કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 99

(12)
  • 4k
  • 1
  • 2.7k

ક્રીશાના હાથના બનાવેલા ગરમાગરમ રસમ રાઈસ જમતાં જમતાં ગરમાગરમ ચર્ચા પણ આજે ઘરમાં ચાલી રહી હતી અને તે સાંભળતાં સાંભળતાં પરી અને છુટકી બંનેના શ્વાસ પણ અધ્ધર થઈ ચૂક્યા હતા.ક્રીશા નિખાલસ પણે ખુલ્લા મોં એ ભરોભાર સમીરના વખાણ કરી રહી હતી અને શિવાંગ પણ ક્રીશાની વાતમાં ટાપસી પૂરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે, "સાચી વાત છે તારી કીશુ. ખરેખર ડાહ્યો અને સંસ્કારી છોકરો છે. પણ તમારો બંનેનો એકસાથે ફ્રેન્ડ કઈરીતે બન્યો તેની કંઈ ખબર ન પડી..??"શિવાંગનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં જ જમતા જમતા પરી અને છુટકી બંનેના હાથ અટકી ગયા અને બંનેનો કોળિયો ગળામાં અધવચ્ચે જ અટકી