સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા

(72)
  • 69.4k
  • 18
  • 28.8k

૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક સ્વરૂપે બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ લાખ લોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ. જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ પર આધારિત છે. ચક્રો વિષે સમજતાં પહેલાં ઓરા, કુંડલિની, નાડી વિષે થોડી પ્રાથિમિક સમજણ મેળવવી આવશ્યક છે. માટે તે મેળવ્યા બાદ અને ચક્રો શું છે તે સમજ્યા બાદ, આ સિરીઝના આગળનાં હપ્તાઓમાં એક પછી એક ચક્ર વિષે વિગતપૂર્વક સમજીશું તથા જે-તે ચક્ર સંતુલિત કઈ રીતે થાય તેના ઉપાયો પણ જાણીશું.

નવા એપિસોડ્સ : : Every Tuesday & Friday

1

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 1

પ્રાસ્તાવિક: ૫૪ હપ્તામાં 'વિજ્ઞાનની આંખે - અધ્યાત્મની પાંખે' શીર્ષક હેઠળ ચાલેલી આ સિરીઝ, જે સુધારા-વધારા સાથે ટૂંક સમયમાં પુસ્તક બહાર પડવા જઈ રહી છે તે 'વિસ્મય', 'સૃજન', તથા 'અધ્યાત્મ Limited 1૦ પોસ્ટ' નામક ડિજિટલ મેગેઝીનના માધ્યમથી આશરે ૬ લાખ લોકોની રીડરશિપ ધરાવતા વિવિધ ગ્રુપ્સમાં પહોંચી છે, ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. સિરીઝમાં આગામી હપ્તાઓમાં શું આવરી લેવાયું છે તે વિષે થોડું જાણીએ. જીવનનાં તમામ પાસાંઓ, છેક ગર્ભાધાનથી શરુ કરી મૃત્યુ સુધીના, યોગશાસ્ત્રમાં દર્શાવેલ ૭ મુખ્ય ચક્રોમાં સમાયેલ છે. જીવનની તમામ પરિસ્થિતિ, શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય, સામાજિક સંબંધો, ભાવનાત્મક સ્થિતિ, ખુશ રહી શકવાની ક્ષમતા - બધું જ ચક્રોની સ્થિતિ ...વધુ વાંચો

2

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 2

પ્રકરણ 2. કુંડલિની ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં પ્રથમ લેખમાં આભામંડળ (Aura) વિષે જાણ્યા બાદ 'કુંડલિની' વિષે થોડું ચર્ચા શરુ કરીએ તે પહેલાં એક સ્પષ્ટતા. ઘણા લોકો 'કુંડળી' અને 'કુંડલિની' બંને શબ્દોને સમાનાર્થી સમજે છે. ખરેખર તેમ નથી. જન્મસમયના ગ્રહો આધારિત જ્યોતિષશાસ્ત્ર મુજબ જે બને તે 'કુંડળી'. અહીં જેની વાત કરીએ છીએ તે છે ’કુંડલિની’. ઇંગ્લીશમાં તેને Serpentine Power શબ્દ વાપરવામાં આવે છે. તમામ પ્રાચીન સંસ્કૃતિઓમાં - પાનમાં 'કી', ચીનમાં 'ચી', ઇજિપ્તમાં 'આઈસીસ(Isis), અન્ય સંસ્કૃતિઓમાં કોઈ અન્ય નામે - કુંડલિની શક્તિનો ઉલ્લેખ છે જ. કુંડલિની એટલે શું? શરીરની મૂળભૂત પ્રાણશક્તિ ( Basic Life Force) એટલે કુંડલિની ...વધુ વાંચો

3

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 3

પ્રકરણ 3. નાડી ઓરા-કુંડલિની-નાડી અને ૭ ચક્રોની આ યાત્રામાં આભામંડળ (Aura) તથા કુંડલિની વિષે જાણ્યા બાદ 'નાડી' સમજીએ. લાગણીઓના ધસમસતા પૂરને સાથે જ લઈ આવે તેવા વિચારોનાં વમળમાં કોઈ વાર ફસાયા છો? તે વખતની સ્થિતિ યાદ આવે છે? ન આવે તો આજે તેવી સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરીએ. થોડી વાર માટે આંખ બંધ કરીએ, કોઈ એવો વિચાર મનમાં લાવીએ કે જે ભાવનાઓના ઘોડાપૂરમાં તાણી જાય - કોઈ પણ પ્રકારની ભાવના. આ સમયે ધ્યાનથી માનસિક નોંધ લઈએ કે શરીરમાં ઊર્જાનો પ્રવાહ કઈ રીતે ફરી રહ્યો છે, ક્યાં ફરી રહ્યો છે. આધુનિક વિજ્ઞાન નર્વસ સિસ્ટમની કોઈ થીઅરી સાથે આ વસ્તુની સમજણ ...વધુ વાંચો

4

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 4

પ્રકરણ 4 ચક્રો કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક સાધના જાણતાં કે અજાણતાં થતી ચક્રયાત્રા જ રેલ્વેમાં જયારે ઘણી બધી ગાડીઓની લાઇન્સ કોઈ એક સ્ટેશન પર મળે ત્યારે તેને જંક્શન કહીએ છીએ. તેમ ચક્રોને નાડીઓના જંક્શન સાથે સરખાવી શકાય. પ્રકરણ 3માં સમજ્યા તેમ ત્રણ મુખ્ય નાડીઓ અને અનેક ગૌણ નાડીઓ દ્વારા શરીરમાં ઊર્જાવહનની પ્રક્રિયા થાય છે. આ નાડીઓ અનેક જગ્યાએ એકબીજીને મળે છે, ક્રોસ કરે છે. આ એવાં ઊર્જા કેન્દ્ર છે જે સંપૂર્ણ ઊર્જાનું નિયમન કરે છે, શરીરના જૂદા-જૂદા ભાગ સુધી પહોંચાડે છે, ઇમ્યુન સિસ્ટમ પૂર્ણ રીતે તેમના પર આધારિત છે. વિવિધ ક્ષેત્રમાં સફળતા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ ...વધુ વાંચો

5

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 5

લેખાંક 5 આગામી યાત્રાની ઝલક ઓરા, કુંડલિની, નાડી, ચક્રો વિષે પ્રાથમિક સમજ મેળવ્યા બાદ હવે દરેક ચક્રને રીતે સમજવા વિષે આગળ વધી રહ્યા છીએ. ચક્રયાત્રા શરુ કરીએ તે પહેલાં એ જાણીએ કે હવેના દિવસોમાં કઈ રીતે આગળ વધવાના છીએ. આગામી પુસ્તકની એક ઝાંખી લઈએ. (પ્રકરણ 1) શરીરમાંથી વિદ્યુત તરંગો (Electromagnetic Waves) સતત વહેતા રહે છે, જેની તસ્વીર 'કિર્લિયન કેમેરા' નામે ઓળખાતા એક વિશિષ્ટ પ્રકારના કેમેરાથી લઈ શકાય છે. આ વિદ્યુત તરંગો દ્વારા જે શરીરની આભા બને છે તેને 'આભામંડળ' અથવા 'ઓરા(Aura) કહે છે. ઓરા વ્યક્તિની શારીરિક, માનસિક સ્થિતિ, અત્યારના અને ભવિષ્યમાં થનાર રોગની સંભાવના તેમ જ અન્ય ...વધુ વાંચો

6

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - 6

:::મૂલાધારચક્ર – ચક્ર વ્યવસ્થાનો આધારસ્તંભ::: કોઈ પણ પ્રકારની સાધના જાણતાં-અજાણતાં થતી ચક્રયાત્રા જ છે તે વાત થઈ. ચાલો હવે નીકળી પડીએ તે યાત્રા પર. શરૂઆત કરીએ મૂલાધારચક્રથી. ચક્રયાત્રાનું પહેલું સોપાન એટલે મૂલાધારચક્ર. ::વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર:: સૌથી નીચેનું, પાયાનું ચક્ર છે 'મૂલાધારચક્ર'. Root Chakra અથવા Base Chakra પણ કહેવામાં આવે છે. જ્યાં સ્થૂળ શરીરમાં બે પગ જોડાય છે તે ભાગ, ગુદાદ્વાર અને જનનેન્દ્રિયની વચ્ચેનો ભાગ (જ્યાંથી ભીમે જરાસંઘના બે ફાડીયાં કરેલાં તે), જેને સીવની, અંગ્રેજીમાં Perineum કહે છે તે ભાગમાં (પ્રાણશરીરમાં) મૂલાધારચક્રનું સ્થાન છે. આ પહેલાં આપણે જે જોઈ ગયાં તે નાડીઓ પણ અહીંથી જ ...વધુ વાંચો

7

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - (Article 7)

લેખાંક ૭ :: સંતુલનના ઉપાયો - મૂલાધાર મજબૂત, પાયો મજબૂત લેખાંક ૬માં મૂલાધારચક્ર વિષે સમજણ મેળવી. અસંતુલનની અસરો મહત્ત્વનું એ છે કે સંતુલિત કેમ કરવું. ચાલો એ જોઈએ. સંતુલન માટે અનેક ઉપાયો છે, ક્રમાનુસાર બધા જાણીશું. અમુક તો અત્યંત સરળ છે - જો નિયમિત રીતે કરી શકીએ તો. ક્રોમોથેરાપી (કલર થેરાપી) લોહી બધાનું એક જ રંગનું છે. લોહીનો રંગ તે આ ચક્રનો રંગ. રાજેશ ખન્ના 'પ્રેમનગર'માં ભલે ગાય - "યે લાલ રંગ કબ મુજે છોડેગા", ખરેખર છોડાય નહિ . આ તો શુભ રંગ છે. કપાળમાં લાલ ચાંદલો તેની સાબિતી. અનેક ફાયદા છે લાલ રંગના. મનુષ્યની આંખ જોઈ શકે ...વધુ વાંચો

8

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - લેખાંક 8

મૂલાધારચક્ર સંતુલનના ઉપાયો (ગતાંકથી ચાલુ) મૂલાધારચક્ર સંતુલન માટેના વિવિધ ઉપાયોની ચર્ચા દરમ્યાન લેખાંક ૭માં ક્રોમોથેરાપી (કલર થેરાપી), યોગાસન, મુદ્રા, સાઉન્ડ થેરાપી, મંત્ર, અરોમા થેરાપી અને ક્રિસ્ટલ/ રત્ન / સ્ટોન થેરાપી વિશે ચર્ચા કરી. હવે અન્ય ઉપાયો પણ જોઈએ. એફર્મેશન્સ અર્ધજાગૃત મનમાં ઘર કરી ગયેલી બાધક (Limiting) માન્યતાઓ દૂર કરવા માટે આ એક બહુ સારી પદ્ધતિ છે. નીચે મુજબનાં વાક્યો નિયમિત રીતે બોલી મગજમાં ઉતારવાથી ધીરે-ધીરે માન્યતાઓનું સ્વરૂપ બદલાશે, મૂલાધારચક્ર પર હકારાત્મક અસર ઊભી કરશે. આ વાક્યો નજર સમક્ષ રહે તેમ કોઈ જગ્યાએ લખી પણ શકાય, જેથી વારેઘડીએ તેના પર નજર પડે. 1. હું સુરક્ષિત છું. 2 . મારા ...વધુ વાંચો

9

સમગ્ર જીંદગી - ૭ ચક્રોમાં સમાવિષ્ટ યાત્રા - લેખાંક 9

સ્વાધિષ્ઠાનચક્ર ચક્રયાત્રાને આગળ ધપાવીએ. આ પહેલાંનાં ૮ હપ્તામાં ઑરા, કુંડલિની, નાડી, ચક્રો વિશે પ્રાથમિક ખ્યાલ, મૂલાધારચક્ર વિશે વિગતે અને તેને સંતુલિત કરવાની અનેક પદ્ધતિઓ જાણી. આ એવું ચક્ર છે જેની અંતર્ગત આવતાં અવયવોને મનુષ્યની ઉત્પત્તિ માટેનું કાર્ય સોંપવામાં આવ્યું છે. (આ માહિતીનો Source: ચક્રસંહિતા પુસ્તક પ્રકરણ ૫) વૈકલ્પિક નામ, શરીરમાં સ્થાન, રંગ, તત્ત્વ, બીજ મંત્ર મૂલાધારથી તરત ઉપરનું ચક્ર એટલે સ્વાધિષ્ઠાનચક્ર - Sacral Plexus. જાતીય અવયવોથી થોડા જ સેન્ટિમીટર ઉપર, પેડુ એટલે કે Pelvis પાસે તેનું સ્થાન છે. 'Sex Chakra' તરીકે પણ ઓળખાય છે. બાળપણ યાદ કરીએ: નારંગી રંગની નાની-નાની પીપર આવતી, બહુ ગમતી, યાદ છે? રંગ પણ બહુ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો