આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના નામી બિઝનેસમેન અરુણ સક્સેના ની દીકરી હતી. તેના ઘરે એટલે કે તેના બંગલામાં તેના મમ્મી-પપ્પા સહિત 13 જણા જોઇન્ટ ફેમિલી માં રહે છે. તેમાં નિશા સૌથી નાની અને બધા ની લાડકી છે. નિશા નો બર્થડે હતો એટલે આજે તે સફેદ કલરના ડ્રેસમાં એકદમ પરી જેવી લાગતી હતી. કાજલ કરેલી નમણી આંખો, એકદમ વ્યવસ્થિત રીતે ઓળાવીને રાખેલા વાળ, લિપસ્ટિક કરેલા ગુલાબી હોઠ, તેના ડ્રેસ સાથે મેચ થતા નાક, કાન અને ગળામાં પહેરેલા ઘરેણા સાથે તે બહુ જ ક્યુટ લાગતી હતી. આજ સુધીમાં તેના દરેક બર્થડે પર તેના મમ્મી પપ્પા તેને કોઈને કોઈ સ્પેશ્યલ ગિફ્ટ આપતા, પરંતુ આ બર્થડે માટે તેના મનમાં કંઈક અલગ જ પ્લાનિંગ હતી. તેના માટે તેણીએ બધીજ તૈયારીઓ કરી રાખી હતી. આ વખતે બર્થડે ભલે નિશાનો હતો પરંતુ સરપ્રાઇઝ તેના મમ્મી પપ્પાને મળવાનું હતું.
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1
આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી. નિશા શહેરના ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 2
જય અને વિરાટ બંને ખૂબ પાક્કા મિત્રો છે. વિરાટ 23 વર્ષનો, પાતળું પણ મજબૂત શરીર, ચહેરા ઉપર ક્યાંક ક્યાંક વાળ ઉગ્યા છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને આખા ગ્રુપમાં સૌથી વધારે સમજદાર છે. એટલા માટે જ કદાચ શીતલ તેને ખૂબ જ પ્રેમ કરે છે. શીતલ એ વિરાટની ગર્લફ્રેન્ડ છે. જ્યારે જય ભણવામાં તો ઠીક ઠીક છે, પણ દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગતો યુવાન છે. તેને અત્યાર સુધી પોતાના લાયક કોઈ એવી વ્યક્તિ મળે જ નથી જેને તે પ્રેમથી આઇ લવ યુ કહી શકે. જય તેના ક્લાસના બીજા કપલ્સને જોઈને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેણે ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 3
આપણે આગળના ભાગમાં જોયું કે G.K. Institute ના અમુક ફ્રેન્ડસ કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા માટે જાય છે. ત્યાં એક દાદા કે જેમણે વેઇટરના કપડા પહેરેલા હતા તેઓ ચેતવણી આપીને જાય છે. આશા, આરતી અને દિવ્યા મેકઅપ રૂમમાં મેકઅપ કરવા માટે જાય છે અને તેમની પાછળ પાછળ વિજય, સુનીલ અને અરુણ પણ મેકઅપ રૂમમાં જાય છે. પણ અંદર જતા જ ડરીને તેઓ ચિલ્લાઈ છે. હવે આગળ,***** વિજય, સુનીલ અને અરુણ મેકઅપ રૂમમાં દાખલ થયા. અંદર તેમની સામે અત્યારે એકદમ ભયાનક દેખાઈ રહેલી એકસાથે ત્રણ ચૂડલો ઊભી હતી. તેમને જોતા જ બધાના મોઢેથી ડરના લીધે ચીસ નીકળી જાય છે. સુનીલ ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 4
કરુણા હોટેલમાં પેલી ગેમ રમવા ગયેલા અમુક મિત્રો જ્યારે મેકઅપ રૂમમાં જ રોમાન્સ કરવા લાગ્યા ત્યારે, બહાર સ્ટેજ ઉપર ગેમમાં સુનીલ અને આશા બંને એકસાથે બ્લાસ્ટ થઈ જાય છે અને તેમનું લોહી આસપાસ બધે ફરી વળે છે. ધમાકો થતાની સાથે જ બાકીના બધા દોસ્તો એકદમ ગભરાઈ જાય છે. છોકરીઓ એટલી હદે ડરી ગઈ હતી કે એકસાથે ચિલ્લાવા લાગી. આખા હોલમાં ચીસાચીસ અને દોડાદોડ થઈ ગઈ. કોઈને કંઈ સૂઝતું નહોતું કે હવે શું કરવું, ક્યાં જવું..? રજત બને એટલી જલ્દીથી દોડીને જે બારણે થી તેઓ આવ્યા તે બાજુ દોડ્યો. તેની પાછળ બાકીના મિત્રો પણ દોડવા લાગ્યા. તેઓએ ઘણી કોશિશ કરી ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 5
કરુણા હોટેલમાં પેલી જેમ રમવા ગયેલા મિત્રોના એક ગૃપમાંથી અચાનક જ ત્યાં રહસ્યમય રીતે અમુક મિત્રોના મૃત્યુ થવા લાગે આંખોની સામે જ પોતાના મિત્રોને મરતા જોઇને બાકીના બધા ખુબ જ ડરી ગયા હતા. અચાનક જ દરવાજે કોઈએ નોક કર્યું.ટક ટક ટક..ત્યાં ઉપસ્થિત મિત્રોમાંથી કોઈપણ ની હિંમત નહોતી કે કોઈ દરવાજો ખોલવા માટે બારણાં સુધી પણ જઈ શકે.હજી થોડીક ક્ષણો પહેલા જ તેમના ગ્રુપના ચાર મિત્રોને મરતા જોયાં હતાં.પોતાની આંખોની સામે મોતને જોયા પછી દરવાજા સુધી પણ જવાની કોઈના માં હિંમત નહોતી.અચાનક જ ધડામ કરતો દરવાજો ખુલ્યો.બધા ફાટી આંખો સાથે દરવાજા તરફ જોઈ રહ્યા હતા.બધાની ધડકન એકદમ વધી ગઈ.અમુકના મોઢેથી ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 6
વિરાટ અને જય હજી આરતીને ખેંચીને પોતાની તરફ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.બંનેએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી, આરતીનું શરીર જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ પકડી રાખ્યું હોય તેમ ખસતું નહોતું.બધાની નજર હવે આરતી અને તેની બાજુમાં પડેલા વિજયના મસ્તક વિનાના નિર્જીવ ધડ પર ગઈ.હોલમાં ફરી એકવાર ભયાનક શાંતિ છવાઈ ગઈ.અચાનક...વિજયના કપાયેલા ગળામાંથી જમીન પર ફેલાયેલું લોહી હલનચલન કરવા લાગ્યું.સૌપ્રથમ તો કોઈને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો.લોહી ધીમે ધીમે એક જગ્યાએ ભેગું થવા લાગ્યું.પછી તે જમીન પર સરકવા લાગ્યું.એવું લાગી રહ્યું હતું જાણે કોઈ સાપ જેવી જીવંત વસ્તુ રેંગી રહી હોય."આ... આ શું છે...?" જયના હોઠમાંથી ધ્રૂજતા ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 7
મગનદાદાએ ધીમે ધીમે બધાની સામે નજર ફેરવી. હોલમાં હાજર દરેક વ્યક્તિ શ્વાસ રોકીને તેમની વાત સાંભળી રહ્યો હતો.પછી તેમણે અવાજમાં કહેવાનું શરૂ કર્યું,"તમે લોકો અહીં આવતી વખતે જે પુલ ક્રોસ કરીને આવ્યા હતા ને... એ પુલની નીચે વહેતી નદીનું નામ મહુડી છે. એ જ મહુડી નદીના કાંઠે આજે આ વિશાળ કરુણા હોટેલ ઊભી છે."તેમણે હોલની દિવાલો તરફ જોયું."પણ આજે જે જગ્યાને તમે હોટેલ તરીકે ઓળખો છો, એ એક સમયે શહેરની સૌથી જાણીતી આર્ટ્સ અને કોમર્સ કોલેજ હતી.""દૂર દૂરના ગામડાંઓ અને શહેરોમાંથી વિદ્યાર્થીઓ અહીં ભણવા આવતા. આખો કેમ્પસ યુવાનોના હાસ્ય, સપનાઓ અને મિત્રતાથી ગૂંજી ઊઠતો. અહીં અનેક લોકોએ પોતાના ભવિષ્યના ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 8
બીજા દિવસે સવારે કોલેજનો માહોલ સામાન્ય દિવસો જેવો નહોતો.સામાન્ય રીતે ગેટની બહાર હાસ્ય, વાતો અને વિદ્યાર્થીઓની અવરજવર જોવા મળતી, આજે આખા કેમ્પસમાં એક અજાણી શાંતિ પ્રસરી ગઈ હતી.જેમ જેમ વિદ્યાર્થીઓ કોલેજના મુખ્ય બિલ્ડિંગ તરફ આગળ વધી રહ્યા હતા, તેમ તેમ તેમના ચહેરા પર ચિંતા દેખાવા લાગી.ઘણા લોકો એક જ દિશામાં દોડતા હતા. કોઈકના ચહેરા પર ડર હતો તો કોઈક ધીમા અવાજે એકબીજા સાથે કંઈક ચર્ચા કરી રહ્યા હતા."શું થયું છે?""આટલી ભીડ શા માટે છે?""કોઈ અકસ્માત થયો છે શું?"આવા પ્રશ્નો દરેકના મનમાં ઉઠી રહ્યા હતા.આનંદ, પ્રિયા અને તેમના મિત્રો પણ ભીડ તરફ આગળ વધ્યા.ભીડની નજીક પહોંચતા જ તેમને જમીન પર ...વધુ વાંચો
પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 9
માયાના મૃત્યુ પછીના મહિનાઓ આનંદ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા હતા. પરંતુ ધીમે ધીમે તેણે પોતાને સંભાળવાનું શરૂ કર્યું. સમજાઈ ગયું હતું કે ભૂતકાળને બદલવો તેના હાથમાં નથી.અને તેના જીવનમાં એક એવી વ્યક્તિ હતી, જે દરેક મુશ્કેલ સમયે તેની સાથે ઊભી રહી હતી.પ્રિયા.પ્રિયાએ ક્યારેય આનંદનો સાથ છોડ્યો નહોતો. જ્યારે આખી દુનિયા તેને દોષી સમજી રહી હતી, ત્યારે પણ પ્રિયા તેની બાજુમાં જ ઊભી રહી હતી.તે તેને સમજાવતી, હિંમત આપતી અને વારંવાર કહેતી કે માયાના મૃત્યુ માટે પોતાને જવાબદાર માનવાનું બંધ કરે.ધીમે ધીમે આનંદે પણ નક્કી કર્યું કે હવે તે પોતાની બાકી જિંદગી પ્રિયા સાથે ખુશીથી જીવશે.તે હવે માયાની યાદોમાં ...વધુ વાંચો