સુંદરતાનો ખૂની ખેલ

(576)
  • 37.9k
  • 50
  • 20.8k

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૧ મારી પ્રથમ નવલકથા ‘ત્રણ વિકલ્પ’ને માતૃભારતી પર આપલોકોના સાથ સહકારથી ખૂબ સારો પ્રતીભાવ પ્રાપ્ત થયો એના બદલ હું આપલોકોની ખૂબ આભારી છું. હવે તમારી સમક્ષ મારી પ્રથમ લધુનવલ લઈને આવી છું. આશા રાખું છું એ તમને લોકોને ખૂબ પસંદ આવશે. આ એક કાલ્પનિક વાર્તા છે. એક સ્ત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેવી રીતે ખૂની ખેલ કરે છે તે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર રમણીય દરિયા કિનારો. સહેલાણીઓ માટેનું મનગમતું સ્થાન. રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. દીવનાં દરિયા કિનારે મોજાઓના અવાજ સિવાય નીરવ શાંતિ

Full Novel

1

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૧

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૧ મારી પ્રથમ નવલકથા ‘ત્રણ વિકલ્પ’ને માતૃભારતી પર આપલોકોના સહકારથી ખૂબ સારો પ્રતીભાવ પ્રાપ્ત થયો એના બદલ હું આપલોકોની ખૂબ આભારી છું. હવે તમારી સમક્ષ મારી પ્રથમ લધુનવલ લઈને આવી છું. આશા રાખું છું એ તમને લોકોને ખૂબ પસંદ આવશે. આ એક કાલ્પનિક વાર્તા છે. એક સ્ત્રી પોતાની સુંદરતા જાળવી રાખવા માટે કેવી રીતે ખૂની ખેલ કરે છે તે સમજાવવાનો પ્રયાસ કરેલો છે. દીવ એટલે ગુજરાતનું ગોવા. સુંદર રમણીય દરિયા કિનારો. સહેલાણીઓ માટેનું મનગમતું સ્થાન. રાતના બે વાગ્યાની આસપાસનો સમય હતો. દીવનાં દરિયા કિનારે મોજાઓના અવાજ સિવાય નીરવ શાંતિ ...વધુ વાંચો

2

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૨

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૨ ઝાડની એક બાજુ એક કૂતરો અને એક માણસ હતાં. ઝાડની બાજુમાં બીજો કૂતરો ઊભો હતો. છોકરી શ્વાસનો પણ અવાજ ના આવે એટલા માટે મોઢા પર હાથ મૂકી દે છે. ઝાડની બીજી બાજુ આવી બીજો માણસ ટોર્ચનો પ્રકાશ ફેંકે છે. પહેલા એને પણ કશું દેખાતું નથી. થોડા ડગલાં આગળ આવે છે તો પણ કશું દેખાતું નથી. ઝાડની એકદમ નીચે આવી સીધો ઉપર પ્રકાશ ફેંકે છે ત્યારે એને છોકરીના પગમાં બાંધેલું કપડું દેખાય છે. એને શક જાય છે એટલે એ ઝાડના થડિયા પર ચઢે છે એટલે છોકરીનો એક પગ દેખાય છે. ...વધુ વાંચો

3

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૩

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૩ બાઉલ ભરાઈ જાય છે એટલે ચમન જોડેથી કદરૂપી એ બાઉલ લઈ લે છે. કદરૂપી સ્ત્રી ઊંધી ફરે છે ત્યારે એની આંખમાંથી આંસુંનાં થોડા ટીપાં બાઉલમાં લોહી સાથે ભળી જાય છે. સુંદર સ્ત્રી છોકરીનાં વાળ ફરી પકડી એનું માથું ઊંચું કરે છે: “કંઈ પણ કહો આ છોકરી છે ખરેખર ખૂબ સુંદર...” કદરૂપી સ્ત્રી સામે જોઈ બોલે છે: “શું કહેવું છે તારું રૂપા... આ છોકરીની સુંદરતા બાબતે... તું પહેલાં જેટલી સુંદર હતી એટલી સુંદર તો છે જ...” રૂપા કશું કર્યા વગર ત્યાં જ સ્થિર ઊભી રહે છે. સુંદર સ્ત્રી છોકરીના વાળ ...વધુ વાંચો

4

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૪

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ - ૪ સુંદર સ્ત્રી: “હા... તો શું થઈ ગયું... એની ઉંમર અને સુંદરતા જોઈને જ મેં એના લોહીથી સ્નાન કરવાની ઈચ્છા કરી હતી... મને લાગ્યું હતું કે એ છોકરી ભણતી હશે...” ચમન: “મેડમ... એક વખત I Card જોઈ લો... મને કોઈ મોટી મુસીબત આવવાની હોય એવું લાગે છે...” ચમન સ્ત્રી સામે I Card ધરે છે. પુરૂષ ગુસ્સે થઈ બોલે છે: “ચમન, તું અત્યારે અમને શાંતિથી નાસ્તો કરવા દે... એ બધુ પછી જોઈ લેવાશે...” ચમન ‘જી સર’ કહી જાય છે. એ વખતે ચમનની જીભ પર શબ્દો આવે છે ‘I Card એ છોકરીનું નથી ...વધુ વાંચો

5

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૫

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૫ મહેશનાં હાથ પર હાથ મૂકી કુસુમ બોલે છે: વર્ષ પહેલાં એક છોકરીનાં કારણે આપણને એની હત્યા કરવાની ફરજ પડી... પછી આપણે અનેક છોકરીઓની હત્યા કરી છે... ચમન પણ કોઈ સમસ્યા થઈ છે એવું કહે છે... ખબર નથી શું સમસ્યા હશે...” મહેશ: “ચમન જે સમસ્યા કહે છે તે આપણે જોઈ લઈશું... તારે બીજી ચિંતા કરવાની જરૂર નથી... તું બસ તારી સુંદરતાની ચિંતા કર... તારી સુંદરતામાં કોઈપણ પ્રકારની કમી તને કે મને ચાલશે નહીં...” કુસુમ રૂમમાં ચારેતરફ નજર ફેરવી બોલે છે: “આ બંગલો અને રિસોર્ટ બહુ મહેનતથી આપણે ઊભા કર્યા છે... ...વધુ વાંચો

6

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૬

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૬ વિજયનું બધુ ધ્યાન પોતાના તરફ છે એ મહેશને પડે છે. મહેશ ખૂબ જલ્દી ચહેરા પરની ચિંતા દૂર કરી બોલે છે: “માફ કરજો... તમારે શું કામ છે એ પહેલા મને કહો... મારી પત્નીની તબિયત સારી નથી... તે આરામ કરે છે... અને મારે પણ રિસોર્ટ જવાનું છે, તો જે કાંઈ પણ પૂછવું હોય તે મને અત્યારે પૂછી લો...” વિજય આછા સ્મિત સાથે ફોટા સામે જોઈ બોલે છે: “આટલી સુંદર પત્નીની તબિયત સારી નથી અને તમારે રિસોર્ટ પર જવાની ઉતાવળ છે... આ વાત મારી સમાજમાં ના આવી મહેશભાઇ...” બંગલાના વખાણ સાંભળી મહેશ ...વધુ વાંચો

7

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૭

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૭ મહેશ અને કુસુમ આધાતમાં શું થઈ રહ્યું છે સમજવાની કોશિશ કરતાં હતાં ચમન ખબર નહીં ક્યાં જતો રહ્યો હતો. મહેશ એક નોકરને બોલવી ચમનને બોલાવવાનું કહે છે. બંગલાની અંદર મહેશ નોકરની સાથે વાત કરતો હતો એ સમયે વિજય ગાડિમાં બંગલાની બહાર જતો રહે છે. બંગલાથી થોડે દૂર જઇ ગાડિ ઉભી રાખી મોબાઇલમાં હેન્ડસ ફ્રી ભરાવી કશુંક સાંભળવા લાગે છે. થોડીવારમાં ચમન ડાઈનિંગહોલમાં આવી શ્વાસ લીધાં વગર બોલે છે: “સર... તમે I Card જોયું? બે વર્ષ પહેલાં જે છોકરીને આપણે મારી બંગલાની પાછળ દફનાવી છે... એ નીલમનું I Card છે ...વધુ વાંચો

8

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૮

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૮ કુસુમે રૂપાનું જે કારણ બતાવ્યું એના પર બધા કરે છે. કુસુમ: “રૂપા અનાથ હતી એટલે આપણેં ઘરનું કામ કરાવવાનાં બહાને અનાથાશ્રમમાંથી લાવ્યા હતાં... મોટી થઈ એટલે ખુબ સુંદર દેખાવા લાગી... મને સુંદર છોકરીઓનાં લોહીથી ન્હાવાની ટેવ પડી... એ આપણી જોડે રહેતી હતી એટલે એનું લોહી લેવામાં કોઇ મુશ્કેલી પડતી નહોતી... આપણાં લોહી લીધાં પછી પણ સારો ખોરાક ખાવાથી એની સુંદરતા વધતી જતી હતી... એટલે મને એની ઈર્ષ્યા થતી હતી... રૂપાને કદરૂપી કરવા મેં ચમન અને કરસન જોડે રૂપાની જીભ કપાવી અને ચહેરા પર એસિડનું કપડું લગાવડાવ્યું... એના લીધે રૂપા ...વધુ વાંચો

9

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૯

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૯ મહેશ કપાળ પર હાથ મૂકી હવે શું થશે વિચારતો રહે છે. વિજય એની ત્રણેય મોકલેલી ટીમ પાછી આવે એની ઉત્સુક્તાથી રાહ જુએ છે. સૌથી પહેલા મથુરની ટીમ પાછી આવે છે. બે લેડી કુસુમને પકડી અને બે હવાલદાર કરસનને પકડી બેઠકરૂમમાં લઈ આવે છે. કુસુમનો ચહેરો ગુસ્સાથી તગતગતો હતો. એ મહેશને સોફા પર નીરસ બેઠેલો જોઈ વધારે ગુસ્સે થાય છે. બોલવા માટે મોઢું ખોલવા જતી હતી ત્યાં લેડી હવાલદાર એના ગાલ પર તમાચો મારી બોલે છે: “હમણાં સાહેબ પૂછે એનો જવાબ આપજે... અત્યારે ચૂપ મર...” મહેશ અને કુસુમ બન્નેને ખબર ...વધુ વાંચો

10

સુંદરતાનો ખૂની ખેલ - પ્રકરણ - ૧૦ (અંતિમ પ્રકરણ)

સુંદરતાનો ખૂની ખેલ ડો. હિના દરજી પ્રકરણ – ૧૦ (અંતિમ પ્રકરણ) મહેશ સામે જોઈ વિજય બોલે છે: હાડપિંજર ગણવાનું કામ મારી ટીમ કરી લેશે... તમે આગળ બોલવાનું ચાલુ રાખો...” મહેશ ફરી બોલવાનું શરૂ કરે છે: “દીવમાં અમે એવી વાત ફેલાવી કે કુસુમ મારી બીજી પત્ની છે અને મારાથી બહું નાની છે... એટલે કોઈને કુસુમની સાચી ઉંમર બાબતમાં શંકા ના થાય... શરૂઆતમાં રિસોર્ટ અને બંગલામાં કામ કરવા આવતી આદિવાસી છોકરીઓને બેભાન કરી છળકપટથી લોહી કાઢી લેતાં... છોકરીઓનાં લોહીમાં ન્હાવાથી કુસુમની ચામડીમાં પહેલાં જેવી ચમક આવવા લાગી... આદિવાસી વસ્તીને છોકરીઓ કમજોર થાય છે એવી ખબર પડી... એ લોકોને લાગ્યું કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો