પ્રેમની પરિભાષા

(86)
  • 38.3k
  • 6
  • 14.3k

આજથી ચોક્કસ એકત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એક એવા વ્યક્તિત્વનો જન્મ થયો કે જેના વિશે કોઈ પણ બ્રાહ્મણ એક સમાન ભવિષ્ય ભાખી શકતા નહીં. બાળપણમાં ખુબ જ સુંદર ,ઘઉં વર્ણ, મધ્યમ બાંધો , એકંદરે જોવા વાળા ને આકર્ષિત કરે તેવો. માતા પિતા તથા અન્ય કુટુંબી જનોને ખુબ વ્હાલો. આ તો માત્ર વાતની શરૂઆત કરવા માટે જ લખ્યું પરંતુ ખરેખર જાણવાની વાત તો તેની યુવાનીની છે. પણ શરૂઆત તેની ચૌદ વર્ષની આયુથી કરીએ. ચૌદ વર્ષની આયુમાં ભાઈ ને પ્રથમ પ્રેમ થયો. ભલે એ વાતાવરણની અસરથી થયેલું આકર્ષણ હોય કે પછી વાસ્તવિક પ્રેમ. હવે એ તો પ્રભુ જાણે. પરંતુ ચૌદ વર્ષની વયે તો

Full Novel

1

પ્રેમની પરિભાષા - 1

આજથી ચોક્કસ એકત્રીસ વર્ષ પહેલાંની વાત છે. એક એવા વ્યક્તિત્વનો જન્મ થયો કે જેના વિશે કોઈ પણ બ્રાહ્મણ એક ભવિષ્ય ભાખી શકતા નહીં. બાળપણમાં ખુબ જ સુંદર ,ઘઉં વર્ણ, મધ્યમ બાંધો , એકંદરે જોવા વાળા ને આકર્ષિત કરે તેવો. માતા પિતા તથા અન્ય કુટુંબી જનોને ખુબ વ્હાલો. આ તો માત્ર વાતની શરૂઆત કરવા માટે જ લખ્યું પરંતુ ખરેખર જાણવાની વાત તો તેની યુવાનીની છે. પણ શરૂઆત તેની ચૌદ વર્ષની આયુથી કરીએ. ચૌદ વર્ષની આયુમાં ભાઈ ને પ્રથમ પ્રેમ થયો. ભલે એ વાતાવરણની અસરથી થયેલું આકર્ષણ હોય કે પછી વાસ્તવિક પ્રેમ. હવે એ તો પ્રભુ જાણે. પરંતુ ચૌદ વર્ષની વયે તો ...વધુ વાંચો

2

પ્રેમની પરિભાષા - ૨

ધર્મેન્દ્ર તાલીમી સ્નાતક ના વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન તેના ઘરે તેના લગ્નની વાતો ચાલી રહી અનેકવાર ધર્મેન્દ્રની ના પાડવા છતાં તેની સગાઈ કરી દેવામાં આવી. ધર્મેન્દ્રને પોતાના લગ્ન વિશેની વાતો અને સગાઈમાં કોઈ જ રસ ન હતો. કારણ કે તે આટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં મેઘા ને ભુલાવી શક્યો ન હતો ( હું માનું ત્યાં સુધી આપણે સૌ સંમતિ દર્શાવશું કે તે અશક્ય છે ). કહેવાય છે ને કે પોતાના અંતર મનના ઉઝરડા કા તો વ્યક્તિ પોતે જાણતો હોય કા તો દિલ નો દરિયો એવો મારો ઠાકોર જાણતો હોય. મારા ઠાકોર ને તો પોતાને ...વધુ વાંચો

3

પ્રેમની પરિભાષા - ૩

ધર્મેન્દ્ર નો ફોન આવતા જ હું સફાળો બેઠો થઈ ગયો. તેણે મારા જોડે વાત કરવાની શરૂઆત તો કરી, પરંતુ દિવસે ધર્મેન્દ્રની વાતચીત કરવાની ઢબ રોજ કરતા અલગ લાગી રહી હતી. થોડી વાર વાત કર્યા પછી મને ધ્યાનમાં આવ્યું કે તેણે સોમરસ નું સેવન કર્યું હતું. ધર્મેન્દ્ર એ તેના જીવનકાળ દરમ્યાન પ્રથમ વખત આવું કાર્ય કર્યું હતું. મને તે સમયે ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તે સમયે ધર્મેન્દ્રની જે હાલત હતી તેને અનુલક્ષીને મે તેને દુખ પહોંચાડે તેવી કોઈ પણ વાત કરવાનો વિચાર ત્યાગી દીધો.ધર્મેન્દ્રએ ફોન પર તેની વેદનાની વાતની શરૂઆત કરી. મને તે કહેવા લાગ્યો - " ...વધુ વાંચો

4

પ્રેમની પરિભાષા - ૪

હું ટુંક સમય માં જ ધર્મેન્દ્ર પાસે પહોંચ્યો. એની હાલત જોઈ ને મને આશ્ચર્ય થયું, પણ દયા પણ આવી. દયા જનક હાલત હતી એની જેનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી. ઊંધો પડીને જીણો બમણાટ કરતો ધર્મેન્દ્ર અને તેની આજુ બાજુ વિખેરાયીને પડેલો સામાન. આ બધુ જોયા પછી કોઈ પણ વ્યક્તિને શું કરવું અને શું ન કરવું એની સુજ પડે જ નહી. થોડી વાર માટે હું તેની બાજુમાં બેસી રહ્યો અને તેનો બમણાટ સાંભળી રહ્યો. થોડી વાર ધ્યાનથી સાંભળતા ખબર પડી કે એ કંઈ બબડાટ નોતો કરી રહ્યો. ધર્મેન્દ્ર જે એક સાંજે તેની પ્રેમિકા ને મળવા ગયો હતો તે ...વધુ વાંચો

5

પ્રેમની પરિભાષા - ૫

અમે ત્રણેય જણા અસમંજસમાં હતા. ધર્મેન્દ્ર ના માતા પિતાને આ પૂરી કહાની કઈ રીતે કહેવી. ત્યાં તો વિચારોના મેળા સવાર ક્યાં પડી ગઈ એ સમજાયું જ નહિ. વહેલી સવારે અમે સૌ નાહિ ધોઈને તૈયાર થઈ ગયા. ઊંગ્યા તો હતા જ નહિ. જાણે કોઈ પાડોશી રાજ્ય પર ચડાઈ કરવાની હોય એ પ્રકારની તૈયારી મારા મગજમાં ચાલી રહી હતી. ખુબ જ નવીન પરિસ્થિતિ નો સામનો હું કરી રહ્યો હતો. મમ્મી પપ્પા જોડે ચર્ચા કરી કે કઈ રીતે ધર્મેન્દ્રના પરિવારને હું આ બધી વાત સમજાવીશ. પરંતુ કઈ ખાસ રસ્તો મળ્યો નહિ. જે છે એ સ્પષ્ટ જ કહી દેવું એવું નક્કી કરીને ધર્મેન્દ્ર ...વધુ વાંચો

6

પ્રેમની પરિભાષા - ૬

સૌની રાજી ખુશીથી ધર્મેન્દ્રના લગ્ન સંપન્ન થયા. બધા જ ખુબ જ ખુશ હતા. લગ્ન વિધિ પૂર્ણ કરીને અમે સૌ સાંજે ઘરે પહોંચ્યા. ત્રણ દિવસના આનંદના ભોગવટા બાદ ખુબ જ થાક નો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ આનંદ એ વાતનો હતો કે ધર્મેન્દ્ર બધી જ ભૂતકાળની વાતો ભૂલી ને શરૂ થયેલ નવ લગ્ન જીવન માટે તૈયાર હતો. લગ્ન ના છ માસ બાદ તેને એક સારી કંપની માં ઊંચા હોદ્દા પર નોકરી મળી ગઈ. હવે તે દિવસે પોતાના કાર્યમાં અને સવાર સાંજ પોતાના પરિવાર સાથે વ્યસ્ત રહેવા લાગ્યો. ત્યાર પછી મે તેને ક્યારેય ઉદાસ ચહેરે જોયો ન હતો. સમય વીતતો ગયો. ધર્મેન્દ્ર ...વધુ વાંચો

7

પ્રેમની પરિભાષા - ૭ ( અંત )

અનેક વિચારોના મેળાવડાઓ માં સફર કરતો ધર્મેન્દ્ર પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતાની સાથે જ તેની પત્ની તેની સેવા કરવામાં ગઈ. સાંજે સૌ જોડે જમવા બેઠા. જમીને ઉભા થયા બાદ ધર્મેન્દ્ર થોડું ચાલવાનું વિચારીને બહાર આવી ગયો. બહાર આવીને આમતેમ આંટા મારવા લાગ્યો. ધર્મેન્દ્રનું મન કીર્તિ ના વિચારોમાં ખોવાયેલું હતું. તે કીર્તિને ભૂલી નહોતો શકતો. વિચારોમાં ને વિચારોમાં સમય ક્યાં પસાર થયો એ તેને ખબર પડી નહિ. એટલામાં તેની પત્ની તેને આરામ કરવાનું કહેવા આવી. તેની પત્નીની વિનંતી સહર્ષ સ્વીકારી તે પોતાના રૂમમાં આરામ કરવા માટે જતો રહ્યો. પથારીમાં સુતા સુતા પણ તેના મન માં કીર્તિ ના જ વિચારો ચાલી રહ્યા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો