શબ્દ-ઔષધિ "જીવનને જીવવા જેવું બનાવીએ"

(15)
  • 20.9k
  • 4
  • 8.3k

શબ્દ-ઔષધી આજનો શબ્દ "હું" જીવન-આનંદ કે, આજીવન નિજાનંદમાં રહેવા માટે દરેકે-દરેક વ્યક્તિએ સૌથી પહેલા આ "હું" ને સારામાં-સારી રીતે અને પૂરેપૂરો સમજવો, ઓળખવો તેમજ આ "હું" જીવનભર દુઃખી ન થાય, અવળે રસ્તે ન જાય, તે પ્રમાણે સાચવવો અત્યંત જરૂરી છે. અહીં, સાચવવાનો મતલબ.. મારે મારા પૂરા જીવનકાળમાં મારા વાણી કે વર્તનથી કોઈ એવું કામ ન કરવું જોઈએ, કે જેનાથી જરા પણ "હું" બદનામ થાય, કે "હું" ને ભોગવવું પડે. કે પછી આ "હું" ને લીધે કોઈનું અહિત થાય.માટે મારે એ "હું" ની ડગલેને-પગલે સંભાળ રાખવાની છે.હા, શરૂઆતમાં તકલીફ ચોકકશ પડશે, કેટલુંય જતું કરવું પડશે, કેટલુંય ભૂલવું પડશે, નીરસ જિંદગીને પણ ખુશી-ખુશી માણતા શીખવું પડશે. હા..બાકી, આ બાબતને લઈને જો શરૂઆતમાં

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 1

શબ્દ-ઔષધી આજનો શબ્દ "હું" જીવન-આનંદ કે, આજીવન નિજાનંદમાં રહેવા માટે દરેકે-દરેક વ્યક્તિએ સૌથી પહેલા આ "હું" ને સારામાં-સારી રીતે પૂરેપૂરો સમજવો, ઓળખવો તેમજ આ "હું" જીવનભર દુઃખી ન થાય, અવળે રસ્તે ન જાય, તે પ્રમાણે સાચવવો અત્યંત જરૂરી છે. અહીં, સાચવવાનો મતલબ.. મારે મારા પૂરા જીવનકાળમાં મારા વાણી કે વર્તનથી કોઈ એવું કામ ન કરવું જોઈએ, કે જેનાથી જરા પણ "હું" બદનામ થાય, કે "હું" ને ભોગવવું પડે. કે પછી આ "હું" ને લીધે કોઈનું અહિત થાય.માટે મારે એ "હું" ની ડગલેને-પગલે સંભાળ રાખવાની છે.હા, શરૂઆતમાં તકલીફ ચોકકશ પડશે, કેટલુંય જતું કરવું પડશે, કેટલુંય ભૂલવું પડશે, નીરસ જિંદગીને પણ ખુશી-ખુશી માણતા શીખવું પડશે. હા..બાકી, આ બાબતને લઈને જો શરૂઆતમાં ...વધુ વાંચો

2

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 2

ભાગ બેઆજનો શબ્દ છે, " ઓળખ "સમગ્ર પૃથ્વી પર, હયાત દરેક જીવની, તેના સ્વભાવ, વ્યવહાર અને રહેણી કરણીને પ્રગટ પ્રસ્તુત કરતી ને જાણકારી આપતી, દરેકની એક ઓળખ હોય છે. એમાંય, અટપટી, અસ્થિર અને અદભૂત ઓળખ, એતો માત્રને માત્ર,એક, મનુષ્ય અવતારમાં, મનુષ્ય જીવનમાંજ જોવા છે.આ વિશિષ્ટ ઓળખ મુખ્ય, બે પ્રકારની હોય છે.એક સારી, ને બીજી નરસી.એક દંભથી ભરેલી, ને બીજી, સરળ, સાદી ને લાગણી તેમજ માણસાઈથી ભરેલી.આજે અહીંયા આપણે, માત્ર સારી, સાચી ને સજ્જનતાથી ભરેલી, સદાય માનવતાની મહેકથી ભરેલ ઓળખની વાત કરીશું.હવે આવી ઓળખ મેળવવા, કોઈપણ વ્યક્તિને, પોતાની એ સારી ઓળખ ઊભી કરતા કરતા, આપણે જાણીએ છીએ કે,જે તે વ્યક્તિને આંખે પાણી આવી જતું હોય છે.કેમકે, પોતાની એક ...વધુ વાંચો

3

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 3

શબ્દ-ઔષધિ ભાગ-ત્રણઆજનો શબ્દ છે, " મજા "સુવાક્યો, સુવિચારો, શિખામણો, પ્રેરક કથાઓ, માતા-પિતા, તેમજ ગુરુજી તરફથી અવાર મળતા જીવન ઉપયોગી સલાહ સૂચનો, તેમજ અન્ય કોઈપણ વડીલો, લેખકો, મહાનુભાવો, કે પછી, ઐતિહાસિક મહાન વ્યક્તિઓની જીવન સંઘર્ષગાથા થકી, આ દરેકે-દરેક માધ્યમથી, આપણને સતત, અને અવીરત મળતી રહેતી પ્રેરણા, સાથે-સાથે, નવા-નવા વિચારો, સારી ને સાચી વાતો, રોજિંદી સમસ્યાઓ સામે, તેના સમાધાનો, સાથે-સાથે, આપણને પોતાને પણ, આપણાં મન થકી, અવારનવાર ઉદભવતા, કે મળતા સારા વિચારો.આ બધી સમજણભરી સાચી વાતોની સારી અસરો, જીવન જીવવાની એકધારી મજા,આપણને આપણા સમગ્ર જીવન પર, પૂરેપૂરી, ને એકધારી કેમ જોવા મળતી નથી ? કે પછી આંશિકજ કેમ જોવા મળે છે ? અને તે પણ, થોડા સમય માટે જ કેમ દેખાય ...વધુ વાંચો

4

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 4

ભાગ ચારઆજનો શબ્દ છે, " ઋણ "ગમે તે વ્યક્તિ કે, ગમેતે વ્યક્તિના, દિલનો દરવાજો ખોલવા માટેની સાંકળ.હદયને ઝંઝોડી, એક બીજા માણસ પ્રત્યે, પ્રેમનો ભાવ જન્માવી, એકબીજાની નજીક લાવતા " સેતુ " સમાન કવિતા, કે જે, શું છે ?તે નહીં, પરંતુ.....શું હોવું જોઈએ ? એ સમજાવતી મારી આ રચના કવિતા રૂપે.સમગ્ર માનવજાત, અને આખી સૃષ્ટિનું નિર્માણ અને સંચાલન કરતા સર્જનહાર એવા, હે પરમકૃપાળુ પરમાત્મા,તમે મને એક મનુષ્ય તરીકેનું જીવન પ્રદાન કરવા, મારી મા ની યોનીમાં, એક અંશ તરીકે મૂકનાર એવા, હે પ્રભુ, હે પરમાત્મા હું તમારો, સૌથી પહેલો અને સૌથી મોટો ઋણી છું. નવ મહિના સુધી મને ઉદરમાં રાખી, પોતે અસહ્ય પીડા સહન કરી ને પણ, મને આ દુનિયામાં લાવનાર, ને મારી ...વધુ વાંચો

5

શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 5

ભાગ - ૫આજનો શબ્દ છે, વિશ્વાસ કોઈ પણ સ્ત્રી, કે પછી પુરુષએ બન્ને, ભલે પછી પતિ-પત્ની હોય, કે પછી આમાંથી જે હોય તે, બાકી.....એ બન્નેના ગાઢ, લાંબા અને સુખી-સુખી જીવનસંસાર માટે, એ બન્ને વચ્ચે મહત્વનું જે પરિબળ હોય છે, તે પરિબળ છે, તે બન્નેનો, એકબીજા પરનો અતૂટ, અને અખૂટ વિશ્વાસ.એ બન્નેએ, આજીવન, સુખી દામ્પત્ય જીવન જીવવા માટે, ગમે તેવા કપરા સમયમાં, કે સંજોગોમા,અડગ મને, આજીવન એકબીજાને અનુરૂપ થવું, એ અત્યંત આવશ્યક છે.સ્વાભાવિક છે કે, આપણને આપણા પ્રિય પાત્રને ખોઈ દેવાનો ડર આપણાં મનમાં હોય, એ ડર દરેકનાં મનમાં હોય, અને ખરેખર એ ડર હોવો પણ જોઈએ, કેમકે, એકબીજાને ખોવાનો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો