ઇન્ફીનીટી - ધ સિમ્બોલ ઓફ લવ

(228)
  • 53.1k
  • 15
  • 25.4k

" આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના બારણે આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું. " હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું. " આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો. " યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ. " મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું. "પેમેન્ટ?? " આરોહી એ સહી કરી પેપર અને પેન પાછું આપતા પૂછ્યું. " પેમેન્ટ થઈ ગયું છે." પેલા એ પેપર પોતાના બેગમાં રાખતા કહ્યું. " શું તમે મને જણાવી શકી આ કોણ એ મોકલ્યું છે?" આરોહી આ કુરિયર થી એકદમ અજાણ હતી એટલે તેને સમજાયું નહિ આ કોણ એ મોકલ્યું હશે. તેના પર ફક્ત પોતાનું જ નામ હતું એટલે આરોહી એ પૂછ્યું. " સોરી મેડમ, એવો કાઈ આઇડિયા નથી. અમારું કામ તો તમારી સુધી કુરિયર પહોચાડવાનું જ હોય છે." આટલું કહી કુરિયર બોય ત્યાંથી નીકળી ગયો. " અરે આરોહી આજે તારો બર્થ ડે છે અને તું અમને કેહતી પણ નથી??" સાહિલ એ જોયું તો પેલું કુરિયર એક ગિફ્ટ પેપર માં હતું.

Full Novel

1

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 1

Part :- 1 " આ 910 નંબર જ છે ને??" ઓફીસ ના આવી એક ડિલિવરી બોય એ પૂછ્યું. " હા, આ 910 જ છે." સાહિલ એ કહ્યું. " આરોહી પટેલ... નું કુરિયર છે." ડિલિવરી બોય કુરિયર પર નામ વાંચતા બોલ્યો. " યસ, હું આરોહી છું." આરોહી તો પોતાનું નામ સાંભળી પેહલા તો ચોંકી ગઈ અને પછી ઊભી થઈ તેની પાસે ગઈ. " મેડમ, અહી સહી કરી દ્યો." ડિલિવરી બોય એ પેપર અને પેન આપ્યું. ...વધુ વાંચો

2

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 2

Part :- 2 આરોહી એ બોક્સ ખોલ્યું તો એક બ્લૂટુથ સ્પીકર હતું અને સાથે એક લેટર પણ હતો. આરોહી એ લેટર ઓપન કર્યો, " હાય, તો આ આપણી બીજી મુલાકાત છે. આ સ્પીકર ના મેમરી કાર્ડમાં જે પણ સોંગ છે એ બધા જ મારા ફેવરિટ છે. કારણ કે હું જ્યારે પણ આ બધા સોંગ સાંભળું ત્યારે તું હમેંશા મને મારા ચહેરા સામે દેખાય છે. અને મજાની વાત તો એ છે કે આ ...વધુ વાંચો

3

ઇન્ફીનીટી- ધ સિમ્બોલ ઓફ લવ - 3

Part :- 3 " સાહિલ.......??" આરોહી મનમાં વિચારી રહી હતી. " જ્યારે મે પેલી ચોકલેટ્સ બધાંને વહેંચી દેવાનું કહ્યું હતું ત્યારે સાહિલ મારા માટે થોડી બચાવીને રાખી હતી. પરંતુ એ તો ફ્રેન્ડ હોવાના લીધે એવું કરે પણ ખરો??" આરોહી પોતે જ સવાલ જવાબ કરી રહી હતી. " બીજું બોક્સ સાહિલ પોતે જ લઈ આવ્યો હતો નીચેથી.... એ સાચે કોઈ કુરિયર બોય એ આપ્યું હશે કે એ ખોટું બહાનું આપતો હશે?? અને આ ત્રીજું તો સર એ આપ્યું હતું. જો ...વધુ વાંચો

4

ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 4

Part :- 4 "હેલ્લો આરોહી!!" સામે છેડેથી એક અને પ્રેમભર્યો અવાજ સંભળાયો. " કેમ છો?" સામે છેડેથી હજુ પણ એટલો જ પ્રેમભર્યો અવાજ આવતો હતો. " આઈ એમ વેરી સોરી....!!" શ્લોક માફી માંગી રહ્યો હતો. " મને ખબર છે મે તને ખૂબ ડિસ્ટર્બ કરી છે. એટલે જ માફી માંગુ છું." આરોહી એ કાઈ જવાબ ન આપ્યો એટલે શ્લોક ફરી માફી માંગતા બોલ્યો. " આરોહી, શું આપણે મળી શકીએ??" શ્લોક એ એકદમ પ્રેમથી અને એકદમ વિનંતીના ...વધુ વાંચો

5

ઇન્ફિનિટી - ધી સિમ્બોલ ઓફ લવ - 5

Part :-5 " આરોહી, મે જ્યારે તને પેહલી વાર જોઈ લાગ્યું તું બસ મારી જ આરુ છો. મને થતું બસ તારી સાથે વાતો કર્યા જ કરું અને તારા દરેક જોક્સ પર પેહલા ની જેમ હસ્યા કરું." સાહિલ નો અવાજ ભારે થઈ ગયો હતો. " પેહલા ની જેમ એટલે....??" આરોહી ને સમજાયું નહિ સાહિલ શું કહેવા માંગે છે. કારણ કે આરોહી તો સાહિલ ને ઓફિસ જોઈન કર્યા પછીથી ઓળખતી થઈ હતી. " પેહલા ની જેમ જ હું ...વધુ વાંચો

6

ઇન્ફિનિટી- ધ સિમ્બોલ ઓફ લવ - 6

Part :-6 આરોહી, થોડી વાર તો મારી સાથે બેસ..... વધુ નહિ તો દસ મિનિટ...... પ્લીઝ... શ્લોક આગળ આવી ઊભો રહી ગયો. ફક્ત દસ જ મિનિટ..... આરોહી ઘડિયાળમાં જોતા બોલી. આરોહી પણ શ્લોક સાથે બેસવા માંગતી હતી પરંતુ કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો કે નહીં જેને એ પૂરો જાણતી પણ નહોતી એ અવઢવમાં હતી. કાફી છે..... શ્લોક એકદમ ખુશ થઈ ગયો હતો. શ્લોક અને આરોહી ત્યાં એક પુલ હતો તેની પાળી પર ચડી બેસી ગયા. વાતાવરણ એકદમ શાંત બની ગયું હતું. ઠંડો પવન વાય રહ્યો હતો. બન્ને ખુલ્લા આસમાન નીચે પુલની પાળી પર બેઠા હતા. આરોહી આકાશમાં તારા ...વધુ વાંચો

7

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 7

Part :- 7 આરોહી આજે થોડી સુસ્તી મેહસૂસ કરી રહી હતી. કારણ કે કાલે આખો દિવસ થાક્યા પછી રાત્રે નીંદર કરવાને બદલે એક વિચારે તેની સારી નીંદર ભગાવી દીધી હતી અને નીંદર પૂરી ન થયા ને કારણે આજે થોડી તેની તબિયત સારી દેખાતી ન્હોતી. આરોહી ઓફિસ તરફ જઈ રહી હતી તેણે દૂરથી જોયું તો શ્લોક પોતાની કાર પાસે ઊભો હતો અને વારંવાર ઘડિયાળ સામે જોઈ રહ્યો હતો. આરોહી સમજી ગઈ હતી શ્લોક પોતાની રાહ જોઈને જ ઊભો હતો પરંતુ આરોહી હવે શ્લોકને મળવા માંગતી ન્હોતી. આરોહી માથે દુપટ્ટો ઓઢીને આગળની શેરીમાં જતી રહી ત્યાં બિલ્ડિંગનો પાછળનો ગેટ પડતો હતો. ...વધુ વાંચો

8

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 8

Part :- 8 દિવાળી વેકેશન પૂરું થયું હતું અને હજુ સ્કૂલ ખુલી જ હતી. હું ત્યારે ચોથા ધોરણમાં હતો. હજુ ક્લાસમાં નહોતા આવ્યા એટલે અમે બધા ક્લાસમાં ધમાચકડી બોલાવતા હતા.ત્યા એક છોકરો બારણામાં આવી નીચું માથું કરી ઊભો હતો. સર આવ્યા અને તે છોકરાને પણ અંદર લઈ આવ્યા. સર આવ્યા એટલે બધા પોતાની જગ્યા એ બેસી ગયા હતા. હું પાછળની બેેન્ચ પર બેસતો અને મારી બાજુમાં જગ્યા ખાલી રહેતી એટલે સર એ તેને મારી બાજુ માં બેસાડી દીધો. મે તેને તેનું નામ પૂછ્યું પરંતુ એ કાઈ પણ બોલ્યા વગર નીચું જોઈ બેસી રહ્યો હતો અને રડી રહ્યો હતો. થોડા ...વધુ વાંચો

9

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 9

Part :- 9આરોહી એ ઘડિયાળમાં જોયું તો ઘણો ટાઈમ થઇ ગયો હતો. શ્લોક ના કેટલા મિસ્કોલ થઈ ગયા હતા આરોહી એ એક પણ રિસિવ કર્યો નહોતો. ઘણા બધા મેસેજ પડ્યા હતા પરંતુ આરોહી એ એક પણ મેસેજનો જવાબ આપ્યો નહોતો. આરોહી જાણતી હતી શ્લોક આવશે જ. એને કદાચ પોતાના કરતા અત્યારે શ્લોક પણ વધારે વિશ્વાસ હોય એવું લાગી રહ્યું હતું. આરોહી ઘણા સમયથી અહી બેઠી હતી હવે એને ભૂખ પણ લાગી હતી અને તરસ પણ લાગી હતી. પાણી વગર આરોહી નું ગળું હવે કોરું પડી રહ્યું હતું. આરોહી ને ગળું કોરું પડવાને કારણે ઉધરસ આવવા લાગી. ત્યાં તેની સામે ...વધુ વાંચો

10

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 10

Part :- 10આરોહી એ મોબાઈલમાં નજર કરી તો શ્લોકના પાંચ મિસકોલ થઈ ગયા હતા. આરોહી શ્લોક સાથે વાત કરવા હતી પરંતુ મમ્મી ના એ શબ્દો વારંવાર એના કાનમાં આવી કહી રહ્યા હતા, ' બેટા, છોકરા થી દુર રહેજે.' " શું થયું??" આરોહી એ જોયું તો શ્લોક તેની બાજુમાં આવી બેસી ગયો હતો અને તેને પ્રેમથી પૂછી રહ્યો હતો." તું આટલું નોર્મલ બિહેવીયર કઈ રીતે કરી શકે છે??" આરોહી અકળાઈ ને પૂછી રહી હતી." કેમ?? મે કાઈ ખોટું કર્યું??" શ્લોક ને ખબર હતી આરોહી કાઈક પરેશાન હોય એવું લાગી રહ્યું છે." તે મને અત્યારે કેટલા કોલ કર્યા હું ફ્રી છું ...વધુ વાંચો

11

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 11

Part :- 11 આરોહી પોતાના રૂમ પર આવી બારણું બંધ કર્યું અને બેડ પર જઈ બેસી ગઈ. ક્યારનો જે આગળ બંધ બાંધી રાખ્યો હતો એ તૂટી ગયો અને આરોહી જોર જોરથી રોઈ પડી. આરોહી એ પોતાના બન્ને હાથ વચ્ચે પોતાનો ચહેરો રાખી રડી રહી હતી." આરોહી, મને ખબર જ છે તું નીચે ઊભી જ રેહવાની છો...." આરોહી સાહિલ ના શબ્દો યાદ કરી રહી હતી. સાહિલ કેટલા વિશ્વાસ સાથે બોલતો હતો અને પોતે સહેજ પણ એના વિશે વિચાર્યા વગર આવતી રહી હતી. એ મારામા એની આરુ ને જોવે છે અને મે અત્યારે એની સાથે આવું વર્તન કરી એને બહુ જ ...વધુ વાંચો

12

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 12

Part :- 12" શ્લોક, ક્યાં જઈ રહ્યા છીએ??" શહેર થી થોડા બહાર નીકળી ગયા હતા એટલે આરોહી પૂછવા લાગી."કેમ.....?? લાગે છે??" શ્લોક એકદમ ખુશ દેખાઈ રહ્યો હતો."હવે તારી સાથે આવવાનુ જોખમ લઈ જ લીધું છે પછી ડર શેનો??" આરોહી પણ એકદમ ખુશ હતી." મારી ફેવરીટ જગ્યા પર ....... બસ પહોચી ગયા...." શ્લોક એ બાઈક ઉભુ રાખ્યું." અહી તો બહુ જ અંધારું છે અને ઝાડી સિવાય કાઈ જ નથી." આરોહી એ આજુબાજુ નજર કરી તો જંગલ જેવો વિસ્તાર હતો." તું મારી સાથે ચાલ......" શ્લોક આરોહી નો હાથ પકડી ચાલવા લાગ્યો. એક મોટી ધાર હતી શ્લોક આરોહી નો હાથ પકડી તેની ...વધુ વાંચો

13

ઇન્ફિનિટી - ધ સિમ્બોલ ઓફ લવ - 13 - છેલ્લો ભાગ

Part :- 13 ( અંતિમ ભાગ )"હા..... હવે મે નક્કી કરી લીધું છે અહીથી ત્યાં જઈ પેહલુ કામ એ શ્લોક ને ફાઇનલી કહી દઈશ કે, ' આઈ રઅલી લાઈક યુ. અને મે તને જોયો નહોતો ત્યારથી હું તને પસંદ કરવા લાગી હતી તારા એ લેટરમાં લખાયેલા શબ્દો જ મને આકર્ષિત કરી ગયા હતા અને તને જોયા પછી તો હું ખુદને જ ભૂલી ગઈ હતી. બધી જગ્યા એ બસ તું જ હતો '." આરોહી પેહલી વાર દિલ ખોલીને આટલું બોલી હતી. જાણે તેની સામે શ્લોક હોય એ જ રીતે આરોહી શ્લોકના નશામાં ખોવાય ને બોલી રહી હતી."સટ્ટાક........." હજુ આરોહી પોતાની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો