કવિની કલ્પના

(208)
  • 29.2k
  • 5
  • 10.2k

શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના સહારે મારા વિચારોને કાવ્ય સ્વરૂપે રજુ કરું છું. વાત નાની ને મહત્વ મોટું, પ્રયત્ન મારા ને સફળતા તમારી એમ જ સફર મારો ને સાથ તમારો.

Full Novel

1

કવિની કલ્પના

શબ્દોને કાવ્યની શૈલીના લહેકામાં ઢાળીને, લાગણીઓને શબ્દોના કવચથી વિટાળીને, અનુભવની અનુભૂતિ કરીને, વિચારોને મૂક મને વહાવીને, કલમ અને કાગળના મારા વિચારોને કાવ્ય સ્વરૂપે રજુ કરું છું. વાત નાની ને મહત્વ મોટું, પ્રયત્ન મારા ને સફળતા તમારી એમ જ સફર મારો ને સાથ તમારો. ...વધુ વાંચો

2

કવિની કલ્પના - 2

કવિઓની ભાષામાં શબ્દોને લહેકામાં ઢાળવાની એક વધારે કોશિશ કરી છે અને સાથે કોઈક સંદોશો પણ આપી શકાય એવો એક પ્રયત્ન. શબ્દોની રમતમાં કાંઈક અલગ જ મઝા છે.. શબ્દો પણ આપણા, વિચારો પણ આપણા, વિચારસરણી પણ આપણી, આપણી જ લાગણીઓને આપણે પોતે વાચા આપીએ.. કવિની કલ્પના(કાવ્યસંગ્રહ ભાગ-૨ ). ...વધુ વાંચો

3

કવિની કલ્પના - 3

કવિઓનો મહિમા અપાર.. ગુજરાતી થઈને કવિની પરિભાષા અને કવિની લાગણીઓને સમજી ના શકીએ એ શક્ય નથી. કલમ અને કાગળના શબ્દોને ફરીવાર કાવ્ય શૈલીમાં ઢાળવાની કોશિશ કરું છું જે કદાચ વાંચવામાં અને સમજવામાં મઝા રહેશે. તો આવો સફર મારો સાથ તમારો ...વધુ વાંચો

4

કવિની કલ્પના - ૪

કવિની કલ્પના-૪ અનુક્રમણિકા:- * એમાં વાંક કોનો??* ખબર નહિ શું થઇ રહ્યું છે!* શાંતિ* તોય તું ક્યાં સમજે છે!* આવીશ ને?? ૧) એમાં વાંક કોનો??સમજણની સેજમાં સોદો થાય તો?વિચારોની વાણીમાં વિવાદ થાય તો?વાંક કોનો??બોલતા-ચાલતા સમય બદલાય તો?સમય સાથે માણસ બદલાય તો?વાંક કોનો??કહેવા ઇચ્છીયે છતાં કહી ના શકાય તો?કીધા પછી કશુ રહી જાય તો?એમાં વાંક કોનો??લોકો લહેકામાં સાંભળવી જાય તો?પોતીકા જ પરાયા બની પાષાણ પટકે તો?એમાં વાંક કોનો?? ૨) ખબર નહિ શું થઇ રહ્યું છે! શબ્દો આજે લાગણીઓને સાથ નથી આપી રહ્યા,કલમ આજે કાગળથી થોડી અતડી અતડી થઈને ફરે છે,કેહવું છે એ બધું જ આજે હોઠે નથી આવી રહ્યું,લખવું છે ...વધુ વાંચો

5

કવિની કલ્પના-5

સૂરજ સાથે આશાનો કિરણ ઉગે, ઢળતી સાંજે સપના ઢળે તો કોને કહેવાય? વિચારોની વીણા વાગે તો શબ્દોની સેર બને, લાગણીઓના દોરા વિખરાય તો કોને કહેવાય? પાનખર આવે તો પાંદડા ખરે, ખીલેલું ફૂલ જ ખરી જાય તો કોને કહેવાય? ડીલમાં ઘા પડે તો રૂઝાઈ જાય, દિલમા શબ્દોના ઘા ઝીંકાય તો કોને કહેવાય? કેહવું છે તો ઘણું બધું, પણ પણ પણ કોઈ સાંભળે નહિ તો કોને કહેવાય?? ...વધુ વાંચો

6

કવિની કલ્પના-૬

કવિની કલ્પના-૬ 'ઝાકમઝોળ ઝગારા મારતી આ જિંદગી,વીજળીના ઝબકાર સમું જીવન,મોંસૂંઝણાં સમી આસ,જિંદગીમાં ઉજાસ,જીવવાની જિંદાદિલી,અસ્ત થતા સૂરજ સમી નિરાશ,સપનાની પરી નિંદરમાં ગરી,કળિયુગનું કામણ, તકનિકોનું તોરણ,ધબકતું હ્દય ને દીવા પેઠે હાલત જીવમાંઆ,સંબંધોની સૂરીલી સોય ને 'વિશ્વાસ'નો વજનદાર દોર,ક્યાં જડે? ક્યાં જડે? ક્યાં જડે?' ************************************************** મને રોજ આવે છે ને એ 'સપના',આવીની મને જગાડે છે ને એ 'સપના',જગ્યા પછી સૂવા નથી દેતા ને એ 'સપના',સૂવા જાઉં ત્યારે ફરી ને ફરી આવે છે ને એ 'સપના',જેને જોવામાં હું રોજ ખોવાઈ જાઉં છું ને એ 'સપના',મને રોજ આવે છે ને એ 'સપના'મારા કાલ્પનિક વિચારોમાં બિરાજમાન થાય ને એ 'સપના',કાપનાશક્તિની એ દરેક દીવાર તોડી દે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો