પ્રકરણ - 1 વહેલી પરોઢિયે એલાર્મ વાગ્યું અને રેશ્મા સફાળી જાગીને પથારીમાં બેઠી થઈ. બાજુમાં સુતેલી તેની નાની દીકરી રીંકુના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો અને ગાલ પર ચુંબન કર્યું. પછી બેડરૂમમાંથી તે રસોડામાં ગઈ અને ન્હાવા માટે ગેસ પર તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. આજે તે ખૂબ જ ખુશ હતી કરણ કે રજાનો દિવસ હતો અને રીંકુના પપ્પા વીરેન રીંકુ અને રેશ્માને બહાર ફરવા લઈ જવાના હતા. વીરેન એક મોટી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગાંધીનગરમાં વસવાટ કરે છે. રેશ્મા તેના પતિ વીરેનને હંમેશા

નવા એપિસોડ્સ : : Every Saturday

1

જીવનયાત્રા - 1

પ્રકરણ - 1 વહેલી એલાર્મ વાગ્યું અને રેશ્મા સફાળી જાગીને પથારીમાં બેઠી થઈ. બાજુમાં સુતેલી તેની નાની દીકરી રીંકુના માથા પર હળવેકથી હાથ ફેરવ્યો અને ગાલ પર ચુંબન કર્યું. પછી બેડરૂમમાંથી તે રસોડામાં ગઈ અને ન્હાવા માટે ગેસ પર તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યું. આજે તે ખૂબ જ ખુશ હતી કરણ કે રજાનો દિવસ હતો અને રીંકુના પપ્પા વીરેન રીંકુ અને રેશ્માને બહાર ફરવા લઈ જવાના હતા. વીરેન એક મોટી સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. પગાર પણ સારો છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગાંધીનગરમાં વસવાટ કરે છે. રેશ્મા તેના પતિ વીરેનને હંમેશા ...વધુ વાંચો

2

જીવનયાત્રા - 2

પ્રકરણ - 2 આપણે પ્રથમ પ્રકરણમાં જોયું એ મુજબ અને વીરેન એકબીજાની આંખોમાં આંખો પરોવી જોઈ રહ્યા છે. વીરેન અને રેશ્માએ વિતાવેલી પ્રણયની પળો તેમને ઘેરી વળે છે. વીરેન અને રેશ્માની પહેલી મુલાકાત રાજકોટ શહેરમાં સીટી બસની અંદર થયેલી. પહેલી નજરમાં જોતા જ રેશ્મા વીરેનની આંખોમાં વસી જાય છે. શરૂઆતના દિવસોમાં વીરેનને રેશ્મા સાથે વાત કરવાની હિંમત થતી નથી. પરંતુ દરરોજ તેઓ સીટી બસમાં ભેગા થતા અને એકબીજાને નિહાળતા. એક દિવસ સંજોગવસાત બસમાં બાજુબાજુની સીટમાં બેસવાનું થાય છે. વિરેનના હૃદયના ધબકારા વધી રહ્યા છે. બોલવાનું મન થાય છે પણ હિંમત ચાલતી નથી. એટલામાં રેશ્મા પૂછી ...વધુ વાંચો

3

જીવનયાત્રા - 3

પ્રકરણ – 3 વીરેન બસ તરફ જાય છે પાછળથી વીરેન એમ અવાજ સંભળાય છે. જે આપણે પ્રકરણ - 2માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે? તે જોઈએ. વીરેન અવાજ સાંભળીને અટકી જાય છે. પાછળ ફરીને જુએ છે તો રેશ્મા ઊભી છે. વીરેન રેશ્માની નજીક જાય છે. રેશ્માની બંને આંખો આંસુથી ભરેલી છે. રેશ્મા બોલી, વીરેન તું જાય છે? તુએ મને કહ્યું પણ નઇ. તારે એક મેસેજ તો કરી દેવો હતો. માન્યુ કે પરીક્ષાને લીધે તું વાત ન્હોતો કરતો. પણ આજે તો વાત કરાયને. હું તારા ફ્લેટે ગઈ હતી, ત્યાં તારા મિત્રોએ કહ્યું કે ...વધુ વાંચો

4

જીવનયાત્રા - 4

પ્રકરણ - 4 વીરેન રિઝલ્ટ જોવા માટે મોબાઈલમાં યુનિવર્સિટીની સાઈટ ખોલી પોતાનો સીટ નંબર નાખે છે. પછી સર્ચ કરે છે પરંતુ એરર બતાવી દે છે. જે આપણે પ્રકરણ - 3 માં છેલ્લે જોઈ ગયા. હવે આગળ શું થાય છે તે જોઈએ. વિરેનને રિઝલ્ટ જોવાનું ટેન્સન ઑર વધી જાય છે. તે એક ક્લાસમેટ ફ્રેન્ડને ફોન કરે છે અને પોતાનું રિઝલ્ટ જોવા માટે કહે છે. તેને પોતાનો સીટ નંબર આપે છે. થોડી વાર પછી પેલા મિત્રનો વોસ્ટ્સએપ પર મેસેજ આવે છે. જેમાં વીરેનની માર્કશીટનો સ્ક્રીનશોટ આવ્યો હોય છે. વીરેન તેને ડાઉનલોડ ...વધુ વાંચો

5

જીવનયાત્રા - 5

પ્રકરણ - 5 આપણે પ્રકરણ-4 માં છેલ્લે જોયું હતું કે અડધી રાત્રે દોઢ વાગ્યે કોઈ બારણું ખખડાવી રહ્યું છે. વીરેન અને તેના મિત્રો જાગી જાય છે. તેમને શું થયું હશે? પ્રશ્ન બધા ના મનમાં થાય છે. વીરેન ધીમેથી બારણું ખોલે છે. અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આગળ શું થાય છે તે જોઈએ. વીરેન જેવું બારણું ખોલે છે અને જુએ છે તો એપાર્ટમેન્ટમાં ઉપરના બધા ફ્લેટમાં રહેતા લોકો દોડીને નીચે જઈ રહ્યા હોય છે. વીરેન આ બધું જોઈને હેરાન હતો. જે ભાઈએ બારણું ખખડાવ્યું હતું તેને વીરેન પૂછે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો