" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા પૂનમબહેન એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું. બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને અંજના માસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા. અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા. બધા બાળકો અંજના

Full Novel

1

રિયા - the silent girl (part - 1)

" ચાલો બાળકો ફટાફટ તૈયાર થઈ જાઓ જુઓ બહાર અંજના માસી આવ્યા છે." અનાથ આશ્રમ ના બાળકો ને સાચવતા એ બાળકો ને બહાર બોલાવતાં કહ્યું. બધા બાળકો તો તૈયાર થઈ ખુશખુશાલ થઈ ને અંજના માસી ને મળવા બહાર દોડી આવ્યા... અને તેની ફરતે ટોળું વળી ગયા. અંજના બહેન એટલે અનાથાશ્રમ ના માલિક સૂરજભાઈ ની પત્ની. ખૂબ જ પ્રેમાળ અને બાળકો ને પણ તેના પ્રત્યે ખૂબ જ લાગણી. દરેક બાળક જાણે અંજના બહેન નું પોતાનું જ સંતાન હોઈ તેમ સાચવતા. આજે અંજના બહેન બધા બાળકો માટે નવા કપડાં લઈ ને આવ્યા હતા. બધા બાળકો અંજના ...વધુ વાંચો

2

રિયા - the silent girl... part - 2

ઋતું દોડીને રિયા આગળ જાય છે. " હા દીદી બોલો ને?" રિયા માત્ર જ પૂછે છે " આ આંટી કોણ હતા ઋતું?" " દીદી તે આ અનાથાશ્રમ ના માલકીન હતા... તે દર મહિને અમારી સાથે ટાઈમ વિતાવવા આવતા... અમને બધા બાળકો ને તેની સાથે રહેવું ખૂબ જ ગમતું... તે બધા બાળકો ને ખૂબ જ પ્રેમ કરે છે. પરિવાર ખોઈને પણ એમને સૌ લોકો ને અહીંયા પરિવાર મળી ગયો હોઈ એવું લાગે છે." એટલું બોલી ઋતું ત્યાંથી ચાલી જાય છે. રિયા પરિવાર નું નામ સાંભળી ને જ રડવા જેવી થઈ ગઈ. પણ પછી શાંતિ થી પોતાની રૂમ ...વધુ વાંચો

3

રિયા - the silent girl... part - 3

દરરોજ ની જેમ રિયા આજે પણ સ્કૂલ ના દરવાજા સુધી આવી અને કોઈનું ધ્યાન ના દોરાય તેમ ત્યાંથી છટકી નીકળી ગઈ. ચાલતી ચાલતી એક નાના અમથા ઘર આગળ પહોંચી. સવાર નો સમય હતો. 8 વાગ્યા હતા અને ઘર નો માલિક જાણે તૈયાર થઈ પોતાના કામ પર જતો હતો અને રિયા અહીંયા ઘર ની બહાર કોઈ ની રાહ જોઈને ઉભી હોઈ તેમ ઉભી રહી. એટલામાં દરવાજો ખૂલ્યો અને એક હટોકટ્ટો , 6 ફૂટ ઊંચો અને વિશાળ કદ ધરાવતો, એકદમ ફિટ અને તંદુરસ્ત બોડી ધરાવતો આદમી બહાર નીકળ્યો. રિયા તેની પાછળ પાછળ ગઈ. અને થોડે જ આગળ જતાં તેણે તે ...વધુ વાંચો

4

રિયા - the silent girl... part - 4

જ્યારે પેલો આદમી રિયા ને પૂછે છે કે તું કોણ છે અને કેમ મને અહીંયા બાંધ્યો છે ત્યારે રિયા આપતા કહે છે " હું તને સમય આવ્યે બધી વાત કરીશ પણ ત્યાં સુધી તું મારા જ કબ્જા માં રહીશ અને જે હું પૂછું તેનો જવાબ આપીશ અને ત્યાં સુધી તને હું નહિ છોડીશ." " તું જે કહીશ એ કરવા તૈયાર છું બોલ શું જવાબ આપું." પેલો આદમી ગભરાઈ ને બોલ્યો. " તું ગામ ના સુરજશેઠ જે ગામ ના પૈસાદાર, ધનિક શેઠ ને ત્યાં જ કામ કરે છે ને?" રિયા એ પૂછ્યું. " હા..." પેલો થોથરાતા સવારે ...વધુ વાંચો

5

રિયા - the silent girl... part - 5

જ્યારે નૈતિક રિયા ને તેવા આવા વર્તન પાછળ નું કારણ પૂછે છે ત્યારે રિયા કહે છે " સમય આવ્યે સમજાઈ જશે તને નૈતિક. એ તો જેના ઉપર વિતે તે જ જાણે... તું અને ઋતું મારા દિલ પર લાગેલા ઘાવ માં રાહત તો આપી શકો પણ એ ઘાવ ભરી ના શકો." નૈતિક ને રિયા ની વાતો માં દુઃખ, વ્યથા દેખાતી હતી. તેને પૂછ્યું " મને પણ નહિ કહે રિયા તું?" " સોરી નૈતિક પણ કહીશ તને બધું પણ આજે નહિ." રિયા બોલતા બોલતાં રડવા જેવી થઈ ગઈ. નૈતિક કહે છે "ઠીક છે રિયા... પણ તું પ્લીઝ આમ ...વધુ વાંચો

6

રિયા - the silent girl... part - 6

પેલા આદમી ની પત્ની રસોડા માં જ્યુસ લેવા જાય છે અને રિયા પણ કોઈ દેખી ના લે તેવી રીતે પાછળ જાય છે... અને બહાર ટેબલ પર પડેલ કુંજો નીચે પાડે છે અને પેલી સ્ત્રી તે જોવા માટે બહાર આવે છે એટલા માં રિયા રસોડા માં છુપાઈ ને અંદર ચાલી જાય છે. પોતાના હાથ માં રહેલ એક નાની શીશી ખોલે છે અને પેલા જ્યુસ માં તે શીશી ઠાલવી દે છે. એટલા માં જ પેલી સ્ત્રી આવે છે અને જલ્દી માં રિયા છુપાઈ જાય છે પેલી સ્ત્રી જ્યુસ નો ગ્લાસ લઈ ને પોતાના પતિ ને આપી આવી છે. રિયા ...વધુ વાંચો

7

રિયા - the silent girl... part - 7

આપણે આગળ જોયું કે નૈતિક રિયા ને તેની દોસ્તી અથવા તેનું રાજ બન્ને મથી એક પસંદ કરવા કહે છે ચાલો જોઈએ રિયા શું પસંદ કરશે.... નૈતિક ના આવા કહેવાથી રિયા ખૂબ વિચારો માં પડી... મન માં વિચારો ના વાયરા ઉડવા લાગ્યા... હું રહસ્ય નહિ કહું તો નૈતિક જેવો એક બેસ્ટ ફ્રેન્ડ ખોઈ દઈશ અને જો કઈ દઈશ તો હું જે કામ માટે આવી છું એ પૂરું નહિ કરી શકું... એટલા માં નૈતિક ને બહારથી તેના મમ્મી બોલાવે છે " ચાલ બેટા ઘરે જઈએ... થોડી વાતો બીજી વાર મળો તે માટે રહેવા દેજો હો તું અને રિયા..." ...વધુ વાંચો

8

રિયા - the silent girl... part - 8 - છેલ્લો ભાગ

નૈતિક કહે છે "ના રિયા હું પણ તારા જેવી બેસ્ટ ફ્રેન્ડ ખોવા નથી માંગતો... પણ તું તારા અા રહસ્ય કારણે દુઃખી છે તે હું જોઈ નથી શકતો એટલે ને તને આવું કહ્યું હતું કે તારું રહસ્ય અથવા હું બેમાંથી એક પાસાં કર... પણ તે કહ્યું કે સમય આવ્યે કહીશ એટલે હું તારા પર વિશ્વાસ રાખું છું. તું મને બધું જણાવીશ સમય આવ્યે." રિયા કહે છે "હા નૈતિક." " ઠીક છે રિયા હું અત્યારે જાવ છું ફરિયાવિશ તને મળવા ઓકે." નૈતિક બાય કહી ને જાય છે અને રિયા પણ હાથ વડે બાય કહે છે. હવે રિયા વિચારે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો