઊઠે, આ છે – ‘મિત્રતા’.પરમાત્માએ સંદીપ-સ્નેહાની જોડી પણ નક્કી કરીને મોકલી હતી. સ્નેહાના માતા-પિતાની મનાઇ પછી બંને જણાએ એકબીજાને મળવાનું ...વધુ વાંચો

6

અણમોલ પ્રેમ - 6

//અણમોલ પ્રેમ-૬// શું ખબર કે, સ્નેહાના માતા-પિતાના વર્તનમાં પરિસ્થિતિ એ કંઇક ફેરફાર કરાવ્યો. સ્નેહાના ચહેરા પર કોઇ પ્રકારનું નુર હતું. તેનું કારણ સંદીપ જ હતો તેની જાણ તેમને હજી જ. એક દિવસ તે માતા-પિતા સાથે બેઠકરૂમમાં બેઠી હતી ત્યારે ધીમે રહી તેના માતા-પિતા એ તેણીને કહ્યું બેટા તારા ચહેરાની નારાજગી અમે સાચા અર્થમાં વાંચી શકીએ છે. આપણી અમીરીની ખુમારીમાં અમારો સંદીપ માટેનો વ્યવહાર સાનુકુળ નહોતો તેની પરિભીતી થાય છે. આજે અમે બંને નક્કી કરેલ છે કે છો સંદીપ હજી પણ તમારા બંનેના સંબંધો માટે રાજી હોય તો આપણે આગળ વધીએ, જો તું કહે તો હું તેની સાથે વાત આગળ ...વધુ વાંચો

7

અણમોલ પ્રેમ - 7

//અણમોલ પ્રેમ-૭// જ્યારે સંબંધ આટલા અણમોલ છે તો આવા અણમોલ સંબંધમાં પૈસાનો હિસાબ કરવો કેટલી હદે યોગ્ય આ વાત બહુ મોડી સમજાતી નથી. મને આજે વાતનીખુશી પણ છે. વાત છે મારા એક ગાઢ મિત્ર સાથેના સંબંધનીહોય કે આપની સાથેના કે સ્નેહા સાથેના સંબંધની હોય કોઇની સાથે મેં પૈસાનો હિસાબકે પૈસાના આધાર કરીકે બનાવેલ નથી. જો આપ પણઅમારા બંનેના અજોડ દિલના સંબંધમાં આવી ભૂલ કરી રહયાં હતા તે સુધરવા જઇ રહી છે. તોઆ અમારો અને આપણો સંબંધ અણમોલ સંબંધનું નામ ધારણ કરશે જેને રૂપિયા પૈસાથી કયારેય ન તોલી શકાય ના, બેટા અમારી તે જ ભૂલ હતી. જો કે લગ્ન ...વધુ વાંચો

8

અણમોલ પ્રેમ - 8 - છેલ્લો ભાગ

//અણમોલ પ્રેમ-૮// બેટા બીજું તો કાંઇ નહીં પણ અમે જે ભૂલ કરેલ હતી કે ભૂલ સુધારવા અમે બંને આવ્યા અમારી વ્હાલી અને કહ્યાગરી દીકરી સ્નેહાનો હાથ અમારી રાજીખુશીથી તને સોંપવા માંગીએ છીએ. પણ હા દીકરા હવે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે તમારા બંનેના લગ્ન સાદાઇથી કરવા પડશે. એટલે તારે અમારી એ શરત પણ મંજૂર રાખવી પડશે. અંકલ, તમે ચિંતા ના કરશો તમારી દીકરી અને મારી સ્નેહાના લગ્ન તમે બે વર્ષ અગાઉ જે રીતે કરવા માંગતા હતા તે રીતે જ થશે. તેમાં તમારે કોઇ બાંધછોડ કરવાની નથી. તમારે પણ મારી આ શરત કબુલ રાખવી પડશે. પણ…બેટા…સમાજ શું કહેશે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો