લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા પીતા સંદિપ બોલ્યો. હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો , ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું.

Full Novel

1

છિન્ન

લેટ્સ ગેટ ડીવોર્સ શ્રેયા.. વી કેન નોટ સ્ટે ટુ ગેધર એની લોન્ગર. ઘરના બેક યાર્ડ્માં સવારની ચા પીતા સંદિપ બોલ્યો. હજુ તો સવારની સુસ્તી માંડ ઉડે તે પહેલાં જ સંદિપે શ્રેયાની ઉંઘ ઉડી જાય એવી વાત સાવ જ સામાન્ય સ્વરે કહી દીધી. મોંઢે માંડેલા કોફીના મગમાંથી ગરમ કોફીનો ઘુંટ જરા જોરથી લેવાઇ ગયો અને એની સાથે જ ગરમ કોફી તાળવે ચોંટી હોય તેના કરતાં જીવ તાળવે ચોંટી ગયો હોય એવો ભાવ શ્રેયાના મનમાં થયો , ક્ષણ વાર માત્ર પણ સાથે કોફીના મગમાંથી ઉઠતી કડક મીઠ્ઠી સુગંધથી મન પ્રસન્ન થઈ ગયુ હોય તેમ શ્રેયાનુ મન સંદિપની વાત સાંભળીને પ્રફુલ્લીત થઈ ગયું. ...વધુ વાંચો

2

છિન્ન

૬ વાગ્યાની ઇન્ડિયન એર લાઇન્સ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે શ્રેયા એકલીજ સંદિપને લેવા પહોંચી હતી. માત્ર અને સંદિપ હોય એવો થોડો વ્યક્તિગત સમય મેળવી લેવો હતો. એરપોર્ટની બહાર આવતા સંદિપને એ જોઇ રહી. ડાર્ક બ્રાઉન કોડ્રોય પેન્ટ અને એકદમ લાઇટ બ્રાઉન ટી-શર્ટ , પવનમાં ઉડતા કોરા વાળ અને અમેરિકા રહીને થયેલો થોડો ઉઘડતો વાન ,ચહેરા પરની બેફીરાઇ , ઓહ! સંદિપ પહેલા પણ આટલો જ સ્માર્ટ લાગતો હતો કે આજે એને વધુ ધ્યાનથી એણે એને જોયો ...વધુ વાંચો

3

છિન્ન

વીશ યુ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી , સંદિપ. શ્રેયાએ ઉંઘતા સંદિપના ગાલે હળવુ ચુંબન કરી લીધુ.અને બીજી ક્ષણે બેડમાંથી ઉભી થવા જતી શ્રેયાનો હાથ પકડીને પોતાની પાસે ખેંચી લીધી. આજે સાંજે નથીંગ ડુઇંગ, હું અને તું ડીનર સાથે લઇશું. અરે વાહ! પોતાના મનની વાત સંદિપના મોઢે ચાલો સવાર તો સારી ઉગી. આગલા દિવસનુ ટેન્શન ભુલાઇ ગયું .મનથી મુંઝાતી શ્રેયાને હાશકારો થયો. બાકી તો એને લાગતુ નહોતું કે વાત સાવ આમ સહેલાઇથી પતી જશે. ...વધુ વાંચો

4

છિન્ન

સવારે એક્દમ નોર્મલ રીતે વળી પાછો શ્રેયાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો. આજે તો તુ આખી રાત જાગ્યો , શું કરતો કામ. એકાક્ષરી જવાબ . એ તો મને ખબર છે તુ કામ કરતો હતો પણ શું કામ કર્યુ એ પુછુ છું. કેમ , તે તો કહ્યુ ને કે આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન , દોડાદોડી કે ઉજાગરા ના થાય. ઓહ! શ્રેયા આંચકો ખાઇ ગઈ. તો વાત આમ છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો