ધક ધક ગર્લ -ભાગ ૧૦

(85)
  • 6.6k
  • 10
  • 2k

સવારથી પચાસ વખત મોબાઈલ ચેક કરી લીધો, પણ ધડકનનો કોઈ જ મેસેજ આવ્યો નહોતો. લાસ્ટ સીન - ફીચર પણ તેણે બંધ કરીને રાખ્યું હતું એટલે છેલ્લે તે ક્યારે ઓનલાઈન આવી હતી તે પણ ખબર ન પડે. હું કોઈ માનસશાસ્ત્રી નહોતો, પણ સામેની વ્યક્તિ પાસેથી આપણને અદ્રશ્ય વેવ્સ તો મળતા જ હોય ને..! ગાડી પર પાછળ બેસીને ધડકને -ફિર મહોબ્બત કરને ચલા હૈ તું..-ગીત સંભળાવ્યું, અને ઘરે પાછા ફરતા -મારે બીજી તન્વી નથી બનવું, -એવું તે બોલી. તો આનો અર્થ શું સમજવો અને તન્વીના ઘરે પેલો સમશેર બોલ્યો હતો કે- તારું ધ્યાન ન હોય ત્યારે તે તને ચોરી ચોરી જોયે રાખે છે - તેનું શું અનેક વાંકાચુકા ટુકડા ભેગા કરીને હું એક તસ્વીર બનાવવાની કોશિષ કરી રહ્યો હતો, પણ તેમાંથી કોઈ સ્પષ્ટ અર્થબોધ નીકળતો નહોતો. કોને ખબર કદાચિત આ બધો મારા મનનો જ ખેલ હતો. ધડકન પ્લીઝ, ઓનલાઈન આવ..! . તુ, મેરી અધુરી પ્યાસ..પ્યાસ તુ, આ ગઈ મન કો રાસ..રાસ અબ, તો તુ આજા પાસ..પાસ હૈ ગુઝારી....શ હૈ, હાલ તો દિલ કા તંગ..તંગ તુ, રંગ જા મેરે રંગ..રંગ બસ, ચલના મેરે સંગ..સંગ હૈ ગુઝારી....શ . શબ્દો ભલે ભાડુતી..ઉછીના..ફિલ્મી હતા, પણ હું યાચના એકદમ સાચા મનથી કરી રહ્યો હતો જાણે કેમ, મારા મનનો અવાજ તે સાંભળી શકવાની હોય. અગર તુમ કિસી ચીઝ કો દિલ સે ચાહો..તો પૂરી કાયનાત..-વગેરે, જેવા ડાયલોગ્સ મારા મગજમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. . પ્રેમમાં એક વાર થાપ ખાઈ ચુકેલા આ નવયુવાનની બીજી વખત પ્રેમમાં પડવાની નિર્દોષ કોશિષો એટલે- ધક ધક ગર્લ.