આશા - એક આથમતાં અસ્તિત્વની

(61)
  • 16.1k
  • 4
  • 6.1k

" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા કાલ્પનિક રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. " " બેટા, આવતાં વર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું જ માનતી.

Full Novel

1

આશા - એક આથમતાં અસ્તિત્વની - 1

*Disclaimer*" આ વાર્તા નાં બધાં નામો, પાત્રો, વ્યવસાયો, સ્થાનો, ઘટનાઓ અને ઘટનાઓ ક્યાં તો લેખકની કલ્પનાશક્તિનું ઉત્પાદન છે અથવા રીતે વપરાય છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સમાનતા સંપૂર્ણ સંયોગ છે. "" બેટા, આવતાં વર્ષે તારે BDS પૂરું થઈ રહ્યું છે હું વિચારું છું કે પ્રેક્ટિસ આપણાં ક્લિનિક માં જ કરે જેથી તને સરસ અનુભવ મળી રહે." નિતીન ભાઈ એ આશા ને કહ્યું. અને આશા તો સદાય મમ્મી પપ્પા ની વાતો જાણે ભગવાન જ નિર્ણય કરે છે એમ માની ને બધું ...વધુ વાંચો

2

આશા - એક આથમતાં અસ્તિત્વની - 2

ભાગ - ૨સવારે જ્યારે આશા અને વિહાર જવાની તૈયારી કરે છે ત્યાં અચાનક નિતીન ભાઈ ને એક ફોન આવે જયશ્રી ક્રિષ્ના, નિતીન ભાઈ હું મહેશભાઈ બોલું છું ઓળખાણ પડી કે નહીં..." અને વાતો લાંબી ચાલે છે.નિતીન ભાઈ એ આશા ની મમ્મી ને કહ્યું, " તને કહું છું આજે છોકરાઓ ને કહેજે ફરવાં જવાનું બંધ રાખે ઘરે મહેમાન આવે છે." હિના બેન એ કહ્યું સારું હું જણાવી દઈશ.વાત જણાવતાં વિહાર અકળાયો અને કહ્યું," એ લ્યો આવું તે કોણ આવે છે કેવો પ્લાન બનાવ્યો હતો આશા હવે પાછા રવિવાર ની રાહ જોવાની ને... ઠીક છે ભલે પ્લાન ને મોકુફ રાખી દઈએ. ...વધુ વાંચો

3

આશા - એક આથમતાં અસ્તિત્વની - 3

ભાગ - ૩ જમતી વેળા નિતીન ભાઈ એ આશા ને કહ્યું બેટા, આમાં માત્ર અમારી જ સહમતિ હોય એ નથી તું તારો પક્ષ મૂકી અમને જણાવ કે તારી શું ઈચ્છા છે. આશા એ કહ્યું, " સાંભળો તમે સૌ તમે મારું સારું જ ઈચ્છો છો આપણે સૌ છોકરા ને મળી લઈએ બધું બરાબર લાગે તો આજ નહીં તો કાલ લગ્ન કરવાં નાં જ છે અને હું માનું છું ત્યાં સુધી તમે અને મહેશ કાકા ભાઈબંધ છો એટલે સાસરવેલ જેવું નહીં લાગે પછી જેવાં નસીબ." આ વાત થયાં બાદ સૌ જમી ને ઘરે આવી જાય છે. નિતીન ભાઈ સવારે મહેશભાઈ ને ફોન લગાવે છે ...વધુ વાંચો

4

આશા - એક આથમતાં અસ્તિત્વની - 4

આશા એ આવી નાની નાની વાતો ને કોઈ દિવસ ઘરે કહીં નહીં અને બધુ સારુ થઈ જશે એવાં સારા થી હંમેશા તે અવિનાશ નું આવું અણગમતું વર્તન જતું કરતી. આશા સ્વભાવે હરખ ઘેલી હતી એટલે તે હંમેશા અવિનાશ ને ખુશ કરવા કંઈક ને કંઈક અલગ વિચારતી અને એક સારો આશય બતાવતી અહીં સામે અવિનાશ ને તો જાણે કશો ફરક જ ના પાડતો. આજે પણ અવિનાશ એ જ રીતે રહેતો જેવો લગ્ન પહેલાં. હરિ દર્શન યાત્રા નાં પ્રવાસ અર્થે મહેશભાઈ અને વીણાબેન આ યાત્રા માટે એક મહિનો બહાર ગયાં. આશા નાં હરખ ઘેલાં સ્વભાવ એકવાર સવારે સાથે નાસ્તો કરતાં કરતાં અવિનાશ ...વધુ વાંચો

5

આશા - એક આથમતાં અસ્તિત્વની - 5

ભાગ - ૫આશા એ લાડ માં કહ્યું અવી તોફાન નહીં હો... અવિનાશ ને એવું તે શું થયું એને બ્લેડ ને આશા ના હાથ પર ઘા મારવા લાગ્યો આશા પણ અચંબામાં આવી ગઈ તે ચીસો પાડતી રહી રડતી રહી પણ અવિનાશ એ કઈ ના સાંભળ્યું અને જ્યારે આશા એ હાથ છોડવા પ્રયત્ન કર્યો તો અવિનાશ એ જોર થી તમાચા મારવા નું શરૂ કરી દીધું. અવિનાશ તો આવું વર્તન કરીને ચાલ્યો ગયો ઘરે બિચારી એકલી આશા ખૂબ અફસોસ અને દુઃખ માં રડતી હતી. આજ સુધી મન માં રાખેલું ના કહેલું ના બોલેલું બધું જ ભીની આંખે હિના બેન ને જણાવ્યું. નિતીન ભાઈ અને ...વધુ વાંચો

6

આશા - એક આથમતાં અસ્તિત્વની - 6 - છેલ્લો ભાગ

ભાગ - ૬સવારે નિતીન ભાઈ એ મહેશભાઈ ને ફોન કરીને કહ્યું કે તમે ક્યારે પાછાં ફરવા નાં છો થોડી કરવી છે. મહેશભાઈ ને થોડું અજીબ લાગ્યું. અને થોડી વાત તો અવિનાશ એ પણ કરી હતી એટલે એને આશંકા જણાય. મહેશભાઈ એ કહ્યું અમે આવતી કાલ સવારે વહેલાં જ આવી જવાનાં છીએ. નિતીન ભાઈ એ જણાવી દીધું કે તમે સૌ આવતી કાલે સવારે ઘરે આવજો અમારે વાત કરવી છે. સવારે સૌ આશા નાં ઘરે આવ્યાં અને તેમની ગેરહાજરી માં જે કંઇ પણ આશા સાથે બન્યું તેની વિગતવાર વાત કરી. અવિનાશ ને બંને પક્ષ તરફ થી ખૂબ ઠપકો મળ્યો. વીણા બેન એ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો