સ્કેન્ડિનેવિયાની સફરે

(28)
  • 23.1k
  • 0
  • 8.2k

વિસ્મયની સફરે ફરી પાછી આપની સમક્ષ અમારી વૉન્ડરલસ્ટ ની વાત લઇ આવી રહી છે. વૉન્ડરલસ્ટ એટલે રખડવાની, પ્રવાસ કરવાની અને દુનિયા જોવાની તીવ્ર ઈચ્છા! લગભગ પાંચ વર્ષ પહેલાં અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, તે વખતે ન્યૂઝીલેન્ડના નામની ચર્ચા કરતાં જાણેલું કે આ નામ ડેન્માર્કના સાગરખેડુઓ એ આપેલું કારણકે આ નવો શોધેલો દેશ એમને પોતાના દેશના એક પ્રદેશ - ઝીલેન્ડ ની યાદ અપાવતો હતો. ન્યુઝીલેન્ડ મારા ફરવા માટે ના સુંદર સ્થળોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે; એટલે ત્યારે જ નક્કી કરેલું કે થોડા વર્ષો પછી આની મૂળ કૃતિ ડેનમાર્ક અને તેની આસપાસના દેશોની મુલાકાત લેવી પડશે. ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સ્કેન્ડિનેવિયા એટલે ઉત્તર યુરોપના ત્રણ દેશો

નવા એપિસોડ્સ : : Every Thursday

1

સ્કેન્ડિનેવિયાની સફરે - 1 - સ્ટોકહોમ

વિસ્મયની સફરે ફરી પાછી આપની સમક્ષ અમારી વૉન્ડરલસ્ટ ની વાત લઇ આવી રહી છે. વૉન્ડરલસ્ટ એટલે રખડવાની, પ્રવાસ કરવાની દુનિયા જોવાની તીવ્ર ઈચ્છા! લગભગ પાંચ વર્ષ પહેલાં અમે ન્યુઝીલેન્ડ ગયા હતા, તે વખતે ન્યૂઝીલેન્ડના નામની ચર્ચા કરતાં જાણેલું કે આ નામ ડેન્માર્કના સાગરખેડુઓ એ આપેલું કારણકે આ નવો શોધેલો દેશ એમને પોતાના દેશના એક પ્રદેશ - ઝીલેન્ડ ની યાદ અપાવતો હતો. ન્યુઝીલેન્ડ મારા ફરવા માટે ના સુંદર સ્થળોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે; એટલે ત્યારે જ નક્કી કરેલું કે થોડા વર્ષો પછી આની મૂળ કૃતિ ડેનમાર્ક અને તેની આસપાસના દેશોની મુલાકાત લેવી પડશે. ચોક્કસ વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સ્કેન્ડિનેવિયા એટલે ઉત્તર યુરોપના ત્રણ દેશો ...વધુ વાંચો

2

સ્કેન્ડિનેવિયાની સફરે - 2. ફિનલેન્ડ અને ઉત્તર નોર્વે 

બીજે દિવસે અમારે સ્ટોકહોમ અને સ્વીડનને બાય કરવાનું હતું. સવારે તૈયાર થઈને નાસ્તો પતાવ્યો એટલે અમારી પીક-અપ ટેક્ષી આવી અને અમે એરપોર્ટ પહોંચ્યા. સ્ટોકહોમથી હેલ્સીન્કી અને ત્યાંથી ત્રણ કલાક પછી બીજી ફ્લાઇટ પકડીને ફિનલેન્ડના રોવાનિએમી શહેર જવાનું હતું. આ પ્રવાસનું આયોજન શરુ કર્યું ત્યાં સુધી આ જગ્યાનું નામ પણ નહોતું સાંભળ્યું. પણ મિત્ર ડો. પ્રદીપભાઈનો આગ્રહ હતો કે ત્યાં તો જવું જ જોઈએ એટલે એના વિષે સર્ચ કર્યું તો એની બે વિશેષતા જાણવા મળી. એક તો એ કે આ શહેર આર્કટિક સર્કલ પર આવેલું છે. અને બીજી મોટા ભાગના પશ્ચિમી સમાજ અને નાતાલ ઉજવનારા બધા માટેની ખૂબ મહત્વની વાત - એ સાન્ટા ક્લોઝ નું એક ગામ ...વધુ વાંચો

3

સ્કેન્ડિનેવિયાની સફરે – 3. હેલસિન્કી અને ઓસ્લો

સવારે અમારા એપાર્ટમેન્ટમાં ચા-નાસ્તો કરી અમે અમારા હેલસિન્કી કાર્ડ મેળવી લીધા અને હેલસિન્કી કેથેડ્રલ થઇ બંદરે પહોંચ્યા. આ તે સમયે રીનોવેશન માટે બંધ હતું એટલે અમે બહારથી ફોટા પાડી સૌમેનલીના આઇલેન્ડ જવા માટેની ફેરીમાં બેઠા. સ્ટોકહોમની જેમ જ હેલ્સિન્કીમાં પણ વોટર-વે બહુ અગત્યનો ભાગ ભજવે છે. સમુદ્ર વાટે હેલસિન્કી આવો તો સૌમેનલીના આઇલેન્ડ પહેલા આવે. ફિનલેન્ડમાં એક સમયે સ્વીડનનું રાજ હતું અને સ્વીડ લોકોએ અહીં મોટો કિલ્લો બાંધેલો. પછી સમયની ચઢતી-પડતી સાથે આ કિલ્લામા સ્વીડ, રશિયન અને ફિનિશ - બધા સૈન્યોના હેડ ક્વાર્ટર હતા. આ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે અને લગભગ એક સ્કવેર કિમિ માં પથરાયેલો આઠ દ્વિપનો સમૂહ છે. એમાં પાંચ એક બીજા સાથે જોડાયેલા છે. સૌમેનલીના ...વધુ વાંચો

4

સ્કેન્ડિનેવિયાની સફરે –4. અંતરિયાળ નોર્વે અને બર્ગેન

ઓસ્લોમાં બે દિવસ ફરીને પછી અમે ત્રીજી સવારે વહેલા તૈયાર થયા. તે દિવસે અમે ફરી ગાડી ભાડે રાખેલી હતી. એ ગાડી લેવા પહોંચ્યા એટલે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી શરૂઆત થઇ. કંઈક વેબસાઈટના ગોટાળાને લીધે અમે બુક કરાવેલી ઓટોમેટિક કાર ને બદલે અમને મેન્યુઅલ ગીયર વાળી ગાડી મળી. પહેલી ટ્રીપ વખતે એ મળી હોતે તો અમે ના જ પાડી દેતે પણ થોડો વખત જમણી બાજુએ ગાડી ચલાવ્યા પછી અમારો આત્મવિશ્વાસ વધેલો એટલે થોડા ડર સાથે એ ગાડી લઇ લીધી. જો કે ત્યાંથી અમારા એપાર્ટમેન્ટ સુધી પહોંચતા એટલી ઠંડીમાં ય પરસેવો વળી ગયો. એપાર્ટમેન્ટ પરથી બધાને લઈને અમે આગલા મુકામ પર જવા ...વધુ વાંચો

5

સ્કેન્ડિનેવિયાની સફરે –5. કોપનહેગન

નૉર્વેને ગુડ બાય કર્યું અને અમારા છેલ્લા મુકામ ડેન્માર્કની રાજધાની કોપનહેગન જવા માટેની ફ્લાઇટ પકડી. ત્યાં ઉતરીને અમે અમારા કાર્ડ લીધા અને ટર્મિનલમાંથી જ એરપોર્ટ એક્સપ્રેસ ટ્રેઈન પકડીને સીટી સેન્ટર ગયા. અમારી હોટલ સામે જ હતી. અમે પહોંચ્યા ત્યારે લગભગ દસ વાગી ગયા હતા. હોટલ ઘણી ફૂલ હતી એટલે બંકીમભાઇ અને દિલીપભાઈને અપગ્રેડ કરીને સરસ એપાર્ટમેન્ટ આપી દીધા. કોપનહેગન બીજા ઘણા સ્કેન્ડિનેવિયાના શહેરોની જેમ ચાલવા અને સાયકલ ચલાવવા માટે એકદમ અનુકૂળ છે. અમે સવારે ફરવાની શરૂઆત લિટલ મરમેઇડ થી કરી. આમ નજીક લાગતું હતું પણ અડધોએક કલાક ચાલવું પડ્યું. પણ રસ્તાઓ સુંદર અને લગભગ ખાલી હતા અને સવારમાં વાતાવરણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો