અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા કે નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો કોલ કેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

કૌમાર્ય - 1

અંતરા બેચેન બની રૂમ મા આમ થી તેમ આંટા મારતી હતી. દર બે મીનીટે મોબાઇલ ઓન કરતી એ જોવા નેટવર્ક તો બરાબર છે ને.. હા, બેટરી પણ ફુલ ચાર્જ હતી અને નેટવર્ક પણ બરાબર તો પછી સુગમ નો કોલ કેમ ન આવ્યો.. એ પહોચ્યો નહીં હોય હજી કે શું? થાકી ને એ બેસી ગઇ પલંગ પર અને પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે પોતે કંઇક વધુ જ વિચારી ને હેરાન થાય છે. સુગમ સાચુ જ કહેતો હોય છે કે મગજ ને વધુ તકલીફ આપવી સારી નહીં. અંતરા એ મગજ અને મન શાંત કરવા ઊંડા શ્વાસ લઇ મેડીટેશન કરવા ...વધુ વાંચો

2

કૌમાર્ય - 2

"અંતરા, કાલે તો હું જર્મની જવા નીકળી જઇશ." "હા સુગમ, હવે તો તારા વગર ના મારા જીવન ને કલ્પી નથી શકતી. મન થી હું તારી અને ફક્ત તારી જ થઇ ચૂકી છુ" "હું પણ અંતરા" અને બંન્ને ની નજર મળી. હોટલ નો એ રૂમ અને એકાંત. સાથે પ્રેમ નો સ્વાદ. સુગમે અંતરા ને પોતાની તરફ ખેંચી અને થયુ એ પ્રથમ મીલન. બે હ્રદય નુ, ચાર આંખો નુ, હોઠો નુ. એ પહેલુ ચુંબન અને અંતરા ના રોમે રોમ મા જાણે પ્રેમ વ્યાપતો જતો હતો. એ પહેલી કીસે જાણે વર્ષો ની તરસ એક સાથે બુજાવી હતી. સુગમ અંતરા ના શરીર ની ...વધુ વાંચો

3

કૌમાર્ય - 3

સોજી ગયેલી આંખો ફક્ત એક શારિરીક ફેરફાર કહેવાય પણ મન મા, હ્રદય મા ચાલતી ઊથલપાથલ તો ફક્ત એ જ શકે જેના પર વિતતી હોય, જેના હજારો કટકા થઇ વેરવિખેર હોય પણ દુનિયા સામે એક મજબૂત અને સામાન્ય થી પણ વધુ ખૂશ દેખાવાનુ હોય. કેવી પરિસ્થિતી જ્યા દુઃખ ના આંસુ ને ખૂશી ના આંસુ કહેવા પડે. અંતરા આ જ પરિસ્થિતી મા હતી. શું કહે અને કોને કહે? સ્વિકાર એ જ માર્ગ હતો. આજે સાનિધ્ય અને તેના માતા પિતા તથા બહેન મળવા આવા ના હતા. મળવા તો શુ એમ કહેવુ યોગ્ય કહેવાશે કે અંતરા ને જોવા આવાના હતા. અંતરા ના પિતા ...વધુ વાંચો

4

કૌમાર્ય - 4

લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન હતો કે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો કોઇ મોકો મળે તો ને. આજે અંતરા ના હાથ મા સાનિધ્ય ના નામ ની મહેંદી રચાણી. પિઠી ચોળાણી. અંતરા ના મન નો બોજો વધતો જતો હતો. ...વધુ વાંચો

5

કૌમાર્ય - 5

લગ્ન ની તૈયારી એકદમ જોર શોર થી ચાલતી હતી. મહેમાનો ની આગતા-સ્વાગતા થી લઇ ને મંડપ વાળા અને રસોઇ ને કામ સોપવા. ઊમંગ અને ઊત્સાહ મા બીજા બે દીવસ નીકળી ગયા. અંતરા ને એવો સમય જ મળતો ન હતો કે એ એનુ મન સુગમ પાસે ખોલી શકે. સતત કોઇક ને કોઇક થી ઘેરાયેલી રહેતી. દિવસો ની સાથે એની ધીરજ પણ ખૂટવા લાગી. એને ગમે તેમ કરી સુગમ સાથે વાત કરવી હતી. પણ એવો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો