કળિયુગની સ્ત્રી

(444)
  • 79.9k
  • 33
  • 43.2k

“અદિતી, હું અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું.

Full Novel

1

કળિયુગની સ્ત્રી - ભાગ 1

કળિયુગની સ્ત્રી ભાગ 1 “અદિતી, અફીમની ખેતી બંધ કરી દેવા માંગુ છું. છેલ્લા પાંચ વરસમાં ડ્રગ માફીયા J.K. નો ત્રાસ ખૂબ વધી ગયો છે. સરકારે આપણને લાઇસન્સ એટલા માટે આપ્યું છે કે આપણે એ દવા કંપનીઓને અફીમ ઉગાડીને દવા બનાવવા માટે સપ્લાય કરી શકીએ. પરંતુ આપણે જેટલું અફીમ ઉગાડીએ છીએ એના સીત્તેર ટકા અફીમ આપણે J.K. જેવા ડ્રગ માફીયાને આપવું પડે છે. જેનાથી હું હવે કંટાળી ગયો છું અને દેશ છોડીને ઓસ્ટ્રેલીયા આપણા આખા પરિવાર સાથે સેટલ થઇ જવા માંગુ છું. તારી શું ઇચ્છા છે?” કુણાલ ગુજરાવાલાએ એની પત્નીને પૂછ્યું હતું. “આપણે રાતોરાત જતા રહીશું તો J.K. ...વધુ વાંચો

2

કળિયુગની સ્ત્રી - ભાગ 2

કળિયુગની સ્ત્રી ભાગ-2 ગહેરી ચાલ દીનુના મુખ ઉપર ચિંતાના વાદળો ઘેરાયેલા હતાં. દીનુએ ગાડીની સ્પીડ વધારી. એ પહોંચવા માટે ઉતાવળો થયો હતો. કારણકે ફેક્ટરી જલ્દી પહોંચીને આવેલી મુસીબતથી અદિતીને માહિતગાર કરવા એ તત્પર થઇ ગયો હતો. ફેક્ટરીના ગેટમાં પ્રવેશ કરતાં જ ગાડી તરત સિક્યોરીટીને આપી એ અદિતીની કેબીન તરફ લગભગ દોડી રહ્યો હતો. હાંફતો હાંફતો જ્યારે દીનુ અદિતીની કેબીનમાં દાખલ થયો ત્યારે અદિતી ફોન ઉપર વાત કરી રહી હતી. ફોન ઉપર અદિતીની વાત પાંચ મિનિટ સુધી ચાલી હશે પણ એ પાંચ મિનિટ દીનુ માટે પાંચ જનમ જેવી પસાર થઇ ગઇ હતી. અદિતીએ મોબાઇલ બાજુમાં મુકી અને દીનુ તરફ ...વધુ વાંચો

3

કળિયુગની સ્ત્રી - ભાગ 3

કળિયુગની સ્ત્રી ભાગ-3 ઝેરીલું ચક્રવ્યૂહ અદિતીએ દીનુને ગાડી સાઇડમાં ઊભી રાખવાની કહ્યું હતું. દીનુએ ગાડીને સાઇડમાં ઊભી અને અદિતીની સામે જોયું હતું. "જો દીનુ મારો પ્લાન અને મારી ચાલ સમજવા માટે સૌથી પહેલા અમુક સવાલોના જવાબ શોધવાની કોશિષ કરવી પડશે જેમકે J.K. મોરેશીયસથી કુન્નુર કેમ આવ્યો છે? એના માથે કુણાલનું ખૂન કર્યાનો આરોપ છે છતાં પણ એ કુન્નુર આવ્યો છે? એની પાછળ ચોક્કસ કોઇ રહસ્ય હશે. J.K. જ્યારે કુન્નુર આવે છે ત્યારે એ જ સમયે પોલીસ અધિકારીની બદલી થાય છે. સૂર્યવીરસિંહ જેવા ભ્રષ્ટ અધિકારીના બદલે તારા કહેવા પ્રમાણે પ્રામાણિક પોલીસ ઓફિસર નીના ગુપ્તા ડ્યુટી જોઇન્ટ કરે છે. આ ...વધુ વાંચો

4

કળિયુગની સ્ત્રી - ભાગ 4

કળિયુગની સ્ત્રી ભાગ-4 બેઇમાનીની બલ્લે બલ્લે અદિતીની ગાડી બંગલાના ગેટમાં પ્રવેશી હતી. મુખ્ય ગેટથી બંગલો ત્રણસો મીટરના હતો. બંગલા પાસેના પોર્ચમાં જઇ અદિતીએ ગાડીનો હોર્ન માર્યો. નોકર રામદીન બંગલામાંથી બહાર આવ્યો હતો. "મેડમ, તમારા પિતાજી ચેન્નઇથી આવ્યા છે." કહી રામદીન ગાડી લઇ પાર્કીંગ તરફ મુકવા ગયો અને અદિતી ઘરમાં દાખલ થઇ હતી. અદિતીના પિતા સોફા પર બેસીને છાપું વાંચી રહ્યા હતાં. પિતા પાસે જઇ એણે પિતાને સંબોધીને કહ્યું હતું. "પપ્પા, આમ અચાનક ચેન્નઇથી આવ્યા? મને ફોન કરી દીધો હોત તો ડ્રાઇવરને ગાડી સ્ટેશન પર મોકલી આપી હોત." અદિતીએ એના પિતા સામે જોઇ કહ્યું હતું. "બેટા, મને યેશા અને ...વધુ વાંચો

5

કળિયુગની સ્ત્રી - ભાગ 5

કળિયુગની સ્ત્રી ભાગ-5 હિંમતની જ મળે કિંમત "હું આજે બપોરે ચેન્નઇ જવા માટે લક્ઝરી બસમાં નીકળી જવાનો સવારે નાસ્તાના ટેબલ પર અદિતીના પિતાએ અદિતીને કહ્યું હતું. "હજી કાલે તો આવ્યા છો. બે દિવસ વધુ રોકાઇ જાઓને." અદિતીએ બ્રેડનો ટુકડો મોઢામાં મુકતા કહ્યું હતું. "હજી અહીં બે દિવસ વધારે રહીશ તો ઇમાનદારી અને બેઇમાનીની ચર્ચા ઉગ્રતા પકડશે. એના કરતા ચેન્નઇ જઇ શાંતિથી ઘરના એકાંતમાં બેસીને હું વિચારીશ કે મારા જેવા ઇમાનદારીના ઝાડ ઉપર તારા જેવું બેઇમાનીનું ફળ કઇ રીતે ઉગ્યું?" નંદકિશોર શર્માએ અદિતીને ચાપખો મારતા કહ્યું હતું. શાંતિથી કોફી પી રહેલી અદિતીને આ ચાપખો દિલમાં અંદર સુધી વાગ્યો હતો ...વધુ વાંચો

6

કળિયુગની સ્ત્રી - ભાગ 6

કળિયુગની સ્ત્રી ભાગ-6 બદલો નીના ગુપ્તાએ કેબીનમાંથી બેલ માર્યો. બેલનો અવાજ સાંભળી કોન્સ્ટેબલ મીથીલેસ શર્મા હાથમાં લીધેલું કચરાપેટીમાં નાંખી અને કેબીનમાં દાખલ થયો હતો. નીના ગુપ્તાએ આંખના ઇશારેથી એને ખુરશી પર બેસવા કહ્યું હતું. "મારે ડ્રગ માફીયા J.K. જોડે મીટીંગ કરવી છે. તું J.K.ના કોઇ માણસને ઓળખે છે જેને તું આ મીટીંગ ગોઠવવા માટે કહી શકે અને હા, આ મીટીંગ કરવાનો હેતુ કોઇ પૂછપરછ કરવાનો નથી એ સંદેશો પણ J.K. સુધી પહોંચાડી શકે." નીના ગુપ્તાએ મીથીલેસ શર્માને પૂછ્યું હતું. થોડીવાર માટે મીથીલેસ શર્મા નીના ગુપ્તા સામે જોઇ રહ્યો હતો. નીના ગુપ્તા જેવી ઇમાનદાર પોલીસ અધિકારી J.K. જેવા ડ્રગ ...વધુ વાંચો

7

કળિયુગની સ્ત્રી - ભાગ 7

કળિયુગની સ્ત્રી ભાગ-7 શેરને માથે સવા શેર સાંજના પાંચ વાગ્યાના સુમારે સંગ્રામની જીપ અદિતીની ફેક્ટરીમાં દાખલ થઇ સંગ્રામ છથી સાડા છ ફૂટ હાઇટ ધરાવતો ઊંચો કદાવર માણસ હતો. કસરતથી કસાયેલું શરીર એક સાથે દસ પંદર જણને ભોંય ભેગા કરવા માટે કાફી હતું. મોટી આંખો, વધારેલી મોટી દાઢી અને કપાળ પર કાળું તિલક કર્યું હતું.. પહેલી જ નજરે જોતાં કોઇ નાનો છોકરો પણ કહી શકે કે સંગ્રામ કોઇ ડાકુ જેવો માણસ છે. સંગ્રામ જન્મથી જ અનાથ હતો. એને એટલે જ તો જુલ્મની દુનિયામાં એને પગ પેસારો કરવો પડ્યો હતો. પરંતુ સંગ્રામ કોઇ બીજી જ માટીનો બનેલો માણ હતો, કારણકે ...વધુ વાંચો

8

કળિયુગની સ્ત્રી - ભાગ 8

કળિયુગની સ્ત્રી ભાગ - 8 દોસ્તી-દુશ્મની અદિતી આજે સવારે વહેલી ફેક્ટરી પહોંચી ગઇ હતી. આજે થનારી ઇવાના સાથેની મીટીંગ માટે એ ખૂબ જ મનોમંથન કરી રહી હતી. મીટીંગમાં કંઇપણ ઊંધુચત્તુ ના થાય એના માટે દરેક પરિસ્થિતિ માટેનો વાર્તાલાપ એણે મનમાં વિચારી રાખ્યો હતો. અદિતી જ્યારે ફેક્ટરી પહોંચી ત્યારે સંગ્રામ ફેક્ટરી આવી ગયો હતો અને દીનુ સાથે ફેક્ટરીની વીઝીટ કરી ફેક્ટરીનું દરેક કામ સમજી રહ્યો હતો. અદિતી પોતાની કેબીનમાં બેસી એની કેબીનમાં લગાડેલા ટી.વી. સ્ક્રિન ઉપર સંગ્રામ અને દીનુને ફેક્ટરીમાં ફરતા જોઇ રહી હતી. બરાબર એ જ સમયે એના મોબાઇલની રીંગ વાગી હતી. "હલો, અદિતી. હું J.K. બોલું છું. સાડાબાર ...વધુ વાંચો

9

કળિયુગની સ્ત્રી - ભાગ 9

કળિયુગની સ્ત્રી ભાગ-9 અસલી નકલી ખુરશીમાં બંધાયેલો મન્સુર આછા પ્રકાશની રોશનીમાં સામે બેઠેલી વ્યક્તિને ઓળખવાની કોશિષ કરી હતો. બે મિનિટ પછી તરત મન્સુરને યાદ આવતા એ બોલી ઉઠ્યો હતો. "તમે દિવ્યાની મધર છોને?" મન્સુરે પૂછ્યું હતું. "વાહ મન્સુર, તારી યાદશક્તિ તો બહુ સારી છે. હવે જો તારે મારે શકંજામાંથી છૂટવું હોય અને ડ્રગના કેસમાં દસ વરસની સજા ભોગવવી ના હોય તો મારા બધાં સવાલનો સાચો જવાબ મને આપજે. એક પણ જવાબ ખોટો આપ્યો છે તો તારા વિરૂદ્ધ એવો કેસ તૈયાર કરીશ કે તને જામીન પણ નહિ મળે." નીના ગુપ્તાએ મન્સુર સામે જોઇ કહ્યું હતું. મન્સુર જોર જોરથી રડવા લાગ્યો ...વધુ વાંચો

10

કળિયુગની સ્ત્રી - ભાગ 10

કળિયુગની સ્ત્રી ભાગ-10 પ્રશ્નોનો ચક્રવ્યૂહ મન્સુર સાંજના નિયત સમયે ઘરે પરત આવ્યો ન હતો એટલે રહીમને મન્સુરની ચિંતા થતી હતી. એટલે એણે J.K. પાસે જઇને મન્સુર હજી પરત આવ્યો નથી એવું કહ્યું હતું. "મન્સુર સાંજનો ગયો છે પરંતુ હજી સુધી પાછો આવ્યો નથી. મને ચિંતા થાય છે. કંઇ થયું તો નહિ હોયને? ડ્રગ્સ સાથે પકડાયો તો નહિ હોયને? પોલીસ એને પકડીને પૂછપરછ તો કરતી નહિ હોયને?" રહીમે J.K.ને ચિંતાના સ્વરે પૂછ્યું હતું. "મન્સુર સાંજનો પાછો આવ્યો નથી ને તું મને હજી અત્યારે કહે છે. પોલીસ સ્ટેશને ફોન કરી આપણો જે ખબરી છે એને તું પૂછી લે. કદાચ પોલીસે એને ...વધુ વાંચો

11

કળિયુગની સ્ત્રી - ભાગ 11

કળિયુગની સ્ત્રી ભાગ-11 ભેદી માણસ "મેડમ, ઇવાના રઝોસ્કીના પહેલા માલની ડીલીવરી રહીમ આવીને લઇ ગયો છે. એટલે પહેલું કન્સાઇનમેન્ટ આપણા ત્યાંથી રવાના થઇ ગયું." દીનુએ અદિતી સામેની ખુરશીમાં બેસતા દીનુએ કહ્યું હતું. દીનુ જ્યારે આ ખબર આપવા માટે અદિતીની કેબીનમાં પ્રવેશ્યો હતો ત્યારે સંગ્રામ અને અદિતી અફીમની ખેતીના ઉત્પાદન વિશે વાત કરી રહ્યા હતાં. "સંગ્રામ, થોડી મિનિટ માટે તું બહાર જા. મારે મેડમ સાથે થોડી ધંધા રીલેટેડ વાત કરવાની છે." દીનુએ સંગ્રામ સામે જોઇને કહ્યું હતું. સંગ્રામ ખુરશીમાંથી ઊભો થવા જતો હતો પણ અદિતીએ એને ઇશારો કરીને અહીં જ બેસવા કહ્યું હતું. "દીનુ, સંગ્રામ હવે આપણા બીઝનેસમાં ભાગીદાર છે. ...વધુ વાંચો

12

કળિયુગની સ્ત્રી - ભાગ 12

કળિયુગની સ્ત્રી ભાગ-12 મોતનું રહસ્ય અદિતી અને સંગ્રામ અદિતીની બેસીને પોતાના અફીમના ખેતરો તરફ જઇ રહ્યા હતાં. સંગ્રામની નજર સફેદ કલરની બી.એમ.ડબલ્યુ. ગાડી પર પડી હતી. "આ બી.એમ.ડબલ્યુ. ગાડી J.K.ની છે અને J.K. ચેન્નઇ તરફ જઇ રહ્યો હોય એવું લાગે છે." સંગ્રામ બોલ્યો હતો. અદિતીએ બી.એમ.ડબલ્યુ. ગાડી ઉપર નજર નાંખી હતી. ગાડીની ડ્રાઇવીંગ સીટ ઉપર રહીમ એને બેઠેલો દેખાયો હતો. અદિતીએ પોતાના અફીમના ખેતરો પાસે ગાડી લાવીને ઊભી રાખી હતી. દૂરથી અદિતીને જોઇ લાલસીંગ દોડતો દોડતો પાસે આવ્યો હતો. લાલસીંગને જોઇ સંગ્રામ લાલસીંગને પગે લાગ્યો હતો. અદિતીને આ જોઇ નવાઇ લાગી હતી. "મેડમ, આ લાલસીંગ મારા સગા કાકા ...વધુ વાંચો

13

કળિયુગની સ્ત્રી - ભાગ 13

કળિયુગની સ્ત્રી ભાગ-13 બ્લેકમેલ J.K.ની હથેળીમાં લાખુ જોઇને મન્સુરને ચક્કર આવી ગયા હતાં અને જમીન પર અર્ધબેભાન પડી ગયો હતો. નીના ગુપ્તાએ પાણી મંગાવી એના મોઢા પર પાણીની છાલક મારી હતી ત્યારે તો એ ભાનમાં આવ્યો હતો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એક હવાલદારે હાથ પકડી એને ખુરશીમાં બેસાડ્યો હતો અને હાથમાં ચાનો કપ આપ્યો હતો. "તે જીવનમાં પહેલીવાર લાશ જોઇ એટલે બેભાન થયો કે પછી કંઇ બીજું કારણ છે?" નીના ગુપ્તાએ શંકાશીલ દૃષ્ટિથી મન્સુરને પૂછ્યું હતું. મન્સુર થોડી મિનિટો સુધી નીના ગુપ્તાને બાઘાની જેમ જોતો રહ્યો હતો. એને એ સમજાતું ન હતું કે હવે શું બોલવું અને ...વધુ વાંચો

14

કળિયુગની સ્ત્રી - ભાગ 14

કળિયુગની સ્ત્રી ભાગ-14 વાઘની સવારી અને સંગ્રામે વાતચીત કરી એવું નક્કી કર્યું હતું કે અદિતી પાછી આવે ત્યારે એ જે કોઇ ચિંતાથી ઘેરાયેલી હોય એ વાત એ લોકોને જો કરે તો એ લોકો એની મદદ કરી શકે. ગુસ્સામાં અને અકળામણમાં ગાડી લઇને નીકળેલી અદિતી એક કલાકમાં પાછી આવી હતી. અદિતી જ્યારે પાછી આવી ત્યારે એના મોઢા ઉપરથી ગુસ્સો અને અકળામણ દૂર થઇ ગયા હતાં અને ચહેરા ઉપર શાંતિ જણાતી હતી. અદિતીના મોઢા પર શાંતિ જોઇ એ બંન્નેને સારું તો લાગ્યું પરંતુ આશ્ચર્ય પણ થયું હતું કે એક કલાકમાં એવું તો શું થયું કે અકળાયેલી અને ...વધુ વાંચો

15

કળિયુગની સ્ત્રી - ભાગ 15 - છેલ્લો ભાગ

કળિયુગની સ્ત્રી ભાગ-15 ચક્રવ્યૂહનો ખુલાસો દસ વાગે સંગ્રામ અને દીનુ બંન્ને દીનુની કારમાં અદિતીના બંગલામાં પ્રવેશ્યા હતાં. ગાડી પાર્કીંગમાં મુકી બંન્ને ચાલતા-ચાલતા બંગલાના મુખ્ય દરવાજા પાસે આવ્યા હતાં. બંગલામાં ચારે તરફ નીરવ શાંતિ છવાયેલી હતી. એ શાંતિમાં કોઇ રહસ્ય છુપાયેલું હોય એવું બંન્નેને લાગી રહ્યું હતું. બંન્ને મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા ત્યારે રામદીને એ લોકો બેલ મારે એ પહેલા જ દરવાજો ખોલી દીધો હતો. સીસીટીવી કેમેરામાં રામદીને બંન્નેને મુખ્ય દરવાજા તરફ આવતા જોઇ લીધા હતાં. રામદીને બંન્નેને સોફા પર બેસવાનું કહ્યું હતું અને બંન્ને માટે રસોડામાંથી કોફી લઇને આવ્યો હતો. દીનુએ રામદીન સામે પોતાની આંખો અને ભ્રમર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો