શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ 3 માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે. પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની સફરની શરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી
શેડ્સ ઓફ પિડિયા - લાગણીઓનો દરિયો - ૧
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો પ્રકરણ ૧: "રાધિકા". “તને કયો વિષય સૌથી વધારે ગમે?”એલ.જી. હોસિપટલ ના પિડિયા વોડૅ માં સવારના 11 નો સમય, તારીખ હતી, ૨૦/૫/૨૦૧૮.આ તારીખ અને સમય મને હંમેશા યાદ રહેશે. પિડિયામાં રેસિડન્ટ ડૉકટર તરીકેની સફરની શરૂઆત હતી, અને રાધિકા નામની 12 વષૅની છોકરી સાથેની મારી એ પહેલી મુલાકાત. માથામાં ઝીણા- ઝીણા વાળ, આંતરિક અંગોના સોજાના લીધે ફૂલી ગયેલુ તેનુ પેટ. બિમારીમાં ડૂબેલી તેની આંખો પણ ચાલતી વખતે થતો તેની ઝાંઝરનો રણકાર તેના બચપણની નિદોઁષતાનો સાક્ષી હતો. પણ આ માસૂમતાને જાણે કોઇકની નજર લાગી હતી, રાધિકાને થયેલી વિલસન ડિસીઝ નામની એ બિમારી એ ગરીબ કુટુંબ માટે સમજવી પણ ઘણી ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૨
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૨ : મારી પ્રિન્સેસ, રાની..!ઉનાળાની એક રાત,અને જેમા પરસેવો મહેક બનીને વરસતો હોય એવી ની ફસ્ટૅ યર રેસિડન્સિ.વહેલી સવારનો ૪:૪૫ નો સમય, એક ૮ વર્ષની છોકરીને તેના પપ્પા પોતાના ખોળામા ઉચકીને દોડતા લઇને આવ્યા અને કહેવા લાગ્યા કે મારી છોકરીને અતિશય પેટમા દુખાવો થાય છે અને એક વાર ઉલ્ટિ પણ થઇ. મારી કોરેસિડન્ટ ડૉ. અમી એ છોકરીની તપાસ કરે એ પહેલાજ એણે મોટી ચીસ પાડી અને આંખો બંધ કરી દીધી, શ્વાસ ચાલવાનો અચાનક ધીમો થઇ ગયો, હૃદયના ધબકારા ૧૨૦ ના ૪૦ થયા, તરતજ તેને પિડિયાટ્રિક આઈ.સી.યુ. મા શિફ્ટ કરવામા આવ્યુ અને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિ ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૩
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૩: વંશ : ટીપ ઓફ આઇસબગૅ...!ઝાંકળ જેવી આ બે પળનો સાગર જેવો હરખ,જળની છે મૃગજળની છેશેની છે આ તરસઆ વ્હાલ માં શુ હાલ છેમારે કોઇને કેહવુ નથી,આ પ્રેમ છે બસ પ્રેમ છે,નામ કોઇ પણ દેવુ નથી,સતરંગી રે, મનરંગી રેઅતરંગી રે, નવરંગી મુજ સંગે તારી પ્રીત.રાતના ૩ વાગ્યાનો સમય,ચીર નિંદ્રામાં પોઢેલી જાણે દુનિયા. છઠ્ઠા માળ પર થોડાક દિવસો માટે શિફ્ટ કરેલા પિડિયાટ્રિક્સ વોડૅમાં હુ બેઠો હતો અને મારા મનમાં આ ગીત "કોઇક"ની યાદમાં વારંવાર વાગી રહ્યું હતુ.ચોમાસુ હજી જામ્યુ ન હતું, ઉનાળાની બસ છેલ્લી છેલ્લી રાતો હતી, વોડૅની બારીઓમાંથી સૂસવાટા મારતો ઠંડો પવન આવી રહ્યો હતો ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૪
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૪: "માં".શિયાળાની સાંજ, ઠંડીની લહેર, ખુશનૂમા વાતાવરણ અને કેઝ્યુલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.ચારે તરફથી સંભળાતી ચીસો ફક્ત દુખ જ દુખ.હોસ્પિટલ નુ વાતાવરણ હ્રદય દ્રાવક હોય છે. તકલીફોથી પીડાતા અે ચહેરાઓ જોઈને હંમેશા વિચાર આવે કે જીંદગી જ્યારે કપરી બને ત્યારે એ તમામ હદો વટાવી દે છે. સમય નુ ચક્ર ફરી રહ્યુ હતુ, એક પછી એક પેશન્ટ આવી રહ્યા હતા એટલામાંઅચાનક એક ૭૦ વષૅના ડોશીને લઇને બધા દોડતા આવ્યા. હ્દયરોગનો હુમલો આવેલો ડોશીને, બધાજ પ્રયાસો કરવામા આવ્યા, સી.પી.આર. આપવામાં આવ્યો,પણ બધુ જ નિષ્ફળ.અંતના પ્રયાસ રૂપ ડિફિબ્રિલેટરથી શોક રીધમ પણ આપવામાં આવી, પણ એનો જાદુ પણ ના ચાલ્યો. હ્દયની પટ્ટી કાઢવામાં ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૫
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૫: એમ.ટી.પી. ( ગાયનેક ની બારીમાં ડોકાચીયુ)શિયાળાની હાડ થીજવતી રાત.ઠંડા વહેતા પવનની સાથે,ધીમે ચાલતો બાળકોનો શ્વાસ અચાનક અને આકસ્મિક રીતે ઘણો વધી જાય છે અથવા અટકી જાય એવી આ ઋતુ.એક હાથમાં વિગો અને બીજા હાથમાં ફોન પકડીને રમતા બચ્ચાઓ. દુનિયાના બધાજ દુખથી દૂર , પોતાનીજ મસ્તીમા તલ્લીન એવા મારા વોડૅના માસૂમ બાળકોને હું જોતો હતો, એવામાં અચાનક ફોનમાં રિંગ વાગી,નામ વાંચ્યુ,"હાર્દિ"સોલા સિવિલ હોસ્પિટલમાં એમ.એસ. ગાયનેક કરતી મારી સૌથી ક્લોસ ફે્ન્ડ એટલે ડૉ. હાર્દિ શુક્લ.મેં ફોન રિસિવ કર્યો.સામેથી થોડીક સેકન્ડસ સુધી કોઇ જવાબ ના આવ્યો.મેં પૂછ્યુ,"હાર્દિ, શું થયુ?"તેણે કિધું"કંઇ નઇ, તુ બોલ, મજામાં?"અવાજમા ઉત્સાહની ઉણપ, ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૬
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૬: વિષબંધ, અનોખો પુનજૅન્મ.નથી કરવુ પિડિયા, આ વસ્તુ ના થઇ શકે મારાથી,વિચારો સતત ચાલી રહ્યા હતા, અને હુ પ્રયાસ કરી રહ્યો હતો આ વિચારો રોકવાનો.બિમાર રડતા બાળકો અને તેમના મા બાપ, ડેથ થયા પછીના બાળકોના એ માસૂમ ચહેરાઓ, 24 કલાક મેહનત કર્યા પછી પણ મોઢા પર ગાળો બોલીને જતા અમાનવીય તત્વો.અસહનીય મેન્ટલ સ્ટ્રેસ, દરેક સેકન્ડમા બદલાતા ભાવ અને એ ભાવ જોડે બદલાતી ઝિંદગી, અને એ ઝિંદગી જાણે અમારી જોડે રમત રમી રહી હતી.આ બધા વિચારોના વમળ ફરતા હતા એટલામા એક પેશન્ટ આવ્યુ,"સર, બચ્ચા મર જાયેગા, જલ્દી કુછ કરો..!શૉલમા લપેટાયેલો એક જીવ એ બહેનના ખભા ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૭
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૭: "આત્મા..!" એક લોકવાયકા અથવા સત્ય ઘટના...!લોકવાયકાઓલોકકથાઓકેટલુ સાચુ કેટલુ ખોટુ, એ હું નથી જાણતો,પણ વાર એવી વાતો સામે આવે છે જે તમને ઘણુ વિચારવા મજબૂર કરી દે છે.સાંજનો ૭ વાગ્યાનો સમય,બધા વોડૅમા બેઠા હતા, કાળી ચૌદસ ૨ દિવસ પછી આવાની હતી.વોડૅમા કામ કરતા માસી અચાનક બોલ્યા,"કાળી ચૌદસની રાતે સાચવજો સાહેબ, ઘણી ભારે રાત હોય છે.મે વિચાર્યુ કદાચ તેહવારના સમયના લીધે વધારે પેશન્ટ આવતા હશે,માસી બોલ્યા, પેશન્ટ વધારે નથી હોતા પણ ભૂત પ્રેત વધારે આવે છે. મે વાતને મજાકમ ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૮
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૮: "સ્ત્રી.. વો સબ જાનતી હે."સાહેબ, કાલે તો મારૂ હાર્ટ ફેલ થતા થતા રહી રાતના બાઉન્સર અમિત ભાઇએ ચિંતાતુર મોઢે મારી સામે પોતાની વ્યથા વ્યક્ત કરી.પિડિયાના વોડૅમા સગા સંબંધીઓને સંભાળવા ઘણુ અઘરુ કામ છે, જેના માટે બાઉન્સરની મદદ લેવીજ પડે તેમ છે.દરેકને પોતાનુ બાળક વ્હાલુ હોય છે, પણ જો એ વ્હાલ તેની ટ્રીટમેન્ટમા વચ્ચે આવે એ વ્યાજબી નથી.ઘણા સંઘર્ષો સર્જાય છે, જ્યારે એ વ્હાલ રોકવાનો પ્રયાસ થાય ત્યારે.શું થયુ અમિત ભાઇ? મે પૂછ્યુ.સાહેબ આપણી પેલી જૂની બિલ્ડિંગની લિફ્ટ જોડે ખુરશી નાખીને હું બેઠો હતો અને એટલામા એક ગાંડો માણસ આવ્યો, મને કે,"મારુ પ્લેન નીચે ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૯
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૯: "પ્રેમ કે વ્યાભિચાર." ચિક્કાર ઓ.પી્.ડી.,બુધવારની સવાર,ઉનાળાનો અંત, ચોમાસાનો આરંભ,બિમારીઓનો જાણે રાફડો ફાટી નીકળ્યો તેમાં પણ સૌથી સેન્સીટીવ જીવ કોઇ હોય તો એ છે નાનુ બાળક,એટલે ઓ.પી.ડી.માં પેશન્ટનો ધસારો ઘણો સ્વાભાવિક હતો.એક પછી એક પેશન્ટ જોવાના ચાલતા હતા એટલામા એક ૩૨ વષૅની આસપાસની એક સ્ત્રી પોતાના ખોળામા ૩ વષૅની નાની છોકરીને તેડીન લઇઆવી.સાહબ, લડકી કો બહોત બુખાર હે,બહોત ખાંસી હે,ઔર સાંસ તો લેઇ જ નઇ પારેલી હે,શાહ આલમ વિસ્તારમા રહેતા લોકોની ટીપીકલ લેન્ગવેજનો ટીપીકલ ટોન.એ પણ એમના મોઢેથી સાંભળવાની મજા જ કંઇક અલગ છે.એક્ઝામિનેશનના અંતમા નિષ્કષૅ એવુ હતુ કે બાળક એકદમ સ્ટેબલ હતુ.બહુજ સામાન્ય શરદીની ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૦
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૦: "છોરાની છાતીમાં છૂરો"હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યા અવનવા કિસ્સાઓનો ખજાનો પડેલો છે,એ અમૂલ્ય રત્નો જેવી ઘટનાઓ ઘણી વાર તમારી સામે આવી જાય છે,મારો આ અનૂભવ પણ આવો જ કંઇક અટપટો અને અજૂગતો જ હતો.સાંજનો ૮:૩૦ નો સમય,એક ૧૨ વષૅના છોકરાને ઉચકીને ૨૦ લોકોનુ ટોળુ સિધુ વોડૅમાં જ ઘૂસી ગયુ. સૌથી પહેલા એ છોકરાના બધા સગા અંદર આવ્યા એટલે અમે વિચારમા પડ્યા કે સાલુ પેશન્ટ ક્યા છે?આખા આ ટોળાની પાછળ એના પપ્પા અને કાકા બાળકને પકડીને ઉભા હતા, ટોળુ વિખેરીને જેવા અમે તે છોકરા પાસે પહોચ્યા, તરત જ તેણે મોટી ચીસ પાડી અને ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૧
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૧: "ખુલ્લા વાળનો ખોફ..!!"શિયાળો વિદાય લેતો હોય અને ઉનાળાના આગમનની સહેજ વાર હોય એ રાતો મનને કંઇક અલગ જ શાંતિ આપે છે.ના વધારે ઠંડી ના વધારે ગરમી, મોસ્ટ કમ્ફ્ટૅ આપે એવુ વાતાવરણ.આવીજ એક રાતનો અંત અને સવારની શરૂઆત હતી ત્યારેજ એક પેશન્ટ આવ્યુ,પેરેન્ટસ બાળકને ખોળામા ઉંચકીને દોડતા લઇને આવ્યા,બાળકને ખેંચ આવે છે સર, જલ્દી કંઇક કરો,બાળકના મોઢામા ફિણ જ ફિણ, આંખો સ્થિર રીતે ઉપરની બાજુ ફરેલી, અને જટકા મારતા એના હાથ પગ. વિગો સિક્યોર કરીને લોપેઝ આપવામા આવ્યુ, પણ ખેંચ ના જ બંધ થઇ.અંતે એન્ટિએપિલેપ્ટિક ઇપ્ટોઇનને લોડ કરવામા આવી, દવાની અસર શરૂ થઇ, ખેઁચ ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૨
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૨- "ठारडौं" એક અસાધારણ કથા..!સેકન્ડ યુનિટ નો દરવાજો ખૂલ્યો. એક ૨૫ વર્ષની છોકરી , ૧૩ વર્ષની છોકરીનો હાથ પકડીને વોર્ડની અંદર લાવી રહી હતી. તેમની પાછળ તે છોકરી નું આખું ફેમિલી આવી રહ્યું હતું. 25 વર્ષની છોકરી ધીરે ધીરે પણ મક્કમ ડગલે આગળ વધી રહી હતી , નજીક આવીને તે પોતાના ધીમા અવાજમાં બોલી," સર, પણ આ છોકરી સુતી જ નથી "દુઃખી પણ કોમળ અવાજ એ મારી કો રેસિડન્ટ ડોક્ટર ગિરિમાનો હતો. અને એ નાની છોકરી એટલે લક્ષ્મી.વાત જાણે એમ હતી કે સવારે 10:00 વાગે સાયકાઅૅટ્રીક ડિપાર્ટમેન્ટમાંથી એક પેશન્ટનું રીફર પિડીયાટ્રીક્સ માં કરવામાં આવ્યું. ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૩
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૩- "ડ્રિમ ગર્લ.. "લાઈફ ઘણી અનપ્રિડિક્ટબલ છે, આગલી સેકન્ડે તમારી સાથે શુ થવાનુ વિચારવું અશક્ય છે.પગમાં થયેલા ફ્રેકચરના ઉપર મારાલા ફાઈબર કાસ્ટને જોઈને મને આવા ફિલોસોફીકલ વિચાર આવતા હતા. રહસ્યમયી સંજોગોમાં થયેલું એ "ચિપ ફ્રેક્ચર" જેટલુ ચાલવામાં નડતું હતુ એનાથી વધારે મને ભૂખ નડતી હતી, એટલે નાસ્તો કરવા ભારે પગે હું સ્વાઈન ફ્લૂ વોર્ડમાંથી મારા પિડીયાટ્રીક વોર્ડ ૨ મા આવવા નીકળ્યો.રસ્તામાં જતા બધા જ લોકો જાણે એલિયન જોયો હોય તેમ મારા પગને જોઈ રહ્યા હતા, જે વધારે ફ્રસ્ટ્રેશન આપતું હતું. જેવો વોર્ડમાં પહોંચ્યો કે તરત જ મારા સિનિયર કનિશા દીદી એ કીધું ,"એક ઈન્ટરેસ્ટિંગ ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૪
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૪- "અગ્નિ દાહ...! "આજે તો હેરતભાઈ ખરું થયુ વૉર્ડમાં,સાંજના ૫ વાગ્યે સિસ્ટરે મને કહ્યું,કેમ થયું, મેં પૂછ્યું,"હમણા ૧૦ લોકોનું ટોળું આવ્યું, આવતા વેંત જ વૉર્ડમાં જાસૂસી કરતાં હોય એમ ફરવા લાગ્યા. પહેલાં મને એમ કે કોઈક પેશન્ટનાં સગા હશે એટલે મેં બહુ ધ્યાન આપ્યું નહીં. પણ થોડી વાર પછી એ લોકો અંદર અંદર કંઈક ઘૂસપૂસ કરવા લાગ્યા. મને ના રહેવાતા મેં તેમને બોલાવ્યા. બધા એ આવતાની સાથે જ "નંદન" નામના બચ્ચાં વિષે પૂછપરછ ચાલુ કરી. હું એમને સમજાવી ને થાકી કે અહીંયા આવુ કોઈ પેશન્ટ નથી, પણ કોઈ માનવા જ તૈયાર ના થાય, એટલામાં એના ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૫
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયોપ્રકરણ ૧૫- "કરવટ બદલે લાશ..!! "આમ તો દિવાળી પ્રકાશ નો તહેવાર કહેવાય પણ હોસ્પિટલમાં કઈ અમાસની બની જાય તે કહેવું અશક્ય છે.દિવાળીને ગણતરીના દિવસો બાકી હતા, ડેન્ગ્યુ ની સિઝન તેના અંતિમ તબક્કામાં હતી.પી.આઈ.સી.યુ. આખુ ફૂલ હતુ.૩ પેશન્ટ વેન્ટિલેટર પર હતા, અને વૉર્ડમાં અમારું પેશન્ટ અચાનક ખરાબ થયું.પી.આઈ.સી.યુ મા દોડાદોડ ચાલુ હતી, ઓલમોસ્ટ બધા જ ડૉક્ટર ત્યાં હતા.અમારું પેશન્ટ જે ચોથું વેન્ટિલેટર ખાલી હતું તેના પર મૂકવામાં આવ્યું પણ હાલત વધારે ખરાબ હોવાના લીધે તે એક્સપાયર થઈ ગયું.એક્સપાયરી ડિક્લેર કરીને અમે હજી હમણાં જ આવ્યા હતા તેટલામાં બીજા યુનીટનુ બીજુ એક પેશન્ટ તે જ વેન્ટિલેટર પર ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૬
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ (લાગણીઓનો દરિયો) પ્રકરણ ૨૧: Dr. HHS મેડમ.૧ ઓગસ્ટ,૨૦૧૮..બપોરનો સમય.એક ૧૨ વર્ષ ની છોકરીને ઉંચી કરીને એક વર્ષનો વ્યક્તિ વૉર્ડમાં આવે છે. "જુઓ ને બેન, આ છોકરીના પગ એકદમથી જ કામ કરતા બંધ થઈ ગયા છે, કંઈ સમજાતું નથી આવું શા કારણે થયું. કંઈક કરો બેન, એને ચલાતું જ નથી..! "અવાજ માં ગભરાહટ અને આંખોમાં મદદની અપેક્ષા હતી. ત્યાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર તે છોકરીની પ્રારંભિક તપાસ કરે છે. માથાના વાળથી લઈને નખના ટેરવા સુધી ગરીબી અને કુપોષણથી ખરડાયેલું એક શરીર દેખાય છે. તે છોકરીની આંખો જાણે ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 17
શેડ્સ ઑફ પેડિયાટ્રિક: લાગણીઓનો દરિયોપ્રકરણ ૨૨: "દૂધપીતી..!! "સવારની તાજગીનો અનુભવ દિવસના બીજા કોઈ પણ પ્રહરમાં કરવો લગભગ અશક્ય છે. પર પડેલા ફોનમાં અેક નોટિફિકેશન બ્લીંક થાય છે, "નવજાત શિશુના ગેર કાયદેસર ગર્ભ પરિક્ષણ નો વધતો દર..! "જાણીને ખરેખર આંચકો લાગશે પણ વાસ્તવમાં ભારતમાં દરરોજ અંદાજે ૨૦૦૦ જેટલા ગર્ભમાં ઉછરી રહેલી દીકરીઓના ડીગ્રી વિનાના ક્વેક્સ(ઊંટવૈદ) વડે ગર્ભપાત થઈ રહ્યા છે. કેટલાય લોકો આ નવજાતના જાતિ પરીક્ષણ કરવાના કાળા ધંધા માં ઉંડે સુધી ઉતરેલા છે. એન્જલ હોસ્પિટલમાં પિડિયાટ્રિશ્યન તરીકેનું મારું પહેલું જ અઠવાડિયું હતું. રાતના લગભગ ૯ વાગ્યાનો સમય, એક ૫ દિવસની બાળકીને લઈને ઘણા લોકો દોડીને અાવે છે. "જુઓ ને, આ બાળકીનો શ્વાસ કેમ આવો થઈ ગયો ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 18 - ડાયગ્નોસિસ
શેડ્સ ઓફ પિડિયાટ્રિક: લાગણીઓ નો દરિયો પ્રકરણ 18: "ડાયગ્નોસિસ" ચોમાસાની શરૂઆત હતી, કેવો અલગ જ લહાવો છે કેમ? માટી ની સુગંધ મગજને તરબતર કરતી હોય, વરસાદના એ ટીપાં જ્યારે શરીરને અડે, છો ને પછી ગમે તેવો થાક હોય, જાણે કે અડધી સેકંડ માં ઉતરી જાય. નાના હતા ત્યારે સ્કૂલમાં નિબંધ પૂછાતો, "વર્ષાઋતુ". એ નિબંધ માં ફાયદા ના વર્ણન ની સાથે ગેર ફાયદા પણ લખવામાં આવતા. ચોમાસાની ઋતુ એટલે બીમારીઓનું સામ્રાજ્ય જાણે ચારે કોર ફેલાયેલું હોય. આવી જ ઋતુ ની શરૂઆત, એન્જલ હોસ્પિટલ માં સવારે ૯:૩૦ નો સમય. પહેલી જ ઓ.પી.ડી., "સર, જુવો ને બાળક ને સામાન્ય શરદી અને ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 19 - શ્રદ્ધા
શેડ્સ ઓફ પિડિયાટ્રિક્સ: લાગણીઓનો દરિયોપ્રકરણ 19 : "શ્રદ્ધા""ચોમાસું બરાબર જામ્યું હતું,સાંબેલાધારે વહ્યા પછી વરસાદ એ થોડો વિરામ લીધો હતો.રાત ૨ વાગ્યા નો સમય,હોસ્પિટલ થી ફોન આવ્યો,"સર એક ન્યૂ બોર્ન બાળક છે,હજી હમણાં જ ડીલીવર થયું છે, પણ સીક્રેશન બહુ જ આવે છે.હોસ્પિટલ જઈને જોયું તો ૨ મહિલાઓ આ નાનકડા ફૂલ જેવા બાળક ને ખોળા માં લઈને ચેહરા પર તીવ્ર ચિંતાઓ સાથે ઊભી હતી.તપાસ કરતા માહિતી મળી કે, કોર્ડ ( ગર્ભ નાળ) બાળક ના ગરદન ની ફરતે વીંટળાઈ ગયો હતો અને તેની હાર્ટ બીટ માં ડ્રોપ આવ્યા, અને ફિટલ ડીસ્ટ્રેસ થતાં તાત્કાલિક સિઝેરિયન કરવામાં આવ્યું.ઓક્સિજનનું લેવલ ચેક કરતા માલુમ પડ્યું ...વધુ વાંચો
શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - 20 - ડૉક્ટર વિરુદ્ધ ડૉક્ટર
ડૉક્ટર વિરુદ્ધ ડૉક્ટર ગવર્નમેન્ટ હોસ્પિટલમાં રેસીડેન્સી કરવી અને પ્રાઇવેટ હોસ્પિટલને ચલાવવી એ બંને વસ્તુમાં હાથી ઘોડાનો અંતર રહેલો છે. દવાખાનામાં તમારી ઉપર કન્સલ્ટન્ટ તબીબ અને નીચે જુનિયર ડૉક્ટર હોય, દવા ઇન્જેક્શન કે પછી લોહીના રિપોર્ટ્સ, અદ્યતન સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર અને આઇસીયુ તેવી તમામ વસ્તુઓનો ખર્ચ દર્દીને ક્યારેય ચૂકવવાનો નથી. જેના લીધે ડાયગ્નોસીસ ને પાક્કું કરવા જો ૨ રિપોર્ટ્સ વધારાના ડોક્ટરને કરાવવાના થાય તો પણ કોઇ તકલીફ ના થાય. પૈસાનું ભારણ ખીસ્સા પર ના પડે એટલે ૨ દિવસ વધારે સરકારી દવાખાનામાં સારવાર પૂરી કરવા જો દર્દીને દાખલ રેહવું પડે તો પણ તેને આર્થિક રીતે શાંતી લાગે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ ...વધુ વાંચો