આત્માનો પુનર્જન્મ

(348)
  • 24.7k
  • 40
  • 15.7k

આત્માનો પુનર્જન્મ રાકેશ ઠક્કર પ્રકરણ - ૧ કોલેજમાંથી પ્રોફેસર આદિત્ય અને એમ.એ. ની વિદ્યાર્થીની તારિકાની પસંદગી ઇતિહાસના વર્કશોપની ટૂર માટે કરવામાં આવી હોવાનો પત્ર પ્રાપ્ત થતાં બંનેએ ફોન પર વાત કરી અને પત્રમાં જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદીગઢના કિલ્લા પર જવા રાજકોટના સ્ટેશન પર સવારે પાંચ વાગે ભેગા થવાનું નક્કી કર્યું. * અત્યારે કોલેજમાં રજાના દિવસો હતા. છેલ્લા કેટલાક સમયથી ઇતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ટૂર ગોઠવવાની વાત ચાલી રહી હતી. અચાનક તારિકા અને પ્રો.આદિત્યને કોલેજના વાઇસ ચાન્સેલરનો એકસરખો પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, "રાજસ્થાનની યુનિવર્સિટી તરફથી ઇતિહાસના સંશોધનની બુંદીગઢ કિલાની એક ટૂરનું આયોજન થયું છે. જેમાં દરેક કોલેજના એક

Full Novel

1

આત્માનો પુનર્જન્મ - 1

આત્માનો પુનર્જન્મ રાકેશ ઠક્કર પ્રકરણ - ૧ કોલેજમાંથી પ્રોફેસર આદિત્ય અને એમ.એ. ની વિદ્યાર્થીની તારિકાની પસંદગી ઇતિહાસના વર્કશોપની ટૂર કરવામાં આવી હોવાનો પત્ર પ્રાપ્ત થતાં બંનેએ ફોન પર વાત કરી અને પત્રમાં જણાવ્યા મુજબ રાજસ્થાનના બુંદીગઢના કિલ્લા પર જવા રાજકોટના સ્ટેશન પર સવારે પાંચ વાગે ભેગા થવાનું નક્કી કર્યું. * અત્યારે કોલેજમાં રજાના દિવસો હતા. છેલ્લા કેટલાક સમયથી ઇતિહાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ટૂર ગોઠવવાની વાત ચાલી રહી હતી. અચાનક તારિકા અને પ્રો.આદિત્યને કોલેજના વાઇસ ચાન્સેલરનો એકસરખો પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું કે, "રાજસ્થાનની યુનિવર્સિટી તરફથી ઇતિહાસના સંશોધનની બુંદીગઢ કિલાની એક ટૂરનું આયોજન થયું છે. જેમાં દરેક કોલેજના એક ...વધુ વાંચો

2

આત્માનો પુનર્જન્મ - 2

આત્માનો પુનર્જન્મ રાકેશ ઠક્કર પ્રકરણ -૨ "હા ભાઇ હા, કિતની બાર બતાઉં. મૈને તો પહલે હી પૂછા થા યહાં જાના હૈ?" રીક્ષાચાલકે પોતાનો સવાલ યાદ કરાવ્યો. પ્રો.આદિત્ય હજુ કોઇ વિચાર કે સવાલ કરે એ પહેલાં એક હાથમાં ફાનસ લઇ બીજા હાથમાં લાકડીના ટેકે ડગ માંડતો એક વૃધ્ધ ત્યાં આવી પહોંચ્યો. અને બોલ્યો:"સાબ-બહેનજી આવો, આપની જ રાહ જોતો હતો..." પ્રો.આદિત્ય અને તારિકાની નવાઇ વધી ગઇ. આ ડોસો કોણ છે? અને તેમની રાહ કેમ જોતો હતો? "આવો, તમારું સ્વાગત છે. કાલના પ્રોગ્રામ માટે જ આવ્યા છોને?" વૃધ્ધે માહિતી આપતાં કહ્યું. "પેલો ઇતિહાસનો વર્કશોપ આ...આ હવેલી પર છે? પ્રો.આદિત્યમાં હવે થોડી હિંમત ...વધુ વાંચો

3

આત્માનો પુનર્જન્મ - 3

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૩ તારિકાએ આંખ ખોલી ત્યારે તે હવેલીના નીચેના ખુલ્લા ભાગમાં એક કાથીના ખાટલામાં કંતાન પર હાલતમાં હતી. તેણે આંખો ખોલી ત્યારે તેની નજર ઉપરના ભાગે હતી. ત્યાં લાકડા પર એક કાળી બિલાડી બેઠી હતી. તારિકાને પોતાની સામે જોતી જોઇને બિલાડીની આંખ ચમકી અને તે 'મ્યાઉં..." કરતી ઉપરથી કૂદી. તારિકાએ બંને હાથથી ખાટલાને પકડી આંખો મીંચી દીધી. બિલાડી પલકવારમાં નીચે પડી ક્યાંક સરકી ગઇ. તારિકાએ આંખ ખોલી તો ઉપરની તરફ કંઇ ન હતું. તેણે આસપાસમાં નજર નાખી. કોઇ દેખાતું ન હતું. તેણે યાદ કર્યું. પોતે પ્રો.આદિત્યના રૂમમાં ગઇ એ પછી ત્યાંનો માહોલ જોઇ ગભરાઇ ગઇ હતી. ...વધુ વાંચો

4

આત્માનો પુનર્જન્મ - 4

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૪ તારિકાને પ્રો.આદિત્યની વાત વિશે વિચારતા તેમાં સત્યાંશ જણાયો. તેમના હાથ પરના નિશાન, તેમના રૂમમાં લોહી, પોતાને બેભાન થયા પછી નીચે લઇ આવવી વગેરે માની શકાય એવા પુરાવા હતા. તારિકાએ કમને પણ પ્રો.આદિત્ય પર ભરોસો મૂકી પોતાની સાથે બનેલી બીના કહી સંભળાવી. તારિકાની વાતો સાંભળી પ્રો.આદિત્ય ચોંકી ગયા. તેમણે તરત જ કહ્યું:"તારિકા આપણે બૂરી રીતે ફસાયા છો. બહુ સાવધ રહેવું પડશે. નક્કી કોઇ પ્રેતાત્મા છે. જે મારું રૂપ લઇને તારી પાસે આવી હતી. હું આવી પ્રેતાત્માઓ વિશે જાણું છું. મેં તેના વિશે ઘણું વાંચ્યું છે. આપણે તેનો કોઇ ઉપાય કરવો પડશે. આપણાને એ અહીં કેમ ...વધુ વાંચો

5

આત્માનો પુનર્જન્મ - 5 - છેલ્લો ભાગ

આત્માનો પુનર્જન્મ -રાકેશ ઠક્કર પ્રકરણ-૫ તારિકા દોડીને પ્રો.આદિત્યના રૂમ પાસે ગઇ અને દરવાજો ખોલવા એક લાત મારી. દરવાજો તરત ગયો. અવાજ થતાં પ્રો.આદિત્ય જાગી ગયો. તેણે ભડકીને પૂછ્યું:"શું થયું?" "મેં પેલા પ્રેતને મારી નાખ્યું છે આદિત્ય..." તારિકાના સ્વરમાં ખુશી સાથે ગભરાટ હતો. "ઓહ!" કહી પ્રો.આદિત્ય ઊભો થયો અને એ જોવા તેની રૂમમાં ગયો. જોયું તો ત્યાં કોઇ જ ન હતું. તેણે તારિકાને પૂછ્યું:"તેં બરાબર ગળે ફાંસો આપ્યો હતોને? બચી તો નથી ગયું ને...?" "હા, એ ઢળી પડ્યું હતું..." કહી તેણે કહેલી બધી વાત પ્રો.આદિત્યને જણાવી તારિકાએ સવારે નીકળી જવાનું નક્કી કર્યું. પ્રો.આદિત્ય તેને જોતો રહ્યો. તે કંઇક કહેવા માગતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો