શુભ કાર્યની શરૂઆત આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ અને કાર્ય મંગલમય રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશિષ મેળવીએ છીએ. આજે આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના એક સુંદર સોપાન એવા સુંદરકાંડની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છીએ, ત્યારે નીચે દર્શાવેલી શ્રી તુલસીદાસજી મહારાજની ચોપાઈઓ, જેમાં એક જગ્યાએ મારું નામ મૂકી વિઘ્નહર્તા મંગલ-દાતા શ્રી ગણપતિજીને પ્રાર્થના કરું છું. હે ગજાનન મહારાજ! હે વિઘ્નહર્તા ગણપતિજી! ભગવાન શ્રીરામ અને માતા સીતાજી હંમેશા મારા મન-મંદિરમાં નિવાસ કરે તેવા શુભાશિષ આપો.

નવા એપિસોડ્સ : : Every Tuesday, Thursday & Saturday

1

શ્રી સુંદરકાંડ ભાગ - ૧

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: શુભ કાર્યની આપણે વિઘ્નહર્તા શ્રી ગણપતિજીની સ્તુતિથી કરીએ છીએ અને કાર્ય મંગલમય રીતે અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશિષ મેળવીએ છીએ. આજે આપણે શ્રી તુલસીદાસજી મહારાજ કૃત શ્રીરામચરિતમાનસના એક સુંદર સોપાન એવા સુંદરકાંડની કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યાં છીએ, ત્યારે નીચે દર્શાવેલી શ્રી તુલસીદાસજી મહારાજની ચોપાઈઓ, જેમાં એક જગ્યાએ મારું નામ મૂકી વિઘ્નહર્તા મંગલ-દાતા શ્રી ગણપતિજીને પ્રાર્થના કરું છું. હે ગજાનન મહારાજ! હે વિઘ્નહર્તા ગણપતિજી! ભગવાન શ્રીરામ અને માતા સીતાજી હંમેશા મારા મન-મંદિરમાં નિવાસ કરે તેવા શુભાશિષ આપો. ગાઇયે ગનપતિ જગબંદન । સંકર-સુવન ભવાની-નંદન ॥ સિદ્ધિ-સદન, ગજ-બદન, બિનાયક । કૃપા-સિંધુ, સુંદર, સબ-લાયક ॥ ...વધુ વાંચો

2

શ્રી સુંદરકાંડ ભાગ - ૨

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | સુંદરકાંડની અલૌકિક કથાનો શુભારંભ રામનવમીના પાવનપર્વથી કરવામાં આવેલ છે. પ્રથમ લેખમાં (http://udaybhayani.in/sundarkandwithuday_001/) મંગલાચરણ વિષે હતો. આજના બીજા લેખમાં ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના પાંચમા અધ્યાયનું નામ સુંદરકાંડ કેમ પડ્યુ? તેના બુદ્ધિગમ્ય અને સુંદર કારણો જોઈશું. પ્રથમ અને સરળ મત એવો છે કે, રામાયણમાં મુખ્યત્વે પ્રભુ શ્રીરામના જીવનચરિત્રનું વર્ણન છે. શ્રીરામચરિતમાનસના આ પાંચમાં સોપાન સુંદરકાંડમાં મુખ્ય પાત્ર ભગવાન શ્રીરામ નથી, પરંતુ શ્રી હનુમાનજી મહારાજ છે. અંજની માતા શ્રીહનુમાનજીને તેઓ નાના હતા ત્યારે વ્હાલથી “સુંદર” એવા હુલામણા નામથી બોલાવતા હતા. આ કારણસર શ્રી વાલ્મિકીજીએ આ કાંડનું નામ સુંદરકાંડ ...વધુ વાંચો

3

શ્રી સુંદરકાંડ ભાગ - ૩

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | સુંદરકાંડની કથાના આગળના ( સુંદરકાંડ નામ કેમ પડ્યું? – http://udaybhayani.in/sundarkandwithuday_002/ ) માં આ કાંડનું નામ સુંદરકાંડ શા માટે પડ્યુ? તેના સુંદર-સુંદર, બુદ્ધિગમ્ય તર્ક કે કારણોની કથા જોઈ હતી. સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા ઘણા ભક્તો કિષ્કિંધાકાંડના છેલ્લા દોહાથી લઈ તેના અંતસુધીની ચોપાઈઓનો પાઠ કરતા હોય છે. આપણે પણ અહીંયા સુંદરકાંડની શરૂઆત કરતા પહેલા કિષ્કિંધાકાંડની છેલ્લી થોડી ચોપાઈઓ વિશે જોઈશું અને ત્યારબાદ ખરેખર સુંદરકાંડની કથાની શરૂઆત કરીશું. કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓની શરૂઆત કરતા પહેલા આંતરિક પવિત્રતા અને આંતરિક સૌંદર્ય વિશે થોડી વાત કરવી છે. આજના સમયમાં મોટાભાગના લોકો ભૌતિક ...વધુ વાંચો

4

શ્રી સુંદરકાંડ ભાગ - ૪

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | આપણે આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_003/)માં જોયું હતું કે, બધા વાનર વીરો સમુદ્ર કિનારે પહોંચી ગયા છે. ચારેય તરફ નિરાશા અને ભય છે. આવા સમયે સંકટમોચન શ્રી હનુમાનજી શાંતચિત્તે પ્રભુ શ્રીરામનું સ્મરણ કરતા સ્થિતપ્રજ્ઞ મુદ્રામાં સમુદ્ર કિનારે બેઠા છે, તે સમયે – કહઇ રીછપતિ સુનુ હનુમાના । કા ચુપ સાધિ રહેઉ બલવાના ॥ પવન તનય બલ પવન સમાના । બુધિ બિબેક બિગ્યાન નિધાના ॥ ઋક્ષરાજ શ્રી જામવંતજીએ શ્રી હનુમાનજીને કહ્યું, હે મહાબળવાન વીર ! હે મહાવીર ! સાંભળો, તમે કેમ ચૂપ બેઠા છો ? તમે પવનદેવના પુત્ર છો અને બળમાં પણ ...વધુ વાંચો

5

શ્રી સુંદરકાંડ ભાગ - ૫

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | આગળના લેખ(http://udaybhayani.in/sundarkandwithuday_004/)માં ‘પવન બલ પવન સમાના’ ચોપાઈમાં આપણે શ્રી હનુમાનજીને પવનપુત્ર સંબોધન અને તેઓના અતુલિત બળ વિશે વાત કરી હતી. આજની કથા આગળ વધારતા પહેલા ‘પવન તનય’ સંદર્ભમાં એક વધુ વાત કહેવી છે. પવનનો એક અર્થ ‘પાવન કરનાર’ એવો પણ થાય છે અને તનયનો અર્થ ‘પુરુષ વંશજ’ એવો થાય છે; એટલે કે ‘પાવન કરનાર પુરુષ’. રામાયણમાં અહીંથી આગળની કથામાં શ્રી હનુમાનજી મૈનાક, સુરસા, સિહિંકા, લંકિની અને ત્યારબાદ લંકાના દરેક ઘરને સ્પર્શી (આગ લગાડવા) પાવન જ કરવાના હોય, શ્રીતુલસીદાસજીએ અહીં પવન તનય સંબોધન કર્યુ હોઇ શકે. શ્રીતુલસીદાસજી લખે છે કે, આગળ જામવંતજી શ્રીહનુમાનજીને ‘બુધિ બિબેક ...વધુ વાંચો

6

શ્રી સુંદરકાંડ ભાગ - ૬

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | વાચક મિત્રો, મારી સુંદરકાંડ વિષય ઉપરની લેખમાળાના અગાઉ પાંચ લેખો પ્રસિદ્ધ થયા, જે આપ સહુએ વાંચ્યા હશે. આજના છઠ્ઠા લેખમાં વિષયવસ્તુ વિશે લખતા પહેલા બે વાતો કહેવી છે. પહેલી, આપ સુંદરકાંડની આ જે કથા વાંચો છો, તે લખવા માટે મારી અંગત રીતે કોઈ ક્ષમતા નથી તેવું હું માનું છું. આ બધો મારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી વિશ્વંભરદાસજી મહારાજના આશિર્વાદનો જ પ્રભાવ છે. હું માધ્યમ માત્ર છું. બીજી, ગોસ્વામી શ્રીતુલસીદાસજી કૃત રામચરિતમાનસના ક્રમ મુજબ હજુ સુંદરકાંડની કથા ખરેખર શરુ થઈ નથી. કિષ્કિંધાકાંડની છેલ્લી ચોપાઈઓ સંદર્ભમાં કથા ચાલે છે. ...વધુ વાંચો

7

શ્રી સુંદરકાંડ ભાગ - ૭

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | આગળના શ્રી સુંદરકાંડ | ભાગ – ૬ | કવન સો કાજ કઠિન જગ માહીં – http://udaybhayani.in/sundarkand_in_gujarati_with_uday_part-006/ )માં આપણે શ્રીહનુમાનજી માટે કેમ કોઈ કામ અશક્ય નથી અને શ્રીજામવંતજીએ ‘આપનો તો જન્મ જ શ્રીરામ પ્રભુ કાર્યાર્થે થયેલો છે’ તેવું કેમ યાદ કરાવવું પડ્યું હતુ? તેના વિશે વાત કરી હતી. આ વાત તો થઈ બળ, બુદ્ધિ, વિવેક અને વિજ્ઞાનની ખાણ એવા શ્રીહનુમાનજીની, પરંતુ આ ચોપાઈ મારફતે શ્રીતુલસીદાસજી મહારાજ આપણને બધાને એટલે કે સામાન્ય માનવીને શું કહેવા માંગે છે? શું સંદેશો આપવા માગે છે? તે સાથે આજે સુંદરકાંડની આ સુંદર ...વધુ વાંચો

8

શ્રી સુંદરકાંડ ભાગ - ૮

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | શ્રીરામચરિતમાનસના કિષ્કિંધાકાંડની છેલ્લી રચના અને ક્રમમાં એક સુંદર સંયોગ ઉભો થયેલો છે. અગાઉ જામવંતજી શ્રીહનુમાનજીને પ્રોત્સાહિત કરવા જે-જે વાત કહે છે, તે બધાના જવાબ, બસ પ્રભુ શ્રીરામનું નામ પડતા જ, પછીની ચોપાઈઓમાં સુવ્યવસ્થિત રીતે આવી જાય છે. આ સંયોગ પણ હોઈ શકે અથવા તો શ્રીતુલસીદાસજીનું કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય પણ હોઈ શકે છે. આપણે આ દરેક ચોપાઈ અને તેના સુંદર જવાબોના સુભગ સંગમને જોઇશુ. તો ચાલો જોઈએ આ સુંદર સંગમ – (૧) અગાઉ શ્રીજામવંતજીએ કહ્યુ હતુ કે, ‘કા ચુપ સાધિ રહેઉ બલવાના’ અર્થાત તમે ચૂપ કેમ ...વધુ વાંચો

9

શ્રી સુંદરકાંડ ભાગ - ૯

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | સુંદરકાંડની સુંદર કથાના આગળના ભાગમાં આપણે જોયું હતુ કે, શ્રીહનુમાનજી જામવંતજીને ઉચિત શિખામણ પુછે છે. જામવંતજી તેને લંકા જવા, ત્યાં જઇ માતા સીતાજીની ભાળ મેળવવા અને પાછા ફરી પ્રભુશ્રીરામને માતા સીતાજીનો સંદેશો આપવા માર્ગદર્શન આપે છે. જામવંતજી એવું પણ કહે છે કે, ત્યારબાદ રાજિવનયન શ્રીરામજી પોતાના બાહુબળથી રાવણનો રાક્ષસકુળ સહિત સંહાર કરશે અને માતા સીતાજીને આદર સાથે લઈ આવશે. કિષ્કિંધાકાંડની પૂર્ણાહુતિમાં માનસકારે આજ વાત માટે છંદ પણ મૂકેલ છે. છંદ કપિ સેન સંગ સઁઘારિ નિસિચર રામુ સીતહિ આનિહૈં । ત્રૈલોક પાવન ...વધુ વાંચો

10

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૦

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | “શ્રી જાનકીવલ્લભો વિજયતે” શ્રીસુંદરકાંડની આ સુંદર લેખમાળાના શરૂઆતના નવ મણકાઓમાં આપણે અતિપવિત્ર એવી કિષ્કિંધાકાંડની અંતિમ ચોપાઈઓની કથા જોઈ. આજના આ લેખથી શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર, પંચમ સોપાન શ્રીસુંદરકાંડની કથાનો પ્રારંભ કરીએ છીએ. શ્રીસુંદરકાંડની શરૂઆત ભગવાન શ્રીરામચંદ્રજીને વિવિધ વિશેષણોથી સંબોધી કરવામાં આવેલી વંદનાથી થાય છે. દરેક વિશેષણને તેનું પોતાનું મહત્વ અને ગુઢ અર્થ છે. પ્રથમ શ્લોક આ મુજબ છે – :: શ્લોક :: શાન્તં શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં, બ્રહ્માશમ્ભુફણીન્દ્રસેવ્યમનિશં વેદાન્તવેદ્યં વિભુમ્‌ । રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌ ॥૧॥ શાંત, સનાતન, પ્રમાણોથી પર, નિષ્પાપ, મોક્ષરૂપી પરમ શાન્તિ ...વધુ વાંચો

11

શ્રી સુંદરકાંડ ભાગ - ૧૧

શ્રી ગણેશાય નમ: શ્રીસીતારામચન્દ્રાભ્યાં નમ: | શ્રી હનુમતે નમો નમ: | શ્રી સદ્‌ગુરુ દેવાય નમ: | ગતાંકથી આપણે ગોસ્વામી તુલસીદાસજી કૃત શ્રીરામચરિતમાનસના ક્રમાનુસાર પંચમ સોપાન શ્રીસુંદરકાંડની સુંદર કથાનો પ્રારંભ કર્યો હતો. શ્રીસુંદરકાંડનો પ્રથમ શ્લોક કે જેમાં ભગવાન શ્રીરામ માટે વાપરવામાં આવેલા સુંદર-સુંદર વિશેષણોથી કરવામાં આવેલી વંદનાથી આપણે શરૂઆત કરી હતી અને આ પહેલા શ્લોકના પૂર્વાર્ધ સુધીની વંદના જોઈ હતી. આ લેખમાં શ્લોકના ઉતરાર્ધથી આગળ વધીએ – રામાખ્યં જગદીશ્વરં સુરગુરું માયામનુષ્યં હરિં, વંદેઽહં કરુણાકરં રઘુવરં ભૂપાલચૂડમણિમ્‌ ॥ રામાખ્યામ્‌ એટલે કે જેઓ રામ નામથી જાણીતા છે. આમ તો ભગવાન નિર્ગુણ, નિરંતર અને સર્વવ્યાપી છે, જેનો કોઈ આદિ કે અંત નથી, પરંતુ, ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો