શ્રી રાધા અને શ્રી કૃષ્ણ આ બે મુખ્ય પાત્ર એવા છે , કે જેમનું નામ લેતાં જ દરેકના માનસ પર એક ઉત્કૃષ્ટ દરજજાના પ્રેમીઓ નુ ચિત્ર સામે આવે. હા આજે એજ શ્રી રાધા અને શ્રી કૃષ્ણ ના ચરિત્રો માંથી એક ચરિત્ર એવું રાધા ના પાત્ર નુ વર્ણન કરવું છે. બરાબર શરદની ઋતુ ચાલતી હતી .આસો માસ અને એમાં પણ નવલા નોરતા બાદ પૂનમની રાત .આકાશમાં પરિપૂર્ણ રીતે ચંદ્ર પોતાના રૂપને વિખેરી રહ્યો છે .જાણે કે અનેક હીરાઓની વચ્ચે કોઈ તેજસ્વી એવો ઉત્કૃષ્ટ હીરો જડતર કરી અને કોઈ વૈભવશાળી સ્ત્રી પોતાની ડોક નીઅંદર ધારણ કર્યો હોય!. અને પોતાના એ વૈભવ

Full Novel

1

મીઠી યાદ - 1

શ્રી રાધા અને શ્રી કૃષ્ણ આ બે મુખ્ય પાત્ર એવા છે , કે જેમનું નામ લેતાં જ દરેકના માનસ એક ઉત્કૃષ્ટ દરજજાના પ્રેમીઓ નુ ચિત્ર સામે આવે. હા આજે એજ શ્રી રાધા અને શ્રી કૃષ્ણ ના ચરિત્રો માંથી એક ચરિત્ર એવું રાધા ના પાત્ર નુ વર્ણન કરવું છે. બરાબર શરદની ઋતુ ચાલતી હતી .આસો માસ અને એમાં પણ નવલા નોરતા બાદ પૂનમની રાત .આકાશમાં પરિપૂર્ણ રીતે ચંદ્ર પોતાના રૂપને વિખેરી રહ્યો છે .જાણે કે અનેક હીરાઓની વચ્ચે કોઈ તેજસ્વી એવો ઉત્કૃષ્ટ હીરો જડતર કરી અને કોઈ વૈભવશાળી સ્ત્રી પોતાની ડોક નીઅંદર ધારણ કર્યો હોય!. અને પોતાના એ વૈભવ ...વધુ વાંચો

2

મીઠી યાદ - 2

મીઠી યાદ ભાગ એકમાં આપણે કૃષ્ણ ની યાદ માં શ્રી રાધિકાજી ની પરિસ્થિતિ અને વૃંદાવન વર્ણન જોયું. ભાગ-૨ માં આપણે શ્રી કૃષ્ણ ની પરિસ્થિતિ અને દ્વારિકા ની પરિસ્થિતિનું વર્ણન જઈશું. જ્યારથી શ્રી કૃષ્ણયે ગોકુળ - વૃન્દાવન છોડ્યું છે ત્યારથી સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ યે ક્રીડાઓ અને વાંસળી બંનેને મૂક્યા છે!. એક જવાબદારી પૂર્ણ વ્યક્તિત્વ શ્રીકૃષ્ણનું બન્યું છે . ગોકુળથી મથુરા આવી કંસનો વધ કર્યા બાદ , મથુરાના રાજ્યનો કારભાર જાણે કે શ્રી ક્રિષ્ના ઉપર આવ્યો. પણ એ રાજ્ય ક્રિષ્ના ઉગ્રસેનને સોંપી અને અભ્યાસ માટે ગયા છે .ગોકુળ હતા ત્યાં સુધી જ કૃષ્ણના જીવનમાં બાળ લીલાઓ અને ક્રીડાઓ વર્ણવ્યા છે ...વધુ વાંચો

3

મીઠી યાદ - 3

મીઠી યાદ.( ભાગ ૨ )માં આપણે જોયું શ્રી કૃષ્ણ દ્વારિકાના રાજા બન્યા . અત્યંત વૈભવશાળી જીવન વિતાવે છે ,સુખ સમૃદ્ધિની એ નગરી માં પણ વૈભવશાળી એવા શ્રીકૃષ્ણને કંઇક તો દુઃખ છે.. આવો જોઈએ ભાગ 3 ઉદ્ધવજીને શ્રીકૃષ્ણ કહે છે હે ઉદ્ધવ જ્યારથી વ્રજ અને ગોવાળોને મૂકી અને આવ્યો છું ,ત્યારથી જીવન કાંઈક અધુરુ- અધુરુ લાગે છે . લાગે છે કે હું જમું છું પણ તૃપ્તિ થતી . નથી લાગે છે હું જીવું છું પણ આનંદ મળતો નથી .લાગે છે કે સર્વશ્રેષ્ઠ છું પણ ઉમંગ રહેતો નથી . હે ઉદ્ધવ કાંઈક તો મારા જીવનમાં અધુરો છે ! હા ઉદ્ધવ એ ...વધુ વાંચો

4

મીઠી યાદ - 4 - છેલ્લો ભાગ

ભાગ 3મા આપણે જોયું કે ઉદ્ધવજી દ્વારિકાથી શ્રીકૃષ્ણની આજ્ઞાનથી ગોકુલ આવ્યા છે .હવે ભાગ ૪ માં જોઈએ ગોકુળ ની અને રાધાજી ની હાલત. સખિ ઓ ઉદ્ધવજીને શ્રી રાધિકા પાસે લઈને આવે છે, કહે છે આ શ્રીકૃષ્ણના મિત્ર છે દ્વારિકા થી આવ્યા છે અને શ્રીકૃષ્ણનો સંદેશો લાવ્યા છે. રાધિકા ની નજર સામેના વૃક્ષ પર કિલ્લોલ કરતા પક્ષીઓના જોડલાઓ ની સામે હતી. રાધીકા એ આનંદિત પક્ષીઓને જોઈ રહ્યા હતા . કિલ્લોલ કરી રહેલા પક્ષીઓ નો આનંદ જોઈને શ્રી રાધા આનંદિત થતા હતા. તાજા ખીલેલા પુષ્પો પર ગુંજારવ કરી રહેલા ભમરાઓ પર હતી . તાજા ખીલેલા પુષ્પો ઉપરથી ઠંડો પવનનો સ્પર્શ વહેતો હતો . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો