પ્રારંભ - 90

(74)
  • 4.2k
  • 3
  • 2.7k

પ્રારંભ પ્રકરણ 90રુચિ મખીજાએ પોતાના પ્લૉટ ઉપર પગ મૂક્યો અને પોતાની સામે વિશાળ 'શેઠ જમનાદાસ હોસ્પિટલ' જોઈ. આગળનો આખો પ્લૉટ ગાડીઓથી ભરચક હતો. એક બાજુ બે એમ્બ્યુલન્સ ઉભી હતી. કેતન સરે ઉભા કરેલા આ સામ્રાજ્યને જોઈ એ ચકિત થઈ ગઈ !!છેલ્લે છેલ્લે જ્યારે એ પ્લૉટ ઉપર આવેલી ત્યારે એણે ગંદી ઝૂંપડપટ્ટી જોયેલી. આજે એની જગ્યાએ પાંચ પાંચ માળનાં સામ સામે બે બિલ્ડિંગો હતાં. એક હોસ્પિટલ અને એક આધ્યાત્મિક કેન્દ્ર ! જો કે એ વખતે રુચિને આધ્યાત્મિક બિલ્ડિંગ વિશે કોઈ માહિતી ન હતી. "આ ડાબી બાજુ જે છે એ આપણી પાંચ માળની હોસ્પિટલ છે અને તમામ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. આ