નમસ્તે...! હું ફરી આવી ગયો છું, એક નવલકથા લઈને. તમે મારી અન્ય કૃતિઓને જેવો સહકાર આપ્યો તેવો જ આ કૃતિને પણ આપશો એવી આશા છે. આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ પસંદ કરે છે, પરંતુ કોઈ એવી શેતાની શક્તિ છે કે જે એમને એક થવાં દેતી નથી. શું રવિ અને સ્નેહા એક થઈ શકશે? અને કોણ છે એ શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી? જાણવા માટે વાંચો.... રાત

Full Novel

1

રાત - 1

આ વાર્તા છે રવિ અને સ્નેહાની. રવિ અને સ્નેહા એકબીજાને ખૂબ પસંદ કરે છે, પરંતુ કોઈ એવી શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી. શું રવિ અને સ્નેહા એક થઈ શકશે? અને કોણ છે એ શેતાની શક્તિ કે જે એમને એક થવાં દેતી નથી? જાણવા માટે વાંચો.... રાત-1 ...વધુ વાંચો

2

રાત - 2

ભાગ 1 માં તમે જોયું કે સ્નેહાએ સ્વપ્નમાં જોયું કે તે અને રવિ વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યાં, ત્યાં કોઈ શક્તિએ તેમને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરી. સ્નેહા કોલેજ ગઈ. પ્રોફેસર શિવે જણાવ્યું કે એક પ્રોજેક્ટ બનાવવા માટે બધાં વિધાર્થીઓએ 3 મહિના માટે સ્વર્ણાપુર નામનાં એક ગામમાં રહેવા જવાનું છે. શું થશે સ્વર્ણાપુર ગામમાં? જાણવા માટે વાંચો... રાત-2 ...વધુ વાંચો

3

રાત - 3

સ્નેહા તેની સહેલીઓ સાથે વાતો કરી રહી હતી ત્યારે તેને અચાનક જ બસની બહારથી કંઇક ખુબ ઝડપથી પસાર થયું લાગ્યું. સ્નેહા બસની બારીમાંથી બહાર જોવે છે. સ્નેહાએ પોતાનો વહેમ છે એમ સમજીને તે ફરીથી પોતાની સહેલીઓ સાથે વાતો કરવા લાગી. થોડીવાર પછી બહારથી કંઇક ડરામણો અવાજ આવ્યો, સ્નેહાએ બારીની બહાર નજર કરી તો તેની આંખો ખુલી જ રહી ગઈ ............ સ્નેહાએ બસની બહાર શું જોયું હશે ? જાણવા માટે વાંચો...રાત-3 ...વધુ વાંચો

4

રાત - 4

ધૂળેટીનાં પછીનાં દિવસે બધાં સ્વર્ણાપુર ગામમાં આવેલ 200 વર્ષ જૂનાં ચામુંડા માતાનાં મંદિરે જઈ રહ્યાં હતાં. રસ્તામાં બસ અચાનક પડી ગઇ. જે દાદા રસ્તો દેખાડવાં સાથે આવ્યાં હતાં તેમણે બસની નીચે ઉતરીને જોયું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં. દાદાએ શું જોયું હશે? જાણવા માટે વાંચો... રાત-4 ...વધુ વાંચો

5

રાત - 5

બસ આગળ વધી રહી હતી. ડ્રાઈવરે અચાનક બસ રોકી દીધી. પ્રોફેસર શિવ બોલ્યા, "ડ્રાઇવર! બસ કેમ રોકી દીધી? ફરી શું થયું?" ડ્રાઈવર બોલ્યો, "સાહેબ! અહીંથી બસ આગળ નહીં જાય. આગળ રસ્તો કાચો અને સાંકડો છે." દાદા બોલ્યા, "હા, હવે બસ આગળ નહી જઈ શકે. આગળ રસ્તો કાચો અને સાંકડો છે, બંને તરફ ખેતરો છે." પ્રોફેસર બોલ્યા, "Ok. ચાલો, બધા બસમાંથી નીચે ઉતરી જાવ. અહીંથી આગળ ચાલીને જવાનું છે." ...વધુ વાંચો

6

રાત - 6

બધાં મંદિરે પહોંચી ગયાં હતાં. મંદિર બસો વર્ષ જૂનું હતું, પરંતુ તે એકદમ નવું લાગતું હતું. મંદિરનું શિલ્પકલા અચરજ તેવું હતું. મંદિરનાં મુખ્ય પ્રવેશદ્વાર પર બંને તરફ એક એક સિંહની પ્રતિમા રાખવામાં આવી હતી. મંદિર ત્રણ માળનું હતું. મંદિર ની ઉપર 'જય ચામુંડા માં' લખેલી ધ્વજા હવામાં લહેરાતી હતી. નિજમંદિરમાં માં ચામુંડાની બે મુખ વાળી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. માતાનું મુખ અપાર તેજથી ચમકતું હતું. માતાને આજે લીલાં રંગની ચૂંદડી ધરાવવામાં આવી હતી. ...વધુ વાંચો

7

રાત - 7

‌‌ થઈ ગઈ હતી. સૂરજ આથમી ગયો હતો. બધાં ચામુંડા માતાજીનાં મંદિરેથી હવેલીએ પાછા આવી ગયાં હતાં. પ્રોફેસર શિવે બધાને હવેલીનાં હોલમાં બેસવાનું કહ્યું હતું. પ્રોફેસર શિવ હોલમાં આવ્યાં અને બોલ્યા, "Hello Everyone! આજે આપણે, આપણાં રીસર્ચનાં પહેલાં સ્થળની મુલાકાત લીધી. તમને યાદ હશે, મેં તમને કોલેજમાં જણાવ્યું હતું કે આપણે એક દિવસ પ્રેક્ટિકલ કરીશું અને એક દિવસ થીયરી. મતલબ આજે આપણે મંદિરે જઈ આવ્યા છીએ એટલે કાલે તમારે તેનું રીસર્ચ પેપર બનાવવાનું છે. ...વધુ વાંચો

8

રાત - 8

રાતનાં ત્રણ વાગ્યાં હતાં. આખી હવેલીમાં આંધરાનું સામ્રાજ્ય છવાયેલું હતું. જમીન ઉપર એક નાની ટાંચણી પણ પડે તો અવાજ એટલી શાંતિ હતી. બધાં પોતાનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. અચાનક હવેલીમાં કોઈનાં ચાલવાનો અવાજ આવ્યો. કોઈ ધીમા અવાજે બોલ્યું, "શુ.........! ચાલવાનો અવાજ ન આવવો જોઈએ. કોઈ ઉઠી જશે તો મુસીબતમાં મૂકાઈ જશું." મોન્ટુ બોલ્યો, "રોહન! પણ આપણે આટલી રાત્રે ક્યાં જઇ રહ્યાં છીએ? આ અંધારું તો જો! મને ખૂબ ડર લાગે છે." રોહન બોલ્યો, "તું મુંગા મોઢે ચાલ મારી સાથે. મને ખોટાં પ્રશ્નો ન કર." ...વધુ વાંચો

9

રાત - 9

રાતનાં સાડા બાર વાગ્યાં હતાં. બધાં પોતાનાં રૂમમાં સૂઈ ગયાં હતાં. હવેલીમાં સન્નાટો છવાયેલો હતો. સ્નેહા, ભક્તિ, અવની અને તેમનાં રૂમમાં સૂઈ રહ્યાં હતાં. અચાનક ભક્તિ તેનાં બેડ પરથી ઉભી થઇને ચાલવા લાગી. તેની ચાલવાની રીત પરથી લાગી રહ્યું હતું કે જાણે તે કોઇનાં વશમાં હોય. તે ચાલતાં ચાલતાં રોહનનાં રૂમ પાસે પહોંચી ગઇ. ...વધુ વાંચો

10

રાત - 10

પ્રોફેસર શિવને કોલેજનાં પ્રિન્સિપાલનો કૉલ આવ્યો. પ્રિન્સિપાલ ગુસ્સામાં બોલ્યાં, "તમે મારી વાત ધ્યાનથી સાંભળો. આજે સવારથી મને સ્ટુડન્ટ્સનાં પેરેન્ટ્સનાં આવી રહ્યાં છે. તેઓ બધાને પાછાં બોલાવવાનું કહી રહ્યાં છે." ...વધુ વાંચો

11

રાત - 11

બધાં પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતાં. રવિ બોલ્યો, "વિશાલે આવાં સમયમાં ગુસ્સાને કાબૂમાં રાખવાની જરૂર હતી." ધ્રુવ બોલ્યો, જે થયું તે બદલાશે તો નહીં. ચાલો! તેમને જેલમાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરીએ. તેમને બહાર કાઢવા હવેલી વિશે જણાવું પડશે." ભાવિન બોલ્યો, "દાદાએ કહ્યું હતું કે ગામમાં બીજું પણ એક ઘર છે, જ્યાં આવી ભૂતિયા ઘટનાઓ થાય છે. એવું હોઈ શકે કે હવેલીનો અને તે ઘરનો કોઈ સંબંધ હોય!" ધ્રુવ બોલ્યો, "ચાલો તો, આપણે ત્યાં જઈને તપાસ કરીએ." ...વધુ વાંચો

12

રાત - 12 - છેલ્લો ભાગ

હવેલી સૂમસાન હતી. ખૂબ અંધારું છવાયેલું હતું. ત્રણેયે પોતાનાં ફોનની ટોર્ચ ચાલું કરી. તેઓ હવેલીની અંદર જવા લાગ્યાં. અચાનક પગમાં કંઇક અથડાતાં તે નીચે પડી ગયો. રવિએ તેને ઊભો કર્યો. રવિએ નીચે તરફ ટોર્ચ કરીને જોયું, તો કોઈ માણસ જમીન પર પડયો હતો, પણ અંધારામાં તેનો ચહેરો દેખાતો ન હતો. રવિએ તેની નજીક જઈ તેનાં મોં પર ટોર્ચ કરી. તે બીજું કોઈ નહિ પણ ધ્રુવ હતો. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો