આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!...... તું તારી મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!..... અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!" એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી! રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની

Full Novel

1

CHECKMATE - (Part-1)

આ મલ્હોત્રા ફેમિલી છે.... છળ કપટ તો એના લોહીમાં સમાયેલ છે!!!...... તું મરજીથી આવી તો છે પણ તારી મરજીથી જઈ નહીં શકે!!!..... અહીં બધા લોકો બે ચહેરા લઈને ફરે છે!!! દરેકે છળ કપટના મુખોટા પહેર્યા છે.... એ તો જેને અનુભવ થયો હોય એજ જાણે...!!!" એ સફાળી બેઠી થઈ ગઈ. શ્વાસ જાણે અધ્ધર ચડી ગયો હતો. એ. સી. વાળા રૂમમાં પણ કપાળે પરસેવો ઉપસી આવ્યો. ગળું સાવ સુકાઈ ગયું હતું. બાજુના ટેબલ પર રાખેલી બોટલ લીધી પણ ખાલી! રાતના બે વાગ્યા હતા. પોતાની જમણી બાજુ નજર કરી તો યુવરાજ પડખું ફરીને સૂતો હતો. બોટલ લઈ રૂમની ...વધુ વાંચો

2

CHECKMATE - (Part-2)

( યુવરાજ પહેલી વખત કંપનીની બીજી સાઈટ પર જઇ રહ્યો હતો.જે શહેરથી ત્રીસ કિલોમીટર દૂર મણિપુર નામના ગામમાં હતી. પહોંચતા જ યુવરાજે જોયું કે એક છોકરી નદીમાં ડૂબી રહી છે અને બચાવવા માટે કહી રહી છે. કાઈ પણ વિચાર્યા વગર તરત યુવરાજ નદીમાં કુદયો અને એ છોકરીને બહાર લઈ આવ્યો. ત્યાંજ એ છોકરી 'કનક' ના કાકી ત્યાં આવી પહોંચ્યા અને બંનેને સાથે જોતા ગુસ્સામાં કનકને થપ્પડ મારે છે. હવે આગળ.....) "જુઓ આ છોકરી પાણીમાં ડૂબી રહી હતી મેં તેને બચાવી છે એમાં તેનો કે મારો કાંઈ વાંક નથી. " "ખોટું બોલે છે?મેં મારી સગી આંખે ...વધુ વાંચો

3

CHECKMATE - (part-3)

કનક અજાણ્યા લોકો સાથે ડરેલી બેઠી હતી. આખા રસ્તામાં કોઈજ કાંઈ ન બોલ્યું. પૂર ઝડપે ગાડી શહેર તરફ ભાગી હતી. અધીરાજના માનસપટલ પર કનકને ગાડીમાંથી ક્યાંક જંગલમાં ફેંકી દેવાના વિચારો ઘૂમતા હતા. પણ એવું ન કરી શકવાની મજબુરીના લીધે ખૂબજ ગુસ્સામાં ગાડી ચલાવતો હતો. થોડીજ વારમાં અધીરાજ મલ્હોત્રાનું ઘર આવી ગયું. તેનું ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. દિવાલ પર મલ્હોત્રા'ઝ વીલા નામની કાચની નંબર પ્લેટ લાગેલી હતી. ગેટ પાસે ગાડી ઉભી રહી ત્યાંજ બે ગાર્ડએ દરવાજો વચ્ચેથી બંને બાજુ ખોલ્યો. રસ્તાની બંને બાજુ મોટું ગાર્ડન હતું. ગાડી આગળ વધી. ઘરની સાઈડમાં ગાડી ઉભી રાખી બધા નીચે ઉતર્યા. ...વધુ વાંચો

4

CHECKMATE - (part-4)

"આઇમ વિવેક... "વિવેકે ફરી કહ્યું. છેવટે કનકએ હાથ મિલાવ્યો અને પાછો હાથ લેવા ગઈ તો વિવેકે તેનો હાથ રાખ્યો અને કનકના શરીરને બેશરમીની નજરથી જોઈ રહ્યો. દરવાજે ઊભેલી મોના આ બધું જોઈ રહી હતી. તેણીએ અવાજ કર્યો, "વિવેક ડાર્લિંગ, ડેડ તમને બોલાવી રહ્યા છે." વિવેકે કનકનો હાથ છોડ્યો અને મોનાની સામે સ્માઈલ કરતા ત્યાંથી ચાલ્યો ગયો. મોના કનક પાસે આવી." છોકરીઓ લાઇનમા ઉભી છે, યુવી સાથે લગ્ન કરવા માટે! હવે બહાર નીકળ તો જરા સંભાળીને.... ક્યાંક એ લોકો તારું ખૂન ન કરી નાંખે!! પણ હવે તો તારું અહીંથી બહાર નીકળ ...વધુ વાંચો

5

CHECKMATE - (part-5)

એ મુખોટા વાળી વાત હજી તેના મગજમાં ઘૂમતી હતી. આખરે કનક જાણતી જ શું હતી આ પરિવાર વિશે..! કિચનમાં આવી ફ્રીઝમાંથી પાણીની બોટલ લીધી. પણ એ સાથે જ એક ડરાવનો અનુભવ થયો. જાણે વાયુવેગે કોઈ તેની પાછળથી પસાર થયું! તેની પાછળ જાણે કોઈ ઊભું છે એવા ડરથી એ તરત પાછળ ફરી પણ કોઈ દેખાયું નહીં. ગભરાટથી તેણે આજુબાજુ જોયું. શાયદ ભ્રમ હતો એવું વિચારી સ્ટાફ પાસે આવી ડ્રોવરમાંથી ગ્લાસ કાઢ્યો. ગ્લાસમાં પાણી ભર્યું કે ફરીથી એ ડરાવનો અહેસાસ..... શ્વાસ જાણે બેસી ગયો. હ્રદયના ધબકારા થોડી વાર થંભી ગયા. હાથમાં રહેલી બોટલ એકાએક ધ્રુજવા લાગી!! બાજુમાં નજર કરી તો ...વધુ વાંચો

6

CHECKMATE - (part-6)

કનક થળકી ગઈ પાછળ જોયું તો વિવેક! તેના હ્રદયમાં ફાર પડ્યો અને એક ઝાટકે તેને પોતાનાથી દૂર કર્યો. "આ શું કરો છો તમે?! " ડર અને ગુસ્સાથી એનો ચહેરો લાલચોળ થઈ ગયો. "અરે મારી જાન! એજ કરું છું જેની તારે જરૂર છે." બે કદમ આગળ વધતા એ બોલ્યો. એના ચહેરા પર હવસના ભાવ ઊભરી રહ્યા હતા. "અત્યારે ને અત્યારે જ રૂમની બહાર નીકળી જાવ તમે... નહીં તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય." દરવાજા તરફ આંગળી ચીંધતાં ખૂબજ ગુસ્સામાં કનકએ કહ્યું. "એમ કેમ હું જાવ મારી જાન... તારી આ રસમલાઈ જેવી ચામડીની સુગંધ તો લેવા દે!!" કહીં તે હવસખોરે ફરી ...વધુ વાંચો

7

CHECKMATE - (part-7)

"સાહેબ ત્યાં વિવેકભાઈ.... નીચે પડ્યા છે. " વોચમૅને માંડ કરીને વાક્ય પૂરું કર્યું. એ સાથે જ બધા દોડીને બહાર સામેના દ્રશ્યને જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. વિવેક નીચે પડ્યો હતો અને તેના માથા નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. મોના દોડીને વિવેક પાસે આવી, તેને ઉઠાડવા પ્રયત્ન કરી રહી. અધીરાજ અને સ્વર્ણા પણ વિવેકની પાસે આવ્યા. વિવેક મરી ચૂક્યો હતો. મોના જોરજોરથી રડવા લાગી. વિવેકની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ. બે ત્રણ દિવસ પોલીસ તપાસ ચાલી. એક દિવસ પોલીસ ઘરે આવી અને કહ્યું કે આ ઘટનામાં કોઈનો હાથ નથી. વિવેકના ...વધુ વાંચો

8

CHECKMATE - (part-8)

ચેયર પર બેઠેલો એ વ્યક્તિ ઊભો થયો અને કનકની તરફ આગળ વધ્યો. તેના હાથમાં એજ છરી હતી. કનક કોઈ જેમ ઉભી હતી. એ છોકરો કનકની સામે આવ્યો. તેના હાથમાંથી છરી નીચે પડી ગઈ અને કનકને ભેટી પડ્યો. કનક પણ એ છોકરાને ભેટી પડી. "સાહિલ... મારા ભાઈ... તું ઠીક તો છે?" કહેતા કનકની આંખોમાં આંસુ આવી ગયા. "હા દીદી હું ઠીક છું. તને કઈ નથી થયું ને? " કનકથી દૂર થતાં એ છોકરાએ કહ્યું. "મને કઈ નથી થયું સાહિલ... જ્યાં સુધી મમ્મી પપ્પાનાં મોતનો બદલો ન લઈ લવ ત્યાં સુધી કઈ થશે પણ નહીં!!" બદલાની ભાવના સાથે ...વધુ વાંચો

9

CHECKMATE - (part-9)

હવે કનકને એ સ્ત્રીનો ચહેરો સાફ સાફ દેખાઈ રહ્યો. એ સાથે જ જાણે કનકનું હ્રદય બેસી ગયું. ધબકારા એટલા થઈ ગયાં કે તેને એ અવાજ ચોખ્ખો સંભળાઈ રહ્યો હતો. એ મોના હતી!! અધીરાજ અને મોના એક બીજામાં ખોવાયેલ હતા. "કેટલો નીચ માણસ છે આ! પોતાના જ દીકરાની વહુ સાથે.....! અને મોના પણ?! પોતાના પતિના મરવાનું દુઃખ ભૂલીને અહીંયા સંબંધોની બધીજ મર્યાદાઓ તોડીને...... બસ... હવે નહીં. હું અહીંયા એક પળ પણ ન રોકાઈ શકું." કનક ત્યાથી ચાલી ગઈ. તેના આશ્ચર્યનો કોઈ પાર ન હતો. ફાર્મહાઉસથી બહાર નીકળી એ રોડ સુધી આવી. ત્યાથી ટેક્સીમાં બેસી ઘર પહોંચી. આખા રસ્તામાં બસ ...વધુ વાંચો

10

CHECKMATE - (part-10)

સવારે ઓફિસ માટે તૈયાર થઈ રહેલ અધીરાજના ફોન પર અજાણ્યા વોટ્‌સએપ નંબર પરથી ફોટા આવ્યા. આશ્ચર્યથી એણે ફોટા ખોલ્યા હોંશ ઉડી ગયા. તેનો ચહેરો લાલ પીળો થવા લાગ્યો. એ ફોટા એના અને મોનાના હતા જેમાં બંને એકબીજાની બાહોમાં હતા. ગુસ્સા અને ડર સાથે એણે એ નંબર પર કોલ કર્યો. "કોણ છે તું?હ...! શું જોય છે તારે? " અધિરાજે દાંત ભીંસતા કહ્યું. "જસ્ટ ચીલ મિસ્ટર મલ્હોત્રા. આટલો બધો ગુસ્સો સારો નહીં." સામે કનક અવાજ બદલીને વાત કરી રહી હતી. "ફોટા બીજે ક્યાંય લીક થવા જોઈએ નહીં... જોઈએ એટલા પૈસા હું આપીશ." "એતો તમે અમારા ઉપર છોડી દો. આ ...વધુ વાંચો

11

CHECKMATE - (part-11) - Last Part

કનકએ ફરી તેના ભાઈને ગળે લગાડયો અને બંને નીકળી પડ્યા મલ્હોત્રા'ઝ વીલા તરફ. રસ્તામાં કનકના મગજમાં અનેક ઊથલપથલ હતી. આજે યુવરાજને બધી સચ્ચાઈ કહેવાની હતી. સાથે તેના ડેડના મર્ડર વિશે પણ!! થોડીવાર પછી બંને ઘરમાં હતા. સ્વર્ણા સોફા પર બેઠી હતી. એ તરત ઉભી થઈ અને પૂછ્યું, "ક્યાં ગઈ હતી? અને આ છોકરો?" કનક તેને નફરતથી જોઈ રહી. ત્યાંજ યુવરાજ નીચે આવ્યો. "શું થયું?" "યુવરાજજી, મારે તમને ખૂબજ જરૂરી વાત કરવી છે. આ સ્ત્રી જેને તમે મોમ કહી રહ્યા છો એ જ તમારી દુશ્મન છે." કનકએ સ્વર્ણા તરફ આંગળી ચીંધતા કહ્યું. "શું બોલી રહી છે તું કનક?!" યુવરાજે હેરાનીથી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો