' બસ, પ્રિતી મને હા કહી દે, હું તને જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ખૂબ જ ચાહીશ. આખી દુનિયાની ખુશી તારા ચરણોમાં ધરી દઈશ. બસ... હા, કહી દે પ્રિતી હું તને સાચા દિલથી ચાહું છું. પ્રિતી અટ્ટહાસ્ય કરે છે... 'ના... જા... પાગલ... આ કૂ્ર અટ્ટ હાસ્ય અત્યારે મારા કાનમાં ગુંજવાને બદલે મારું હૃદય ચીરી રહ્યું હતું. એ.સી. રૂમમાં પણ મારા ચહેરા પર રેખાઓ ઉપસી આવી અને હૃદય જોરથી ધબકી રહ્યું હતું. કંઈક પડવાના અવાજ સાથે હું સફાળો બેઠો થયો.

Full Novel

1

બે જીવ - 1

' બસ, પ્રિતી મને હા કહી દે, હું તને જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ખૂબ જ ચાહીશ. આખી દુનિયાની ખુશી ચરણોમાં ધરી દઈશ. બસ... હા, કહી દે પ્રિતી હું તને સાચા દિલથી ચાહું છું. પ્રિતી અટ્ટહાસ્ય કરે છે... 'ના... જા... પાગલ... આ કૂ્ર અટ્ટ હાસ્ય અત્યારે મારા કાનમાં ગુંજવાને બદલે મારું હૃદય ચીરી રહ્યું હતું. એ.સી. રૂમમાં પણ મારા ચહેરા પર રેખાઓ ઉપસી આવી અને હૃદય જોરથી ધબકી રહ્યું હતું. કંઈક પડવાના અવાજ સાથે હું સફાળો બેઠો થયો. ...વધુ વાંચો

2

બે જીવ - 2

૩નવેમ્બર–ર૦૦૦. આજે કોલેજનો પ્રથમ દિવસ, વિશાળ કેમ્પસ. ઝળહળતા સપના દરેક ફ્રેશરની આંખોમાં સ્પષ્ટ દ્રષ્ટિગોચર થતાં હતાં. જાણે દરેક એનાં લક્ષ્ય કટિબદ્ધ હતાં. વેલ... પપ્પાનાં મિત્રની ઝેનમાં અમે કેમ્પસમાં એન્ટ્રી મારી. કાર સ્ટેટસ વધારે એ પપ્પાની કદાચ માન્યતા હતી. પણ હું વિશાળ કેમ્પસમાં મારા આભથી ઊંચા સપનાઓ લઈ પ્રવેશ્યો. ...વધુ વાંચો

3

બે જીવ - 3

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (3) ટોટલ લોસ આજે કંટાળાજનક પ્રેકિટકલ બાદ પ્રિતી દેસાઈ સાથે થયેલ થોડી વાત્ સુખરૂપ આસમાની કલરના ડ્રેસમાં તે ખરેખર સુંદર લાગતી હતી. સુંદર શરીર, સૈષ્ઠવ, ગોરું મુખડું અને ભોળી અદાઓ. દરેકને આકર્ષવા પૂરતી હતી. ડિસેકશન ટેબલ પર અમારા ટયુટર ડૉ. ભટ્ટે નાનું એવું ઈન્સીઝન મૂકયું અને એક અવાજ આવ્યો. મેં જોયું તો મારી બાજુમાં ઊભેલો વડોદરાબોય જમીન પર ચતોપાટ સુતો હતો. આ બનવું સામાન્ય હતું. પહેલાં જ ડિસેકશનમાં. 'ઠીક છે ?' મેં પૂછયું, 'હા... બરાબર... આજે નાસ્તો ન હોતો કર્યો એટલે. જોગાનુજોગ આ જ ડાયલોગ ત્રણ વર્ષ બાદ 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' માં માણવાનો હતો. સાંજે ...વધુ વાંચો

4

બે જીવ - 4

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (4) ભૂકંપ ર૦૦૧ સવારે આઠ વાગ્યે હું નિત્યક્રિયા પતાવી મારા રૂમમાં આવ્યો. પાણીનો ગ્લાસ મેં હાથ લંબાવ્યો. પાણીમાં હળવું કંપન ચાલું થયું. હું કંઈ સમજુ એ પહેલા પાણીનો ગ્લાસ તુટયો. બધા જ પુસ્તકો વેરવિખેર મારા રૂમનો જૂજ સામાન પણ અસ્તવ્યસ્ત. વિશ્વ જાણે મારી સામે હાલક–ડોલક થતું હતું. ચારે બાજુ શોરબકોર થયો. નક્કી આ તો પ્રકોપ મેં દોટ મૂકી. પગથિયાં પર પગ માંડવો પણ મુશ્કેલ હતો. એકી સાથે ત્રણ–ચાર પગથિયાં કુદતો હું નીચે ઉતર્યો. મેં ફકત પેન્ટ પહેર્યુ હતું. પણ નીચે જોયું તો મારા મિત્રોની હાલત મારાથી પણ કઢંગી હતી. કોઈ ટોઈલેટમાં તો કોઈ માત્ર ...વધુ વાંચો

5

બે જીવ - 5

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (5) મસ્તીટાઈમ આમારા પટેલ ગ્રુપનો દબદબો હતો. એમાં પણ અમે મિત્રો, એક પરિવાર અને સુખના અને દુઃખના. અમા રુંસ્લોગન હતું. જહાઁ હૈ લેન્ડ વહાઁ હૈ પટેલ ઔર જહાઁ હૈ નો મેન્સ લેન્ડ વહાઁ પહુંચે વો પરફેકટ પટેલ. આજ તો છે યુવાની, ઉર્જાથી, તરવરાટથી છલોછલ, કંઈ કરી છુટવાની તત્પરતા અને હાર ન માનવાની આદત. ખરેખર અમારી દુનિયા ઉત્સાહ અને ઉમંગથી ભરપૂર હતી. રોજનો અમારો ક્રમ સવાર થી સાંજ સુધી ભણવું અને સાંજે પાળી પૂરી બેસી કોલેજની છોકરીઓની હાળવી અને તેનું ઊંડું મૂલ્યાંકન કરવું. હા, દરેક વિકેન્ડમાં અમે ક્રિકેટ રમતાં અમારી ટીમ પણ હતી. જ્યારે મેચ ...વધુ વાંચો

6

બે જીવ - 6

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (6) ક્રોનિક મીટ 'નકુમ સર તમારા માટે જ્યુશ ઓર્ડર કરું ? મારો બેચ મેટ નકુમભાઈને જોતાં જ બોલ્યો. 'નો થેન્કસ, બંને બેસો, હું ઓર્ડર કરીશ.' 'ત્રણ ફાલુદા જ્યુશ ટપુ ' 'હા, નકુમભાઈ' ટપુએ વીજળી વેગે પ્રતિક્રિયા આપી. બ્રાઉન ધોતી, ઉપર પહેરણ, હાથમાં દાંડીયા. નવરાત્રીનો ગજબ ક્રેઝ હતો. નકુમભાઈને... 'યાર, નવરાત્રી છે. ખૂબ રમો, એન્જોય યોર સેલ્ફ' બ્રેકમાં નકુમભાઈ નાસ્તો કરવા આવેલા અને અનાયાસે અમે પણ પહોંચી ગયાં. 'ફે્રશ ફાલુદા જ્યુશ તૈયાર, લો' ટપુએ સ્ટાઈલથી એક હાથમાં ત્રણ ગ્લાસ ઉઠાવી આપ્યાં. એક તરફ ફાલુદા જ્યુશનો સ્વાદ અને તરફ નકુમભાઈ અને નવરાત્રીની વાતો... 'તું કયા યરમાં ...વધુ વાંચો

7

બે જીવ - 7

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (7) ઓસમ ટ્રીપ ડીસેમ્બર–ર૦૦ર ઠંડી નો માહોલ હતો. હું કેન્ટીન માંથી કોલેજ તરફ રવાના પાર્કિંગ પાસે બધા ઊભા હતાં. 'અરે આદિ, આજ તો સપનાની રાણી આપણી કોલેજમાં પધારી છે. જો તો યાર, શું એની અદાઓ છે ? 'કોણ છે એ ' મેં સહજતાથી પૂછયું. 'અરે, આપણી બેચમેટ પ્રિતી દેસાઈની કઝીન્સ, એક અમેરિકાથી અને એક... મુંબઈની પરી... તો શું છે ? ચાલો લેકચર એટેન્ડ કરવા નથી જવું ? પછી વાઈવામાં કંઈ નહીં આવડે... સમજ્યા... 'આદિ... તું તો આવો આવો જ રહ્યો. શું સેકસી લાગે છે. શું ડ્રેસ સેન્સ અને કાતિલ અદાઓ... ખરેખર કિલર છે આ ...વધુ વાંચો

8

બે જીવ - 8

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (8) ઈમોશનલ ઈડિયટ્‌સ ફાઈનલ યર. દરેક મેડીકો માટે ટફ અને મહેનતમાં ગીલે એવો સમયગાળો. ત્રણના વિષયો, છ મહિનાએ માટે પૂરતા હતાં. ડૉ. વૈદ્યે પોતાનું લેકચર શરૂ કર્યું. 'લુક, પ્રિવેન્ટીવ અને સોશ્યલ મેડીસીન ઈઝ વેરી બોરીંગ સબ્જેકટ. ઈટ ડાયરેકટલી રીલેટેડ વીથ ડેટા, બટ યુ મસ્ટ નો એવરીથીંગ બી કોઝ પી.એસ.એમ. ઈઝ વેરી હેલ્પ ફુલ ફોર અવર પ્રેઝન્ટ એન્ડ ફયુચર... ઓહ વી હેવ ટુ લર્ન ઈટ. હર્ષ લેકચર સાંભળતા સાંભળતા જ ઊંઘી ગયો. આમ, પણ એ બે–ચાર દિવસથી ઉદાસ જણાતો હતો. ડૉ. વૈદ્ય શિસ્તપાલનનાં આગ્રહી હતાં. હર્ષને ઊંઘતો જોઈ તાડુકયા. 'લોર્ડ ઓફ ધી લાસ્ટ બેંચ, વેક–અપ, ...વધુ વાંચો

9

બે જીવ - 9

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (9) પ્રેમની અવઢવ પ્રિતી એક સિનેમાની અદાકાર અને એક પ્રિતી મારી બેચમેટ બંનેનું મોહક આકર્ષક વ્યકિતત્વ, જાણે એને જોતાં જ તેની સુંદરતામાં ડુબી જવાય. સેકન્ડયરથી હું અને પ્રિતી દેસાઈ એક જ પ્રેકિટકલ ગુ્રપમાં સાથે હતાં. હું દુરથી એની સુંદરતા નીહાળતો, પણ સંબંધ તો ઝઘડાનો. ફર્સ્ટયરમાં થયેલી અથડામણ બાદ અમારી મિત્રતા કંઈક અલગ રીતે જ આગળ ધપતી જતી હતી. હું હંમેશા પ્રિતીને ચીઢવતો. અને એ પણ મને એવા જ જવાબ આપતી. ખરેખર, અદ્‌ભુત અને કલર ફુલ લાઈફ, એ કોલેજકાળની. સેકન્ડયર બાદ ફાઈનલમાં પણ મારો અને પ્રિતીનો ઝઘડો ચાલુ જ રહ્યો. મારી લઠ્ઠા પાર્ટીનાં મિત્રો આ ...વધુ વાંચો

10

બે જીવ - 10

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (10) લવ ઈઝ લાઈફ પરીક્ષા ઓન કહતી. પરંતુ હું તૈયાર ન હતો. કારણકે જિંદગીની પણ પ્રારંભ થઈ ચુકયો હતો. અને શરૂઆત નબળી હતી. એક પછી એક ઘટના ઘટતી જતી હતી. અને હું મૂક, દિગ્મૂઢ બની ને ખોવાયો હતો. ખરેખર... જીવન ધારે એ એટલું સહેલું નથી... આજે ઈ.એન.ટી. નું પેપરહતું. બિલ્કુલ બકવાસ ગયું. પરીક્ષા પૂર્ણ થતાં મેં એક નિઃશ્વાસ નાખ્યો. અબ પ્રકારની બેચેની પેપર લખતા સમયે હતી અને હજુ પણ મેં ઝડપથી ચાલવા માંડયું. હોસ્ટેલ નજીક આવતા મેં ઈરાદો બદલ્યો. હું લેડીઝ હોસ્ટેલ તરફ વળ્યો. પ્રેમનું ભુત મારા પર સવાર હતું અને હું એકદમ લાચાર... ...વધુ વાંચો

11

બે જીવ - 11

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (11) હું અને મારી દીવાનગી પ્રકાશ પછીઅંધકાર એ પ્રકૃત્તિનો નિયમ છે. જીવનમાં પણ કંઈક જ છે. જીવન એ સારી–નરસી ઘટનાઓની ભરમાર છે. મારા માટે પણ અંધકારનાં વાદળો ઘેરાઈ ચૂકયા હતાં. અંધકારરૂપી આ વાદળોને જોવા છતાં પણ હું એને પામી શકતો ન હતો. કંઈ ન સમજાય એવું ગૂઢ હતું. આજે જમતી વખતે મેં કોઈને પણ રોટી પાસ ન કરી. મારી હાલત ખરાબ હતી. છેલ્લા ત્રણેક મહિનાથી મેં વાળ કપાવ્યા ન હતાં. મારા કપડાં લઘરવઘર હતાં. દાઢી વધેલી હતી અને મુખ પર ઘોર નિરાશા... મને જોઈ મારા જૂનિયર્સ પણ હવે મસ્તી કરવા માંડયા. બસ, હવે 'પાગલ'નું ...વધુ વાંચો

12

બે જીવ - 12

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (12) લવ સાઈડ ઈફેકટસ જિંદગી કયારેય વિરામ લેતી નથી. એ સતત આગળ ધપતી જાય હું થોડા દિવસ ફેમીલી સાથે રહ્યો. મારી પરિસ્થિતિથી ઘરનાં તમામ સભ્યો વાકેફ હતાં અને મહદ્‌અંશે ેમારો સમય ઊંઘવામાં જ જતો હતો. એકઝામ નજીક હતી. વધુ એક નિષ્ફળ પ્રયાસ માટે મેં મારી જાતને તૈયાર કરી. વળી, કોલેજનું એ વાતાવરણ, પ્રિતીની યાદ... મિત્રો સાથે વીતાવેલી હર એક પળ હજુ બધું જ હૈયે અકબંધ હતું. મેં તૈયારી શરૂ કરી. પણ... એક દિવસ સાંજે હું બુકસ લઈને હોસ્ટેલથી નીકળ્યો. થોડે દુર જતાં જ અચાનક મારી બંને આંખો ખેંચાવા લાગી. મારું મુખ સહેજ ત્રાસું થયું. ...વધુ વાંચો

13

બે જીવ - 13

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (13) રિવેંજ ઈન મુંબઈ સાયકોસિસ અને ત્યારબાદ સ્ક્રીઝોફેનિયા મારી મનઃસ્થિતિનાં પર્યાય બની ગયાં. મારા એ ડૉ હેમાણી, જે જૂનાગઢનાં બાહોશ સાઈક્રિયાટી કહતાં. જેમની હેઠળ મારી સારવાર કરાવી. એક તરફ પ્રેમ માટે મને નફરત હતી, તો બીજી તરફ હજુ પણ પ્રિતીને પામી લેવાની લાલસા... બધું ખૂબ ઝડપથી ઘટી રહ્યું હતું. ટ્રીટમેન્ટ દરમ્યાન હું ઊંઘમાં પ્રિતીનું જ રટણ કરતો હતો. ત્રણેક અઠવાડિયા બાદ હું રાજકોટ પાછો ફર્યો. મને ઉત્તમના ફોનની રાહ હતી. હાલ એ મુંબઈ હતો. એક દિવસ ફોન રણકયો... 'હાય, કિલર...' 'હાય, ઉત્તમ વોટ એ પ્લીઝન્ટ સરપ્રાઈઝ.' 'તું, મુંબઈ છે ને ઉત્તમ.' 'હા જ તો ...વધુ વાંચો

14

બે જીવ - 14

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (14) જીવનનો મર્મ હું નીકળી પડયો એક એવી સફરમાં જે મારા હૃદયને સાચી શાંતિ અને જીવનને એક સાચો માર્ગ. હું એ જ ગડમથલમાં રહ્યો કે જીવન શું છે એક વ્યકિત તમને અપૂર્ણ બનાવી દે છે અને તેના વગર જીવન નર્યુ બિસ્માર છે. એ પૂર્ણતા જે મને આ અપૂર્ણતાની ગર્તમાંથી બહાર નીકાળે ક્ષણને મારે પામવી છે. બચપણથી અત્યાર સુધીની યાદો એક ફિલ્મની જેમ મારી સમક્ષ હતી. બાળપણનાંલાડ, કિશોરાવસ્થા ની મુગ્ધતા, યુવાનીનો ઝંઝાવાત અને અંત પ્રેમની કરુણતા,જીવન હાલનાં તબક્કે અસ્પષ્ટ હતું અને સ્પષ્ટતા જરૂરી હતી. જીવનમાં આગળ ધપવા માટે. બસ એક જગ્યાએ થોડી અને મારા વિચારો ...વધુ વાંચો

15

બે જીવ - 15 - છેલ્લો ભાગ

બે જીવ ડૉ. બ્રિજેશ મુંગરા (15) લવ નેવર ડાઈ આ.સી.સી.યુ.ની સામે હું ગંભીર મુદ્રામાં બેઠો હતો. હું મારી પત્ની થોડે અંતરે મિ. શાહ જેનાપ્રત્યે મને અપાર નફરત હતી એ શખ્સ આજ મારી સામે હતો. પણ મેં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કારણ... પરિસ્થિતિ જ કંઈક એવી હતી. આજે મિ. શાહનાં મુખ પર પણ ચિંતા ની લકીરો હતી. પ્રિતી જીવન–મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. હું કશું કરી શકું એમ ન હતો. 'યશ, ડૉકટર થયું.' મેં તેનાં પર તરાપ મારતા કહ્યું. 'કંડીશન ઈઝ સીરીયસ.' વી રીમુવ્ડ ટયુમર ફ્રોમ બ્રેઈન બી ફોર વીક. બટ નાઉ કંડીશન ઈઝ ક્રિટીકલ. નાઉ ગોડ હેલ્પ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો