સફળ_લગ્નજીવન_એક_મૃગજળ

(137)
  • 10.2k
  • 32
  • 5.3k

સવાર સવારમાં શું શરૂ કરી દીધું છે મમ્મી , ના પાડી ને કે ગમે તેવો સારો છોકરો હોય ગમે તેટલું કમાતો હોય, લગ્ન નથી કરવા પછી જોવાનો સવાલ જ ક્યાં આવે છે? નીરજા એ તેની મા રાધાને કહ્યું. રાધા પણ લીધેલી વાત મૂકે જ નહીં, બેટા જોઈ લે ને હવે ખરાબ લાગે. જો તારા ઉત્કર્ષ મામા એ કહ્યું છે તો આમ પણ હું નહીં હોઉં પછી...પછી તારે શું કામ તું જા પછી ની ચિંતા હયાતી માં ન કર નીરજા બોલી. જો મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તું લગ્ન ની વાત જેટલી વખત કાઢીશ મારો જવાબ ના એટલે ના જ

Full Novel

1

સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 1

સવાર સવારમાં શું શરૂ કરી દીધું છે મમ્મી , ના પાડી ને કે ગમે તેવો સારો છોકરો હોય ગમે કમાતો હોય, લગ્ન નથી કરવા પછી જોવાનો સવાલ જ ક્યાં આવે છે? નીરજા એ તેની મા રાધાને કહ્યું. રાધા પણ લીધેલી વાત મૂકે જ નહીં, બેટા જોઈ લે ને હવે ખરાબ લાગે. જો તારા ઉત્કર્ષ મામા એ કહ્યું છે તો આમ પણ હું નહીં હોઉં પછી...પછી તારે શું કામ તું જા પછી ની ચિંતા હયાતી માં ન કર નીરજા બોલી. જો મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તું લગ્ન ની વાત જેટલી વખત કાઢીશ મારો જવાબ ના એટલે ના જ ...વધુ વાંચો

2

સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - ૨

રાધા તેની દીકરી નીરજા સાથે રહેતી હતી. નીરજા ના લગ્નની વાત માટે રાધાના ભાઈ ઉત્કર્ષ એ એક સરસ છોકરો હતો. પરંતુ નીરજાને લગ્ન જ નહોતા કરવા એટલે તેણે તેની મમ્મી ને મામા ને મનાઈ કરવા કહી દીધું હતું. રાધા રીંગ સાંભળતા જ વિચારોમાં થી બહાર આવી. ફોન ઉપાડ્યો સામે લાઈન પર રાધાનો ભાઈ ઉત્કર્ષ હતો. " ભાઈ નીરજા માનતી જ નથી , ના જ પાડી રહી છે કોઈ પણ છોકરો જોવા માટે " રાધા એ કહ્યું. "રાધા એમ થોડી ચાલે , જિંદગી એકલી કાઢવી કેટલી અઘરી છે તું તો જાણે જ છે ને સમજાવ અને કહે કે બધા લગ્નજીવન ...વધુ વાંચો

3

સફળ_લગ્નજીવન_એક_મૃગજળ - 3 - છેલ્લો ભાગ

નીરજા રાધા બંને મા દીકરી શહેર ના એક પોસ એરિયાના આલીશાન ફ્લેટમાં રહેતાં હતા. જે નીરજા એ લોન લઈ લીધો હતો. માતા પિતાના નિષ્ફળ લગ્નજીવનની માનસિક અસર નીરજાના દિલોદિમાગમાં એવી ઘર કરી ગઈ હતી કે લગ્નનું નામ પડે અને નીરજાનું મગજ સાતમાં આસમાને ચાલ્યું જાય. ત્યાં સુધી કે કોઈના લગ્નમાં હાજરી પણ આપવાનું ટાળતી હતી. કેટલાં વર્ષો તેણે તેની માને પતિના પ્રેમ માટે વિલખતી જોઈ હતી. સંઘર્ષ અને સમાધાન સિવાય કોઈ ત્રીજી વસ્તુ તેણે રાધાના જીવનમાં જોઈ ન હતી. સમાધાન પણ નામ અપાયેલ જે જિંદગી સજા બની ગયેલ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો