કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. એકવાર નજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે.

Full Novel

1

અસમંજસ... - 1

આ જગતના લોકો મિથ્યા, આ જગતમાં સંબંધો મિથ્યા,દેખાડાનો ભાવ રાખી પ્રેમ જતાવે એ મિથ્યા સૌના નેહ છે...રાહી જગતને ક્યાં બતાવે છે સાચી પ્રીતની પરિભાષા,નામનાની આડમાં ઘણાં સંબંધોમાં પણ જ્યાં કુનેહ છે.●●●●●કુંજનપુર. નામ જેટલું સુંદર એથી વધારે ગામની સુંદરતા. એકવાર નજર પડે તો નજર જરાય ન હટે. ખેતરોની લીલીછમ્મ હરિયાળી, ખળખળ વહેતી નદીની ધારા, દુ...ર...છેટે આચ્છા ને રળિયામણા દેખાતા ડુંગરાઓ, કાને પડતા શ્રી રાધાક્રિષ્નાના મંદિરના ઘંટનો મનોહર રણકાર જે આખો દિવસ પવનના આચ્છા આચ્છા લહેરકાથી અથડાઈને સંભળાયા કરતો, ગામવાસીઓની અવરજવર, નાના બાળકોની રમતમાં કોઈ નિર્દોષ એવી મસ્તી. એક એક દ્રશ્ય આંખોને બસ ટગર ટગર જોવા જાણે ખેંચ્યા કરે." કનક...કનક...." - ...વધુ વાંચો

2

અસમંજસ.... - 2

આગળ જોયું કે કનકને જોતા નિર્મલાબેન કનકનું નામ લે છે. ને કનક એ સ્વર ભણી નજર કરે છે અને ક્યારની શોધી રહ્યા હતા એ કનક દેખાય ગઈ...હવે આગળ...કનક. કનક એ ઉચ્ચકુળની બ્રાહ્મણ જ્ઞાતિની નિર્મલાબેન અને જગદીશભાઈની એકની એક લાડકી દીકરી. દેખાવે શ્યામરંગી, ચશ્માવાળી અને હંમેશા હસમુખી. કનકને લખવાનો ખુબ જ શોખ. કવિતા, વાર્તા, શાયરીઓ વગેરે વગેરે...હંમેશા કંઇક ને કઈક લખતી રહેતી. એટલો જ એને વાંચવાનો પણ ખૂબ જ શોખ. નવરાશ મળે કે તરત કોઈને કોઈ બુક વાંચવા બેસતી. ગાવાનો એને કોઈ શોખ નહિ પરંતુ એનો કંઠ એટલો મધુર કે ગામના ઓળખતા લોકો એની પાસે જ ભજન ગવડાવે. ખાસ કરીને ...વધુ વાંચો

3

અસમંજસ.... - 3

આગળ જોયું કે કનક તેના પરિવાર સાથે ખુશી ખુશી જન્માષ્ટમી ઉજવે છે. હવે આગળ.ક્લાસ પૂરો થતાં રોજની જેમ સીધા જવા કનક નીકળી ગઈ. મેઈન રોડ સુધી ચાલતા જવું પડે. ત્યાં ચાલતા ચાલતા રસ્તામાં એક બાળક રોડ પર ચાલતું દેખાયું. એ જોઈને કનકને દર લાગ્યો કે ક્યાંક એ બાળકનું એક્સિડન્ટ ના થાય. એ બાળકને બચાવવા આગળ વધી જ રહી હતી કે અચાનક કોઈનો હાથ કનકને રોકીને આગળ વધે છે અને એ બાળકને ઉંચકીને રોડની એક બાજુ પર લઈ જાય છે. આ જોઈને કનકને એ અજાણ્યા વ્યક્તિનો આભાર માનવાનું મન થયું. " આભાર. આ બાળકને બચાવ્યુંએ બદલ." - સહસા કનકનો અવાજ સંભળાતા ...વધુ વાંચો

4

અસમંજસ.... - 4

આગળ જોયું કે કનક પોતાની લાગણી છુપાવી પોતાના કામમાં મન પરોવવાની કોશિશ કરે છે. છતાં કેટલીક વાતો તેના મનને કરી જાય છે. થોડા સમય માટે તે પોતાના અતીતને વાગોળવા લાગે છે.કનકને ઘરમાં કોઈ પણ છોકરા સાથે મિત્રતા તો દૂર પણ દૂરથી વાત કરવાની પણ મનાઈ હતી. કનકને એ વાતની કોઈ ચિંતા નહતી, કારણ કે કોલેજમાં તેણે એડમિશન લીધું ત્યારથી કોઈ જ છોકરા સાથે તે વાત કરતી નહિ. કોઈ છોકરો પણ તેની તરફ જોવે નહિ. કારણ કે કનક શ્યામરંગી અને ચશ્માવાળી હતી. તેની બહેનપણીઓ જેટલી સુંદરતા તેનામાં ન હતી. તેથી તેને બોલાવે પણ નહીં. કનકને એક વાતથી શાંતિ હતી કે ઘરમાં ...વધુ વાંચો

5

અસમંજસ.... - 5

આગળના ભાગમાં જોયું કે કનક નક્ષિતના પ્રેમ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહે છે અને તે દુવિધામાં પોતાના ભણતર વિશે પણ ભૂલીને કોલેજમાં રજા પાડે છે.ત્રણ દિવસ પછી એકાએક ફોનમાં રિંગ વાગી. કનકે કોલ રિસીવ કર્યો"હેલ્લો. કોણ?"" કનક હું રિયા બોલું. તું ક્યાં છે.?"" ઘરે "" કેમ આટલા દિવસ કોલેજ ન આવી તું? તારી તબિયત તો સારી છે ને?"" બસ એમજ. મન નતું"" મન નતું કે કોઈને જવાબ આપવાથી ડરતી હતી?"" એટલે?"" નક્ષિતે બધી વાત કરી મને."" તો તું એને સમજાવને."" એને કઈ રીતે સમજાવું? એને તો હવે કદાચ કોઈ નહિ સમજાવી શકે. કોઈ સમજાવી શકે ...વધુ વાંચો

6

અસમંજસ.... - 6

આગળ જોયું કે કનક નક્ષિતન જીવને બચાવવા પ્રાથના કરે છે. જોઈએ કનકની પ્રાર્થના સાર્થક થઈ કે નહીં.બેહોશ પડેલી કનકના કોઈક હાથ ફરે છે." કનક જલ્દી ચાલ, જો તો ખરા ચમત્કાર થઈ ગયો." - રિયા બેહોશીમાં પડેલી કનકને પાણીના છાંટા નાખતી ઉઠાડે છે અને કહે છે. પણ કનક કોઈ જવાબ આપતી નથી. અલબત્ત એ તો વધુ ને વધુ નક્ષિતના વિચારોના ભંવરમાં ઘેરાતી જાય છે." કનક...કનક...ઉઠને નક્ષિત તને બોલાવે છે."નક્ષિત બોલાવે છે ના શબ્દો કાને અથડાતા કનક સફાળી ઉઠવાનો પ્રયાસ કરે છે. થોડી શક્તિ જેમ તેમ એકઠી કરી તે દોડતી નક્ષિત તરફ ધસી ગઈ. પણ નક્ષિત હોશમાં આવ્યો કે નહીં તેની ...વધુ વાંચો

7

અસમંજસ.... - 7

આગળ જોયું કે કનક પોતાના અતીતના કેટલાક અંશો યાદ કરતી હોય છે જેમાં કનક અને નક્ષિત પરિવારની ખુશી અને માટે માત્ર કાસ્ટ અલગ હોવાથી એકબીજાથી દૂર થઈ જાય છે. હવે આગળ....ત્યારબાદ નક્ષિત હમેશા માટે બીજા શહેરમાં જતો રહે છે. ભણતર પૂરું કરી સારી એવી નોકરી પણ કરવા લાગે છે અને જોબને લીધે જ નક્ષિતને બદલી થતા ફરી કુંજનપુરની નજીકના શહેરમાં જ આવવું પડે છે. અતીતની આ કેટલીક ઝાંખી યાદોની ઝલક તાજી કરતી કનક સહજ ભાનમાં આવી. તે કઈક લખવા બેઠી હતી. પણ શું લખવું એ સમજાયું નહીં અને એનું મન વિચારોના ચકડોળે ચડી ગયું. લખવાનું મૂકીને તે ફરી એક અસમંજસમાં ...વધુ વાંચો

8

અસમંજસ.... - 8 - અંતિમ ભાગ

આગળ આપણે જોયું કે કનકના ભાઈ નરેનને કનકના અતીતને જોડતી કડી મળતા બંને ભાઈબહેન વચ્ચે કેટલીક અનબંધ થઈ જાય અને કનક પોતાના નામના અર્થ વિશે પોતાની માતા નિર્મલાબેન સાથે વિચારવિમર્ષ કરે છે. હવે આગળ જેમાં કનક પોતાના અસમંજસમાંથી કઈ રીતે પસાર થઈ.●●●કેટલાક અંશે વિચારોના વમળમાં કનક ગૂંચવાઈ રહી ને એ અતીતના ચક્રથી બહાર આવી. અતીત યાદ કરતા કનકની આંખોમાં અશ્રુની મૌન ધારા વહી ગઈ. ફરી ફરીને કનક હતી ત્યાં ને ત્યાં જ આવીને અટકી. પોતાને હંમેશા સોનાની જેમ ઉજ્જવળ માનતી કનક પોતાને અચાનક વિષ માનતી થઈ ગઈ. તેના મનમાં એ જ વિચાર હતો કે ભાઈના સુખમાં પોતે ઝેર બનીને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો