સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામ‌ના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની‌ સુંદરતામાં ચાર ચાંદ લગાવતા હતા.ગામની‌આ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,‌નાના‌ભાઈ ની પત્ની સરલાદેવી અને તેમની દીકરી તૃષલા નો સમાવેશ થતો હતો.ઘરના આજ સભ્યો ની આસપાસ સમાયેલું હતું મુખ્યા નુ‌‌ સંસાર.જે સુખેથી પસાર

Full Novel

1

આફત - 1 - કાતિલ કોણ?

સિંધુ સંસ્કૃતિની સભ્યતા ને તાદૃશ કરતું તે ગામ.ગામ‌ના મકાનો, રસ્તાઓ, કોઠારો દરેક ની સુવ્યવસ્થિત રચના જે તેની‌ સુંદરતામાં ચાર લગાવતા હતા.ગામની‌આ સ્વચ્છતા અને શાંતિ નુ એકમાત્ર કારણ હતું તે ગામનાં મુખ્યા સજ્જનસિંહ. મુખ્યા ગામ ની દરેક સમસ્યાનો ઉકેલ ખૂબ ધૈર્ય અને સમજદારી થી લાવતા હતા અને આ સમસ્યાઓ માંથી બહાર નીકળવા ની સહનશીલતા તેમને મળતી તેમના પરિવારના સભ્યો પાસેથી. પરિવારના સભ્યોમાં મુખ્યા ની પત્ની ઉજ્જવલાદેવી, દિકરી ચંદા, મુખ્યા ના નાનાભાઈ વામનસિંહ,‌નાના‌ભાઈ ની પત્ની સરલાદેવી ...વધુ વાંચો

2

આફત - 2 - કાતિલ કોણ?

ચંદા ના‌ વ્યવહાર માં આવેલા બદલાવ વિશે પૂછવા ઉજ્જવલાદેવી ની નજરો તેને આમતેમ શોધતી હોય છે, ત્યાંજ ચંદા મુખ્ય થી અંદર પ્રવેશ કરે છે. તેના મુખ પર આજે એક અલગ જ પ્રકારનો સંતોષ વર્તાય રહ્યો હતો. 'ચંદા દિકરી ક્યાં હતી તું ‌અને તૃષલા ક્યાં છે?' - માં એ પુછ્યુ 'હુ નથી જાણતી માં'- સહેજ ખચકાતા ચંદા એ જવાબ આપ્યો 'આ શબ્દો મારી દિકરી ‌ના નથી... ચંદા શું થયું છે તને? તારા વર્તનમાં આટલી કઠોરતા કેવી રીતે થય ગઈ?'- માં એ આખરે આ પ્રશ્ન પુછી જ લીધો. 'કઠોરતા!‌ના‌ માં ‌તમારી‌ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો