રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી પ્રખ્યાત થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. રોડ પર થતી વાર્ષિક ઉજવણી. માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના વ્યંજનો આરોગવામાં મસ્ત હતી. નાનાં ભૂલકાઓ તેમજ તરૂણ-તરૂણીઓ વાજિંત્રનો ઉપયોગ કરીને વિચિત્ર ધ્વનિનો રણકાર કરી રહ્યા હતા.
Full Novel
રેડ અમદાવાદ - 1
૨૦૧૯, ડિસેમ્બર ૩૧, અમદાવાદ રાતના ૧૧:૦૦ કલાકે, અમદાવાદના સી.જી. રોડ નામથી થયેલા વિસ્તારમાં જનમેદની અંગ્રેજી નૂતન વર્ષની વધામણી અર્થે એકઠી થયેલી. પ્રત્યેક વર્ષે પુનરાવર્તીત થતી ઘટનાઓમાંની એક ઘટના એટલે સી.જી. રોડ પર થતી વાર્ષિક ઉજવણી. માર્ગ પર નવયુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. ૦૧ જાન્યુઆરી, ૨૦૨૦ની પ્રતીક્ષામાં નવયુવાનો દ્વારા ઉત્પન્ન થઇ રહેલા કોલાહલની તીવ્રતામાં વધારો થઇ રહેલો. ચાલવા પૂરતી જગા પણ છોડવામાં આવી નહોતી. એક એક ક્ષણ ભરપૂર જુસ્સા અને હર્ષોલ્લાસની લાગણી સાથે વહી રહી હતી. માર્ગ પર ફૂગ્ગાથી માંડીને વિચિત્ર પ્રકારના અવાજ ઉત્પન્ન કરતા વાજિંત્રો વેચનારાઓ નજરે પડી રહેલા. નાસ્તાની હાટડીઓની રમજટ જામેલી. પ્રજા વિવિધ પ્રકારના ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 2
૨૦૨૦, જાન્યુઆરી ૧, અમદાવાદ, પ્રભાતના ૦૫:૦૦ કલાકે, અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નામના બહુમાળી ભવનના ચોથા માળે, મકાન ક્રમ ૪૦૨ના શયનકક્ષમાં મોબાઇલનો રણકાર સંભળાઇ રહ્યો હતો. પહેલી રણકારની કોઇ અસર દેખાઇ નહિ. ૩૧ ડિસેમ્બરની ઉજવણીના બંદોબસ્તની કામગીરીના થાકના કારણે સોનલ આરામ કરી રહેલી. બીજી વખત ફરીથી મોબાઇલ રણક્યો. પલંગમાં તેણે હાથ ફેરવીને મોબાઇલ શોધવાનો પ્રયત્ન કર્યો. ફોન હાથ લાગ્યો નહિ અને રણકાર અટકી ગયો. ૩૫ વર્ષની સોનલ માધુ પલંગમાં વિકર્ણની જેમ ત્રાંસી સૂતેલી. તેણે શ્યામ ટી-શર્ટ અને ગ્રે સ્કર્ટ ધારણ કરેલું હતું. ડાબો પગ વાળેલો અને પાની જમણા પગના ઘૂંટણને સ્પર્શેલી હતી. ઊંધા માથે સૂતેલી તેણે માથા પર ઓશીકું ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 3
૨૦૨૦, જાન્યુઆરી ૧, બપોરે ૦૨:૪૦ કલાકે ‘અંદર આવી શકું છું? મેડમ...!’, પરવાનગી માંગતો અવાજ સોનલના કાને પડ્યો. સોનલે ઇશારા માત્રથી પરવાનગી આપી. સોનલ અને મેઘાવી સી.જી.રોડના પોલીસ સ્ટેશનમાં સોનલના કાર્યાલયમાં પટેલની હત્યાના કેસ બાબતે ચર્ચા કરી રહેલા. વિશાલે તેમની ચર્ચામાં ખલેલ પહોંચાડેલી. ‘મેડમ... શ્રીમાન પટેલના ઘર તરફથી સી.જી.રોડ પર ખુલતાં માર્ગમાં એક આઇસ્ક્રીમની દુકાનના સીસીટીવીના વિડીયોમાં એક યુગલ કઢંગી હાલતમાં ભાગતું દેખાઇ રહ્યું છે.’, વિશાલે તેની પેન-ડ્રાઇવ સોનલના ટેબલ પર તેની જમણી તરફના ખૂણા પર ગોઠવેલા કોમ્પ્યુટરમાં લગાવી. સોનલ અને મેઘાવી એ સંપૂર્ણ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો. યુગલમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 4
૨૦૨૦, જાન્યુઆરી ૫, બપોરે ૧૨:૩૦ કલાકે ‘પેલી છોકરીની ભાળ મળી ગઇ રમીલાએ સોનલના કાર્યાલયનો દરવાજો ઉઘાડ્યો. સોનલ કાર્યાલયમાં મેઘાવી સાથી ચર્ચામાં હતી. બન્નેના હાથમાં ચાનો પ્યાલો હતો અને મેઘાવી પ્લેટમાંથી કકરી વેફર ઉપાડવા જઇ રહી હતી. રમીલાના અવાજે ચર્ચાને થોભાવી નાંખી. ‘સરસ...!’ સોનલે તુરત જ ઇશારાથી રમીલાને અંદર બોલાવી. ‘આવ.’, રમીલા કાર્યાલયમાં પ્રવેશી અને તેની પાછળ જ જસવંત પ્રવેશ્યો. ‘હા, જસવંત...! રમીલાનું છુપું પત્તું... અને તપાસ કરવાના સમયે, દરેક પ્રશ્નોનો જવાબ...’, મેઘાવીએ જસવંત સામે જોયું અને મલકાઇ. ‘અરે...મેડમ..! એવું કંઇ નથી.’, જસવંતે સોનલની તરફ જોયું અને જમણા હાથમાં રહેલાં કાળા રંગના પાકીટને બાવળા ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 5
૨૦૨૦, જાન્યુઆરી ૬, સવારે ૦૮:૧૫ કલાકે સુભાષબ્રીજ પાસેના રીવરફ્રન્ટ ગાર્ડનની પગદંડી સફેદ કેનવાસના શુઝે ધીમી દોટ મૂકેલી. જોગીંગ. ગાર્ડનમાં પ્રવેશતાં જ ડાબી તરફની પગદંડી, થોડી આગળ લોટસ પોન્ડ, ઓપન એર થીએટર... પગ અશ્વની માફક ઝડપ મેળવી રહેલા. શ્યામ ટ્રેક અને ગ્રે ટી-શર્ટમાં કસાયેલું તન ધરાવતો વ્યક્તિ. તેજ ઝીણી આંખો, ટૂંકા વાળ, તીણી ધારદાર હોઠથી નીચેની તરફ નમતી આછી મુછો, સાથે કમરમાં શ્વેત નરમ રૂમાલ લટકાવેલો હતો. પરસેવો કપાળને ચમકાવી રહ્યો હતો. ગરદન પરથી નીતરતી ખારી નદીઓ ટી-શર્ટને વધુ પલાળી રહેલી. જેના કારણે જાન્યુઆરીની ઠંડીમાં પણ ટી-શર્ટ ભીની હતી. ‘ચિરાગ...! અરે ભાઇ ધીરે દોડ...’, વ્યક્તિની પીઠ તરફથી જયે ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 6
૨૦૨૦, જાન્યુઆરી ૭, બપોરે ૧૨:૧૫ કલાકે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વિસ્તારમાં દાખલ જમણી તરફ આવેલ બેંકથી કોર્ટ રૂમ નંબર ૧ તરફ જતા માર્ગ પર શ્યામ ડગલામાં સજ્જ, માથા પર રતીભાર વજન આવે તેટલા વાળ, ઝીણી ધારદાર આંખો અને આંખો પર ચડાવેલ ચશ્મા, ડાબો હાથ પેંટના ખીસ્સામાં, તીવ્ર ગતિમાં ચાલતા મજબૂત પગ, જમણા હાથમાં રાખેલ કાનને સ્પર્શતો મોબાઇલ ફોન, અસીલ સાથે વાત ચાલી રહી હતી. કોર્ટ નંબર ૧માં દાખલ થઇ રહેલ, શ્યામ ડગલામાં સજ્જ, વ્યક્તિ ઇંદ્રવદન ભટ્ટ હતો. વરિષ્ઠ વકીલ. પ્રવર વકીલ. ભટ્ટને કાયદામાં તેની કારકિર્દી બનાવ્યાને આશરે ત્રીસેક વર્ષ થયેલા. હાઇકોર્ટમાં કદાચ જ કોઇ એવો કેસ હતો જે તેણે ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 7
બોપલથી ભાડજ સુધીનો રીંગ રોડ આશરે ૨૦ મિનિટનો કાળ ગળી જતો. આ સમયમાં સોનલ વિચારે ચડી. આખરે ભટ્ટ ક્યાં શું થયું હશે? શું આ કોઇ હત્યાઓની હારમાળા સર્જાઇ રહી છે? કોણ છે આની પાછળ? વિચારોની બંદ દિવાલોને બિપીને અચાનક મારેલી બ્રેકના ઝટકાએ તોડી. સોનલ વાસ્તવિકતામાં પાછી ફરી. બિપીને બ્રેક મારી તે જગા સાયન્સ સીટી સર્કલ હતી. ત્યાંથી તેમણે ભાડજ તરફ જવા ડાબો હાથ પકડવાનો હતો. મેઘાવીની ગાડીને સોનલે તેમનાથી થોડી જ આગળ જતા નિહાળી. સોનલે બિપીનને તેમની પાછળ જ રહેવા જણાવ્યું. એટલામાં જ સોનલનો ફોન રણક્યો. ‘મેડમ...! પોલીસ કંટ્રોલ તરફથી જાણવા મળ્યું છે કે ભાડજ હરેકૃષ્ણ મંદિર ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 8
સોનલ બિપીન સાથે ભટ્ટની હત્યા સ્થળેથી પોલીસ સ્ટેશન માટે રવાના થઇ. ચિરાગને તેણે સાથે આવવા સૂચવ્યું હતું. ચિરાગ પણ વિષે પોલીસ પાસે રહેલી માહિતી જાણવા માંગતો હતો, આથી સોનલના કહેતાની સાથે જ તેની સાથે સ્ટેશન જવા તૈયાર થઇ ગયેલો. સોનલ પાછળની સીટ પર અને ચિરાગ બિપીનની બાજુમાં જ આગળની સીટ પર બિરાજેલો. સુમો ભાડજ તરફના માર્ગ પર ગતિમાં હતી. ચિરાગ મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓના ટેરવા પછાડી રહેલો. સોનલ બારીમાંથી બહારની તરફ નજર નાંખી રહેલી. આંખો ખુલ્લી હતી, પરંતુ મન વિચારોમાં રમી રહેલું. મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટના કેસ વચ્ચેની કોઇ સમાન દોરી પકડવા પ્રયત્ન કરી રહેલું. બંને કેસની ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 9
૨૦૧૭ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, સાત સફળ સમિટનું આયોજન કર્યા પછી, ગુજરાત સરકારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ૧૦ થી ૧૩ જાન્યુઆરી ૨૦૧૭ દરમ્યાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું આયોજન કરેલ હતું. ગુજરાત લાંબા ગાળાની વૃદ્ધિ અને સર્વાંગી વિકાસની દિશામાં આગળ વધી રહ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આઠમી આવૃત્તિનું કેન્દ્રિય ધ્યાન "ટકાઉ આર્થિક અને સામાજિક વિકાસ" હતું. સમિટમાં વિકાસના કારણને આગળ વધારવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના રાજ્યો અને સરકારના વડાઓ, પ્રધાનો, કોર્પોરેટ વર્લ્ડના માંધાતાઓ, વરિષ્ઠ નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 10
૨૦૨૦, જાન્યુઆરી ૯, રાતના ૦૮:૦૦ કલાકે સોનલ મેઘાવી ઝેવિયર્સ કોર્નરથી, વિજય છ રસ્તા તરફ જતા માર્ગમાં સ્થિત યાંકી’સ સીઝલર્સ રેસ્ટોરન્ટમાં તેમના પસંદીદા ઓર્ડર ચાઇનીઝ સીઝલર્સની પ્રતીક્ષામાં હતા. રેસ્ટોરન્ટમાં દાખલ થતા જ જમણી તરફ ચાર વ્યક્તિઓ સમાવી શકે તેવા ત્રણ ટેબલ ગોઠવેલા હતા. તેને અડોઅડ માછલીઘર અને તેની બીજી તરફ બીજા ત્રણ ટેબલ. સોનલ અને મેઘાવી બીજી તરફના પહેલા ટેબલ પર બિરાજમાન હતા. ત્રીજા ટેબલ તરફથી સેવકો સીઝલર્સની પ્લેટ લઇને આવતા. ફ્રાય રાઇસ, મન્ચુરીયન, નુડલ્સ અને ફ્રેંચ ફ્રાઇસથી સુશોભિત પ્લેટ, તેમજ તેના પરથી નીકળતી વરાળ સાથે ફણફણતો અવાજ વાતાવરણને થોડી વાર માટે ઉષ્માથી ભરી નાંખતો. પરંતુ પ્લેટ તેમની તરફ ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 11
૨૦૧૭ સી.જી. રોડથી ઝેવિયર્સ કોર્નર જતા માર્ગમાં સ્થિત મનહર પટેલના બંગલામાં પટેલ અને ભટ્ટ ડ્રોઇંગ રૂમમાં ચર્ચા કરી રહ્યા હતા. પટેલ તેની આદત મુજબ સફેદ સુતરાઉ લેંઘા-ઝભ્ભામાં લાકડાની બનેલ આરામ ખુરશી પર હાથમાં ચાના કપ સાથે બેઠેલો હતો. સામે ૬૫ ઇંચના ટીવી પર સમાચાર ચાલી રહેલા. ભટ્ટ ખુરશીની પાસેના સોફા પર બિરાજેલ હતો. સમીરાબેન ભટ્ટ માટે પણ પહોળો લંબગોળાકાર, ચમકતો કાચ ધરાવતી ટીપોઇ પર ચા પીરસી ગયા હતા. ટીપોઇ પર સમાચારપત્ર અને વ્યવસાયિક સામાયિકપત્ર પણ પડેલું હતું. જેમાં પટેલ અને ભટ્ટનો ફોટો મુખપત્ર પર છપાયેલો. પટેલે થોડી વાર પહેલાં જ સમાચારપત્ર વાંચીને મૂક્યું હોય તેમ તેની ગડી ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 12
૨૦૨૦, જાન્યુઆરી ૧૦, બપોરના ૦૨:૦૦ કલાકે ‘મેડમ...! શોધી કાઢ્યું....’, જસવંત ઊંચા સાથે સોનલના કાર્યાલયમાં દાખલ થયો. સાથે રમીલા પણ હતી. સોનલ વિશાલની પાસેની ખુરશી પર બિરાજેલી હતી. વિશાલ મોનીટરની સ્ક્રીન પર આંગળી ફેરવી સોનલને કોઇ માહિતી સમજાવી રહ્યો હતો. સોનલ ખૂબ જ ધ્યાનપૂર્વક વિશાલની વાત સાંભળી રહી હતી, અને તે કાર્યમાં જસવંતના અવાજે ખલેલ પહોંચાડી. ‘હા....બોલો... જસવંત. શું સમચાર લાવ્યા છો?’, મેઘાવી જસવંતની પાછળ જ કાર્યાલયમાં દાખલ થઇ. ‘પેલું... સિંહનું માસ્ક, શોધી કાઢ્યું. ક્યાંથી ખરીદવામાં આવે છે, તે શોધી કાઢ્યું.’, રમીલાએ સોનલની સામે જોયું અને તેણે, તેમજ જસવંતે પૂર્ણ કરેલ તપાસ વિષે જણાવવાની શરૂઆત કરી. ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 13
૨૦૧૭ ગુજરાત યુનિવર્સિટી સ્કુલ ઓફ સાયન્સમાં રસાયણ ભોંયતળીયે આવેલી પ્રયોગશાળામાં હાર્દિક તેના પીએચ.ડી.ને લગતા સંશોધનમાં વ્યસ્ત હતો. ડાબા હાથમાં સંશોધનને લગતા અવલોકન નોંધવા માટે પેન હતી. નોંધપોથી લાકડાના બનેલા મેજ પર મૂકેલી હતી. જે પાના પર નોંધ કરવાની હતી તે પાનું ખુલ્લું રાખવા અને પોથી બંદ ન થઇ જાય તે માટે પાના પર મોબાઇલ મૂકેલો. જમણા હાથમાં કસનળી અને તેમાં રહેલા દ્રાવણને મિશ્ર કરવા વારંવાર તે કસનળીને હલાવતો રહેતો. ગાઇડ દ્વારા તેને સંશોધન માટે પસંદ કરેલા વિષય વિષે સામાન્ય પાયાની જાણકારી માટે સોંપવામાં આવેલ પ્રયોગ પર તેનું સંપૂર્ણ ધ્યાન હતું. ફોન રણક્યો. હાર્દિકે કસનળીને ટેબલ પર ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 14
૨૦૨૦, જાન્યુઆરી ૧૧, સાંજના ૦૬:૩૦ કલાકે સી.જી. રોડ પોલીસ સ્ટેશને, મેઘાવી વિશાલ ૧૨ જાન્યુઆરી માટે તૈયારીમાં હતા. વિશાલે વાયરલેસ દ્વારા એકબીજા સાથે જોડાઇ શકે તેવી ગોઠવણ કરી દીધી હતી. દરેક કર્મીઓએ તેમના કાનમાં એક પ્લગ લગાવવાનો હતો. જે પ્લગ બ્લુટૂથ દ્વારા ફોન સાથે અને ફોન દ્વારા એકબીજા સાથે જોડાયેલ રહેવાનું હતું. મેઘાવી તેમની સાથે જે કર્મીઓ આવવાના હતા, તેમને સમજાવવામાં વ્યસ્ત હતી. જસવંતે પણ ત્યાં હાજર રહેવા બાબતે સોનલની મંજૂરી મેળવી લીધેલી. સોનલ તેના કાર્યાલયમાં ટેબલ પર બે હાથના ટેકે માથું ઝુકાવી બેઠેલી હતી. ‘કાલે...’, મેઘાવીના દાખલ થવાને કારણે સોનલે માથું ઉંચક્યું. આંખો એકદમ લાલ બની ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 15
‘તું...! તો તું છે... હત્યારો...!’, સોનલે રવિનો હાથ કસીને પકડ્યો. ‘ના...ના...! તો અહીં ચોપડી ખરીદવા આવ્યો છું. રવિવારી તો હું અવારનવાર આવું છું. એમાં નવું કંઇ જ નથી.’, રવિએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો. ‘તું ડાબોડી છે?’, મેઘાવીએ રવિની આંખોમાં આંખો પરોવી. ‘ના... આ તો આ ચોપડી આ તરફ હતી, તો મેં ડાબા હાથનો ઉપયોગ કર્યો... બસ...’, રવિએ ચોપડીની જગા હાથના કિનાયથી દર્શાવી. ‘ઓહ...! તો આપણે જેને શોધીએ છીએ, તે આ નથી... અને…’, જયે માથા પર હાથ મૂક્યો. ‘અને આના લીધે, તે વ્યક્તિને આપણી યોજના ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 16
૨૦૨૦, જાન્યુઆરી ૧૩, સવારના ૧૦:૩૦ કલાકે, પોલીસ સ્ટેશનમાં ‘કોઇ જાણ નથી.’, સોનલના ટેબલ પર તે દિવસનું છાપું મૂક્યું. આગળના દિવસે સાબરમતીમાં ખાબકેલ તે વ્યક્તિ, જેનો ના તો ચહેરો જોવા મળ્યો હતો, ના તો તેને પકડી શક્યા હતા. સોનલની ટુકડી હાથમાં આવેલ તક ગુમાવી ચૂકી હતી. સોનલનું નિશાન ધારેલ પરિણામ મેળવી ચૂક્યું નહોતું. તરવૈયાઓને પણ કોઇ સફળતા મળી નહોતી. તે વ્યક્તિને લગતી કોઇ જાણકારી મેળવી શકવામાં અસમર્થ હતા અને તે જ વાત મેઘાવી સવાર સવારમાં સોનલને જણાવી. ‘તો શું આપણે તેને પકડી નહી શકીએ?’, વિશાલ કોમ્પ્યુટર પાસે બેસીને આગળના દિનના ડ્રોન દ્વારા કેદ કરેલ રેકોર્ડીંગ જોઇ રહેલો. ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 17
૨૦૧૭ ‘તમે મેં કહ્યું એટલું સાચવી લેજો.’, મનહર પટેલે તેના સાથીદારોને મનહર પટેલે હાર્દિકને મળવા બોલાવ્યો હતો. સાંજના ૦૬:૩૦ કલાકે. પટેલ અને તેના ત્રણ સાથીદારો, તેના ઘરના દિવાનખંડમાં હાર્દિકની પ્રતીક્ષામાં હતા. ચારેય જણા રાજસ્થાન સ્થિત આર્કીઓલોજીને લગતી શૈક્ષણિક સંસ્થા દ્વારા પાઠવેલ પ્રત્યુત્તર વિષે ચર્ચા કરી રહેલા. ડોરબેલ રણકી. ‘હું... જોઉ છું...’, સમીરા મુખ્યદ્વાર તરફ ગઇ. ‘જી... હું હાર્દિક...હાર્દિક મિસ્ત્રી...! પટેલ સાહેબે મળવા બોલાવ્યો છે...’, સમીરાના દરવાજો ખોલતાંની સાથે જ હાર્દિકે ઓળખાણ આપી. ‘અંદર આવો...ભાઇ...!’, સમીરાએ હાર્દિકને આમત્રંણ આપ્યું. હાર્દિક દિવાનખંડમાં દાખલ થયો. તેની નજર સમક્ષ સોફા પર બે વ્યક્તિઓ અને તેની પાસે જ ગોઠવેલ બે ખુરશીઓ પર અન્ય ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 18
૨૦૨૦, જાન્યુઆરી ૧૫, સવારના ૦૭:૦૦ કલાકે સુજલામ ફ્લેટમાં સોનલનો ફોન રણકી રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો. સોનલને જાન્યુઆરીની રાતે થયેલ હત્યા વિષે જણાવવામાં આવ્યું. સોનલ તુરત જ તેની ટુકડીને જણાવી, હત્યાના સ્થળ પર જવા નીકળી. એકદમ ઢીલા ટ્રેક અને ટી-શર્ટમાં સોનલ હાજા પટેલની પોળના નાકા પર બિપીન સાથે પહોંચી. હવાલદારે સુમોનો દરવાજો ખોલ્યો અને સોનલને દિશાસંચાર કર્યો. સોનલ હત્યા થઇ હતી તે ઘરના દરવાજાની સામે ઊભી હતી. દરવાજાની જમણી તરફ “વિજય બારોટ” લખેલું હતું. એટલામાં જ મેઘાવી અને ચિરાગ પણ આવી પહોંચ્યા. ‘લાગે છે, અમદાવાદના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની પાછળ કોઇ હાથ થોઇને પડ્યું છે...’, મેઘાવીએ નામ લખેલ તક્તિ ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 19
૨૦૨૦, જાન્યુઆરી ૧૬, સવારના ૦૯:૦૦ કલાકે સોનલને મળેલ કાગળના શબ્દો “સેવા, સુરક્ષા, શાંતિ” મગજની ગલીઓમાં રચાતા મેળામાં ચકડોળે ચડ્યા વિચારો તાકતવર દરિયાના મોજાંની માફક અથડાઇ રહ્યા હતા. સોનલ જાણતી હતી કે “સેવા, સુરક્ષા, શાંતિ” એ ગુજરાત પોલીસનું સૂત્ર હતું, અને એનો સીધો ઇશારો એવો હતો કે ચોથી વ્યક્તિ જેની હત્યા થવાની હતી, તે પોલીસ સાથે જોડાયેલી હતી અથવા પોતે પોલીસ હતી. આથી જ સોનલના મનમાં તોફાન ચાલી રહ્યું હતું. આ તોફાનને ધીમું પાડ્યું, સોનલના ફ્લેટના ડોરબેલે. રણકાર ચાલુ જ હતો. સોનલે દ્વાર ઉઘાડ્યા, ‘હવે સ્વીચ છોડ.’ ‘શું વિચારતી હતી? ક્યારની બેલ મારી રહી છું.’, મેઘાવી ધડ દઇને સોફા પર ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 20
સોનલની નજર વિશાલે આપેલ માહિતીના જે નામ પર અટકેલ હતી, તે બાબત માટે તે જ સમયે ચિરાગનો ફોન આવ્યો. જણાવ્યું કે તેઓ માહિતીનો અભ્યાસ કરતા એક નામ સુધી પહોંચ્યા છે અને તે નામ હતું “રોહન”. રોહન નામે બધાને વિચારતા કરી દીધા. એવું નામ જે અમદાવાદમાં હતું જ નહિ. વિદેશમાં જ રહેતો રોહન, અને તેનો ફોન નંબર માહિતીની ખાણમાંથી મળ્યો હતો. સોનલે મેઘાવીને સમીરાને મળી રોહનના ભૂતકાળની તપાસ માટે જણાવ્યું. મેઘાવી બિપીન સાથે સમીરાના ઘરે જવા નીકળી. બીજી તરફ સોનલે ચિરાગને મળવા માટે બોલાવ્યો. તે ચિરાગ સાથે બેસી ચોથા વ્યક્તિ વિષે આગળ તપાસ ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 21
૨૦૧૭ હાર્દિક પટેલને મળવા તેમના ઘરે આવ્યો હતો. લાંબી પછી પણ હાર્દિક, પટેલ અને તેના સાથીઓની વાત માનવા તૈયાર નહોતો. આથી પટેલ ગુસ્સામાં સોફા પરથી ઉઠી, ટીવીની પાસે ખૂણામાં રાખેલ ટેબલ પાસે ગયો. ખાનામાંથી પિસ્તોલ કાઢી અને હાર્દિક તરફ તાકી, ‘સામ અને દામ, તું માનતો નથી. તો હવે ત્રીજો રસ્તો, દંડ ભોગવવા તૈયાર થઇ જા.’, પટેલે સાયલેન્સર લગાડ્યું અને ટ્રીગર દબાવ્યું. ગોળી છુટી. પટેલના દિવાનખંડમાં અજબની શાંતિનું આવરણ પથરાઇ ગયું. ભટ્ટ અને રાજપૂત પણ એકતરફ ચૂપચાપ ઊભા હતા. પટેલના હાથને બારોટે પકડીને ઉપરની તરફ કરી ગોળીની દિશા બદલી હતી. શાંત ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 22
સોનલ અને મેઘાવી સમીરા પાસેથી ૨૦૧૭ની માહિતી મેળવવામાં સફળ રહ્યા હતા. આખરે તેઓની પાસે હત્યાઓ પાછળના ઉદ્દેશ માટે એક આધાર હતો. સોનલના કિનાય સાથે જ રમીલા સમીરાનો હાથ પકડીને, તેને રૂમની બહાર લઇ ગઇ. મેઘાવીએ સમીરાના બોલેલા પ્રત્યેક શબ્દને રેકર્ડ કરી લીધેલા. ચિરાગને પણ સંપૂર્ણ માહિતી પહોંચાડવાઆં આવી. જેના આધારે ચિરાગે, જય સાથે સમીરાની મુલાકાત કરી રહેલા વ્યક્તિ વિષે તપાસ અર્થે ચર્ચા કરી. વળી, વિલેજ રેસ્ટોરન્ટના સીસીટીવી રેકોર્ડીંગ માટે પણ તપાસ અર્થે જણાવ્યું. સોનલને કમિશ્નર સાહેબનું તેડું આવ્યું હતું. કમિશ્નર કચેરી, શાહીબાગમાં અત્યંત અગત્યની અને ખાનગી મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 23
રવિનું મૌનવ્રત તૂટતાની સાથે જ સોનલની ટુકડી સામે તે વ્યક્તિની એક ઓળખાણ હતી. તે હતો ડ્રાઇવર કુલવંતનો ભાઇ. વધારે માટે રવિને કાર્યાલયના બીજા કક્ષમાં લઇ જવામાં આવેલો. ચિરાગ તેની પૃછા કરી રહેલો. ચિરાગની સખતાઇને કારણે રવિ પાસેથી ઘણું બધું જાણવા મળેલું. રવિ તેને જે બ્રાઉન કવર આપતો હતો, તેમાં ઘણા ખરા પૈસા રહેતા હતા. તે કવર સમીરા રવિને આપતી હતી. હવે તેનું તે વ્યક્તિ શું કરતો? તે રવિને ખબર નહોતી. વળી, સમીરા કેમ કવર આપતી હતી? તે પણ રવિ જાણતો નહોતો, ના તો તેણે કોઇ દિવસ જાણવાની તસ્દી લીધી. તે ફક્ત તેની માતાના ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 24
૨૦૨૦, ૨૧ જાન્યુઆરી, સવારના ૧૦:૪૫ કલાકે સોનલ, મેઘાવી અને સમીરાના ઘરે આવ્યા હતા. જય અને વિશાલ તો પહેલેથી જ હાજર હતા. સોનલે તે જ જગા પર સ્થાન ગ્રહણ કર્યું જ્યાં મનહર બિરાજતો હતો. તેની બરોબર સામે સમીરા બેઠેલી. મેઘાવી અને ચિરાગે પણ સ્થાન ગ્રહણ કર્યું. જય અને વિશાલ સમીરાની પાછળ ઊભેલા. રવિને સોનલની બાજુમાં બેસાડ્યો હતો. સોનલે પોલીસની ટોપી ટિપોઇ પર મૂકી, અને મલકાઇ. સમીરા સોનલના વર્તનથી અચંબિત હતી. મેઘાવી અને ચિરાગ પણ ઝરાક મલકાયા. ‘તો... સમીરાબેન... તમારા તે છુપા વ્યક્તિનો પત્તો મળી ગયો છે.’, સોનલે સમીરાની આંખોમાં ...વધુ વાંચો
રેડ અમદાવાદ - 25 - સમાપ્ત
૨૦૨૦, ૨૭ ડિસેમ્બર, સવારના ૦૯:૩૦ કલાકે ૨૧ જાન્યુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન સોનલ અને તેની ટુકડી, તેમજ રેડ સંસ્થાએ ભાવિન, દિપલ, રોહન અને કુલવંતના મૃતદેહ જમીનની અંદર જ્યાં દટાયેલા હતા ત્યાંથી શોધી કાઢ્યા હતા. ડીએનએ પૃથ્થકરણથી પ્રત્યેકના મૃતદેહની ખરાઇ પણ કરવામાં આવેલી. સમીરા, રવિ અને દિપલની માતાના વૃતાંતને આધારે સોનલ રાજપૂત વિરૂદ્ધમાં એક મજબૂત કેસ બનાવવાની હતી. અમદાવાદની પ્રજા સમક્ષ તેમજ વિશ્વ કક્ષાએ અમેરીકાના રાષ્ટ્રપતિની મુલાકાતના સ્થળે બનેલી ઘટનાઓ વખોડવામાં આવેલી. જેના કારણે સોનલની પોલીસની નોકરી તાત્કાલીક અસરથી સમાપ્ત કરવામાં આવેલી. સોનલે સુજલામનો ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો. હવે તે ગોતામાં આવેલ સત્યમેવ જયતેમાં ચોથા માળે ભાડેથી રહેતી ...વધુ વાંચો