જીવનસાથીની રાહમાં...

(26)
  • 31.3k
  • 5
  • 14.7k

હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે સમયે કોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે. વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં નવ વાગી ગયા હતાં એટલે બગીચા એટલી ચહલ પહલ ન હતી. વૉકિંગ કરવા વાળા લોકો પણ નીકળી જ ગયા હતાં. મોટી ઉંમરના વ્યક્તિ પણ તાજી હવા લઈ બગીચામાંથી નીકળી રહયા હતાં. થોડો જ લોકો જ ગાર્ડન માં હતાં. અત્યારે ન જાણે કે વર્ષા એ હેમંત ને આજે સવારે બોલાવ્યો હતો.

નવા એપિસોડ્સ : : Every Monday, Wednesday & Friday

1

જીવનસાથીની રાહમાં....... - 1

શ્રી ગણેશાય: નમ: જીવનસાથીની રાહમાં....... હું ચૌધરી જીગર આજે એક નવી રચના લખી રહ્યો છું. નવલકથાનું નામ "જીવનસાથીની રાહમાં....... "છે. આપણે જીવનમાં સમયે સમયે કોઈની રાહ જોતાં હોયે છે. સ્કુલમાં હોયતો રજાની, નોકરીમાં પગારની, જીવનમાં જીવનસાથીની રાહ જોતાં હોઈએ છે. મારી રચના પણ કંઈક આવી જ છે.જીવનમાં જીવનસાથીની રાહ. મુખ્ય પાત્રમાં વર્ષા, મૈથલી અને હેમંત છે. રચના ધણી જ રસપ્રદ છે. વાંચક મિત્રો મારી રચના વાંચી તમારો પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને આગળ લખવા પ્રોત્સાહિત કરશે. - ચૌધરી જીગર વર્ષા એ આજે સવારે જ હેમંતને ફોન કરી પોતાની કોલેજ નજીક નાં ગાર્ડનમાં બોલાવ્યો હતો. સવારનાં ...વધુ વાંચો

2

જીવનસાથીની રાહમાં....... - 2

જીવનસાથીની રાહમાં....... ભાગ 2 આગળનાં ભાગમાં જોયું કે વર્ષા પોતાના હ્રદયની વાત હેમંતને કહેવાની જ હતી કે તેને ખબર છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે. હવે આગળ " ના કંઈ ખાસ વાત નથી" " તો ફરી મને સવાર સવારમાં કેમ બોલાવ્યો " " અરે....... હું તો" " બસ હવે રેવા દે કંઈ કામ ધંધો છે જ ની બધાંને સવાર સવારમાં હેરાન કરે છે" " ના એવું નથી" " તો પછી ચાલ હવે કોલેજ જઈએ મૈથલીને મારે વાત પણ કરવાની છે" "હા....... ના....... " " શું હા ? ના? કોલેજ જવું છે કે નથી? " " હા પણ મને ...વધુ વાંચો

3

જીવનસાથીની રાહમાં... - 3

જીવનસાથીની રાહમાં....... 3 ભાગ 3 સવારના દસેક વાગી ગયાં હતાં એટલે કોલેજમાં ચહલ પહલ શરું થઈ ગઈ હતી. મૈથલી મિત્ર જાનવી, પુજા, જય એ લોકોને કંકોતરી આપી રહી હતી. મૈથલીની નજર હેમંત પર પડે છે. હેમંત કોલેજની લોબી તરફ આવી રહ્યો હતો. હેમંત નું ધ્યાન કંકોતરી તરફ ન હતું બસ એ તો પોતાની ધૂનમાં જ હતો. ખભા પર કોલેજનું બેગ અને હાથમાં ગુલાબ લઈ એ મૈથલી તરફ આવી રહ્યો હતો. મૈથલી પણ હેમંતને જોય એ તરફ આવી રહી હતી. " હાય હેમંત " " હાય મૈથલી " " વર્ષા આવી ગઈ કે? " " ના" " મારે તને કંઈ ...વધુ વાંચો

4

જીવનસાથીની રાહમાં... - 4

જીવનસાથીની રાહમાં....... 4 ભાગ 4 આગળનાં ભાગમાં જોયું કે હેમંતને ખબર પડી જાય છે કે મૈથલી ના લગ્ન ફાલ્ગુન છોકરા સાથે નક્કી થયેલાં હોય છે અને થોડાં જ દિવસોમાં લગ્ન પણ છે. હેમંતને બાકંડા પર બેસેલો જોઈને વર્ષા તે તરફ જાય છે અને મૈથલી પણ વર્ષા ને જોતાં તે તરફ જાય છે. " હેમંત તું ઠીક છે" હેમંત વર્ષા તરફ જોય છે અને ઉદાસ થઈને ફરી નીચે જુવે છે. એની ઉદાસીનતા મુખ પર સ્પષ્ટ ઉપસી આવી હતી. મુખથી એક શબ્દ તો ન કહયો પણ અચાનક જે બની રહ્યું તેનાથી પોતાની જાતને સંભાળતા વાર તો લાગેને. વર્ષા પણ હેમંત માટે ...વધુ વાંચો

5

જીવનસાથીની રાહમાં... - 5

જીવનસાથીની રાહમાં....... 5 ભાગ 5 આગળનાં ભાગમાં જોયું કે મૈથલીનાં લગ્ન પાંચ દિવસ પછી છે. હેમંતને ફાલ્ગુન વિશે ખબર છે. હવે આગળ બીજા દિવસે સવારે મૈથલી પર ફાલ્ગુનનો મેસેજ આવે છે. મેસેજ પર લખ્યું હતું " હાય મૈથલી ગુડ મોર્નિંગ પ્લીઝ તું મને આજે 10 વાગે લેકવ્યુ ગાર્ડનમાં મળ" મૈથલી જવાબમાં " ગુડ મોર્નિંગ ઓકે" પણ મનમાં વિચાર કરે છે કે કેમ અચાનક ફાલ્ગુન મળવા બોલાવ્યું કદાચ આટલાં વર્ષો પછી મળ્યા એટલે જ હશે. કા તો કંઈ સરપ્રાઈઝ હશે. મૈથલી બસ આટલું વિચારી શકી પણ હકીકત કંઈ અલગ જ હતી. મૈથલીનાં ઘરમાં લગ્ન તૈયારી શરૂ થઈ ગઈ હતી. મંડપવાળા, ...વધુ વાંચો

6

જીવનસાથીની રાહમાં... - 6

જીવનસાથીની રાહમાં....... 6 ભાગ 6 આગળનાં ભાગમાં જોયું કે ફાલ્ગુન મૈથલીને લગ્ન માટે ના પાડે છે. મૈથલીને આ વાતથી દુઃખી થઈ જાય છે. વર્ષા ફાલ્ગુનને ના પાડવાનું કારણ પુછે છે. હવે આગળ " કેમકે હું નુપુરને પ્રેમ કરું છું કે જે મારી સાથે વિદેશ ભણતી હતી" વર્ષા અને મૈથલી કોઈ જવાબ આપ્યો નહીં. " પ્લીઝ મને સમજવાની કોશિશ કર હું નુપુર ને પ્રેમ કરું છું એટલે હું તારી સાથે લગ્ન કરી કંઈ રીતે તારી સાથે લગ્ન કરી વિશ્વાસધાત કરતે એટલે હું તને આ જણાવા માટે જ બોલાવી છે. સૉરિ" " પણ ફાલ્ગુન "(વર્ષા) વર્ષા રોકતાં મૈથલી પોતાનાં આસું લુછીને ...વધુ વાંચો

7

જીવનસાથીની રાહમાં... - 7

જીવનસાથીની રાહમાં....... 7 ભાગ :- 7 આગળનાં જોયું કે વર્ષા મૈથલીની વાત કરવા હેમંતનાં ઘરે આવે છે. પણ હેમંતનાં જયવંત અંકલ અને જયશ્રી આન્ટી એની છોકરી માનવી સાથે આવેલાં હતાં. એ લોકો હેમંત અને માનવીનાં લગ્નની વાત કરવા આવેલા હતાં. હવે આગળ વર્ષા ઘરની અંદર પ્રવેશ કરતી જ હોય છે કે એ ઘરનાં દરવાજા પરથી હેમંતની મમ્મી રેણુકા માનવીની હાથમાં શ્રી ફળ મુકતા જોય છે. " આજ થી તું અમારાં ઘરની "(રેણુકા) ઘરનાં આગળના રુમમાં હેમંત એની બાજુમાં હેમંતનાં પપ્પા રાકેશભાઈ એની સામે જયવંત, જયશ્રી અને માનવી બેસેલા હતાં. વર્ષા આ વાત સાંભળીને પાછળ ખસે છે. અચાનક રાકેશભાઈ નું ...વધુ વાંચો

8

જીવનસાથીની રાહમાં... - 8

જીવનસાથીની રાહમાં....... 8 ભાગ :- 8 આગળનાં ભાગમાં જોયું કે હેમંત અને માનવીનાં લગ્ન થાય છે. વર્ષા અને મૈથલી લગ્નમાં આવે છે. માનવીને ખબર હોય છે કે હેમંત મૈથલીને પ્રેમ કરે છે પણ એને આ વાત ની ખબર ન હતી કે મૈથલી અને ફાલ્ગુનનાં લગ્ન નથી થયાં કેમકે બધું ફટાફટ અને અચાનક બની ગયું હતું. માનવી ને ખબર પડતે આ વાતની તો માનવી જ લગ્ન માટે ના પાડતે. હવે આગળ લગ્નનાં બે દિવસ પછી મૈથલી અને વર્ષા હેમંતને મળવા ઘરે જાય છે. પણ ઘરે રેણુકા આન્ટી અને માનવી જ હોય છે. વાત વાત માનવીને ખબર પડે છે કે ...વધુ વાંચો

9

જીવનસાથીની રાહમાં... - 9

જીવનસાથીની રાહમાં....... 9 ભાગ :- 9 આગળનાં ભાગમાં જોયું કે વર્ષાનાં લગ્ન માધવ નામનાં છોકરા સાથે નક્કી થાય છે. ખબર ન હતી કે હેમંત તેને પ્રેમ કરે છે. અને હેમંત ને ખબર ન હતી કે વર્ષા તેને પ્રેમ કરે છે. હવે આગળ....... એક અઠવાડિયા પછી વર્ષા અને માધવનાં લગ્નનો દિવસ આવે છે. પણ આ દિવસે કોલેજના ફોટા શોધતી મૈથલી નાં હાથમાં એક કાગળ આવી જાય છે. આ એજ કાગળ હતું કે જેમાં વર્ષા એ પોતાનાં હ્રદયની વાત કહી હતી. કોલેજનાં ફોટો સાથે આ કાગળ વર્ષાથી કંઈ રીતે જતું રહ્યું તેને વર્ષા કે મૈથલી ને ખબર પણ ન પડી. મૈથલીએ ...વધુ વાંચો

10

જીવનસાથીની રાહમાં... - 10

જીવનસાથીની રાહમાં....... 10 ભાગ :- 10 આગળનાં ભાગમાં જોયું કે માધવનું એક્સિડન્ટ થઈ જાય છે અને તે ઘટના સ્થળે મૃત્યુ પામે છે. હવે આગળ નવી આવી પડેલી દુઃખદ ધરાને પચાવી પાડવું વર્ષા માટે ધણું અધરું હતું. હજુ તો લગ્નને બે જ દિવસ થયાં હતાં આ રીતે આ ઘટના બની તેનો પરિવાર પણ એનો સામનો કરી શકે તેમ ન હતો. માસુમ અપૂર્વ તો પહેલેથી જ મમ્મી - પપ્પા અને હવે કાકાનાં છાયાથી છુટો પડી ગયો હતો. વર્ષા જયારે અપૂર્વ અને એમની સાસુ તારા બેનને જોતી ત્યારે પોતાનું દુઃખ એને ઓછું લાગતું. વર્ષા ઘરેથી એને લઈ જવા માટે પણ પંદર પછી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો