"આમ તો હું કાંઈ રાશિ -ભવિષ માં માનતો નથી "કહી ને નીલ ચા ની લારી પાસે પડેલ પેપર સરકાવી જોવા લાગ્યો.સવાર માં જોબ જતા પહેલા મનુકાકા ની કડક એલચી વાળી ચા પીવી અને ચા બને ત્યાં સુધી પેપર માં નજર મારવી આ નિત્ય ક્રમ હતો.તેને વૃષિક રાશિ માં જોયું તો પ્રેમી -મિલન-મુલાકાત અને ધન લાભ એવું લખેલ હતું. તેને થયું ૪૦ વટાવી હવે બે સંતાન નો પિતા ,,ક્યાં થી મિલન -મુલાકાત થાય? આ જોશી ઓ પણ ફાવે એમ ઠોકે છે .અને ફિક્સ પગાર ના જોબ માં ધન લાભ કોને મળે ? એટલા માં ચા તૈયાર થઈ ગઈ.ચા પી ને ઓફિસે જવા નીકળ્યો થોડે આગળ ગયો હશે ને રસ્તા માં બાઈક બગડી . બાઈક બગડી સાથે સાથે એનો મિજાજ પણ ..જો આજે મોડું થશે તો પેલો ધનંજય મેહતા (બોસ) તેને કેટલીય ખરી ખોટી સંભાળવશે. રસ્તા માં બાઈક દોરી ને જતો હતો ત્યાંજ નજીક એક બ્લુ કાર આવી ને ઉભી રહી.બ્રાઉન કાચ માં કઈ દેખાયું નહિ.પાછળ થી એક હાથ બહાર આવ્યો .તેને આટલો સુંદર હાથ ક્યારેય નહોતો જોયો. એ હાથ માં એક વીઝીટીંગ કાર્ડ હતું તે તેને દેખાયું .

નવા એપિસોડ્સ : : Every Thursday & Sunday

1

ગ્રહદશા - 1

શીર્ષક : ગ્રહ દશા :સર્જક : જયેશ ગાંધી તા. ૦૭.૦૭.૨૦૨૨ ગ્રહ દશા :-01 "આમ તો હું કાંઈ રાશિ -ભવિષ માનતો નથી "કહી ને નીલ ચા ની લારી પાસે પડેલ પેપર સરકાવી જોવા લાગ્યો.સવાર માં જોબ જતા પહેલા મનુકાકા ની કડક એલચી વાળી ચા પીવી અને ચા બને ત્યાં સુધી પેપર માં નજર મારવી આ નિત્ય ક્રમ હતો.તેને વૃષિક રાશિ માં જોયું તો પ્રેમી -મિલન-મુલાકાત અને ધન લાભ એવું લખેલ હતું. તેને થયું ૪૦ વટાવી હવે બે સંતાન નો પિતા ,,ક્યાં થી મિલન -મુલાકાત થાય? આ જોશી ઓ પણ ફાવે એમ ઠોકે છે .અને ફિક્સ પગાર ના જોબ માં ધન ...વધુ વાંચો

2

ગ્રહ દશા - 2

શીર્ષક : ગ્રહ દશા :સર્જક : જયેશ ગાંધી તા. ૧૦.૦૭.૨૦૨૨ તે રાતે નીલ ને ઊંઘ ના આવી,પત્ની ને ને નવી મળેલ તક વિશે વાત કરું કે ના કરું તેની અવઢવ માં હતો. એક બાજુ વધુ પગાર ની જોબ મળતી હતી હતી તો બીજી બાજુ સેટઅપ કરેલ લાઈફ હતી.સરલા આખો દિવસનું ઘરકામ ,છોકરા સાથે લેસન ના ઝગડા,રોજ જમવા ની માથાકૂટ અને ઓછા પગાર નો કકળાટ બધું ભૂલી ને નિરાંતે ઊંઘતી હતી .તે જોઈ ને નીલ ને આજે પોતાની જ પત્ની બહુ વહાલી લાગી, તેની બંધ આંખો પાછળ ના સ્વપ્નો પણ મારે જ પુરા કરવા પડશે. સરલા આમ પણ ...વધુ વાંચો

3

ગ્રહ દશા - 3

નીલ ઘરે પહોંચ્યો પછી સરલા સાથે જોબ માટે આવતી કાલ થી જવાનું છે તેમ કહ્યું .સરલા નું એમ માનવું કે એક વાર જુના શેઠ ને વાત તો કરો પણ નીલ એક નો બે ના થયો તે સંપૂર્ણ રીતે નવી જોબ અને નવી ઓફિસ માટે તૈયાર હતો .બીજે દિવસે રોજ કરતા વહેલા નીકળી ગયો. નવી ઓફિસે પહોંચી ગયો તો એના અને પ્યુન સિવાય કોઈ હતું નહિ. પ્યુન એ વેટીંગ એરિયા માં બેસાડ્યો અને વાંચવા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આપ્યું. તેને આજે ચા ની અધૂરપ સમજાઈ ..હવે એને મનુ ભાઈ ની ચા કે રાશિ ભવિષ્ય બંને વગર ચલાવવું પડે તેમ હતું ,કૈક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો