ચોમાસાની ઋતુ હતી , મહિનાની આખર તારીખનો સમય હતો. "વિજેતા, તારે ઘરે નથી જવું, રાત ના સાડા દસ વાગ્યા છે." રવિ એ મને કહ્યું. "ભાઈ, બોસ એ જે કામ આપ્યું છે એ પૂરું કાર્ય વગર જવા નહિ દે." અકળાઈને મેં રવિ ને કહ્યું. એ સમયે હું એક નામચીન મલ્ટિનેશનલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો. રવિ એ સમયનો મારો ખાસ મિત્ર હતો અને મારી સાથે ત્રણ વર્ષથી એ જ કંપનીમાં કામ કરતો હતો. અમે બંને સાથે જ નોકરી પર આવતા, સાથે જ ટિફિનમાં જમતા અને સાથે જ ઘરે જતા. ક્યારેક મહિનાનાં આખર તારીખે અમારે મોડે સુધી કામ કરવું પડતું. પછી સાથે

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

ભયરાત્રી (પ્રકરણ - ૧)

ચોમાસાની ઋતુ હતી , મહિનાની આખર તારીખનો સમય હતો. "વિજેતા, તારે ઘરે નથી જવું, રાત ના સાડા દસ વાગ્યા રવિ એ મને કહ્યું. "ભાઈ, બોસ એ જે કામ આપ્યું છે એ પૂરું કાર્ય વગર જવા નહિ દે." અકળાઈને મેં રવિ ને કહ્યું. એ સમયે હું એક નામચીન મલ્ટિનેશનલ કંપનીમાં કમ્પ્યુટર ઓપરેટરની નોકરી કરતો. રવિ એ સમયનો મારો ખાસ મિત્ર હતો અને મારી સાથે ત્રણ વર્ષથી એ જ કંપનીમાં કામ કરતો હતો. અમે બંને સાથે જ નોકરી પર આવતા, સાથે જ ટિફિનમાં જમતા અને સાથે જ ઘરે જતા. ક્યારેક મહિનાનાં આખર તારીખે અમારે મોડે સુધી કામ કરવું પડતું. પછી સાથે ...વધુ વાંચો

2

ભયરાત્રિ (પ્રકરણ - 2)

ઝરમર ઝરમર વરસાદ આવતો હતો. ઑફિસની બહારના ગાર્ડન માં હું એક તોફાની વિચારો ના વહાણમાં સવાર હતો. "વિજેતા સાડા વાગ્યા ઘરે નથી જવું." ત્યાં ના સિક્યોરિટી નરેન્દ્રબાપુ એ મને ઝબકાવ્યો. હું ઝબકી ને વિચાર વિહીન થયો. બાપુ એ ટીખળ કરીને મને પૂછ્યું, "કોના વિચારો માં ખોવાયેલા હતા વિજુભાઈ, આવશે આવશે એવો પણ સમય આવશે કે ઘરે થી પત્ની ફોન કરી ને પૂછસે ક્યારે આવો છો, અને ત્યારે તો 7 વાગ્યા માં ઘરે જવાનું મન થઇ જશે બેટા." "અરે ના બાપુ, બસ એમ જ વિચાર માં હતો." મેં હામી ભરી ને કહ્યું. બાપુ એ મારી સામે જોયું, અને આંખ ઝીણી કરી ...વધુ વાંચો

3

ભયરાત્રિ - 3

20 તારીખે અમાસ ની રાત્રે હું, નરેન્દ્ર બાપુ અને રવિ અમે ત્રણે જણ સાડા 11 વાગ્યે ભસ્મીભૂત થયેલી રિફાઇનરી સામે તાકીને જોઈ રહ્યા હતા. "રવિ, હવે તું પહેલા અંદર જા, હું અને વિજુ અહીં ગેટ પાસે ઉભા છીએ. તને ત્યાં કાંઈ પણ પેરાનોર્મલ એક્ટિવિટી થતી દેખાય એટલે હળવે પગલે અહીં આવી પછી અમને ઈશારો કરજે. અમે આવી જશું." બાપુ એ રવિ ની પીઠ દબાવીને કહ્યું. રવિ થોડો ડર્યો, "બાપુ મને થોડો ડર લાગે છે. હું એકલો નહિ જઉં." "રવિ, બાપુ જેમ કહે છે તેમ કર, અમે તારી સાથે જ છીએ દોસ્ત. અમે તારો વાળ પણ વાંકો નહિ થવા દઈએ." મેં થોડી હિમ્મત આપતા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો