"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?"‌ ૨૨ વર્ષિય યુવતી પુછી રહી હતી તેની જ ઉંમર ના ૬ છોકરા-છોકરીઓને. બધા ના ચહેરા પર ડર છવાયેલો હતો, તેમના શરીર પર નાના મોટા ઘા હતા, ઠેકઠેકાણેથી કપડાં ફાટી ગયાં હતાં પરંતુ અહીં થી બહાર નીકળવા ની આશા અને જીવવા ની જીજીવિષા હજુ એ બુલંદ હતી. પણ સવાલ એ છે કે કોણ છે આ લોકો અને આ મુશ્કેલી માં કંઈ રીતે ફસાયા? આ સવાલ નો જવાબ મેળવવા આપણે ૬ કલાક પાછળ જવું પડશે.

નવા એપિસોડ્સ : : Every Monday

1

૩ કલાક - 1

"૩ કલાક, માત્ર ૩ કલાક સાચવી લેવાના છે. પછી આપણે બચી જઈશું, તૈયાર છો તમે બધા?"‌ ૨૨ વર્ષિય યુવતી રહી હતી તેની જ ઉંમર ના ૬ છોકરા-છોકરીઓને. બધા ના ચહેરા પર ડર છવાયેલો હતો, તેમના શરીર પર નાના મોટા ઘા હતા, ઠેકઠેકાણેથી કપડાં ફાટી ગયાં હતાં પરંતુ અહીં થી બહાર નીકળવા ની આશા અને જીવવા ની જીજીવિષા હજુ એ બુલંદ હતી. પણ સવાલ એ છે કે કોણ છે આ લોકો અને આ મુશ્કેલી માં કંઈ રીતે ફસાયા? આ સવાલ નો જવાબ મેળવવા આપણે ૬ કલાક પાછળ જવું પડશે. પાલનપુર ની હાઈ પ્રોફાઇલ સોસાયટી શ્યામ વિલા ના વૈભવી બંગલોમાં ના એક ...વધુ વાંચો

2

૩ કલાક - 2

પ્રકરણ ૨"તને અચાનક પોલો ફોરેસ્ટ જવાનું મન કેમ થયું?" હીના એ પુછ્યુ."મેં સોશિઅલ મીડિયા માં પોલો ફોરેસ્ટ નો વિડીઓ અને મને ઈચ્છા થઈ ગઈ ત્યાં જવાની, અને મને મારું ધાર્યું કરવું બહુ ગમે છે." વિરલ એ ખભા ઉલાળ્યા."પણ રાત્રે? આજ થી હવે રોજ સાંજ ના ૭ વાગતા જ તારા મન ને તાળું મારી દેવાનું, રાત્રે જંગલ જોવા નીકળ્યા છીએ, બોલો." ગોપાલ ફોટોઝ પાડતાં બોલ્યો."બાળી નાખ ને તારો ફોન, જ્યારે જોવો ફોટોઝ, ફોટોઝ ને ફોટોઝ. હવે જો ફોન ને અડ્યો ને તું ગોપાલીયા તો હું તને ગાડી થી બહાર ફેંકી દઈશ ને ફોન ને જંગલ માં ફેંકી દઈશ." નિર્મળા એ ...વધુ વાંચો

3

૩ કલાક - 3

પ્રકરણ ૩"આપણે ફસાઈ ગયા છીએ, હવે કોઈ નહીં બચે, કોઈ નહીં બચે....." ગોપાલ માથું પકડી ને રડવા લાગ્યો."કોઈ ગાડી બહાર ના નીકળશો, કોઈ ને કોઈ રસ્તો તો મળી જ જશે." નિર્માણ એ તેનો ફોન તપાસ્યો, ફોનમાં નેટવર્ક નહોતું. બધાએ પોતપોતાના ફોન જોયા, બધા ફોન ના એ જ હાલ હતા."મને લાગે છે નિર્માણની વાત બરોબર છે, આપણે ગાડીમાં રહીશું તો સુરક્ષિત રહીશું. અને સવાર પડશે એટલે સાચો રસ્તો શોધવામાં સરળતા રહેશે, ડોન્ટ વરી કોઈ ને કંઈ જ નહીં થાય." વિરલ એ બધાને હિમ્મત આપી.ભેંકાર શાંતિ છવાઈ હતી ગાડી ની અંદર અને બહાર બન્ને તરફ, બધા મનોમન ભગવાન ને પ્રાર્થના કરી ...વધુ વાંચો

4

૩ કલાક - 4

પ્રકરણ ૪"૩ કલાક પછી શું થવાનું છે એવું તો આપણે બચી જઈશું?" વિહાર એ પુછ્યું."સવાર પડી જશે ૩ કલાક સવાર પડતાં જ બધું ઠીક થઈ જશે. મે ફિલ્મો માં જોયુ છે કે દિવસે આસૂરી શક્તિઓ કમજોર પડી જાય છે અને મારા દાદી ના મોઢે પણ સાંભળ્યું છે." વિરલ એ આત્મવિશ્વાસ થી કહ્યુ."સાચી વાત છે, આપણે સવાર સુધી બચીને રહેવાનું છે." નિર્મળા બોલી."મારી પાસે એક યોજના છે, આપણે બધા અલગ અલગ બાજુથી ગાડી તરફ આગળ વધીએ. આ જે કોઈ પણ છે એક સાથે બધાને નહી રોકી શકે, જે ગાડીમાં પહેલા પહોંચે એને ડ્રાઈવર સીટ પર બેસીને તૈયાર રહેવાનું. જેવા બધા ...વધુ વાંચો

5

૩ કલાક - 5

પાલનપુર તરફ જઈ રહેલી ગાડીમાં સમશાનવત શાંતિ છવાઈ હતી, નિર્માણ ગાડી ચલાવી રહ્યો હતો, નિર્મળા વારંવાર ગોપાલના ફોનને જોઈને પડતી હતી, વિહાર અને આસ્થા ચુપચાપ બહાર તરફ જોઈને બેઠાં હતાં અને હિના વારંવાર વિરલએ બતાવેલી બહાદુરી વિશે વિચારીને વ્યથિત થઇ ઉઠતી હતી."વિરલ અને ગોપાલના ઘરે શું જવાબ આપશું?" આસ્થાએ પૂછ્યું."તમને બધાયને ઘરે જતાં શરમ નઈ આવે? આપણને બચાવવા વિરલએ તેની જિંદગીની કુરબાની આપી દીધી અને તમે બધા ડરપોકની જેમ ભાગી રહ્યાં છો." હિનાએ ગુસ્સામાં કહ્યું."તને એટલી ચિંતા છે તો તું કેમ આવી અમારી સાથે? કેમ ના રોકાઈ ગઈ ત્યાં?તારી આંખોની સામે એ પાણી વિરલને એની સાથે વહાવી ગયું અને ...વધુ વાંચો

6

૩ કલાક - 6

૬ નિર્માણ અને હિના પણ પાણીમાં કૂદી પડ્યાં, નિર્મળાને તરતા ન્હોતું આવડતું તેથી એ કિનારે જ બેસી રહી. સવારમાંથી પડી, વચ્ચે વચ્ચે થોડો આરામ કરતાં કરતાં ત્રણેયએ આખા તળાવમાં વિરલ અને ગોપાલને શોધ્યા પણ પરિણામ શૂન્ય. "આ કઈ રીતે શક્ય છે? આ તળાવમાંથી કોઈ રસ્તો ક્યાંય જતો નથી, અને આ તળાવ એટલું મોટુ કે ઊંડું પણ નથી કે વિરલ ને' ગોપાલ ન મળે તો પછી બન્ને ગયાં ક્યાં?" નિર્માણએ ગુસ્સામાં તળાવની પાળ ઉપર લાત મારી. "ઇટ્સ અ ગુડ ન્યૂઝ, જો વિરલ અને ગોપાલની બોડીઝ આ તળાવમાં નથી મતલબ બન્ને જીવે છે. હવે આપણે માત્ર એ બન્ને ક્યાં હશે એ ...વધુ વાંચો

7

૩ કલાક - 7

૭ "ગોપાલ, તને શું લાગે છે? આપણે અહીં રહેવું જોઈએ?" વિરલ ઝરૂખામાં બેસીને બગીચા તરફ જોઈ રહી હતી. "ફરવા છે અહીં? આ કોઈ બીજો દેશ છે કે હમણાં ફ્લાઇટ પકડીને ઘરે જતાં આવશુ, અહીં ફોન પણ નથી 'ને તું એક તો.... અહીં રેહવું જોઈએ એ કોઈ પ્રશ્ન છે તારો યાર વિરલ." ગોપાલને તેના ફોનની યાદ આવી રહી હતી. "જો, કુંવર અભયસિંહ..." વિરલએ હમણાં બગીચામાં આવેલા અભયસિંહ તરફ આંગળી ચીંધી. "તું સાચી હતી વીરુ, કુંવર અભયસિંહતો શર્ટ પે'રતા જ નથી." ગોપાલ અભયસિંહના આકર્ષક વ્યક્તિત્વને જોઈને પ્રભાવિત થઇ ગયો હતો. "ડોન્ટ ફૉલ ઈન લવ વિથ હિમ, હી ઇઝ અ બેડ મેન." ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો