કચ્છ નું એક નાનું ગામડું. - નલિયા. એક મિડલ ક્લાસ પરિવાર - અંજુબેન અને ભગવાનભાઈ. એકનો એક દીકરો - શ્યામ. શ્યામ ના મામાં-મામી - રમણીકભાઇ અને કંચનબેન. સંબંધી - ધીરજભાઈ અને ગીતાબેન. તેમની પુત્રી - પ્રિયા અને પુત્ર - મહેશ. શ્યામ પોતાના મામા-મામી જોડે માતાના મઢે માનતા કરવા ગયેલો. રમણીકભાઇ અને કંચનબેન ખૂબ જ ધાર્મિક જીવ હતા. તેઓ આવી રીતે અવારનવાર માનતા રાખતા અને પોતાની નાની અમસ્તી તકલીફ માટે પણ તેઓ દોડીને માતાને મઢ જતા. એકવાર આવી રીતે જ તેઓ માનતા કરવા માટે શ્યામને પણ પોતાની સાથે લઈ ગયેલા. માતાના મઢની નજીક આવેલું ગામ દયાપર, કે જ્યાં રમણીકભાઇ ના દૂરના
સંબંધ - એક અજબ પ્રેમકહાની - 1
કચ્છ નું એક નાનું ગામડું. - નલિયા. એક મિડલ ક્લાસ પરિવાર - અંજુબેન અને ભગવાનભાઈ. એકનો એક દીકરો - શ્યામ ના મામાં-મામી - રમણીકભાઇ અને કંચનબેન. સંબંધી - ધીરજભાઈ અને ગીતાબેન. તેમની પુત્રી - પ્રિયા અને પુત્ર - મહેશ. શ્યામ પોતાના મામા-મામી જોડે માતાના મઢે માનતા કરવા ગયેલો. રમણીકભાઇ અને કંચનબેન ખૂબ જ ધાર્મિક જીવ હતા. તેઓ આવી રીતે અવારનવાર માનતા રાખતા અને પોતાની નાની અમસ્તી તકલીફ માટે પણ તેઓ દોડીને માતાને મઢ જતા. એકવાર આવી રીતે જ તેઓ માનતા કરવા માટે શ્યામને પણ પોતાની સાથે લઈ ગયેલા. માતાના મઢની નજીક આવેલું ગામ દયાપર, કે જ્યાં રમણીકભાઇ ના દૂરના ...વધુ વાંચો
સંબંધ - એક અજબ પ્રેમકહાની - 2
જ્યારે શ્યામ પ્રિયાને જોવા માટે દયાપર જઈ રહ્યો હતો, ત્યારે તેના મનમાં ઘણી બધી અવઢવ ચાલી રહી હતી. પરંતુ તેણે પ્રિયાને પહેલી વાર જોઈ તો, તેને પ્રિયા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયેલો. તે ખૂબ ખુશ હતો, કે તેના જીવનમાં પ્રિયા જેવી સુંદર અને સુશીલ છોકરી આવશે. જ્યારે પણ તે પ્રિયા સાથે વાત કરવા માટે ફોન કરતો તો ઘણીવાર પ્રિયાનો ફોન વ્યસ્ત આવતો હતો. પ્રિયાની આ અજીબ હરકતો શ્યામથી છુપી નહોતી. પ્રિયા બીજા કોઈને પ્રેમ કરે છે તે જાણીને શ્યામ ને અતિશય દુઃખ થયેલું. તે ઘણીવાર રાત્રે એકલા રડી પણ લેતો. વિચારતો કે તેને એક સંસ્કારી છોકરી સાથે લગ્ન ...વધુ વાંચો
સંબંધ - એક અજબ પ્રેમકહાની - 3
શ્યામ અને પ્રિયાની જિંદગીમાં કદાચ હવે કોઈ પ્રોબ્લેમ થાય એવું ન્હોતું લાગતું. તેઓ ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી હતા. બેઉ એકબીજાને સારી રીતે સમજી શકતા હતા. બેઉ એકબીજાની તકલીફો, દુઃખ, દર્દ વહેંચીને જીવતા. અને ખુશી, સુખ એકસાથે મળીને આનંદે માણી રહ્યા હતા. એમ ને એમ જ બીજા ત્રણ વર્ષ વીતી ગયા. એકદિવસ સવારના જ પ્રિયા ઉઠતા વેંત જ ઉલ્ટી કરવા લાગી. શ્યામ તેના માટે એકદમ ચિંતિત થઈ ગયો. તેણે દોડીને પાણીનો ગ્લાસ ભરીને પ્રિયાને આપ્યો. તેની આંખોમાં અત્યારે ચિંતા અને પ્રિયા માટેનો પ્રેમ ચોખ્ખો નજર આવી રહ્યો હતો. તે જડપથી પ્રિયા માટે પોતાના ઘરમાં રહેલી ફર્સ્ટ એઇડ કીટ ...વધુ વાંચો
સંબંધ - એક અજબ પ્રેમકહાની - 4
જુદાઈ - ફરી એકવાર 'મારો દિકરો આવી ગયો' શ્યામના દિલથી બોલાયેલા શબ્દો જાણે સાચા પડી રહ્યા. શ્યામના ઘરે અદ્દલ જેવો જ દેખાવ લઈને એક સુંદર પુત્રએ જન્મ લીધો. શ્યામ અને તેના આખા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. સૌ કોઈ જાણે બાળકને તેડવા અને રમાડવા માટે દોડી આવતા. પોતાના પરિવારના સભ્યો તો ઠીક, ચાલોને તેના ગામના લોકો પણ ઠીક તેના કરતા પણ વધારે શ્યામના ઘણા બધા દર્દીઓ પણ શ્યામના દીકરાને રમાડવા અને જોવા માટે આવતા. અનેક લોકોના આશીર્વાદ પોતાના પુત્રને મળી રહેલા જોઇને શ્યામ પણ ખૂબ ખુશ હતો. પ્રિયાની તો જિંદગી જાણે સાવ બદલાઈ જ ગઈ. તે તો હવે પોતાના ...વધુ વાંચો
સંબંધ - એક અજબ પ્રેમકહાની - 5
પણ શ્યામ ક્યાં છે..? શ્યામ અત્યારે પોતાની જિંદગીથી કંટાળી ગયેલો. તે દિવસે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે સાંજે જમીને સુવા માટેની તૈયારી કરવા લાગ્યો. તેને લાગી રહ્યું હતું કે જો અત્યારે તે પ્રિયાનો સામનો કરશે તો ગુસ્સામાં ન જાણે પ્રિયાને શું શું કહી બેસસે. એટલે તે બને એટલી જલ્દી સૂઈ જવા માગતો હતો. જ્યારે પ્રિયા તેમના રૂમમાં આવી ત્યારે શ્યામ સૂઈ ચૂક્યો હતો. પ્રિયાને ઘણું અજીબ લાગ્યું પણ તેણે વિચાર્યું કે કદાચ શ્યામ થાકીને આવ્યો હશે એટલે જલ્દી સૂઈ ગયો હશે. તેણે તેને ડિસ્ટર્બ કર્યા વિના જ આરામ થી સુવા દીધો. થોડીવાર પછી તે પણ સૂઈ ગઈ. પડખા ફરતા ...વધુ વાંચો