મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વિશે વાત કરીશું. તે પછી મહેસાણામાં આવેલ તેમના મંદિરની મુલાકાત લઇશું. કડીનો ઇતિહાસ આશરે ૧૫૦ વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઇ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તીક પણ હતો. આખો દિવસ જાહોજલાલી અને મોજશોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાઇઓને લઇને વગડામાં શિકાર કરવા નીકળ્યો. રસ્તામાં રાજાને તરસ લાગી. ત્યાં એણે જાસલપુરની વાવ જોઇ. હવે કહેવાય છે કે, વાવમાં મેલડી મા બેઠા હતા અને વાવની બાજુમાં દેવીપૂજકોના ઝૂપડાં હતા. આ દેવીપૂજકોએ મા મેલડીની સ્થાપના કરી હશે. મલ્હાર રાવ જયારે પાણી પીવા માટે ઉતર્યો ત્યારે તેણે આ વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે, આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના? કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાઉ અને જો મજૂરોથી વાવ ના તૂટેને તો તોપના ભડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીથી લઇનેજ છૂટકો.

Full Novel

1

શ્રી મેલડી મા મંદિર - 1

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૧ મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વાત કરીશું. તે પછી મહેસાણામાં આવેલ તેમના મંદિરની મુલાકાત લઇશું. કડીનો ઇતિહાસ આશરે ૧૫૦ વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઇ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તીક પણ હતો. આખો દિવસ જાહોજલાલી અને મોજશોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાઇઓને લઇને વગડામાં શિકાર ...વધુ વાંચો

2

શ્રી મેલડી મા મંદિર - 2

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૨ પછી મેલડી મા એ વિચાર કર્યો કે, લાવ મલ્હાર રાવને સપને વાત કરું. મલ્હાર રાવના સપનામાં આવીને મેલડી મા બોલ્યા કે, ‘‘મૂકી દે મારી વાવના પથ્થરો. નહીતો તું કયાંય ગોત્યો નઇ જડે.’’ ત્યાં મલ્હાર રાવ કહે,‘‘ તું કોણ છે?’’ ,‘‘ હું મેલડી છું.’’ ‘‘તું મેલડી હોય તો શું કરી લેવાની છે? ’’ ‘‘તો તું બાંધી લે મહેલ હું જોઉં છું તેમાં કોણ રહે છે હું કે તું.’’ સવાર થયું ને રાજા જાગ્યો. પણ અહંકરમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં ...વધુ વાંચો

3

શ્રી મેલડી મા મંદિર - 3

શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૩ હવે, તમને શ્રી મેલડીમાના ઇતિહાસ વિશે જાણીને ઉત્સુકતા તો થઇ જ હશે કે કેવું હશે તે મંદિર? હાલમાં કેવો હશે તે મહેલ? તો ચાલો આપણે આજે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલ શ્રી મેલડીમાના મંદિરે. ગાંધીનગર થી શ્રી મેલડી માનું મંદિર ૩૭ કિ.મી. જેટલું દૂર છે જે આશરે એક કલાક જેટલો સમય લાગે છે. ગાંધીનગર – કલોલ – છત્રાલ – કડી એમ રુટ પ્રમાણે માતાજીનું મંદિર આવે છે. કડી દરવાજે પ્રવેશતા જ ત્યાં તમને રાજાના મહેલના અમુક અંશો જોવા મળશે. જેમ કે, મહેલની દિવાલો, ઝરૂખાઓ, બારી, રૂમ વગેરે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો