મૈ તૈનું પ્યાર કરના..! -પોતાની નજરો ઢાળીને નીચે ઘાસનું એક તણખલું તોડી..તેની સાથે રમત કરતી કરતી તે શરમાઈને બોલી. અત્યારે અહીં -જાણે શોકનો ધક્કો બેઠો હોય તેમ હું બોલ્યો. શું અત્યારે.. શું અહિયાં -તેણે આંખો ઉઠાવીને પૂછ્યું. તે જ.. કે જે તું કહી રહી છે..મૈ તૈનું પ્યાર કરણા. આઈ મીન..તારે મને પ્રેમ કરવો છે ને.. પણ અહીં અરે યાર..એનો મતલબ કે આઈ લવ યુ, અને એમ નહીં કે..આઈ વૉન્ટ ટુ મેક લવ ટુ યુ. તું પણ એવો છે ને..! કુછ ભી..! -પોતાનાં હોઠ પર હથેળી ચાંપીને દબાતા હાસ્ય સાથે તે બોલી. હું લુચ્ચું હસ્યો તો કેટલીય વાર સુધી તે મારી તરફ તોફાની નજરે તે જોતી જ રહી. નાઉ વૉટ.. -ન રહેવાતા આખરે મેં પૂછ્યું. કંઈ નહીં..! કંઈ નહીં, નહીં ચાલે.. બોલ કંઇક.. માય સ્વીટુ..કેટલો મીઠડો છે રે તું..! -હસતાં હસતાં હળવે હળવે આમથી તેમ ગરદન હલાવતા તે બોલી. કોણ કહે છે કે છોકરાઓને શરમાતા નહીં આવડતું.. જસ્ટ લુક ઍટ મી ફ્રેન્ડસ..આઈ એમ બ્લશિંગ...!