ડૉક્ટર વિરુદ્ધ ડૉક્ટર ગવર્નમેન્ટ હોસ્પિટલમાં રેસીડેન્સી કરવી અને પ્રાઇવેટ હોસ્પિટલને ચલાવવી એ બંને વસ્તુમાં હાથી ઘોડાનો અંતર રહેલો છે. સરકારી દવાખાનામાં તમારી ઉપર કન્સલ્ટન્ટ તબીબ અને નીચે જુનિયર ડૉક્ટર હોય, દવા ઇન્જેક્શન કે પછી લોહીના રિપોર્ટ્સ, અદ્યતન સુવિધાઓ જેવી કે વેન્ટિલેટર અને આઇસીયુ તેવી તમામ વસ્તુઓનો ખર્ચ દર્દીને ક્યારેય ચૂકવવાનો નથી. જેના લીધે ડાયગ્નોસીસ ને પાક્કું કરવા જો ૨ રિપોર્ટ્સ વધારાના ડોક્ટરને કરાવવાના થાય તો પણ કોઇ તકલીફ ના થાય. પૈસાનું ભારણ ખીસ્સા પર ના પડે એટલે ૨ દિવસ વધારે સરકારી દવાખાનામાં સારવાર પૂરી કરવા જો દર્દીને દાખલ રેહવું પડે તો પણ તેને આર્થિક રીતે શાંતી લાગે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ