આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. લાગે છે કે આકાશ હમણાં જ મન મુકીને વરસી પડશે. આવા વાતાવરણમાં લિપ્તા ગામની બહાર આવેલી હવેલી તરફ ડગ માંડી રહી છે. આ હવેલી હજારો વર્ષ જૂની છે. ગામલોકોના મત મુજબ આ હવેલી પર કાળી શક્તિઓનો કબ્જો છે. વર્ષોથી આ બંધ જ પડી છે. એની અંદર જવાનું તો દૂર પણ લોકો અંધારું થતાં આની આસપાસ પણ ફરકતા નથી. રાત પડતાની સાથે જ હવેલીનો આ રસ્તો સાવ નિર્જન અને બિહામણો થઈ જાય છે. આ બધી જ વાતોની જાણ હોવા છતાં લિપ્તાએ આજે અમાસની રાતે એ હવેલી પર જવાનું સાહસ

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

હવેલીનું રહસ્ય - 1

આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. લાગે છે કે આકાશ હમણાં જ મન મુકીને વરસી પડશે. આવા વાતાવરણમાં લિપ્તા બહાર આવેલી હવેલી તરફ ડગ માંડી રહી છે. આ હવેલી હજારો વર્ષ જૂની છે. ગામલોકોના મત મુજબ આ હવેલી પર કાળી શક્તિઓનો કબ્જો છે. વર્ષોથી આ બંધ જ પડી છે. એની અંદર જવાનું તો દૂર પણ લોકો અંધારું થતાં આની આસપાસ પણ ફરકતા નથી. રાત પડતાની સાથે જ હવેલીનો આ રસ્તો સાવ નિર્જન અને બિહામણો થઈ જાય છે. આ બધી જ વાતોની જાણ હોવા છતાં લિપ્તાએ આજે અમાસની રાતે એ હવેલી પર જવાનું સાહસ ...વધુ વાંચો

2

હવેલીનું રહસ્ય - 2

લિપ્તા વ્યવસાયે કંપની સેક્રેટરી હતી. એ સામાન્ય પરિવારમાંથી આવતી હતી. એના પરિવારમાં ચાર સદસ્ય હતા : લિપ્તા પોતે, એનાથી વર્ષ નાનો ભાઈ લક્ષવ, એના મમ્મી હાર્દિબેન અને એના પપ્પા હેતાંશભાઈ. હેતાંશભાઈ બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા અને હાર્દિબેન હાઉસવાઈફ હતા. હેતાંશભાઈ સ્વભાવે ઈમાનદાર અને કાર્યનિષ્ઠ. હાર્દિબેન હસમુખા અને બોલકાં. હેતાંશભાઈ અને હાર્દિબેનના આ ગુણો લિપ્તાને વારસામાં મળ્યા હતા. લિપ્તાનો ભાઈ લક્ષવ નાનો હોવાથી ઘરમાં સૌનો લાડકો હતો. એમાં પણ બહેન લિપ્તા તો એને ખૂબ જ લાડ લડાવતી. બંને ભાઈબહેનને ઘડીભર પણ એકબીજા વગર ન ચાલે. લિપ્તા જ્યારે કોઈ પણ કામે બહાર જાય ત્યારે ...વધુ વાંચો

3

હવેલીનું રહસ્ય - 3

લક્ષવ ગુમ થયો એને આજે પુરા ત્રણ દિવસ થઈ ગયા હતા. છતાં એનો ક્યાંય પણ પતો ન હતો. હાર્દિબેનની રડીરડીને સોજી ગઈ હતી. લિપ્તાની આંખના આંસુ તો સુકાવવાનું નામ નહોતા લેતા. લિપ્તા જાણ્યેઅજાણ્યે આ બધાની દોષી પોતે હોય એમ અનુભવી રહી હતી. લક્ષવને શોધવામાં બધાએ આકાશ-પાતાળ એક કર્યા પણ પરિણામ શૂન્ય જ મળ્યું અને વધારામાં પૂરું પોલીસે પણ હાથ ઊંચા કરી લીધા હતા. લક્ષવની ભાળ મળવી લગભગ અશક્ય જેવી થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિમાં હેમિષાબેનના વર્તનમાં ખાસ્સો એવો ફેરફાર આવ્યો હતો પણ પરિસ્થિતિમાં સૌ કોઈ ફસાયેલા હોવાથી કોઈએ એ નોંધ ન લીધી. ...વધુ વાંચો

4

હવેલીનું રહસ્ય - 4

લિપ્તાએ મોજાને પોતાની પાસે રાખ્યું અને હવેલીનો દરવાજો ખોલ્યો. હવેલી ઘણાં સમયથી બંધ હોવાથી લિપ્તાને દરવાજો ખોલવામાં સારી એવી કરવી પડી. જેવો દરવાજો ખુલ્યો કે એ તરત જ અંદર પ્રવેશ કરવા ગઈ પણ હજી તો એ હવેલીનો ઉંબરો ઓળંગવા જતી હતી કે ત્યાં જ એને કંઈ કરંટ જેવું અનુભવાયું. એના ઝટકાથી એ દૂર જઈને પડી. પડવાના લીધે એને હાથમાં સામાન્ય ઈજા થઈ. એ ઉભી થઈ અને ફરી દરવાજા પાસે ગઈ. કોઈ અજાણી શક્તિ એના પગ ખેંચી રહી હોય એમ એને લાગ્યું. દરવાજાની અંદરથી કોઈ જોર જોરથી હસી રહ્યું હોય એવો અવાજ આવતો હતો. ધીરેધીરે ...વધુ વાંચો

5

હવેલીનું રહસ્ય - 5

સાંજ ઢળી રહી છે. સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી રમતા રમતા આથમવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા વચ્ચે લિપ્તા પહોંચી. એણે આજુબાજુ જોયું પણ પેલા વૃદ્ધા ક્યાંય ન દેખાયા. એણે ત્યાં જ વૃદ્ધાની રાહ જોવાનું નક્કી કર્યું. બીજી દસ-પંદર મિનિટ એમ જ નીકળી ગઈ પણ વૃદ્ધા ન આવ્યા. લિપ્તા ઉભી થતી હતી કે ત્યાં એણે વૃદ્ધાને આવતા જોયા. વૃદ્ધા લિપ્તાની પાસે આવ્યા અને મોડું થવા બદલ માફી માંગી. લિપ્તાએ પણ વાંધો નહિ કહીને વાત વાળી લીધી. થોડીઘણી ઔપચારિક વાતો કર્યા બાદ વૃદ્ધાએ અધુરો ઇતિહાસ કહેવાનું ચાલુ કર્યું, "જ્યારે ચિત્રદિતને વનિષ્કાની એકલી હોવાની વાત ખબર પડી ત્યારે એણે ...વધુ વાંચો

6

હવેલીનું રહસ્ય - 6

ઘણો સમય પસાર થઈ ગયો પણ હેમિષાબેન બહાર ન આવ્યા. લિપ્તા એમની રાહ જોતી હવેલીની બહાર જ ઉભી રહી. તો એણે નક્કી કર્યું કે એ ગમે એ રીતે હેમિષાબેન પાસેથી આ બધું જાણીને જ રહેશે. બીજી દસેક મિનિટ નીકળી ગઈ. હવેલીમાંથી કોઈના પગલાંનો અવાજ આવ્યો. લિપ્તા સતર્ક બની અને કોઈને દેખાય નહિ એમ ઉભી રહી. એણે નજર કરી તો હેમિષાબેન એકલા જ આવતા દેખાયા. એમની સાથે પેલો ચાદરથી ઢંકાયેલો માણસ ન હતો. લિપ્તા હેમિષાબેન પાસે જતી જ હતી કે ત્યાં એણે જોયું કે હેમિષાબેન ધ્રુજી રહ્યા હતા. આ હાલતમાં લિપ્તાને કોઈ સવાલ કરવાનું યોગ્ય ...વધુ વાંચો

7

હવેલીનું રહસ્ય - 7

લિપ્તાએ આતુરતાપૂર્વક એ ચિઠ્ઠી વાંચી જે કંઈક આ પ્રમાણે હતી: "હવે તો તે હવેલીનો સંપૂર્ણ ઈતિહાસ જાણી લીધો છે. એટલું તો સમજી જ ગઈ હોઈશ કે આ હવેલીમાં પ્રવેશ કરવો એ મોતના મુખમાં પ્રવેશ કરવા જેવું છે. છતાં પણ તારે આ કરવું જ પડશે. તારા ભાઈ લક્ષવને શોધવાની ચાવી આ હવેલી જ છે. આજથી બરાબર ત્રણ દિવસ પછી પૂનમની રાત છે. તારે આ રાતે જ મહેલમાં જવાનું છે. ત્યાં જઈને શું કરવું અને કેવી રીતે કરવું એની વધારે માહિતી તને હેમિષાબેન આપશે." ચિઠ્ઠીમાં હેમિષાબેનનો ઉલ્લેખ જોઈને લિપ્તાની શંકા વિશ્વાસમાં પરિવર્તિત થઈ ગઈ. પહેલા તો એને ...વધુ વાંચો

8

હવેલીનું રહસ્ય - 8

આજે પૂનમ છે. લિપ્તા મહેલમાં જવાની ચિંતામાં આખી રાત ઊંઘી પણ નથી. એના મનમાં એક જ વિચાર આવે છે શું પોતે લક્ષવને બચાવી શકશે? જો એ એના પ્રયત્નમાં અસફળ થશે તો લક્ષવ અને પર્વનું શું થશે? આ વિચારતા એ અત્યારે પણ એને કંપારી છૂટી જતી. એના મનમાં સવાલના એટલા બધા જાળા ગૂંથાઈ ગયા કે કેમેય કરીને એમાંથી બહાર નહોતી નીકળી શકતી. એ જાણતી હતી કે એના બધા સવાલના જવાબ માત્ર હેમિષાબેન આપી શકે એમ હતા પરંતુ સવારનો સમય હોવાથી હેમિષાબેન કામમાં વ્યસ્ત હતા. આથી એમને હેરાન કરવાનું લિપ્તાને યોગ્ય ન લાગ્યું. એણે બાજુબંધ હાથમાં ...વધુ વાંચો

9

હવેલીનું રહસ્ય - 9

આત્માએ લિપ્તાને ઘર સુધી પહોંચાડી દીધી હતી. હજી પણ એ મૂર્છિત અવસ્થામાં જ હતી. આવી હાલતમાં પણ એની આંખના વહેતા જ હતા. હેમિષાબેન આખી રાત એની પાસે જ બેઠા હતા. હવે તો સવાર પડી ગઈ હતી. છતાં લિપ્તા ભાનમાં આવવાનું નામ નહોતી લેતી. હોશમાં આવીને એ તૂટક તૂટક શબ્દો બોલતીને રડતાં રડતાં ફરી બેભાન થઈ જતી. હવે હેમિષાબેનને લિપ્તાની ચિંતા થતી હતી. એમણે આત્માને યાદ કરી. થોડા સમયમાં આત્મા એમની સામે આવી. લિપ્તાની આ હાલત જોઈ આત્મા પણ દ્રવી ઉઠી. આત્માએ મોઢા આગળ હાથ રાખીને કોઈ મંત્ર બોલ્યો. મંત્રના પુરા થતા જ આત્માના હાથમાં એક પાણી જેવું પ્રવાહી ...વધુ વાંચો

10

હવેલીનું રહસ્ય - 10

આજે એક પછી એક એમ કરતાં લિપ્તા અને એની દાદીની મુલાકાતને પંદર દિવસ થઈ ગયા હતા. એ સાંજ પછી દાદી એને મળવા એક વાર પણ નહોતા આવ્યા. લિપ્તા એમની રાહ જોતી વ્યાકુળ થઈ રહી હતી. એના મનમાં એના દાદીના છેલ્લે કિધેલા શબ્દો જ ગુંજતા હતા: "લક્ષવ અને પર્વ સાથે કંઈ ન થવાનું થઈ રહ્યું છે." આ શબ્દો કેમેય કરીને એનો પીછો નહોતા છોડતા. એના ચંચળ મનમાં ઘણી બધી આશંકાઓ ઉતપન્ન થતી હતી. એ પોતે હવેલીમાં જઈને એના દાદીની મદદ કરવા ઈચ્છતી હતી પણ લાચાર હતી. આત્મા હવેલીમાં લક્ષવ અને પર્વને બચાવવા સતત પંદર ...વધુ વાંચો

11

હવેલીનું રહસ્ય - 11

આજે હાર્દિબેનને હોસ્પિટલમાંથી રજા આપી હતી. હાર્દિબેનને હજી ભાન નહોતું આવ્યું પરંતુ ડૉક્ટરના મત પ્રમાણે હાર્દિબેન ઘરના વાતાવરણમાં જલ્દી થઈ શકે એમ હતા. ઘરના વાતાવરણમાં હાર્દિબેન વધારે અનુકૂળ રહેતા એમના ઘરે જ ભાનમાં આવવાની શક્યતા વધારે હતી. આ પંદર દિવસમાં લિપ્તા એક સેકન્ડ માટે પણ હાર્દિબેનથી દૂર નહોતી ગઈ. એમની બધી જ જવાબદારી લિપ્તાએ જાતે જ ઉપાડી લીધી હતી. લિપ્તા હવે પહેલા કરતા ઘણી બદલાઈ ગઈ હતી. એ આખો દિવસ હાર્દિબેન સામે જોયા કરતી અને પછી હેતાંશભાઈના ફૂલ ચઢાવેલા ફોટો સામે. એના પર હવે સુખ કે દુઃખની કોઈ જ અસર નહોતી થતી. એના મોઢા પર ના તો ખુશીની ...વધુ વાંચો

12

હવેલીનું રહસ્ય - 12

લિપ્તા ભયથી ધ્રુજી રહી હતી. એ વિચારતી હતી કે મહેલના દરવાજા પર જ આટલું જોખમ છે તો અંદર તો નહિ હોય? હિંમત કરીને એ અંદર ગઈ. એના અંદર પ્રવેશ કરતા જ આખા મહેલમાં ચિત્રવિચિત્ર અવાજ આવવાના ચાલુ થઈ ગયા છતાં પણ લિપ્તાએ હિંમત હાર્યા વગર ચાલવાનું ચાલુ રાખ્યું. એ જેમ જેમ અંદર જતી ગઈ એમ એમ અવાજ વધારેને વધારે ભયંકર થતા ગયા. ક્યારેક કોઈના જોરથી હસવાનો અવાજ તો ક્યારેક કોઈની ચીસોનો અવાજ અને એમાં પણ બહારથી આવતો મુશળધાર વરસાદ વરસવાનો અવાજ. આ વાતાવરણમાં ભલભલાના હાજા ગગડી જાય. લિપ્તા આવા વાતાવરણમાં ભગવાનનું નામ લઈને આગળ વધતી હતી. થોડે આગળ ...વધુ વાંચો

13

હવેલીનું રહસ્ય - 13

મહેલથી થોડે દુર લિપ્તા એક શાંત જગ્યા પર આવીને ઉભી રહી. ત્યાં એણે એના દાદી સાથે સંપર્ક કરવાનો ફરી પ્રયત્ન કર્યો પણ પરિણામ એનું એ જ રહ્યું. કોઈ પણ રીતે એ દાદી સાથે વાત નહોતી કરી શકતી. હવે એના મને સાચખોટાં વિચારો કરવાના ચાલુ કરી દીધા હતા. આ વિચારોથી લિપ્તા આવનાર અમંગળ વિપત્તિને અનુભવી શકતી હતી. ઊંડે ઊંડે એનું મન લક્ષવ, પર્વ અને દાદી એને છોડીને ક્યાંય દૂર જતા હોય એમ કહેતું. આવા વિચારોએ એની તર્કશક્તિ હરી લીધી હતી. એણે થોડીવાર ત્યાં જ ઉભા રહીને કંઈક વિચાર્યું અને લગભગ એ દોડતા દોડતા હવેલી સુધી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો