ઈવાનઃ 'એક નાનો યોદ્ધા'

(30)
  • 29.8k
  • 4
  • 11.1k

1. ઈવાનની જીદઅહીં વાત થાય છે એવા નાયકની જેની ઉંમર ઘણી નાની હોય છે તેની આફતો અને મુસીબતોથી પણ એક મુસાફરી દરમિયાન એ તેના જીવનનું સૌથી મોટું યુદ્ધ લડે છે- ' જીવન અને મૃત્યુ ' નું. વાર્તાના નાયકના પિતાએ તેનું નામ રાખેલું છે - "ઈવાન" જેનો અર્થ થાય છે- 'એક નાનો યોદ્ધા'. ' કંઇ રીતે ઈવાન મુસીબતમાં પડે છે? ' ' આખરે મુસીબત પણ કેવી ભયાનક હોય છે? ' ' કેવી રીતે લડશે એ નાનો યોદ્ધા ? અને જીવન જીતશે કે મૃત્યુથી હારશે એ યોદ્ધા? ' 'ડેડ હું હવે નાનો બાળક નથી કેટલી વાર કહ્યું તમે મને જર્ની માટે કેમ

Full Novel

1

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા - 1

1. ઈવાનની જીદઅહીં વાત થાય છે એવા નાયકની જેની ઉંમર ઘણી નાની હોય છે તેની આફતો અને મુસીબતોથી પણ મુસાફરી દરમિયાન એ તેના જીવનનું સૌથી મોટું યુદ્ધ લડે છે- ' જીવન અને મૃત્યુ ' નું. વાર્તાના નાયકના પિતાએ તેનું નામ રાખેલું છે - "ઈવાન" જેનો અર્થ થાય છે- 'એક નાનો યોદ્ધા'. ' કંઇ રીતે ઈવાન મુસીબતમાં પડે છે? ' ' આખરે મુસીબત પણ કેવી ભયાનક હોય છે? ' ' કેવી રીતે લડશે એ નાનો યોદ્ધા ? અને જીવન જીતશે કે મૃત્યુથી હારશે એ યોદ્ધા? ' 'ડેડ હું હવે નાનો બાળક નથી કેટલી વાર કહ્યું તમે મને જર્ની માટે કેમ ...વધુ વાંચો

2

ઈવાન : એક નાનો યોદ્ધા - 2

3. પ્લેનમાં મુસીબતપ્લેન હવે ટેક ઓફ થઈ ગયું હોય છે. ઈવાન એની સીટ પર બેસીને શાંતિથી પુસ્તક વાંચતો હોય તેની બાજુની સીટ પર એક મોટી ઉંમરની સ્ત્રી બેઠી હોય છે. તે અવારનવાર સમય જોયા કરે છે. આથી ઈવાન તેને પૂછે છે કે - 'શું થયું માજી, તમે કેમ સમય જોયા કરો છો? કંઈ પરેશાની લાગે છે ?' માજી - 'ના દીકરા,આ તો બસ હું રાહ જોઉં છું કે જલ્દી હું મુસાફરી પૂરી કરું અને મારા પૌત્ર ને જલ્દી થી જલ્દી મળુ.' એમ કહેતા એની આંખમાં આંસુ આવી ગયા. ઈવાન- 'તમે જરૂર એમને મળશો પણ એમાં દુઃખી કેમ ...વધુ વાંચો

3

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 3

5. જંગલી વરુનો સામનો ઈવાન વૃક્ષ પર જ સુઇ જાય છે. જ્યારે જાગે છે ત્યારે સવાર પડી ગઈ હોય છે. તેની આંખો રોઈને સોજી ગઈ હોય છે. તે ઝાડ પરથી નીચે ઉતરે છે અને નદી આગળ જઈને બેસે છે ઈવાન પોતાના ઘરને બહુ મિસ કરે છે. તેને મમ્મી-પપ્પાની બહુ યાદ આવે છે. ઈવાનને બહુ ભૂખ લાગી હોય છે.તે પેલી બેગ કે જેમાં તેની મમ્મીએ પરાણે નાસ્તો ભરીને આપી હતી અને તેમાં કેમેરો હોવાથી તેની પાસે જ રાખેલી હતી એટલે સારું થયું.તેમાથી થોડો નાસ્તો કરે છે અને પાછો વિચારોમાં બેસી રહે છે. ...વધુ વાંચો

4

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 4

6. જંગલમાં આગ ઈવાન જ્યારે સવારે નદી આગળ આવતો એક નાનો પથ્થર લઇને બેગમાં નાખતો. આજે પોતે બેગ માં જોયું તો પાંચ પથ્થર હતા. ઇવાનનો હવે અહીં છઠ્ઠો દિવસ પસાર થવાનો હતો. પહેલીવાર ઈવાન પોતાના માતાપિતાથી આટલા દિવસો દૂર રહ્યો હતો. એ પણ આવી રીતે. તે અહીં થી બહાર નીકળવા નદી સાથે સાથે ચાલતો હતો. તેને વિશ્વાસ હોતો કે કોઈપણ વસ્તી કે માણસો નદી કિનારે જ રહેતા હોય આથી જો કોઈ હશે તો તેને આ નદીની આસપાસ જ મળશે, પરંતુ તેને ખ્યાલ ન હતો કે તે જે દિશામાં જઈ રહ્યો હતો, તે જંગલની ...વધુ વાંચો

5

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 5

8.ઈવાનની શોધખોળ આ બાજુ ઈવાનના માતા-પિતા ખૂબ દુઃખી હોય છે. ઈવાનના ગયા પછીનો આ ૧૧મો દિવસ હતો. ઈવાન જર્ની પર ગયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા હતા કે એ પ્લેન ક્રેશ થયું હોવાથી અમુક યાત્રીઓ બચી ગયા છે અને તે હોસ્પિટલમાં છે અને દુખદ સમાચારમાં બાકીના મૃત્યુ પામેલ છે તેના નામ હતા. ઈવાન નું નામ મૃત્યુ લિસ્ટમાં નહોતું, આથી તેના માતા-પિતાને રાહત થાય છે. તેઓ દોડીને હોસ્પિટલમાં જીવતા રહેલા યાત્રીઓ આગળ થાય છે, પરંતુ આ શું! ઈવાન તેમને ત્યાં મળતો નથી. ...વધુ વાંચો

6

ઈવાનઃ 'એક નાનો યોદ્ધા' - 6

10. ૧૪ દિવસની જર્નીનો અંત આ બાજુ, એક સ્ટેશન પરથી માહિતી મળી આવે છે. જે ઓફિસર ઈવાનને શોધી રહ્યા હતા, તેને આ માહિતી મળે છે. તેને જાણ થાય છે કે સાઉથના જંગલમાંથી રેડિયો સ્ટેશન પર અમુક સિગ્નલ મળી આવે છે. આ સિગ્નલ કોણે મોકલ્યાં એ નવાઈની વાત હતી. અમુક તપાસ કરતાં જણાય છે કે ૧૪ દિવસ પહેલા જંગલમાં રિસર્ચ માટે ગયેલા લોકોએ એક તંબુમાં એ જગ્યાએ ત્યાંથી સિગ્નલ મોકલવા માટેનું યંત્ર મૂકીને આવી ગયા હતા. પરંતુ ત્યાંથી એ યંત્ર દ્વારા નવુ સિગ્નલ કોણે મોકલ્યું એ સૌથી મોટી વાત હતી. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો