આ સ્ટોરી એક જ cast નાં છોકરાં છોકરી ની છે જે બન્ને એકજ સાથે કોલેજ કરતા હોવાં છતાં કદી મળ્યા નથી. Relative નાં ઓળખાણ નાં લીધે બન્ને મળે છે અને સ્ટોરી આગળ વધે છે આને હું સ્ટોરી કહું કે લવ સ્ટોરી એ મને confusion છે હવે મારા દુવિધા નો વાંચક મિત્રો નાં અભિપ્રાય પર ટકેલો છે so please must be read and give me proper review and suggestion.. Thank you

Full Novel

1

મૃગજળ - 1

આ સ્ટોરી એક જ cast નાં છોકરાં છોકરી ની છે જે બન્ને એકજ સાથે કોલેજ કરતા હોવાં છતાં કદી નથી. Relative નાં ઓળખાણ નાં લીધે બન્ને મળે છે અને સ્ટોરી આગળ વધે છે આને હું સ્ટોરી કહું કે લવ સ્ટોરી એ મને confusion છે હવે મારા દુવિધા નો વાંચક મિત્રો નાં અભિપ્રાય પર ટકેલો છે so please must be read and give me proper review and suggestion.. Thank you ...વધુ વાંચો

2

મૃગજળ - 2

અરે મારી વાત તો સંભાળ, એ કહેવા લાગી મને કે કેવો સ્વાર્થી માણસ છે, હું કેટલી જલદી આવી હતી એ પણ મારા મન પસંદ કપડા પહેરીને , જોવા ની તો વાત બાજુ પર એને તો મારી સાથે ઠીક થિ વાત પણ નાં કરી, એને કહેજે એટલો attitude સારો નહીં. એવું કહેતી હતી તારા વિશે, તેજસ બોલ્યો. ...વધુ વાંચો

3

મૃગજળ - 3

કિન્નરી તેજસ જોડે વાતો કરવાની આડ મા મારા તરફ એકી તસે જોયા કરતી હતી , મને પહેલી વાર આમ છોકરી જોઇ રહી હતી એટલે મને પણ થોડો શરમ નો અનુભવ થતો હતો. એ હંમેશા હસ્તી જ રહેતી હતી હું બસ એની હસીને જ જોયા કર્યો આજુ બાજુ શું ચાલી રહ્યું છે એનું મને કઈ ભાન નોઁહતૂ. ...વધુ વાંચો

4

મૃગજળ ભાગ - ૪

મૃગજળભાગ - ૪ તમે આગળના ભાગમાં જોયું કે એક આકસ્મિક રીતે તેજસ નાં માધ્યમ દ્વારા નિખિલ ને કિન્નરી એકબીજાના મા આવે છે, નિખિલ ને એવું લાગવા લાગે છે કે કિન્નરીને એનાં મા ધીમે ધીમે રસ વધી રહ્યો છે હવે આગળ... હવે રોજનો એ નિત્યક્રમ બની ગયો હતો, કિન્નરી રોજ તેજસને ફોન કરી મારા વિશે પુછતી તેજસ એને મારા વિશે બધું કહી દેતો નાનાં માં નાની વાત પણ. તેજસ પાસે મે કિન્નરીનો નંબર માંગ્યો પણ એને મેસેજ ને ફોન કરવાની મને હિમ્મત નાં થઈ. પછી થોડા દિવસ માટે બધું બંધ થઈ ગયું નાં તેજસ પર કિન્નરી નો ફોન આવતો નાં ...વધુ વાંચો

5

મૃગજળ ભાગ - ૫

ત્યારબાદ હું ગામડે થી મામાં ના ઘરે આવી ગયો. હવે કિન્નરી ફોન અને મેસેજ સીધા મારા ઉપર જ આવતા કેટલાંય દિવસો માત્ર મેસેજ પર જ વાત થતી. એક દિવસ મે કિન્નું ને મેસેજ કર્યો. "તમે મને પ્રેમ કરો છો ? " એનો કોઈ જવાબ ન આવ્યો. સાંજે એનો ફોન આવ્યો. " હેલો, શું કરો છો ? " કિન્નરી એ પૂછ્યું. "કઈ નહિ, મે કઈ પૂછ્યું હતું એનો જવાબ કેમ ના આપ્યો ? મે પૂછ્યું. "અરે યાર, વાત વાત માં આઇ લવ યુ અને " જાનું જાનું " બોલવું જરૂરી છે," એણે કહ્યું. " ના જરૂરી નથી, ઠીક છે ચાલશે," ...વધુ વાંચો

6

મૃગજળ. ભાગ - ૬

મે તો એકદમ હેબતાઈ ગયો કે કોઈ મને આમ કઈ રીતે કહી શકે છે,તે પણ એક છોકરી. મારા દિમાગ બધાં તાર હલી ગયા. મને નહોતી ખબર કે મારી કરેલી મઝાક મને જ ભારી પડશે. ત્યારબાદ એનો કોઈ મેસેજ આવ્યો નહિ. મારા મન ને શાંતિ ન મળતાં મે આં મેસેજ રાહુલભાઇ ઉપર ફોરવર્ડ કર્યો, અને લખ્યું કે કિન્નરી મને આમ કહે છે. રાહુલ ભાઈ નો મેસેજ આવ્યો કે હવે ખબર પડી કે એ પણ એક સાઈકો જ છે. હવે એના થી દુર રેહજે, તને આવું કહે એવી છોકરી આપણ ને ન જોઈએ. રાહુલભાઈ એ મને ઘણો સમજાવ્યો પણ મારું માનતું ...વધુ વાંચો

7

મૃગજળ. - ભાગ - ૭

દાદર ઉપર થી પડી પડવું હું અને કિન્નરી બંને નોકરી કરતા હતા માટે ફોન પર વાત કરવાનો એમને સમય ન હતો. પણ દિવસે ટેક્સ્ટ મેસેજ માં અને રાત્રે વોટ્સઅપ પર વાતો થતી રહેતી. એક દિવસ સાંજે કિન્નરી નો મારા ઉપર મેસેજ આવ્યો. " ઓ માં, બો વાગ્યું. કમર તૂટી ગઈ મારી અને મોમાં પણ વાગ્યું.," એનો મેસેજ આવ્યો. એનો મેસેજ વાંચતાં જ મને ચિંતા થઈ કે એવું તો શું થયું હશે. "શું થયું ? શું વાગ્યું ? કઈ રીતે વાગ્યું ? " મે મેસેજો નો વરસાદ કર્યો. "હું દાદર ઉપર ચઢી રહી હતી, પણ મારું સ્કર્ટ પગમાં ફસાય ગયું ...વધુ વાંચો

8

મૃગજળ. - ભાગ - ૮

મારા ઉપર કિન્નરી નો ટેક્સ્ટ આવ્યો. રોજ ની જેમ કેમ છો ? ખાધું પીધું એમ બધી વાત પત્યા બાદ વાતચીત શરૂ થઈ. " તેજસ સાથે કાલે મારી વાત થઈ હતી," કિન્નરી નો મેસેજ આવ્યો. " તો એમાં વિશેષ શું છે ? તમે તો રોજ વાત કરો જ છો ને," મે કહ્યું. " હા, પણ એણે મને કહ્યું કે રાહુલભાઈ તને મળવા માંગે છે અને તારી સાથે વાત કરવા માંગે છે," કિન્નરી એ કહ્યું. " પહેલાં એણે મારો હાથ તમારા હાથ માં આવ્યો હવે એ મારો હાથ રાહુલભાઈ ના હાથ માં આપવા માંગે છે," કિન્નરી નો બીજો મેસેજ આવ્યો. " ...વધુ વાંચો

9

મૃગજળ. - ભાગ - ૯

તિરાડ હું અને તેજસ વડોદરા થી રાજપીપળા જવા બસ માં બેસી ગયા. બસમાં ઘણી ભીડ હોવાને કારણે અમને સીટ નહિ, અમે ઊભા ઊભા મુસાફરી કરી રહ્યા હતા. " યાર, મે એને ઘણા મેસેજ કર્યા ફોન પણ કર્યા તો પણ કિન્નરી નો કોઈ જવાબ આવ્યો નથી, મને ડર લાગે છે," મે તેજસ ને કહ્યું. "રાહુલભાઈ એ વાત જ એવી કરી છે પછી એ તારી સાથે શું કામ વાત કરે, વ્યક્તિનું પોતાનું આત્મસન્માન જેવી પણ કોઈ વસ્તુ હોય છે, એને પણ ખોટું લાગ્યું હશે. તારા ફોન થી જ જો કોઈ અન્ય વ્યક્તિ મેસેજ કરે તો કોઈને પણ દુઃખ થાય," તેજસે કહ્યું. ...વધુ વાંચો

10

મૃગજળ. - ભાગ - ૧૦

" હાઈ, શું કરો છો ?" કિન્નરી નો સવારે મેસેજ આવ્યો. " હાઈ, કેમ એટલો જલ્દી મેસેજ કર્યો ? પર નથી ગયા કે શું આજે ?" મે મેસેજ કર્યો. " મારા મોટા પપ્પા ની નિધન થઈ ગયું છે માટે હું જોબ પર નથી ગઈ," એનો મેસેજ આવ્યો. " કેમ શું થયું હતું એમને ? આમ એકાએક કઈ રીતે થયું ?" મેં મેસેજ કર્યો. " એમને કૅન્સર હતું, ઘણી દવાઓ કરાવી પણ કઈ સારું પરિણામ આવ્યું નહિ. ઘણા દિવસ થી તેઓ હોસ્પિટલ હતા અને આજે એ એમને એકલાં મૂકી નેજતા રહ્યાં." એનો મેસેજ આવ્યો. " ભગવાન એમની આત્મા ને શાંતિ ...વધુ વાંચો

11

મૃગજળ. - ભાગ - ૧૧

બ્લોકકિન્નરી ના સ્વાર્થી સ્વભાવ ને કારણે અને સરખી રીતે વાત ન કરવાના કારણે મે એને વોટ્સઅપ માં બ્લોક કરી પણ એની સાથે વાત કર્યા વગર ચાલતું ન હોવાથી મે એને ફરી અનબ્લોક કરી દીધી.હું કિન્નરી ને ઘણા મેસેજ કરતો પણ સામે થી મને તિરસ્કાર સિવાય બીજું કંઈ મળતું નહિ.હું મારા પ્રેમ ના થતાં આવા અપમાન ને ખુશી ખુશી સહી લેતો હતો બસ એજ આશાએ કે આગળ જતા બધી સમસ્યા નું સમાધાન થઈ જશે અને એજ કામનાની પૂર્તિ માટે હું રોજ ભગવાન ને પ્રાર્થના કરતો.હાઈકકિન્નરી એ મને કહ્યું કે હું વધારે હોવ તો ઘરવાળા એટલે કે મારો ભાઈ પૂછે છે ...વધુ વાંચો

12

મૃગજળ. - ભાગ - ૧૨

શર્ટ દીપિકા ના લગ્ન ના થોડા દિવસ અગાઉ કિન્નરી નો વોટ્સએપ પર મેસેજ આવ્યો. " તમે લગ્ન માં ક્યારે છો ?" કિન્નરી નો મેસેજ આવ્યો. " લગ્ન ના બે દિવસ અગાઉ હું આવી જઈશ," મેં મેસેજ કર્યો. "ઓકે, અને છોકરીઓ શું પેહરે તો તમને વધારે ગમે સાડી કે ડ્રેસ ?" એનો મેસેજ આવ્યો. " સીધે સીધું પૂછો ને કે હું લગ્ન માં સાડી પહેરું કે પછી ડ્રેસ આમ ફેરવી ફેરવી ને શું વાત કરો છે," મેં કહ્યું. "હા રે હા સાહેબ, હવે કહો તમને શું ગમે વધારે ?" એણે ફરી પૂછ્યું. " મને ડ્રેસ અને સાડી બંને ગમે મને ...વધુ વાંચો

13

મૃગજળ. - ભાગ - ૧૩

લગ્ન રાતનું હતું માટે મોસાળાની વિધિ સાંજે જ પતાવી દેવામાં આવી.રાત થઈ ચૂકી હતી અને હવે જાનનો આવાનો સમય ચૂક્યો હતો માટે હું અને મારા બીજા ભાઈઓ રાહુલભાઇ ના ઘરે જઈ કપડાં પહેરી તૈયાર થઈને લગ્ન સ્થળે ઉપસ્થિત થઈ ગયા. તેજસને કામ વધારે હોવાથી એને તૈયાર થવાનો સમય નહોતો મળ્યો, માટે હું એને આવીને તૈયાર કરી રહ્યો હતો.તેજસ ને શેરવાની પહેરાવ્યા બાદ હું એને મોજડી પહેરવા માટે બીજા રૂમ માં લાવ્યો જ્યાં મોજડી મૂકી હતી. હું તેજસ ને મોજડી પહેરવી રહ્યો હતો ત્યાં કિન્નરી અને એની મમ્મી પણ હતા. મેં તેજસ ને મઝાક માં કહ્યું ' સાડી માં અમુક લોકો ...વધુ વાંચો

14

મૃગજળ. - ભાગ - ૧૪

આશરે એકાદ કલાક પછી કિન્નરી નો ફરી ફોન આવ્યો." હા બોલ, સ્ટેશન પર પહોંચી ગયા ?" મેં પૂછ્યું." હા ગઈ, બસ ટ્રેન આવે એટલી વાર," એણે કહ્યું." કઈ કહેવું હતું તમારે ?" મેં પૂછ્યું." હા કેમ ? તમને કઈ રીતે ખબર પડી?" એણે પૂછ્યું." તમારી વાત ઉપર થી મને લાગ્યું કે તમે મને કઈ કહેવા માંગો છો," મેં કહ્યું." કાલે લગ્ન માં હું અને દીપુ દીદી સાથે હતા. એમને મને કહ્યું કે તું અને નિખિલ બંને અલગ છો મતલબ કે તમારા બંન્ને નો નેચર અલગ છે માટે તમે બંને એકબીજા સાથે નહિ ભળો. માટે તમે બંને એકબીજા થી દુર ...વધુ વાંચો

15

મૃગજળ. - ભાગ - ૧૫

હમારી અધૂરી કહાની૧૨ જૂન ૨૦૧૫, ના રોજ સાંજે લગભગ ૫ વાગ્યે કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો." કેમ આજે એટલાં વાગ્યે ફોન કર્યો, એવું તો શું કામ આવ્યું ?" મેં ફોન ઉઠાવતાં ની સાથે કહ્યું."કેમ મારે કામ હોય ત્યારે જ ફોન કરવાનો ? આ તો હું અને મારી મેડમ " હમારી અધૂરી કહાની " ફિલ્મ જોવા ગયા હતા. એમાં ઇમરાન હાશ્મી ના કેરેક્ટર ને જોતા મને કોઈ ની યાદ આવી ગઈ એટલે મે તમને ફોન કર્યો," કિન્નરી ખુશી અનુભવતાં કહ્યું."તો જેની યાદ આવી હોય એણે ફોન કરવો જોઈએ ને, મને શું કામ ફોન કર્યો," મે કહ્યું."એ પણ સાચી વાત ...વધુ વાંચો

16

મૃગજળ. - ભાગ - ૧૬

નંબર ડિલીટહવે બની એમ રહ્યું હતું કે કિન્નરી મારા મેસેજ ને ઇગ્નોર કરી રહી હતી અને હું ક્યારેક એણે કરતો તો એ ફોન પણ ઉપાડતી ન હતી.મને ખબર પડી રહી ન હતી કે આ બધું થઈ શું રહ્યું છે બધું ધીરે ધીરે બદલાઈ કેમ રહ્યું છે. જે વ્યક્તિ મારી સાથે વાત કર્યા વગર ન રહી શકતું હોય એવું વ્યક્તિ આજે મારા ફોન અને મેસેજ ને અવગણી રહ્યું છે. હું મનમાં વિચારી રહ્યો હતો કે કિન્નરી ના મન માં કઈ તો છે જે મારા થી છૂપાવી રહી છે જે મને કહેવા નથી માંગતી. હું પણ જાણવા ચાહતો હતો કે કિન્નરી આમ ...વધુ વાંચો

17

મૃગજળ. - ભાગ - ૧૭

" હું તમને એક વસ્તુ બનાવી આપુ છું તમે એને માત્ર અડાવસો ને તો પણ એ વ્યક્તિ તમારા ઉપર થઈ જશે, પણ કામ ત્યાં પૂરું નહિ થાય તમારે એમને અહીંયા લાવવા પડશે જે થી હું મારી એ વસ્તુ નો પ્રભાવ હટાવી શકું નહિ તો તમારાં વસ્તાર ( બાળક ) થવામાં તકલીફ થશે, તમે સમજી રહ્યા છો ને હું શું કહેવા માંગુ છું ?" ભૂવાએ કહ્યું." હા હું તમારી વાત સમજી રહ્યો છું," મે કહ્યું.ભૂવાએ મને એક પડીકી આપી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એની મને સંપુર્ણ જાણકારી આપી દીધી. પડીકી લઈ હું અને તેજસ ત્યાં થી નીકળી ગયા.અમે ...વધુ વાંચો

18

મૃગજળ. - ભાગ - ૧૮

નીરો" તેજસ, મારું મગજ કામ નથી કરી રહી યાર. તું એમ કર મારા માટે નીરો લઈ આવ કદાચ એને પછી મારું દિમાગ કામ કરવાનું શરૂ કરે." મેં તેજસ ને કહ્યું.( નીરો - તાડ ના ઝાડ નો રસ )." ના ભાઈ, એને પીધા પછી તને નશો થઈ જાય છે. પછી તું કોઈના માન્યા માં નથી રહેતો. તું મારા માટે કોઈ સમસ્યા ઊભી કરશે એના કરતાં તું રહેવા દે." તેજસે કહ્યું." એવું કશું નહિ થાય, તને કહું છું એટલું કર ને મારા ભાઈ." મેં આજીજી કરતાં કહ્યું."જો જે ભાઈ કોઈ સીન ના ઊભો કરતો." તેજસે કહ્યું."હા ભાઈ હા, હું પીધાં પછી ...વધુ વાંચો

19

મૃગજળ. - ભાગ - ૧૯

લગ્ન લેવામાં આવ્યા અને લગ્નની વિધિ શરૂ કરવામાં આવી. ઘરના વડીલોએ નિર્ધારિત કર્યું કે દૂર થી આવેલા લોકો માટે બસ મોકલી આપવામાં આવે, બાકી રહેલા ઘરના ખાસ સભ્યો લગ્ન પત્યા બાદ જશે. મેં અને તેજસે પણ અત્યારે જતી બસમાં નીકળી જવાનું વિચાર્યું. અમે બંને બીજા જાનૈયાઓ સાથે બસ માં બેસી અંકલેશ્વર જવા માટે નીકળી ગયા. મોડી સાંજે અંકલેશ્વર પહોંચ્યા બાદ અમે બંને બાઇક લઈ મારા ઘરે ઝઘડિયા આવવા માટે નીકળ્યા. અમે બંને ઘરે પહોંચવાના જે હતા એટલામાં કિન્નરી નો મારા ઉપર ફોન આવ્યો અને મે ફોન ઉપાડ્યો. "ઘરે પહોંચી ગયા ?" કિન્નરી એ પૂછ્યું. " રસ્તામાં છું થોડી વારમાં ...વધુ વાંચો

20

મૃગજળ. - ભાગ - ૨૦ ( અંતિમ )

અંત ( ઓગસ્ટ, ૨૦૧૮ )મારી અને કિન્નરી ની વાતચીત નો લગભગ અંત જ આવી ચૂક્યો હતો. સાથે સાથે એમ કહી શકાય કે બંનેના સબંધ નો પણ અંત જ આવી ચૂક્યો હતો. મને હજી પણ વિશ્વાસ હતો કે બધું પહેલાં ની જેમ સારું થઈ જશે. મારા અંતર માંથી હંમેશા આવો અવાજ આવતો હતો. પણ મનેં ખબર ન હતી કે મારી બધી ધારણાઓ ખોટો પડવાની હતી. મારા ધોળાં દિવસે જોવાયેલા સપનાઓનો અંત આવવાનો હતો. મારા સપનાઓનો અંત લાવનારો ૨૦૧૭ નો ઑગસ્ટ મહિનો હતો.મને કિન્નરી સાથે વાત કરવાની ઘણી ઈચ્છા થતી પણ મારી ઈચ્છાઓને કામ ના બહાને દબાવી દેતો હતો. પણ એક ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો