વર્ષ ૧૯૯૦ બોરીવલી ના પોતાના ફ્લેટ ની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . વિરાર ની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટ માં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલી માં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદ ની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે. મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચ થી આવીને વિરાર માં વસ્યા હતા. પહેલા દુકાન માં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણા

Full Novel

1

પ્રત્યાગમન - ભાગ ૧

વર્ષ ૧૯૯૦ બોરીવલી ના પોતાના ફ્લેટ ની બાલ્કનીમાં બેઠા બેઠા ચા પીતા મધુકરે પોતાના જીવન પ્રવાસનો વિચાર કર્યો . ની નાની ચાલીમાંથી અત્યારે બોરીવલીમાં એપાર્ટમેન્ટ માં પાંચમા મળે ખરીદેલો ફ્લેટ અને નસીબ જોર કરે તો આવતા વર્ષે વરલી માં પેન્ટ હાઉસ પણ ખરીદી શકશે તેના મિત્ર હર્ષદ ની જેમ. મધુરે મૃણાલ ને અવાજ આપીને બોલાવી અને કહ્યું ધ્રુવ હજી સુવે છે કે ? તેને ઉઠાડ નહિ તો તને આખી રાત જગાડશે. મધુકર સ્ટોક બ્રોકર હતો. તેના પિતા નાનાલાલ ગુજરાતના નાના શહેર ભરૂચ થી આવીને વિરાર માં વસ્યા હતા. પહેલા દુકાન માં નોકરી કરી અને મહેનત કરીને પોતાની નાની કરિયાણા ...વધુ વાંચો

2

પ્રત્યાગમન - ભાગ ૨

શેર બજાર ખુબ તેજીમાં હતું અને મધુકર પણ . કાંદિવલી માં ફ્લેટ લીધાના એક વરસ ની અંદર બોરીવલી ના એપાર્ટમેન્ટ માં એક ફ્લેટ લઇ લીધો. અને તેઓ બોરીવલી ના ફ્લેટ માં શિફ્ટ થઇ ગયા. મધુકરે મૃણાલ ને બૂમ પાડીને કહ્યું કે ધ્રુવ ને અત્યારે ઉઠાડ નહિ તો રાત્રે તને સુવા નહિ દે. મધુકરે વિચાર કર્યો કે ક્યાં સેલ્સમેન ની નોકરી અને ક્યાં શેર બજાર ની દુનિયા. તે સેલ્સમેન ની નોકરી કરીને ક્યારેય આવો ફ્લેટ લઇ ન શક્યો હોત. શેર બજાર માં તે પણ હર્ષદભાઈ ની જેમ પોપ્યુલર થઇ ગયો હતો. હર્ષદભાઈ ને લોકો બિગ બુલ કહેતા તો મધુકર પાઠક ...વધુ વાંચો

3

પ્રત્યાગમન - ભાગ ૩

મધુકર ના નામે બે ફ્લેટ અને ઓફિસ હતી તે બેન્કે જપ્ત કરીને નીલામ કરી . ઇલાબેન , મૃણાલ અને વિરાર રહેવા આવી ગયા. ધ્રુવ હજી સમજણો થયો નહોતો તે માંડ ૩ વરસનો હતો . વિરાર આવ્યા પછી થોડા દિવસ તો મૃણાલ ને ખબર નહોતી પડી કે તેના જીવનમાં આ શું થઈ રહ્યું છે પણ ધીમે ધીમે સમય ગયો તેમ તે આઘાત માં થી બહાર આવી. દુકાન નું ભાડું ખુબ ઓછું હોવાથી ઘર ચાલવું મુશ્કેલ બન્યું. શરૂઆત માં મૃણાલ ના ભાઈએ થોડી મદદ કરી પણ પત્નિના દબાણ હેઠળ તેણે પોતાના હાથ તંગ કરી દીધા. મધુકર ના ગયા ને ૬ મહિના ...વધુ વાંચો

4

પ્રત્યાગમન - ભાગ ૪

ધ્રુવ નો કોલેજ નો આજે છેલ્લો દિવસ હતો. થોડા દિવસ પછી પરીક્ષા અને પછી રિઝલ્ટ. તેના પછી ઘણા બધા એવા હતા કે જેમને તે કદી પણ મળી નહિ શકે. દરેક જણ એકબીજા સાથે ડિસ્કસ કરી રહ્યા હતા કે કોલેજ પછી શું પ્લાન છે . કોઈ એમ બી એ કરવાનું હતું તો કોઈ સી એ તો કોઈ નોકરી. ધ્રુવ ને મિત્રોએ પૂછ્યું તો તેણે કહ્યું હું દુકાને બેસીશ . રાકેશે મજાક કરતા કહ્યું કે જો દુકાને જ બેસવાનું હતું તો ૩ વરસ શું કામ બગાડ્યા ? ધ્રુવે કહ્યું રાકેશ આટલું ભણીને કોઈની પાસે નોકરી કરવા કરતા મારી દુકાન ને આગળ ...વધુ વાંચો

5

પ્રત્યાગમન - ભાગ ૫

ધ્રુવે ત્યાર બાદ તેમના પારિવારિક મિત્ર રાજેશ અંકલ ને બધી વાત કરી. રાજેશ અંકલે કહ્યું કે તારે શોપિંગ મોલ ઈચ્છા હોય તો હું મદદ કરી શકું પણ તું ફરી એક વાર વિચારી જો કારણ શોપિંગ મોલ ખોલવું તે રિસ્કી છે સફળ થાય પણ અને ન પણ થાય . કારણ તું શોપિંગ મોલ વિરાર માં ખોલવા માંગે છે અને તે પણ શહેર ની બહાર. હજી તે મુંબઈ માં ખોલ્યો હોત તો સફળતાની ગેરંટી ૯૦ ટકા હોત પણ અહીં તો ૫૦ ટકા જ ગેરંટી કહી શકાય. આને જોખમજ કહી શકાય. ધ્રુવે જવાબ આપ્યો હું ફક્ત શોપિંગ મોલ જ નહિ પણ એક ...વધુ વાંચો

6

પ્રત્યાગમન - ભાગ ૬

લઘરવઘર કપડાં, વિચિત્ર રીતે કપાયેલા વાળ, થોડી વધેલી દાઢી , શરીર માંથી નીકળતી દુર્ગંધ સાથે મધુકર ધ્રુવ ના બંગલાના ઉભો હતો. ધ્રુવ તો ઓળખી ન શક્યો તેને, લાગ્યું દરવાજે કોઈ ભિખારી ઉભો છે પણ મૃણાલ ઓળખી ગઈ પણ મધુકરને જોઈને બેહોશ થઇ ગઈ. રાજેશ પણ ત્યાં ઉભો હતો તેણે આગળ વધીને મધુકરને ઘરમાં લીધો અને સીધો ઉપરના માળે લઇ ગયો અને તેને એક રૂમ માં બેસાડી નીચે આવ્યો અને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી તે મારો જૂનો મિત્ર છે તમે પાર્ટી ચાલુ રાખો હું ડૉક્ટર ને ફોન કરું છું . પછી રાજેશે ભાનમાં આવેલી મૃણાલ ને ઉપર લઇ ...વધુ વાંચો

7

પ્રત્યાગમન - ભાગ ૭

મધુકરે ખોંખારો ખાધો અને કહ્યું કે માન્ય કે મેં મારા બિઝનેસમાં નુકસાન કર્યું પણ તે સમય જ એવો હતો કોઈ તેમાંથી બચી શક્યું ન હતું પણ તેના પહેલા મેં જે ઊંચાઈ પ્રાપ્ત કરી હતી તે ખુબ ઓછા લોકોને મળે છે. અને જ્યાં સુધી સ્કેમ ની વાત છે તેમાં પણ હું આરોપી ન હતો અને માર્કેટ તૂટવાથી બધાને નુકસાન થયું હતું . પણ કોઈ તમારી જેમ પરિવાર ને છોડીને ભાગી નહોતું ગયું ધ્રુવ ના જીભ પાર આવેલું વાક્ય ગળી ગયો. ધ્રુવે કહ્યું ઠીક છે તો તમે કહેવા શું માંગો છો? મધુકરે આગળ ચલાવ્યું કે મારા મૃત્યુના નાટક ને લીધે ઇન્સુરંસ ...વધુ વાંચો

8

પ્રત્યાગમન - ભાગ ૮

ધ્રુવના ઇન્વેસ્ટરો ને ધ્રુવ ની બિઝનેસ સેન્સ પર ખુબ વિશ્વાસ હતો તેથી તેમણે ગાંધી નગર અને સ્ટેડિયમ પર ખુબ રકમ ઈન્વેસ્ટ કરી. બધાએ તેની ખુબ તારીફ કરી પણ ફક્ત રાજેશે તેને ચેતવ્યો કે જરા ધીમો પડ. એક ટાઈમે એક જ પ્રોજેક્ટ કર જેથી તું પૂર્ણ રીતે તેમાં ધ્યાન આપી શકે. ધ્રુવે કહ્યું ચિંતા ન કરો અંકલ હું બંને જગ્યાએ પહોંચી વળીશ.રાજેશે શાંતિથી પૂછ્યું અને તારો મોલ તેના તરફ ક્યારે ધ્યાન આપીશ ? ધ્રુવે કહ્યું તેની ચિંતા નથી ત્યાં જેને જનરલ મેનેજર રાખ્યો છે તે સક્ષમ છે.સ્ટેડિયમ નું કામકાજ પણ શરુ થઇ ગયું. મધુકર પરચેઝમાં હંમેશા ની જેમ મનમાની ચલાવતો ...વધુ વાંચો

9

પ્રત્યાગમન - ભાગ ૯

મધુકર આ ઘટના વખતે બહાર હતો. મૃણાલના હોશકોશ ઉડેલા હતા . વોચમેને ફોન કરીને પોલીસ બોલાવી. નીલા હજીયે બેહોશ આવીને તેની નાડી ચેક કરી પણ ધ્રુવ મૃત્યુ પામી ચુક્યો હતો .પોલીસ અધિકારીએ ટેબલ પર મુકેલી ચિઠ્ઠી ઉપાડી અને વાંચી અને જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ તેના ભવાં ખેંચાતા ગયા.ચિઠ્ઠી આ પ્રમાણે હતી પ્રિય મમ્મી , હું આ ફાની દુનિયા છોડીને જાઉં છું કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ મારા કેસ માં ઉલટું થયું હું તો કછોરું ન થયો પણ મારો બાપ કમાવતર થઇ ગયો. મારી બરબાદી માટે પૂર્ણ રીતે મારા પિતા મધુકર ...વધુ વાંચો

10

પ્રત્યાગમન - ભાગ ૧૦ - છેલ્લો ભાગ

જજે મધુકર ને કહ્યું તમારા વિરુદ્ધ બધા આરોપ સાબિત થયા છે હું ફાઇનલ જજમેન્ટ આપું તેના પહેલા તમારે તમારી કઈ કહેવું છે.મધુકરે કહ્યું મારા પરના કોઈ આરોપોનું હું ખંડન કરવા નથી માંગતો અને હું નિર્દોષ છું તેવું પણ કહેવા નથી માંગતો. હા પણ તમારી રજા હોય તો હું બધાની સામે મારી પત્નીને જરૂર કઈ કહેવા માંગુ છું . જજે પરમિશન આપી. મધુકરે ઊંડો શ્વાસ લીધો અને શરુ કર્યું . મૃણાલ તું મારી જિંદગીમાં આવી તે મારી સદનસીબી હતી. હું તારે લાયક હતો કે નહોતો તે હું નથી કહી શકતો. એટલું જરૂર કહીશ કે જીવનમાં મેં તારા સિવાય કોઈને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો