જાન્હવીનો ખૂની કોણ?

(215)
  • 35k
  • 28
  • 18.9k

"અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના આરોપમાં ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો. "જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રા ખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું. "હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?" જમાલે છાપું ગડી વાળીને ટેબલ ઉપર મુકતા કહ્યું હતું. "ના, હું ક્યાંય જવાનો નથી. ઓફિસમાં જ છું." હરમને જમાલને કહ્યું હતું.

Full Novel

1

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 1

જાન્હવીનો ખૂની કોણ? (પ્રતિલિપિ વાર્તા સમ્રાટ) ભાગ-1 જાન્હવીનું ખૂન "અમદાવાદના જાણીતા ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રાને ખૂનના ગીરફ્તાર કરવામાં આવ્યા છે." હરમન છાપાના છેલ્લા પેજ પર આવેલા સમાચારને વાંચી રહ્યો હતો. "જમાલ, આ ફેશન ડીઝાઇનર રાજ મલ્હોત્રા ખૂનના આરોપમાં ગીરફ્તાર થયા એ સમાચાર તે વાંચ્યા? આ ફેશન ડીઝાઇનર અમદાવાદમાં ખૂબ પ્રખ્યાત છે. આ કેસ ચારેબાજુ ચકચાર જગાવે એવો છે." હરમને જમાલને છાપું પકડાવતા કહ્યું હતું. "હા, એ સમાચાર તો મેં સવારે જ વાંચી લીધા હતાં અને હા કોઇ સીમાબેનનો તમને મળવા માટે ફોન આવ્યો હતો માટે તમારી બપોરની સાડાબારની મળવાની એપોઇન્ટમેન્ટ આપી છે, તો બોસ તમે ક્યાંય જવાના નથીને?" ...વધુ વાંચો

2

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 2

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-2 ખૂનની તપાસ હરમન સીમા મલ્હોત્રાની આખી વાત સાંભળ્યા બાદ થોડી મિનિટો માટે વિચારતો હતો. ત્યારબાદ એકવાર એણે જમાલ સામે જોયું અને પછી સીમા મલ્હોત્રા સામે જોઇ બોલ્યો હતો. "સારું, હું આપના પતિનો આ કેસ મારા હાથમાં લઉં છું અને શક્ય એટલું ઝડપથી તમારા પતિ પર જાન્હવીના ખૂનનો જે આરોપ છે એ આરોપમાંથી એમને નિર્દોષ સાબિત કરવાનો પ્રયત્ન કરું છું. જો એ નિર્દોષ હોય તો જ એમને હું આ કેસમાંથી છોડાવીશ. તમારે પણ એના માટે તમારા પતિ મને સહયોગ આપે એ માટે એમને સમજાવવા પડશે." હરમને સીમા સામે જોઇ કહ્યું હતું. "મારા પતિ બધો જ ...વધુ વાંચો

3

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 3

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-3 ચાકુ અને લાલ ડંબેલ્સ હરમન અને જમાલ અચરજથી જાન્હવીના ડ્રોઅરમાં પડેલા અણીદાર ચાકુ કસરત કરવા માટેનું લાલ કલરનું ડંબેલ જોઇ રહ્યા હતાં. હરમને પોતાના રૂમાલથી એ ચાકુ લઇ લીધું અને જમાલે પોતાના રૂમાલથી એ ડંબેલ ઉપાડી લીધું હતું અને સીમા મલ્હોત્રાને દેખાડ્યું હતું. "આ ડંબેલ અને અણીદાર ચાકુ જાન્હવીના ડ્રોઅરમાં કેમ છે?" હરમને સીમા મલ્હોત્રાને પૂછ્યું હતું. "જાન્હવી આ ચાકુને લકી ગણતી હતી એટલે એ હંમેશા આ ચાકુ એના ડ્રોઅરમાં રાખતી હતી અને જ્યારે એ ખૂબ જ અપસેટ હોય ત્યારે એ આ ડંબેલ હાથમાં પકડી હાથ ઊંચો નીચો કરી પોતાના મગજને રીલેક્સ કરવાની કોશિષ ...વધુ વાંચો

4

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 4

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-4 અજ્ઞાત વ્યક્તિ ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવી જે ફ્લેટમાં રહેતી હતી એ ફ્લેટના બીલ્ડીંગમાં પ્રવેશ કરી જીપ પાર્ક કરી અને ફ્લેટના સિક્યોરીટી ગાર્ડને સાથે લીફ્ટમાં લઇ તેઓ જાન્હવીના ફ્લેટ પાસે પહોંચ્યા હતાં. ઇન્સ્પેક્ટર પરમારે જાન્હવીનો ફ્લેટ ખોલ્યો અને ચારે જણ ફ્લેટમાં પ્રવેશ્યા હતાં. "હરમન, આ જાન્હવીનો બેડરૂમ છે અને અહીંયા લાશ જાન્હવીની પડી હતી જ્યારે હું પહેલી વખત રૂમમાં પ્રવેશ્યો હતો ત્યારે. હું કહેતો હતો એ મુજબ આખા રૂમમાં ક્યાંય કોઇ લોખંડની વસ્તુ નથી જેનાથી એનું માથું ટકરાઇ શકે અને મોત થઇ જાય." ઇન્સ્પેક્ટર પરમારે હરમનને જાન્હવીના બેડરૂમમાં પ્રવેશતા કહ્યું હતું. "જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ ...વધુ વાંચો

5

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 5

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-5 હીરાની અંગૂઠી હરમન જમાલ નવરંગપુરા વિસ્તારમાં આવેલા સનરાઇઝ ફ્લેટના બીલ્ડીંગમાં દાખલ થયા હતાં અને લીફ્ટ દ્વારા ચોથા માળે પહોંચ્યા હતાં. તેઓ દિપાલીના ફ્લેટ નં. 404 પાસે પહોંચ્યા ત્યારે એક યુવતી એ ફ્લેટ લોક કરી રહી હતી. પહેરવેશ ઉપરથી એ ફેશન ડીઝાઇનર જેવી લાગતી હતી. "મારે મીસ. દિપાલીને મળવું છે. તમે જ મીસ. દિપાલી છો?" હરમને યુવતીને પૂછ્યું હતું. "હા, હું જ દિપાલી છું. તમારે શું કામ હતું?" દિપાલીએ પૂછ્યું હતું. "હું જાન્હવીના ખૂન કેસની તપાસ કરી રહ્યો છું અને સીમા મલ્હોત્રાએ આ કેસની તપાસ માટે મને એપોઇન્ટ કર્યો છે. મારું નામ જાસૂસ હરમન ...વધુ વાંચો

6

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 6

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-6 ફોટોગ્રાફનો ભેદ હરમન અને જમાલ હરમનના ઘરે આવ્યા. હરમને પોતાના ઘરમાં એક રૂમમાં પોતાની ઓફિસ બનાવેલી હતી. ઓફિસમાં દાખલ થયા બાદ હરમને ગ્રીન બોર્ડ સામે ઊભો રહી પોલીસ સ્ટેશનથી લાવેલા જાન્હવીના મૃતદેહના અલગ-અલગ એન્ગલથી પાડેલા ફોટોગ્રાફ લગાડ્યા તેમજ એ બોર્ડ ઉપર એણે પહેલા લગાડેલી આ કેસની વિગતો સમજવા લગાડેલી કાપલીઓને અલગ-અલગ ફોટાઓ તેમજ જમાલની ડાયરીમાં લખેલી વિગતો સાથે એની સરખામણી કરવા લાગ્યો હતો જેથી એ આ ખૂન કેસની બધી કડીઓ સમજી અને ગોઠવી શકે. ત્યાં સુધીમાં જમાલ કોફી બનાવીને લઇ આવ્યો હતો. "જમાલ, આ બે દિવસમાં આ કેસના દરેક મુદ્દાઓ સમજી આ કેસની બધી ...વધુ વાંચો

7

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 7

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-7 કહાની હજી બાકી છે.... "પંજાબી સબ્જી બંન્ને મંગાવી છે છતાં પણ ગ્રેવીના કારણે સ્વાદમાં તો બંન્ને સરખી જ લાગે છે. તમારું શું કહેવું છે, પરમાર સાહેબ?" હરમને જમતાં જમતાં ઇન્સ્પેક્ટર પરમારને પૂછ્યું હતું. "મને લાગે છે ઘણીવાર તું ખૂબ જ ભેદી વાત કરે છે. ચાલ, ફટાફટ જમી લઇએ કારણકે હજી બીજા લોકોની પૂછપરછ બાકી છે." ઇન્સ્પેક્ટર પરમારે હસતાં હસતાં હરમનને કહ્યું હતું. ઇન્સ્પેક્ટર પરમાર અને હરમને જમી લીધા બાદ રાજ મલ્હોત્રાના બુટીકના પટાવાળા સુનીલને કેબીનમાં બોલાવ્યો હતો. "દિવ્યા અને રાજ વચ્ચેના સંબંધો કેવા હતાં? અને એ સંબંધોના કારણે જ રાજ જાન્હવીના બદલે દિવ્યાને ...વધુ વાંચો

8

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 8 - છેલ્લો ભાગ

જાન્હવીનો ખૂની કોણ? ભાગ-8 રહસ્ય ઉપરથી પડદો ખુલે છે...... હરમને ચા પીતા પીતા જમાલને ફોન લગાડ્યો હતો. તું એ વ્યક્તિને લઇ પોલીસ સ્ટેશને આવી જા. તારો કોઇ પીછો નથી કરતુંને એ વાતનું તું ખાસ ધ્યાન રાખજે." હરમને જમાલને સમજાવતા કહ્યું હતું. "કહાની હજી બાકી છે એ વાત હું સમજ્યો નહિ અને જમાલ કોને લઇને આવી રહ્યો છે?" ઇન્સ્પેક્ટર પરમારે અચરજ સાથે હરમનને પૂછ્યું હતું. "પરમાર સાહેબ, આ જાન્હવીનો ખૂન કેસ છેને એવો ખૂન કેસ નથી ક્યારેય ફિલ્મોમાં જોયો કે નથી ક્યારેય કોઇ નોવેલમાં વાંચ્યો. આવા ખૂન કેસની કલ્પના કરવી પણ અઘરી છે. એ વ્યક્તિ આવી જાય એટલે ઘણું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો