હું પારકી કે પોતાની ?

(96)
  • 21.3k
  • 8
  • 7.4k

"રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !" તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો. રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે આવી અને ઊભી રહી ગઈ, તુષાર પણ ગુસ્સામાં જ ટિફિન રોહિણીના હાથમાંથી ખેંચી અને દરવાજા બહાર નીકળી ગયો.

નવા એપિસોડ્સ : : Every Monday & Thursday

1

હું પારકી કે પોતાની ? - ભાગ-1

"રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !"તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો.રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે આવી અને ઊભી રહી ગઈ, તુષાર પણ ગુસ્સામાં જ ટિફિન રોહિણીના હાથમાંથી ખેંચી અને દરવાજા બહાર નીકળી ગયો.રોહિણી દરવાજા પાસે જ ઊભી રહી ગઈ, હવે રોજ આ ઘટના બનતી રોહિણી ઉપર વાતે વાતે તુષારનો ગુસ્સો ઠલવાતો, રોહિણી પણ મૂંગા મોઢે બધું જ સાંભળી લેતી તેને કોઈ ફરિયાદ ...વધુ વાંચો

2

હું પારકી કે પોતાની ? - ભાગ-2

રોહિણી માટે હવે સાસુના મહેણાં અને પતિનો ગુસ્સો રોજનું થઇ ગયું હતું. લગ્ન જીવનના જે શરૂઆતના વર્ષોમાં પ્રેમ હતો, હવે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતો નહોતો. નવા-નવા લગ્ન થયા ત્યારે મોટી ભૂલો પણ માફ થઇ જતી અને આજે તો નાની એવી ભૂલ અને ક્યારેય કોઈ ભૂલ વગર પણ ગુસ્સાનો શિકાર બનવા ઉપર મજબુર કરી દેતી હતી.યાદ હતો તેને એક દિવસ, લગ્નના ત્રણ ચાર મહિના જ વીત્યા હતા અને રસોડામાં તેના હાથમાંથી તેલ ભરેલી તપેલી નીચે પડી ગઈ હતી. તેના સાસુ ફટાફટ રસોડામાં આવ્યા અને તરત કહ્યું: "વાગ્યું તો નથી ને બેટા, ભલે તેલ ઢોળાયું, તું ચિંતા ના કર, ...વધુ વાંચો

3

હું પારકી કે પોતાની ? - ભાગ-3

ઘણા દિવસો બાદ જાણે રોહિણી જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીના ઘરે પણ આવવાથી બધા જ ખુબ જ ખુશ થઇ ગયા, રોહિણીએ બધાને વારા-ફરથી મળી અને ઘણા સમય બાદ મળવાના કારણે તેની આંખોમાંથી આંસુઓ પણ છલકાઈ ઉઠ્યા હતા.મૈત્રીને તો હવે સાચવવાની જવાબદારી રહી જ નહીં, બધા વારાફરથી મૈત્રીને લઇ રમાડવા લાગ્યા. ખુશી ખુશી રોહિણી ઘરમાં પ્રવેશી, ઘરમાં પણ બધું જ જાણે બદલાયેલું બદલાયેલું લાગ્યા કરતું, તેના પપ્પાએ થોડા સમય પહેલા જ આખા ઘરનું સમારકામ કરાવ્યું હતું. બેઠક રૂમમાં બેસવાની સાથે જ તેના પપ્પાએ કહ્યું, "તુષારનો થોડીવાર પહેલા જ ફોન આવ્યો, તારા આવવાનું એમને ...વધુ વાંચો

4

હું પારકી કે પોતાની ? - ભાગ-૪

રોહિણીને આજે ઊંઘ ના આવી પરંતુ તેના મનમાં એક વિચાર જરૂર આવ્યો, આ બે દિવસમાં તે ગમે તેમ કરીને મળવા માંગતી હતી, કેવી રીતે મળશે તેની કોઈ જ ખબર નહોતી, આગળ શું થશે તેની પણ તેને જાણ નહોતી, પરંતુ તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી.બીજા દિવસે સવારે જ ચા નાસ્તો કરી અને મૈત્રીને તેના મમ્મી પાસે રાખી તે બહાર તેની જૂની બહેનપણીઓને મળવા જવું છે તેમ કરીને નીકળી. સૌ પ્રથમ તેને પોતાની એક બહેનપણી સુધા યાદ આવી. સુધા સાથે લગ્ન સુધી વાત થઇ હતી, પરંતુ ત્યારપછી તેની કોઈ ખબર નહોતી.સુધાના ઘરે જવા માટે તેને રીક્ષા લીધી. ઘરે ...વધુ વાંચો

5

હું પારકી કે પોતાની ? - ભાગ-૫

રોહિણી રાત્રે બારીએ બેસીને વિચારવા લાગે છે કે હવે આગળ શું કરવું ? એક તરફ હેતલ વિશે જાણીને તેને જ દુઃખ થયું, તો બીજી તરફ તેનું જીવન પણ એજ દિશામાં આગળ વધી રહ્યું હતું. મોટા સુધી તેને બેસી અને એક નિર્ણય કર્યો કે સવારે પોતાના પપ્પાને બધું જ જણાવી દીધું. ત્યારબાદ પરિણામ જે આવે તે જોઈ લેવાશે. વિશ્વાસ વિશે પણ હવે તે આગળ કઈ વિચારવા નહોતી માંગતી, તેને મનોમન જ નક્કી કરી લીધું હતું કે વિશ્વાસ તેના જીવનમાં આગળ વધી ગયો હશે.મોડા સુધી બેસીને પછી સુવા માટે જવાનું નક્કી કર્યું, આંખોમાં ઊંઘ તો હતી નહીં પરંતુ શરીર સુવા માટે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો