દરરોજની જેમ ૯:૦૦ વાગતાં શાળાનો એ બેલ રણક્યો પોત પોતાની વાતોમાં મશગુલ વિદ્યાર્થીઓના ગ્રૂપ હવે એક સામટા ક્લાસરૂમ તરફ દોડ્યા . ક્લાસરૂમમાં પોતપોતાની જગ્યા લીધા પછી પણ જેમ દરેક વિદ્યાર્થી ટેવાયેલા હોય એમ પોતાની આજુબાજુના મિત્રો સાથે ફરી વાતોમાં મશગૂલ થઈ ગયા. કેટલા અજીબ હોય છે ને આ દિવસો માત્ર યાદ કરવાથી દુનિયા ફરી આંખ સામે જીવંત બની જાય છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ, એ મારો દુશ્મન ,મારી બેન્ચ,મારા પ્રિય શિક્ષક ,શાળાના દરેક ખૂણા જાણે આપણી આસપાસ ગોઠવાઇ અને ફરી એ દુનિયાનું નિર્માણ કરી જાય છે .ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થયું ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થતાં દરેક વિદ્યાર્થીઓ નિયમિત ગોઠવાઇ શિક્ષકને વંદન

નવા એપિસોડ્સ : : Every Saturday

1

જિંદગીની સફર ભાગ -૧

દરરોજની જેમ ૯:૦૦ વાગતાં શાળાનો એ બેલ રણક્યો પોત પોતાની વાતોમાં મશગુલ વિદ્યાર્થીઓના ગ્રૂપ હવે એક સામટા ક્લાસરૂમ તરફ . ક્લાસરૂમમાં પોતપોતાની જગ્યા લીધા પછી પણ જેમ દરેક વિદ્યાર્થી ટેવાયેલા હોય એમ પોતાની આજુબાજુના મિત્રો સાથે ફરી વાતોમાં મશગૂલ થઈ ગયા. કેટલા અજીબ હોય છે ને આ દિવસો માત્ર યાદ કરવાથી દુનિયા ફરી આંખ સામે જીવંત બની જાય છે એ મારો બેસ્ટ ફ્રેન્ડ, એ મારો દુશ્મન ,મારી બેન્ચ,મારા પ્રિય શિક્ષક ,શાળાના દરેક ખૂણા જાણે આપણી આસપાસ ગોઠવાઇ અને ફરી એ દુનિયાનું નિર્માણ કરી જાય છે .ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થયું ક્લાસરૂમમાં શિક્ષકનું આગમન થતાં દરેક વિદ્યાર્થીઓ નિયમિત ગોઠવાઇ શિક્ષકને વંદન ...વધુ વાંચો

2

જિંદગીની સફર - ૨

ઘરનો ડોરબેલ વાગ્યો અયાનના મમ્મી ઘરમાં રસોડામાં કામ કરતા હતા એટલે પોતાના હાથ સાફ કરી એ ઝડપથી દરવાજો ખોલવા ગયા .દરવાજો ખોલતા સામેથી અવાજ અાવ્યો 'નમસ્તે આંટી 'જયશ્રીકૃષ્ણ.. " અરે કાવ્યા તું આવા અંદર આવ તું બેસ હું અયાનને કહું છું કે તું આવી છે " કાવ્યા આ ઘર માટે બહુ મહત્વનું નામ હતું .લગભગ ચાર મહિના જેટલો સમય થયો છે અયાનના કોલેજ શરૂ થયાનો પણ આ ચાર મહિનામાં કાવ્યાના લીધે આ ઘરમાં કંઈક અલગ જ બદલાવ આવ્યો હતો . કાવ્યા એ અયાનની પહેલી કોલેજની મિત્ર હતી . દેખાવમાં સુંદર અને સમજદાર પણ મનથી એટલી જ ચંચળ હતી .નાની ...વધુ વાંચો

3

જિંદગીની સફર ભાગ - ૩

" માનસી" એ માનસી હતી કદાચ અયાનના કોલેજની જ નહીં પણ આ શહેર ની સૌથી સુંદર છોકરી .ખૂબ ઉદાર દિલે ઈશ્વરે તેનામાં રૂપ ઉમેર્યું હતું અમાવસની રાતે જો એને જોઈ લેવામાં આવે તો કદાચ અમાવસ મા ચાંદના અભાવનો પણ અનુભવ ન થાય તે રૂપની અે રાણી હતી .આંખો થોડી લજ્જાની જૂકેલી હતી અને જૂકેલી આંખ જ્યારે ઉપર ઉઠતી ત્યારે લાગતું કે અર્જુનના ગાંડિવ માંથી નીકળતું કોઈ તીર હોય અને આ ...વધુ વાંચો

4

જિંદગીની સફર - ભાગ - ૪

અયાન જાણતો હતો કે કાવ્યા અને આંસુ એ કોઈ નવી વાત નહોતી જેને માત્ર અવગણી શકાય એવી ક્લાસ ટેસ્ટમાં જો ઓછા માર્ક્સ આવે તો પણ તેની આંખમાં ચોમાસુ શરૂ થઇ જતું .કાવ્યા એક સંવેદનશીલ છોકરી હતી અયાને જ્યારે પૂછ્યું કે કાવ્યા શું થયું તું કેમ રડે છ? કાવ્યાખૂબ સરસ રીતે વાતને ટાળી અને કહી દીધું કે કંઈ નહીં થયું અયાન એક ગંભીર સ્વરે બોલ્યો મને ખબર છે જૂઠું ના બોલ કાવ્ય થોડી ગભરાઈ બોલ હવે તારે કયા વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા ?આટલું બોલી તે હસ્યો અને કહ્યું પાગલ છે તું એમાં રડવાનું શું હોય ક્લાસ ટેસ્ટ તો ચાલ્યા કરે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો